Last Update : 20-March-2012, Tuesday
 

આરોગ્ય પ્રશ્નોત્તરી

એપેન્ડિસાઇટિસ, કોલાઇટીસ, આંતરડામાં સોજો, લીવરના ભાગમાં દુખાવો, ચીકણા ઝાડા, ગેસ

પ્રશ્ન ઃ મને હાલમાં નીચે મુજબની તકલીફ છે.
(૧) દિવસમાં પાંચથી છ વાર સંડાસ જવું પડે છે. (૨) છેલ્લે સંડાસમાં ચીકાશ નીકળે છે. (૩) રાત્રિના સમયે ‘ગડુડ્‌... ગડુડ્‌..’ અવાજ આવે છે. (૪) પેટના ને લીવરના ભાગે દુખ્યા કરે છે. (૫) આ બીમારી છેલ્લા ૧૫ વર્ષથી છે.
- ચેતનભાઇ (મોતી સુખિયા ધર્મશાળા, પાલિતાણા-૩૬૪૨૭૦)
ઉત્તર ઃ જૂના રિપોર્ટની સાથે તમે જે મે-જૂન ૨૦૧૧ના રિપોર્ટ મોકલ્યા છે તેમાં ‘એક્યુટ એપેન્ડિસાઇટિસ’ એટલે એ એપેન્ડિક્સમાં સોજો છે. ૧૫ વર્ષથી તમે પેટની તકલીફ પીડાવ છો.
સૌથી પહેલા તો તમારે લંઘન- નકોરડા ઉપવાસ-થી જ એપેન્ડિસાઇટિસની સારવાર શરૂ કરવાની છે. ત્રણ દિવસ માત્ર ઉકાળેલું પાણી પીવાનું છે. પાણી ઉકાળતી વખતે સૂંઠના ટૂકડા નાખવા. બને તો હૂંફાળું જ પાણી પીવું. ફ્રીજ કે કુલરનું - ઠંડુ પાણી પીવાનું નથી. ત્રણ દિવસના નકોરડા ઉપવાસ પછી સૂંઠ નાખેલું મગનું પાણી કે ઓસામણ લેવું. દિવસમાં બે કે ત્રણવાર મગનું પાણી અથવા તો મગની દાળનું ઓસામણ લઇ શકાય. બે દિવસ આ પ્રમાણે પરેજી પાળ્યા પછી મમરા, ખાખરા, દાડમના દાણાનો થોડો જ્યૂસ લઇ શકાય. ઉપવાસ દરમિયાન નાળિયેરનું પાણી, ફ્રુટ જ્યૂસ કે દૂધ-કોફી જેવું કશું ન લેવું. આવા સંપૂર્ણ લંઘનથી આંતરડામાં રહેલો આમ (ચીકણો પદાર્થ) બળીને ખાખ થઇ જાય છે અને સોજો પણ ઉતરે છે.
છઠ્ઠા દિવસે થોડા દાળ-ભાત કે ગળલી ખીચડી લેવી. પરવળ અને દૂધીનું ગળી ગયેલું શાક પણ રુચિ હોય તો લઇ શકાય. સાતમા દિવસે ભૂખ પ્રમાણે દાળ- ભાત, ખીચડી- કઢી લઇ શકાય. સતત એક મહિના સુધી આવો હળવો જ ખોરાક લેવો. રોટલી, ભાખરી, પરોઠાં, પૂરી કે એવું કશું લેવાનું નથી. મીઠાઇ, કેળા, ભારે ખોરાક પણ નહીં. પાણી પણ આ દિવસો દરમિયાન સૂંઠના ટૂકડા નાખીને ઉકાળેલું જ પીવું. ઉકાળતી વખતે પા ભાગનું પાણી બળી જવા દેવું. ૪૦૦ મિ.લિ. મૂક્યું હોય તો ૧૦૦ મિ.લિ. બળી જવા દેવું.
ઔષધો આ પ્રમાણે શરૂ કરી શકો.
(૧) અગ્નિતુંડી વટી એક એક ગોળી સવાર સાંજ પાણી સાથે
(૨) આમ પાચની વટી બે બે ટીકડી સવાર સાંજ પાણી સાથે
(૩) ચિત્રકાદિ વટી તથા શંખવટી બે બે ટીકડી જમ્યા બાદ ચૂસવી.
(૪) કુટજ ઘનવટી, વત્સકાદિ ઘનવટી (અથવા આમ દોષાન્તક ટીકડી) તથા આમ રાક્ષસી બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લઇ શકાય.
(૫) આજકાલ કોલાયટીસ, અલ્સરેટીવ, કોલાયટીસ, લીવરને લગતી તકલીફ વગેરે પેટના રોગો માટે અનેક પેટન્ટ ઔષધો પણ ઘણી ફાર્મસી બનાવે છે.
પ્રશ્ન ઃ મારી ઉંમર ૬૩ વર્ષની છે. મને કોઇ વ્યસન નથી. છતાં શ્વાસની સખત તકલીફ થાય છે. શિયાળા ચોમાસા જેવી ઠંડી ૠતુમાં શ્વાસ ખૂબ જ ચઢે છે. જેમ ઉટાંટિયું થયું હોય તેમ રાત્રે સૂતી વખતે તકલીફ થાય અને મઘ્યરાત્રિથી સવાર સુધી તો શ્વાસની તકલીફ અસહ્ય બની જાય. શ્વાસ ચડે ત્યારે પથારીમાંથી બેઠા થઇ જવું પડે છે. સૂઇ શકાતું નથી. ખાંસી સાથે કફના ગળફા નીકળે છે. અને જૂની શરદી પણ છે. બીજું કે મને પેશાબ અટકી અટકીને અને ધીમો જ આવે છે. થોડી વાર ઊભો રહું પછી જ પેશાબની છૂટ થાય છે. મારી બન્ને તકલીફથી ખૂબ જ દુખી અને પરેશાન થઇ ગયો છું.
- ઈમુભાઇ ડાહ્યાભાઇ પોસ્ટમેન (ઉમરેઠ જિ. આણંદ)
ઉત્તર ઃ શરદી, કફ અને શ્વાસના દરદીએ પરેજી બાબત એકદમ સજાગ અને ચોક્કસ થઇ જવું. પરેજી પાળવામાં ન આવે તો ધાર્યું પરિણામ મળતું નથી.
* દહીં, શિખંડ, આઈસક્રીમ, ઠંડા પીણાં, મીઠાઇ, ગોળ, દૂધ, કેળા તથા પપૈયા સિવાયના તમામ ફળ, શરદી- શ્વાસના દરદીએ બંધ કરી દેવા.
(૧) રોજ સવારે અને રાત્રે પંચગુણ તેલની છાતી, પડખા તથા પીઠ પર માલિશ કરી શેક કરવો. આ રીતે માલિશ અને શેક ચાલુ રાખવાથી ફેફસામાં ભરાયેલો કફ પીગળી પાકીને બહાર નીકળવા લાગશે.
(૨) કુમળું આદું, લીલી હળદર, તુલસીના તાજા પાન, ફુદીનાના પાન તથા અરડૂસીના પાનનો અડધો કપ જેટલો રસ બે ચમચી ચોખ્ખું મધ મેળવીને પીવાથી કફની ઉત્પત્તિ અટકશે તથા શરદી, ખાંસી અને શ્વાસની તકલીફ દિવસે દિવસે ઘટતી જશે.
(૩) શ્વાસકુઠાર રસ, શ્વાસકાસ ચંિતામણિ રસ તથા ચંદ્રામૃત રસની એક એક ગોળી મધમાં મેળવી સવાર સાંજ ચાટી જવી.
(૪) સિતોપલાદિ ચૂર્ણ ૧ ગ્રામ, શ્વાસહર ચૂર્ણ ૧ ગ્રામ મધમાં મેળવી સવાર સાંજ ચાટી જવું.
(૫) ચાર ચમચી કનકાસવમાં ચાર ચમચી સોમાસવ મેળવી એટલું જ સામે પાણી ઉમેરી જમ્યા બાદ પીવું.
(૬) જૂની શરદી માટે વ્યોષાદિ વટી તથા નાગગૂટીની બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી.
(૭) પેશાબની તકલીફ માટે ચંદ્રપ્રભા વટી તથા રસાયન ચૂર્ણની બે બે ટીકડી સવાર સાંજ પાણી સાથે લેવી. ચાર ચમચી ગોખરૂ કાઢામાં એટલું જ પાણી મેળવી સવાર સાંજ પીવું. પ્રોસ્ટેટની તકલીફ છે કે કેમ તે તમે લખ્યું નથી. જો પ્રોસ્ટેટ હોય તો જાણ કરશો.
પ્રશ્ન ઃ મારી ઉંમર ૬૮ વર્ષની છે તથા એકાદ વર્ષથી મને સાંભળવાની ખૂબ જ મુશ્કેલી છે. કાનનું મશીન વાપરવા છતાં સામેની વ્યક્તિની વાત સ્પષ્ટપણે સાંભળી કે સમજી શકાતી નથી. કાનના તજજ્ઞ (સ્પેશિયાલિસ્ટ) ડોકટરને રાજકોટ જઇને બતાવ્યું. તેમના અભિપ્રાય મુજબ કાનની નસ સૂકાય છે.
બહેરાશનું પ્રમાણ ૯૭થી ૯૮ ટકા છે. કોઇ તેલના ટીપાં કે માલિશ માટેનું તેલ હોય તો લખી જણાવવા નમ્ર પ્રાર્થના.
મારે કાનની સાથોસાથ આંખની પણ મુશ્કેલી છે. બન્ને આંખમાં રેટીનાનું ઓપરેશન કરાવેલ છે. ડાબી આંખમાં ૫% જ વિઝન છે. જમણીમાં વિઝન શૈન છે તો કાન માટેની દવા લખો તે આંખને ગરમ ન પડે તેવી લખવા વિનંતી. આંખ- કાનની તકલીફથી હું ખૂબ જ મુંઝાઉં છું.
- દિલીપ બી. જોશી (અમરેલી)
ઉત્તર ઃ ઉંમરના કારણે પણ કેટલાક લોકોને કાનમાં બહેરાશ, કાનમાં અવાજ તથા એવી જ બીજી નાની મોટી કાનની તકલીફ થતી હોય છે. આંખ પણ વૃદ્ધાવસ્થામાં નબળી પડે છે. આથી આવી સ્થિતિમાં શરીરમાંથી વાયુનું પ્રમાણ ઘટે અને કાનની ક્ષમતા વધે એવી સારવાર કરવી જોઇએ. ઔષધો તમે આ પ્રમાણે શરૂ કરી શકો છો.
(૧) વાત વિઘ્વંસન રસ તથા સારિવાદી વટી બે બે ગોળી સવાર સાંજ મધ અથવા પાણી સાથે લેવી.
(૨) બિલ્વાદી તેલ અથવા કર્ણાનંદ તેલને હૂંફાળું કરી કાનમાં ટીપા પાડવા. કર્ણપૂરણ પણ કરી શકાય. આ માટે કાન ભરાઇ જાય એટલું તેલ નાખી પછી કાનમાં રૂનું પૂમડું ભરાવી દેવું.
(૩) નિષ્ણાત ચિકિત્સક પાસે પંચકર્મની વિધિ પ્રમાણે ‘નસ્ય’ કરાવી લેવું. કાનની આજુબાજુ મહાનારાયણ તેલ અથવા તો પંચગુણ તેલથી માલિશ કરવી. એલોપથીની સારવારથી થાકી જાવ ત્યારે આંખ માટે ‘નેત્રતર્પણ’ કરાવી શકો છો. દ્રષ્ટિ મંદ થઇ ગઇ હોય એવા અનેક લોકોને આ સારવારથી લાભ થયો છે. આની સાથે સપ્તામૃત લોહ, જીવંતી ઘનવટી, જીવન્ત્યાદિ ધૃત, ત્રિફલા ધૃત વગેરે દવા પણ નિષ્માત ચિકિત્સકની સૂચના અને દેખરેખ સાથે લઇ શકો છો.
બૃહદ્‌વાત ચંિતામણિ ઘણી મોંઘી છે. આર્થિક અનુકૂળતા હોય તો લઇ શકો છો. તેનાથી કાનની તકલીફમાં રાહત થવાની શક્યતા વધી જશે. જાતે જાતે આવી બધી દવા લેવા કરતાં નિષ્ણાત ચિકિત્સકની સલાહ પ્રમાણે જ લેવી. હાઈ બી.પી. હોય તેવી વ્યક્તિએ આ દવા વૈદ્યની પરવાનગી મળે પછી જ લેવી. લો બી.પી. અને હૃદયમાં થતા દુખાવા માટે પણ આ દવા અકસીર છે.
પ્રશ્ન ઃ મને વઘુ પડતા પેશાબની પરેશાની છે. દિવસ દરમિયાન કંઇ પણ પ્રવાહી, પાણી કે ચા વગેરે પિવાયું હોય તો તેની પાંચથી દસ મિનિટમાં અવશ્ય મૂત્રત્યાગ માટે જવું પડે છે. જો વિલંબ થાય તો તુરંત બિન્દુ ટપકવા માંડે છે. અને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે. રાત્રે ફક્ત એકાદ બે વખત જ જવું પડે છે. મને મઘુ પ્રમેહ નથી. તો યોગ્ય ઉપચાર જણાવવા વિનંતી.
બીજું ગઇ તા. ૫-૧૦-૨૦૧૦ના રોજ પગ લપસવાથી પડી જવાયેલ અને ડાબા થાપે ઈજા થયેલ. અમદાવાદની એક પ્રતિષ્ઠિત સરકારી એલોપેથિક હોસ્પિટલમાં બતાવેલ. ‘ફ્રેકચર નથી’ તેવું નિદાન કરેલ અને પગે વજન લટકાવી આરામની સલાહ આપેલ. એક મહિનો આરામ કરવા છતાં દર્દમાં ફરક ન પડવાથી એની એ જ હોસ્પિટલમાં ફરી બતાવવા ગયો ત્યારે ‘ફ્રેકચર છે, ઓપરેશન કરાવવું પડશે.’ આવું સાંભળી આશ્ચર્ય થયું. પહેલી વાર બતાવ્યા પછી તો સતત આરામ કરતો હતો તો આ રીતે આરામ કરવા છતાં ફ્રેકચર કેવી રીતે થઇ શકે? તેથી આવી લાક્ષાદિ ગૂગળ, ત્રયોદશાંગ ગૂગળ અને યોગરાજ ગૂગળ લેવાનું શરૂ કર્યું તો થાપો સંધાઇ ગયો છે. હાલમાં સામાન્ય જેવું દર્દ રહે છે. લાકડીનો ટેકો લઇને ચાલું છું. તો આ અંગે પણ જરૂરી સલાહ આપવા વિનંતી.
- કનુભાઇ દે. ટાટારિયા (ખોડિયારનગર, અમદાવાદ-૩૮૨૩૫૦)
ઉત્તર ઃ પત્રમાં લખેલી આપની તકલીફને ઘ્યાનમાં રાખી ઉપચાર આ પ્રમાણે સૂચવું છું ઃ
(૧) બહુ મૂત્રાન્તક રસ બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી. (૨) ચાર ચમચી લોધ્રાસવમાં એટલું જ પાણી મેળવી જમ્યા બાદ પીવું. (૩) લોકો એવું માને છે કે સામાન્ય ફ્રેકચર કે ક્રેકની પણ આયુર્વેદમાં કોઇ દવા નહીં હોય, પણ એ માન્યતા ખોટી છે. હવે લાક્ષાદિ તેલ, પંચગુણ તેલ અથવા તો પીડાશામક તેલથી માલિશ કરી હળવો શેક કરો. વાગેલા પર સોજો કે દુખાવો હોય તો અસ્થિ સંધાનક લેપ સાથે ગૂગળ મેળવી ગરમ કરી લેપ કરવો. દુખાવો અને સોજો તો શું આ લેપ લગાવવાથી હાડકામાં તિરાડ હોય તો પણ સંધાઇ જાય છે. રોજંિદા ખોરાકમાં તમે લસણ, સરગવો, મેથી તથા ફુદીનાનો ઉપયોગ ખાસ કરજો. કાકડી કે મૂળા જેવા મૂત્રલ (વઘુ પ્રમાણમાં પેશાબ ઉત્પન્ન કરતાં) પદાર્થો હાલ તુરત ન લેશો. કેલ્શિયમ-સુધા તત્વ વધે એવા આહારવિહાર અને ઔષધો લેવાથી પણ લાભ થશે.
વૈદ્ય વત્સલ વસાણી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved