Last Update : 20-March-2012, Tuesday
 
સહિયર સમીક્ષા
 

હું ૨૨ વર્ષની સુંદર યુવતી છું. હું એકલી બહાર જાઉં છું ત્યારે મને ઘણો ડર લાગે છે. લોકો મારી સામે તાકીને જુએ, કોઈ રિમાર્ક પાસ કરે તો શું કરવું એની મને સમજ પડતી નથી. મને એક જાતનો કોમ્પ્લેક્સ થઈ ગયો છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.
એક યુવતી
(નડિયાદ)
* આજે પણ સ્ત્રીની સતામણી થવાના કિસ્સા સાંભળવા મળે છે એ એક ઘૃણાસ્પદ છે. પરંતુ તમારે આ વાતની અસર તમારા પર પડવા દેવી જોઈએ નહીં. સ્વબચાવના ક્લાસમાં નામ નોંધાવો તેમજ તેમનો હંિમતથી સામનો કરો. આવા લોકોને તમે ચૂપ કરી શકો નહીં. આથી તેમની અવગણના કરવાનો માર્ગ જ શ્રેષ્ઠ છે. હાથીની પાછળ કૂતરા ભસ્યા કરે એ કહેવત તો તમે સાંભળી જ હશે. આથી તેમના પર ઘ્યાન આપશો નહીં તો છેવટે તેઓ કંટાળીને ચૂપ થઈ જશે.
મારી પત્નીને સેક્સમાં કોઈ ખાસ રૂચિ નથી. તેને પ્રદર રોગ, ખંજવાળ તેમજ શુષ્કપણા જેવી તકલીફ છે. મારી પત્નીને સેક્સમાં રસ પડે એ માટે મારે શું કરવું?
એક ભાઈ
(ગુજરાત)
* તમારી ઉંમર કેટલી છે એ તમે સ્પષ્ટ કર્યું નથી. આથી તમારી પત્ની મેનોપોઝમાંથી પસાર થઈ રહી છે કે નહીં એ જાણી શકાય તેમ નથી. ઘણી વખતે મેનોપોઝને કારણે સેક્સમાં રૂચિ ઓછી થઈ જાય છે. આ ઉપરાંત કોઈ ટેન્શન, થકાવ, માનસિક તાણ જેવા કારણો પણ આ પાછળ ભાગ ભજવી જાય છે. આથી યોગ્ય કારણ શોધવાનો પ્રયાસ કરો. બાકી તેની સમસ્યાઓનો યોગ્ય ઉપચાર કરો. આ બીમારીઓને કારણે થતી પરેશાની પણ સેક્સમાં અરૂચિ પાછળનું એક કારણ હોઈ શકે છે.
હું ૨૬ વરસનો છું. મને ૨૮ વર્ષની એક સ્ત્રી સાથે પ્રેમ છે. મારા માતા-પિતાનું કહેવું છે કે મારે મારાથી નાની છોકરી સાથે લગ્ન કરવા જોઈએ. મારાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરવાથી સંતાન પ્રાપ્તિમાં તકલીફ થશે તેમજ મેં સાંભળ્યું છે કે ૨૮ વર્ષની ઉંમરની સ્ત્રીને જન્મતા બાળકો એક્ટિવ હોતા નથી. શું મારે આ સમસ્યાનો સામનો કરવો પડશે?
એક ભાઈ
(બિલિમોરા)
* પત્ની પતિ કરતા નાની હોવી જોઈએ. એ એક ભ્રમ છે. મોટી ઉંમરે માતા સંતાનને જન્મ આપે તો તેઓ એક્ટિવ હોતા નથી એ પણ તમારો ભ્રમ છે. પત્ની પતિ કરતા કેટલાક વર્ષો મોટી હોય તો કોઈ સમસ્યા નડતી નથી. હા, એકાદ દાયકા જેટલો તફાવત હોય તો પાછળથી થોડી ઘણી સમસ્યા થવાની શક્યતા છે બાકી, બે-ત્રણ વર્ષનો તફાવત સુખી લગ્ન જીવન માટે સમસ્યારૂપ બનતો નથી. આથી ચંિતા છોડીને તમારી પ્રેમિકા સાથે લગ્ન કરી સુખી ગૃહસ્થી જીવન વિતાવો.
હું ૨૦ વર્ષની છું. ૧૫ વર્ષની હતી ત્યારથી મને માસિક આવવાની શરૂઆત થઈ ગઈ છે. બે વર્ષ સુધી માસિક થોડું અનિયમિત હતું. આ પછી છેલ્લા બે વર્ષથી માસિક એકદમ બંધ થઈ ગયું છે. મેં ઘણી દવાઓ કરાવી પણ કોઈ ફાયદો થતો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી
(મહેમદાવાદ)
* ૨૦ વર્ષની ઉંમરમાં માસિક અચાનક બંધ થઈ જવું એ ચંિતાની વાત છે. તમે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પાસે તમારી તપાસ કરાવી છે? કોઈ સારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક સાધી તમારે જરૂરી એવા ટેસ્ટ કરાવવાની જરૂર છે. આ પાછળ હાર્મોન્સ કે કોઈ રોગ જવાબદાર હોઈ શકે છે. જરૂરી એવા ટેસ્ટ પછી યોગ્ય કારણ જાણ્યા પછી ડૉક્ટર તેનો ઈલાજ કરશે પછી તમારી તકલીફ દૂર થઈ જશે.
હું ૨૫ વર્ષની ઘર ગૃહિણી છું. ચરબીને કારણે મારું પેટ વધી ગયું છે આ ઉપરાંત મારા પેટ અને નિતંબ પર સ્ટ્રેચ માર્ક પણ થયા છે. મારી સમસ્યા દૂર કરવા મારે શું કરવું?
એક બહેન
(મુંબઈ)
* પેટ પરની ચરબી દૂર કરવા તમારે થોડો વ્યાયામ કરવાની જરૂર છે. જમીન પર ચત્તા સૂઈને પગ વડે સાઈકલંિગ કરવા જેવા વ્યાયામ કોઈ નિષ્ણાત પ્રશિક્ષકની સલાહ લઈને કરો. આ ઉપરાંત ઉઠ-બેસ કરો તેમજ ચાલવા જાવ. શરીર પરથી ચરબી ઊતારવાનું કામ સમય અને મહેનત માગે છે. આથી ધીરજ રાખો. આ ઉપરાંત ડાયેટ પર નિયંત્રણ રાખો. આહારમાંથી મીઠા, તળેલા અને કેલેરી વધારે એવા પદાર્થોનું સેવન ઘટાડી દો. સ્ટ્રેચ માર્ક સમય સાથે ઝાંખા થતા જાય છે.
- નીના

 
 
Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved