Last Update : 20-March-2012, Tuesday
 
સૌંદર્ય સમસ્યા
 

હું ૨૮ વરસની યુવતી છું. વાળને રેશમ જેવા સુંવાળા તથા ચમકદાર રાખવાના ઘરગથ્થુ ઉપાય જણાવશો.
એક યુવતી (વલસાડ)
૦ જેમ શરીરને પોષણની જરૂર છે તેમ વાળને પણ પૂરતા પોષણની જરૂર હોય છે. વાળ માટે પણ આપણો આહાર મહત્વનો ભાગ ભજવે છે. તેથી સમતોલ આહાર લેવો. ઉપરાંત અઠવાડિયામાં ત્રણ વાર સરસવ અથવા કોપરેલથી મસાજ કરવો. ઉપરાંત અઠવાડિયે બે વખત વાળમાં મહેંદી લગાડી કંડિશનંિગ કરવું. તડકાથી વાળનું રક્ષણ કરવું.વાળના પ્રકાર પ્રમાણે શેમ્પૂનો ઉપયોગ કરવો.જૈતૂન તથા બદામનું તેલ પણ વાળ માટે ફાયદાકારક છે.
હું ૨૨ વરસની યુવતી છું. મારી કોણી કાળી પડી ગઇ છે. તેની કાળાશ દૂર કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
૦ તડકામાં બહાર નીકળતી વખતે એસપીએફ ૩૦ અવશ્ય લગાડવું. કોણી પર લીંબુની છાલ રગડવી.ઉપરાંત કોણી તથા ધૂંટણની કાળાશ દૂર કરવા નાળિયેર પાણી નિયમિત રગડવાથી પણ ફાયદો થાય છે.
હું ૩૫ વરસની મહિલા છું. એન્ટિએજંિગ ક્રીમ વિશે મેં ઘણું સાંભળ્યું છે તો તેનો ઉપયોગ કઇ વયથી કરવો જોઇએ તે જણાવશો.
એક મહિલા (ગાંધીનગર)
૦૩૦ વટાવી ચૂકેલી મહિલાઓમાં ત્વચામાં બદલાવ આવવો શરૂ થઇ જાય છે. તેથી ત્રીસી વટાવ્યા બાદ એન્ટી એજંિગ ક્રીમ લગાડવાનું શરૂ કરવું હિતાવહ છે. આ ક્રીમમાંના તત્વોથી ત્વચામાં કસાવ આવે છે. ક્રીમ ઉચ્ચગુણવક્તાયુક્ત હોવું જોઇએ.
હું ૪૩ વરસની મહિલા છું. બોડી સ્પા કરાવવાથી શું ફાયદો થાય છે અને તે કઇ રીતે કરવામાં આવે છે તે પણ જણાવશો.
એક મહિલા (વડોદરા)
૦ બોડી સ્પામાં સંપૂર્ણ શરીરનું મસાજ અલગઅલગ લેપ અથવા તો તેલ લગાડીને કરવામાં આવે છે. જેમાં પીઠ, પગ, હાથ મસાજ કરવામાં આવે છે. ઓઇલ મસાજની સાથે સ્ટીમ બાથ, અરોમા થેરપી અને પ્યૂરિફાઇન ફેશિયલ જેવી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. બોડી સ્પા ૠતુને ઘ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જેના માટે માટી અથવા કુદરતી ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. બોડી સ્પાથી ત્વચા સાફ તેમજ હેલ્ધી થાય છે. મસાજથી તાણ દૂર થાય છે તેમજ થાક ઊતરી જઇને શરીર તાજગી અનુભવે છે.
હું ૨૪ વરસની યુવતી છું. મારા હાથ અત્યારથી જ રૂક્ષ રહે છે.ખરબચડા હાથ દેખાવમાં ગંદા લાગે છે. કોઇની સાથે હસ્તઘૂન કરવામાં પણ સંકોચ થાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (નવી મુંબઇ)
૦ ગ્લિસરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સપ્રમાણ માત્રામાં લેવા અને તેમાં એક ચમચી સાકર ભેળવવી. આ પેસ્ટથી હાથ પર મસાજ કરવો. અઠવાડિયામાં બે વાર બોડી સ્પંજથી હાથ ઘસવા તેમજ મોઇશ્ચરાઇઝરયુક્ત સાબુનો ઉપયોગ કરવો. રાતના ઉચ્ચગુણવક્તાયુક્ત ક્રીમ હાથે લગાડી સુતરાઉ મોજા પહેરવા.
- સુરેખા મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved