Last Update : 20-March-2012, Tuesday
 

વાચકની કલમે

 


તું આવી તો જો
જે શાખેથી ફૂલ ચૂંટી લીઘું તેં આજે,
એ શાખે નવું ફૂલ તું ખીલવી તો જો.
ખીલેલો બાગ ઉજાડવો આસાન છે,
તે બાગે નવા છોડ, તું વાવી તો જો.
મહેમાનગતિમાં ના કદી પાછો પડું,
એક દિ મારા દ્વારે, તું આવી તો જો.
પ્રેમ પામવો કોઈનો સહેલો નથી,
કોઈનાં દિલમાં વસી, તું ફાવી તો જો.
ભાણું બની તારી સમક્ષ પિરસાયો છું,
ગ્રાસ મને સમજી, તું ચાવી તો જો.
અંધકારની ક્યાંથી હોય તને ખબર?
કોકનાં ઝૂંપડે દીપ, તું જલાવી તો જો.
યોગેશ આર. જોષી (હાલોલ)
જો તેનો વિશ્વાસ મળે
હું શ્વાસ લઉં છું ને તેની સુવાસ મળે,
જરા જો ખોલું બારીને તેનો ઉજાસ મળે.
રોજ રોજ મળવા જાઉં છું તેને,
રોજ રોજ તેનો નવો લિબાસ મળે.
હું તો તેની રાહ જોઈ જોઈને થાકી ગયો,
વે સૂવું છે કબર જેવું જો નિવાસ મળે.
પ્રેમમાં ઝરણું થૈ બેઠો છું તેના માટે,
તેય કરે કદર જો તેને રણની
પ્યાસ મળે. જીવવું તો હજીયે ઘણું
ઘણું છે ‘આફતાબ’
તેનો જો ડગલે પગલે
વિશ્વાસ મળે.
જિજ્ઞેશ ભીમરાજ (ભરૂચ)
તારી યાદ
નામ તારું હોઠ પર આવ્યા કરે
લાગણીના પાન ફફડાવ્યા કરે
મૌનમાં આવી વસે તારું સ્મરણ
શ્વાસ ઘરનાં દ્વાર ખખડાવ્યા કરે
એમ આવે છે સપન તારાં મને
ઝાંઝવાની જેમ તરસાવ્યા કરે
હું એકલી અભાવોની ગલીમાં
જઈ વસું
ને સમય આકાર ઉપસાવ્યા કરે
વિસ્તરે છે રણ બનીને આયખું
તોય ‘અવિ’ યાદ ભીંજવ્યા કરે.
ગાયત્રી અરવંિદ પંચાલ (થલતેજ, અમદાવાદ)
હંમેશાં રહે
ભલે મ્હારા ચહેરા પર સ્મિત
રહે ના રહે,
હે ઇશ! એમના ચહેરા પર સ્મિત
હંમેશાં રહે.
મ્હારા આંસુઓ કોઈ લૂછે કે ન લૂછે,
તમારા આંસુઓ લૂછવા કોઈનો સાથ હંમેશાં રહે,
કુદરતે ન આપ્યો સાથ, જંિદગી પણ નહીં આપે સાથ,
કુદરતને જંિદગી સાથેનો નાતો તમારો હંમેશાં રહે,
‘ધીરજ’ની જંિદગી તો એકલવાયી, હમસફર વગરની,
એકલવાયી સફરમાં કોઈ હમસફરનો સાથ હંમેશાં રહે,
વેદનાઓથી ભરેલી છે જંિદગી મ્હારી, પણ
હે ઇશ! એમની જંિદગીમાં ખુશીઓ હંમેશાં રહે.
સેનમા ધીરૂ એચ. (વિસનગર)
ટાઢ ને પડે વાઢ
આ તાઢે તો કીધાં તન-મન ઠંડાંગાર
‘તને’ ઓઢું કે પાથરું, કરી રહ્યો વિચાર.
શબ્દોની સગડી સળગાવ્યે ટાઢ કેમ ઊડે?
મળે હૈયાની હૂંફ તો થાય
ઉષ્માનો સંચાર!
ગૂંચવી તારી લટોને, આ ટાઢા બોર વાયરાએ
લાવ જરા હૂંફાળી આંગળીઓથી કરું શૃંગાર.
વસાણાં-બસાણાં, પાક-બાક ખાધે શું વળશે?
રંગરેલિયો રોમાન્સ, એ જ ટાઢનો ઉપચાર.
મૂો શિયાળો ને એની ટાઢને ડે વાઢ
નસીબ પણ વાંકુ, ‘એને’ ટાઢમાં ચડ્યો બુખાર.
શશિકાન્ત બ્રહ્મભટ્ટ (દહેગામ, ગાંધીનગર)
માગી લે
આજ ઇશ્કનો અંજામ તું માગી લે
કર મને બદનામ મારું નામ તું માગી લે
મળવાનાં વળી ક્યાં છે કોઈ ઠેકાણાં
સ્વપ્નમાં મળે મારું ગામ તું માગી લે
ભલે આંખથી કર તું લાખ ઈશારા, પણ
મારા શબ્દોનો કોઈ ઇલજામ તું માગી લે
તારી રેશમી લટોમાં લડથડિયાં ખાય જાણે કેટલા!
હજું હોઠો પર કોઈ જામ તું માગી લે.
વડ કરતાં શીતળ છે છાંય આ દિલ તળે
ના કર વિચાર ઝાઝા, વિરામ તું માગી લે.
હસરત દિલની ક્યાં સુધી રાખીશ બંધ હોઠોમાં
ઉઠાવ નજર, મને નિશાન તું માગી લે.
આજ કર્યો છે મેં વાયદો કોઈને
એમ કર, આવતી કાલ તું માગી લે.
જીતેન્દ્રકુમાર (માડોત્રી, પાટણ)
પ્રેમની શક્તિ!
કર્યો ઇન્તજાર અયે કૈંક કેટલા વરસથી,
ને લીધાં અમે દિલ ખોલીને ઓવારણા.
અમે તો તમને દીધા’તા પ્રેમના વધામણા,
તમે જ લૈ લીધા ભલા રીસામણા રીસામણા!
ચાહવાની ના રાખી’તી કસર અમે પ્રેમમાં,
તમે જ એવાં આડા થયા ને લીધાં રીસામણા.
દીધાં ’તાં અમે તો કૈંક કેટલા સંભારણા,
તમે જ દૈ છેદ સંબંધો લૈ અમથા રીસામણાં.
ઇન્તેજાર કર્યો છે અમે કૈંક કેટલા વરસથી,
આવો માણીએ સાઇઠ વર્ષે છોડો ને રીસામણા.
વિરહ પછી મીલન માણ શું કૈંક સંભારણા,
‘પુષ્પ’ આવ્યા છે તેઓ પાસ છોડીને રીસામણાં.
ખૂબ ચાહના સાથે અમે છોડ્યાં સંબંધોના પોટલાં,
જીતથૈ પ્રેમની છોડાવ્યાં અમે પ્રિયા ના રીસામણા!
કિરન્કાન્ત ન. જાની (વડોદરા)

મળી જશે તું
તારો ને મારો નાતો પુરાણો હતો,
જાણતી હતી કે નથી એક થવાનો,
વિરહ વેઠવાનો એ મારગ હતો,
કિન્તુ હૃદયના તારથી જોડાયેલો હતો.
હકીકત હતી સંગીત જાણીને જીવવાની,
આ જીવનમાં કદી તું આવ્યો હતો.
શમણામાં તો હજી નહીં આવ્યો,
કિન્તુ પળ પળ યાદમાં વસતો હતો.
નિકાળું તું ને ઉર્મિઓના નયનથી,
મનઝરૂખે સમાવું ઊભી ઊભી.
આશ એ જ કે કદીક તું મળી જશે,
આ જ ભાવમાં કદી
ક્ષિતિજના પટે.
જાણું છું તું કે હું કદી મળવાના નથી,
પણ આશા અમે છોડી દીધી નથી.
સ્વાતી શાહ (અડાજણ, સુરત)
ભીની યાદ
જાન... તારી યાદ આવે છે ને આંખમાંથી
દરિયો સરી પડે છે.
એજ વિતેલી કાલના સ્મરણો
ઝબકીને જાગી જાય છે.
તારો પ્રેમ અને વિશ્વાસ પલપલ
તું પાસે હોવાનો અહેસાસ કરાવી જાય છે.
મન ભલે હું દુઃખોના દરિયામાં
અટવાયા કરું રહીશ સદા તારી પાસે ‘‘જાનુ’’ બની.
દૂર છું છતાં જુદાઈનો અહેસાસ તને થવા નહીં દઉં.
કાલ હું રહું ના રહું મારી યાદ તને તડપાવસે સદા.
રહેજે સદા તું ખુશ એજ મારી ખુશી એજ પ્રાર્થના.
પરેશ વિષ્ણુભાઈ પટેલ (માણસા, ગાંધીનગર)
સાચી પ્રીત
પ્રેમની ક્યાં કોઈ નિશ્ચિત રીત હોય છે?
પ્રેમનું ક્યાં કોઈ ગણિત હોય છે?
પ્રેમની મિત્રો! નથી હોતી કોઈ ભાષા,
પ્રેમમાં લાગણીનું મઘુર સંગીત હોય છે.
પ્રથમ નજરમાં જ ઘાયલ કરે દિલને,
પ્રેમમાં એવું હળવું સ્મિત હોય છે.
પ્રેમ તો વિષય છે નિઃસ્વાર્થ લાગણીનો,
સાચાં પ્રેમીઓ એકબીજાને સમર્પિત હોય છે.
એકબીજાને રહેવું પૂરા વફાદાર,
એમાં જ પ્રેમીઓનું સાચું હિત હોય છે.
સ્વીકારે છે જેને આખરે જમાનો,
એજ પ્રેમની ખરી જીત હોય છે.
તરી જાય છે તેઓ પ્રેમનો દરિયો,
જેમની ‘સુનીલ’ સાચી પ્રીત હોય છે.
પટેલ સુનિલ સી (ઉંટડી, વલસાડ)

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved