Last Update : 20-March-2012, Tuesday
 
મૂંઝવણ
 

હું પરિણીત યુવતી છું. લગ્ન પહેલાં એક યુવાને મારા પર બળાત્કાર કર્યો હતો અને ધમકી પણ આપી હતી કે જો તે આ ઘટના વિશે કોઈને જણાવશે તો તે મને મારી નાખશે. મેં પણ આ વાત કોઈને જણાવી નહોતી. કેટલાક દિવસો પછી મારા લગ્ન થઈ ગયા. છેલ્લા કેટલાક સમયથી તે યુવાન ફોન પર મને ધમકી આપીને એકવાર મળવાનું જણાવે છે. મેં મારા પતિને બધી વાત જણાવી દીધી છે. તે ઘણા સારા છે પણ મને ડર છે કે તે યુવક ક્યાંક મને અને મારા પતિને નુકસાન ન પહોંચાડે, મારે શું કરવું જોઈએ?
અક યુવતી (વડોદરા)
ઉત્તર ઃ તમે તમારા પતિને વિશ્વાસમાં લીધા તે ઘણી સારી વાત છે. તમે એ યુવાનથી ડરશો નહીં. તે તમને કે તમારા પતિને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. તેમ છતાં તે જો કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર કરે તો કોઈ મહિલા કાનૂની સલાહ કેન્દ્રમાં જઈ તમારી સમસ્યા જણાવીને તેને સજા કરાવી શકો છો.
પ્રશ્ન ઃ હું ૨૧ વર્ષનો યુવાન છું. કોઈ સારી નોકરી શોધી રહ્યો છું. હું કોચંિગ ક્લાસ ચલાવું છું. મારા મામાની પૌત્રીને પ્રેમ કરું છું. સંબંધમાં તે મારી ભત્રીજી થાય છે, પરંતુ દૂરના સંબંધોમાં આવો સંબંધ સામાન્ય ગણાય.
અમારા સંબંધને મારા પિતાજીની પરવાનગી નથી મળી. કારણ કે કેટલાંક વર્ષો પહેલાં યુવતીના પિતાએ મારા પિતાજી પાસેથી હજારો રૂપિયા ઉછીના લીધા હતા, પરંતુ પાછા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી ત્યારથી બંને પરિવા વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ રહ્યો નથી.
આ સ્થિતિમાં અમારા સંબંધનું શું થશે? મને ઉકેલ જણાવશો.
એક યુવાન (અમદાવાદ)
ઉત્તર ઃ સૌ પ્રથમ તમે આર્થિક રીતે નિર્ભર બનો. સારી રીતે સેટ થઈ ગયા પછી ઘરના લોકોને સ્પષ્ટ જણાવી દો કે તમારે આ જ છોકરી સાથે લગ્ન કરવા છે.
સૌ પ્રથમ તમારો દ્રઢ નિશ્ચય જોઈને ઘરના સભ્યો રાજી થઈ જશે. જો તે ના માને અથવા વિરોધ કરે તો તમે કોર્ટ મેરેજ કરી શકો છો, પરંતુ છોકરીની ઉંમર ૧૮ વર્ષની અવશ્ય હોવી જોઈએ.
પ્રશ્ન ઃ હું બી.એસસી. ત્રીજા વર્ષની વિદ્યાર્થિની છું. હું સંપૂર્ણ એકાગ્રતતાથી અભ્યાસ કરું છું. દરેક વિષય ઝીણવટપૂર્વક વાંચુ છું પણ જેમ-જેમ પરીક્ષા નજીક આવતી જાય છે તેમ મને એવું લાગે છે કે મને કંઈ જ આવડતું નથી. આ વિચારી-વિચારીને હું પરેશાન થઈ જાઉં છું. આ સ્થિતિ છઠ્ઠા ધોરણથી છે.
બધાં કહે છે કે હું વધારે પડતું વિચારું છું તેનું આ પરિણામ છે. શું વિચારવું એ ખરાબ બાબત છે કે પછી મારી વિચારવાની રીત ખોટી છે?
એક યુવતી (સુરત)
ઉત્તર ઃ પરીક્ષા નજીક આવતાં મોટાભાગે બધા વિદ્યાર્થી અમુક અંશે તો વિચલિત થઈ જતા હોય છે. જ્યારે તમારા મનમાં એવા વિચારો આવે કે તમને કશું જ આવડતું નથી તો તરત જ એ વિચારોને ખંખેરી નાખો અને તમારા આત્મવિશ્વાસને દ્રઢ બનાવો કે તમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને તમને બઘું જ આવડે છે.
જો તમારો નિર્ણય દ્રઢ હશે તો આ પ્રકારના નિરાશાવાદી વિચારો આપોઆપ જ મનમાંથી નીકળી જશે. તેમ છતાં વિચારો તમારો પીછો ન છોડે તો કોી મનોચિકિત્સકની મુલાકાત લો.
પ્રશ્ન ઃ હું ૨૨ વર્ષની વિદ્યાર્થિની છું. એક છોકરાને પ્રેમ કરું છું. અમે એકબીજાને દિલોજાનથી પ્રેમ કરીએ છીએ. પ્રેમમાં બધી જ રેખા પાર કરવાની ઇચ્છા રાખીએ છીએ.
અમે બંનેએ સંમતિ સાથે બાંધેલો શારીરિક સંબંધ યોગ્ય ગણાશે ખરો?
ઉત્તર ઃ લગ્ન પહેલાં બાંધેલો શારીરિક સંબંધ અનૈતિક અને અમાન્ય ગણાય છે. એટલું જ નહીં, આ અણસમજ અને અધીરાઈ બંનેના જીવનને બગાડી શકે છે. આવો વિચાર કરવો એ પણ અયોગ્ય છે.
ડૉ. અનિમેષ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved