Last Update : 20-March-2012, Tuesday
 
ગુલછડી
 

જીવનમાં અહમ્‌ સર્વ દુઃખોનું મૂળ છે. એને કારણે જ મહાભારત જેવા યુઘ્ધો થયા. માણસ જો પોતાના અહમ્‌ને જીતી લે તો સૌ સમસ્યાઓનું આપોઆપ સમાધાન થઇ જાય છે અને જીવન સુખમય, શાંત બને છે. તેથી કવયિત્રી નેહા પુરોહિત પોતાની એક ગઝલના મત્લામાં આવા ‘હું’પણાને કદ પ્રમાણે વેતરવાની વાત કરે છે ઃ
આ અહમ્‌ને છેદવાનું મન થયું, તોયે ઘણું,
‘હું’પણાને કદ પ્રમાણે વેતરું, તોયે ઘણું.
જીવનનો વિકાસ સાધવા અર્થે મહત્વાકાંક્ષા અને કલ્પના એની મર્યાદામાં જરૂરી છે. કિન્તુ એ જ્યારે અતિનું ઉલ્લંઘન કરે છે ત્યારે એના વિપરીત પરિણામો આવે છે અને માણસ દુઃખી થાય છે. તેથી આવા સ્વપ્નના દુષ્પરિણામો વિશે કવયિત્રી ચેતવે છે ઃ
ભૂત ને ભાવિનાં પડ જેને નિરંતર પીસતાં,
આજનું આ સ્વપ્ન કોરાણે કરું, તોયે ઘણું.
માનવીનું શીલ જ એનું સાચું સૌંદર્ય છે. ચહેરાની સુંદરતા આંતરિક ગુણોથી ખીલતી હોય છે. તેથી દર્પણ જોવા કરતાં માણસે પોતાનું આંતરદર્શન કરવું જોઇએ. પોતાની અંદર ઝાંખવું જોઇએ.
હું મને જોઇ શકું પુરેપુરી દર્પણ વિના,
જાતથી બસ દૂર એવી જઇ શકું, તોયે ઘણું.
પોતાની શક્તિનો દરેકે રચનાત્મક ઉપયોગ કરવો જોઇએ. ગજા બહારની ક્ષમતા કેળવવી. એ નિરર્થક છે. દરિયા સાથે બાથ ભીડવાનો કોઇ અર્થ નથી. માણસ વરસાદની બે બુંદ ઝીલી શકે અને આનંદ પામે તો પણ ઘણું છે.
એટલી સક્ષમ નથી કે બાથમાં દરિયો ભરું,
બુંદ બે વરસાદની ઝીલી શકું, તોયે ઘણું.
દર્પણ કોઇના પ્રતિબંિબને સંગ્રહતું નથી. એ સૌનું સ્વાગત કરે છે પણ સંગ્રહ કોઇનું નહીં. આમ આરસી જેવું જીવન હોવું જોઇએ. દર્પણના આવા તટસ્થ વ્યવહારને કવયિત્રી અંતિમ શેરમાં વ્યક્ત કરે છે.
સંગ્રહું કંઇ પણ નહીં સ્વાગત છતાં સૌનું કરું,
આરસી જેવું જીવન જીવી શકું, તોયે ઘણું.
- ડૉ. રશીદ મીર

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved