Last Update : 20-March-2012, Tuesday
 

ટેક્સના ભારણના વિરોધમાં
જ્વેલર્સ વધુ બે દિવસ કામ બંધ રાખશે, આજે રેલી યોજાશે

 

૪૦૦થી વધુ જ્વેલર્સની બેઠકમાં નિર્ણયઃ ટેક્સના ભારણ ઉપરાંત જ્વેલરી ઉદ્યોગમાં ઇન્સ્પેકટર રાજની દહેશત
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
બજેટમાં નુકસાનકારક જોગવાઇના વિરોધમાં જ્વેલર્સ આલમે વધુ બે દિવસ કામકાજ બંધ રાખવાનો નિર્ણય નેશનલ ફેડરેશનના આદેશને પગલે કર્યો છે. જ્વેલર્સ અને આડકતરી રીતે ગ્રાહકો ઉપર આનાથી ટેક્ષનું ભારણ વધ્યું છે. પણ, જ્વેલર્સને સૌથી મોટો વાંધો એક્સાઇઝના ઇન્સ્પેકટર-રાજનો છે. જોગવાઇના બહાને ડિપાર્ટમેન્ટની કનડગત જ્વેલર્સ માટે નવી ઉપાધિ કરશે, એવો સૂર સૌનો છે.
સુરત જ્વેલર્સ એસો.ના પ્રમુખ તુષાર ચોકસીએ જણાવ્યું કે, ગોલ્ડ અને જ્વેલરી ઉપ બજેટથી ઓછામાં ઓછું ૮ ટકા જેટલું ભારણ આવી ગયું છે. આ ભારણને કારણે અડોશપડોશના દેશો અને ડયૂટી ફી દેશોમાંનું સોનું સસ્તું બનશે. સ્થાનિક સ્તરે સોનાની ખરીદી કરવા કરતાં વિદેશથી આવતી વેળા સોનું લાવવાનું ચલણ વધશે. સ્થાનિક જ્વેલર્સનો ધંધો આને કારણે ઘટશે.
ટેક્ષના વધારાને કારણે જ્વેલરી મેકીંગની જે કળા છે, તેને પણ અસર થશે. ભારતીય આભૂષણો આજે વૈશ્વિક નામના ધરાવે છે. જ્વેલરી મેન્યુફેકટરીંગ સાથે દેશભરમાં આશરે ૨ કરોડ નિષ્ણાત કારીગરો સંકળાયેલા સામે ટેક્ષના બર્ડનથી એક જોખમ ઊભું થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
ગોલ્ડ ઉપરની ઇમ્પોર્ટ ડયૂટી ૨ થી વધારી ૪ ટકા કરવામાં આવી છે. જ્યારે ૨ લાખથી વધુની દાગીનાની ખરીદી ઉપર ૧૨ ટકા ટી.સી.એલ. (ટ્રાન્ઝેકશન કન્ઝયુમર ટેક્ષ) ઉપરાંત એકસાઇઝની ૦.૩ ટકા લાગુ કરવાને કારણે ઓવર ઓલ સોનું વધુ મોંઘુ થશે. ઘોડદોડ રોડ સ્થિત અગ્રવાલ સમાજ હોલમાં આજે ટેક્ષના ભારણ બાબતે સભ્યોને માહિતગાર કરવા માટે યોજાયેલી સભામાં ૪૦૦ થી વધુ જ્વેલર્સ હાજર હતા. વાપી, નવસારી, બિલીમોરા, ભરૃચ, કામરેજ, કડોદરા જેવા શહેરો-કસ્બાઓમાંથી જ્વેલર્સ આવ્યા હતા.
ટેક્ષની જોગવાઇથી જ્વેલર્સના ધંધા ઉપર આવતા ભારણના વિરોધમાં કામકાજ વધુ બે દિવ બંધ રાખવાનો નિર્ણય પણ સભામાં લેવાયો હતો. જો કે, સાથોસાથ વિરોધ દર્શાવવા માટે આવતીકાલે મંગળવારે સવારે જ્વેલર્સની એક મૌન રેલી ચોપાટીથી કલેકટર સુધી યોજવાની એક આવેદનપત્ર સુપ્રત કરવાનું નક્કી કરાયું હતું.

 

 

જૈન ટ્રસ્ટની જમીન હડપવાના કારસામાં અજીતના જમીન નકારાયા
જ્યોતિષની કોલમ લખતા અજીત ઠક્કરે ભાસ્કરના પ્રસન્ન ભટ્ટ પાસેથી રૃ।.૩૩ લાખ મેળવ્યા હતાં
(પ્રતિનિધિ દ્વારા) સુરત,સોમવાર
મગદલ્લાની જૈન દેરાસર ટ્રસ્ટની જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાનો કારસો રચનાર ભાસ્કરના પત્રકાર પ્રસન્ન ભટ્ટ આણિ મંડળીના સાગરિત એવા આરોપી અજીત ઠક્કરની જામીન મુક્તિની માંગને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી હતી.કોર્ટે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાના કારસામાં સક્રીય ભૂમિકા ભજવી હોવાના નિર્દેશ સાથે આરોપીની જામીન મુક્તિની માંગને નામંજુર કરતો હુકમ કર્યો હતો.
મગદલ્લા ખાતે આવેલી નાગેશ્વર પાશ્ચનાથ જૈન દેરાસર ટ્રસ્ટની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં સંડોવાયેલા ભાસ્કરના પત્રકાર પ્રસન્ન ભટ્ટની ટોળકીના સાગરિત તથા જ્યોતિષીની કોલમ લખતા આરોપી અજીત ઠક્કર (રે.પ્રિયંકા સીટ ટાઉનશીપ,કડોદરા રોડ)ની સુરત ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી જેલભેગો કર્યો હતો. ભાસ્કરમાં જ્યોતિષીની કોલમ લખવા દરમિયાન ભાસ્કરના પત્રકાર પ્રસન્ન ભટ્ટના સંપર્કમાં આવેલા આરોપી ડૉ.અશોક પાંચાણીની મુલાકાત થતાં તેને પણ જમીન કૌભાંડમાં સામેલ કરવામાં આવ્યો હતો.
અજીત ઠક્કરે જમીન કૌભાંડમાં જેલવાસમાંથી મુક્તિ મેળવવા જામીન માંગ્યા હતા.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ ન હોઈ જામીન મુક્ત કરવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે ડીજીપી નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે સમગ્ર જમીન કૌભાંડમાં હાલનો આરોપી પહેલેથી જ સંકળાયેલો હતો.ભાસ્કરના પત્રકાર પ્રસન્ન ભટ્ટ પાસેથી આરોપી અજીત ઠક્કરે કૌભાંડમાં બોગસ પાવરદારનો રોલ ભજવવા માટે રૃ.૩૩.૫૦ લાખ મેળવ્યા હતા.જેથી હાલના આરોપી સામે ગુનાઈત કારસામાં સંડોવાયા હોવાનો પ્રથમ દર્શનીય કેસ હોઈ જામીન નામંજુર કરવા માંગ કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved