Last Update : 20-March-2012, Tuesday
 

પાણી સમસ્યા નિવારવા પાણી-પુરવઠા વિભાગ
કાકરાપાર વિયર ને દમણગંગા નદીથી વલસાડ સુધીની પાઇપલાઇન નાંખશે

 
૫૫ કિલોમીટર લાંબી લાઇન નાંખવા માટે સર્વે થઇ ગયોઃ દિવેદ જુથ સહિતની ૩ યોજના માટે રૃ।. ૨૪ કરોડનો ખર્ચ કરવાની દરખાસ્ત
ઉનાળામાં પાણી-પુરવઠાની યોજનાઓ બંધ થઇ જાય છે
વલસાડ, સોમવાર
ઉનાળા દરમિયાન સમયસર પાણીનો પુરવઠો ઉપલબ્ધ ન થતાં ગામડાઓમાં ચાલતી અનેક પાણી પુરવઠા યોજનાઓ બંધ થઇ જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પાણી પુરવઠા વિભાગ હવે કાકરાપાર વિયર અને વાપીની દમણગંગા નદીમાંથી વલસાડ સુધીની કરોડો રૃપિયાના ખર્ચે ૬૦ થી ૭૦ કિલોમીટર લાંબી પાઇપલાઇન નાંખશે. જેમાં દિવેદ જુથ યોજના સહિતની ૩ યોજનાઓ માટે સેલવાસના અરનાલાની દમણગંગા નદીમાંથી પાર નદી સુધીની પાઇપલાઇન કરવા માટે રૃ।. ૨૪ કરોડનો ખર્ચ કરવાની દરખાસ્ત કરાઇ છે.
વલસાડ તાલુકાના દિવેદ, હરિયા, તિથલ, મગોદ, ભગોદ, સેગવી સહિતના ૧૧ ગામો દિવેદ જૂથ પાણી પુરવઠા યોજામાંથી પારડી કોસ્ટલ જૂથ યોજનામાંથી પારડી તાલુકાના કિનારાના ગામો તથા રાબડા પાણી પુરવઠા યોજના આસપાસના અનેક ગામો પીવાનું પાણી મેળવે છે. આ ઉપરાંત પારડી નગર પાલિકા દ્વારા ચાલતી પાણી યોજનામાંથી પારડી નગરના રહિશોને પીવાનું પાણી મળે છે. આ ચારેય યોજનાઓ ચલાવવા માટે વલસાડ અને પારડી તાલુકાની સરહદ વચ્ચેથી પસાર થતી પાર નદીમાંથી પાણી મેળવવું પડે છે.
પરંતુ ઉનાળો શરૃ થાય તે પહેલાં જ પાર નદીમાં પાણી સૂકાવા માંડે છે. બાદમાં દમણગંગા વિભાગ દ્વારા પાર નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે આ યોજનાઓ પુનઃ શરૃ થઇ શકે છે. ભૂતકાળમાં અનેકવાર આ યોજનાઓ પાર નદીમાં પાણીના અભાવે બંધ થઇ ગઇ હોવાનું જાણીતું છે. પરિણામે પાણી પુરવઠા વિભાગે સેલવાસના અરનાલાથી રૃ।. ૨૪ કરોડના ખર્ચે ૧૬ કિલોમીટર લાંબી પાર નદી સુધીની પાઇપલાઇન નાખવાની ડિઝાઇન તૈયાર કરી છે. જેની વલસાડ પાણી પુરવઠા વિભાગે સરકાર પાસે તાંત્રિક મંજુરી મળવા બાબતે દરખાસ્ત કરી હોવાનું કાર્યપાલક ઇજનેર એચ.આઇ. સોલંકીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત દમણગંગા નદીમાંથી કપરાડા તાલુકાના મોટાપોંઢા થઇ પારડી અને કપરાડા તાલુકાના અનેક ગામોમાં પાણી પહોંચાડવાની યોજના છે. જે માટે પણ પાઇપલાઇન નાખવાનો સર્વે કરાઇ ચૂક્યો છે.
વલસાડ શહેરને પાણી પુરૃં પાડતી અબ્રામા વોટર વર્કસ સ્થિત ઔરંગા નદીમાં પણ ઘણીવાર પાણીનું સ્તર નીચું જતું રહે છે. આ ઉપરાંત વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં કાર્યરત ધરાસણા પાણી પુરવઠા યોજના, બીગરી માલવણ જૂથ યોજના અને દાંડી-ભાગલ, ઉંટડી જૂથ યોજનામાં પાણી પુરવઠા બોર્ડ કાકરાપાર નહેર થકી પાણી મેળવે છે. પરંતુ અંદાજિત ૫૦ થી ૬૦ કિલોમીટર લાંબી નહેરમાંથી પાણી આવતી વેળાએ ચોરી થતાં સમયસર યોજનાઓ ચલાવવા માટે પાણી મળતું નથી. પરિણામે કાકરાપાર વિયર ખાતેથી કરોડોના ખર્ચે અંદાજિત ૫૫ કિલોમીટર લાંબી પાઇપલાઇનનો સર્વે થઇ ગયો છે. જે પાઇપલાઇન થકી સુચિત (ભવિષ્યમાં કાર્યરત થનાર) વલસાડ તાલુકાની વાઘલધરા પાણી પુરવઠા યોજના અને ધનોરી પાણી પુરવઠા યોજનાને પાણી આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે, પીવાના પાણીની આ સમસ્યાને ધ્યાનમાં રાખી તા.૨૪-૦૧-૨૦૧૧ના રોજ વલસાડ પાલિકા સભ્ય પ્રવિણભાઇ ભાનુશાલીએ કાકરાપારથી પાણીની પાઇપલાઇનો ખેંચવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી.
કાકરાપાર વિયરથી ખેંચવામાં આવનારી લાઇનથી
નવસારી-જલાલપોરના કાંઠાના ગામોને પણ પાણીનો લાભ મળશે
હાલમાં કાકરાપાર નહેરમાં જે પાણી છોડાય છે તે પાણીને વલસાડ આવતાં સુધીમાં ૪ થી ૫ દિવસ થાય છે
વલસાડ, સોમવાર
કાકરાપાર વિયરથી ખેંચવામાં આવનારી પાઇપલાઇનોથી નવસારી-જલાલપોરના કાંઠા વિસ્તારના ગામોને પણ લાભ મળશે. જલાલપોરની હાંસાપોર જૂથ યોજના, સુલતાનપુર પાણી પુરવઠા યોજના, ઓંજલ-માછીવાડ પાણી પુરવઠા યોજના, માંગરોળ પાણી પુરવઠા યોજનાને પાઇપલાઇનો દ્વારા સીધેસીધું પાણી મળશે એવું હાલ તબક્કે આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કાકરાપારની નહેરમાં જે પાણી છોડાય છે તે પાણી વલસાડ આવતાં સુધીમાં ૪ થી ૫ દિવસ નીકળી જાય છે. આ ઉપરાંત અનેક ઠેકાણે નહેરમાંથી ખેડૂતો સિંચાઇ માટે પાણી લેતાં હોવાથી પાણી પુરવઠો ઝડપથી પર્યાપ્ત થતો નથી. એટલું જ નહિ પરંતુ પાણી પુરવઠા અને નહેર ખાતાના કર્મચારીઓએ રાત્રી દરમિયાન નહેરો પર પહેરો ભરવો પડે છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved