Last Update : 20-March-2012, Tuesday
 
કરોડોના પ્રોજેક્ટમાં રત મહાપાલિકાની લાપરવાહીને લીધે
રાજકોટના સદરમાં લોહીથી ખરડાયેલા પાણીનું વિતરણ!
 
રાજકોટ,સોમવાર
રાજકોટના મધ્યમાં આવેલા સદર, ભીલવાસના લત્તામાં આજે મહાપાલિકા દ્વારા વિતરીત નળના તેમજ ડંકી-બોરના પાણીમાં પશુઓનું લોહી મિશ્રીત થયાનું બહાર આવતા લોકોમાં રોષ ફેલાતા અગાઉ આ અંગે સમયસર પગલા નહીં લેનાર મહાપાલિકાના ઈજનેરો, કમિશનર,ચેરમેન સહિતના તંત્રવાહકો આજે સ્થળ પર દોડી જવું પડયું હતું.
કતલખાનાંમાંથી નીકળતો ઝેરી કદડો નળ-ડંકીના પાણી સાથે ભેળસેળ થયાનું અનુમાન,મ્યુનિ.સત્તાધીશો નિદ્રાધીન
લોકવર્તુળો મૂજબ ડંકી તેમજ નળ બન્નેના પાણીમાં લાલાશપડતો રંગ ઉપરાંત તીવ્ર વાસ આવતી હતી. એકાદ વર્ષ પહેલા પણ આવી સમસ્યા આ જ વિસ્તારમાં સર્જાઈ ચૂકી છે તે જાણવા છતાં લોકોને સ્પર્શતી આવી સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે અતિ ઉંચા ભાવે કરોડોની નવી ડ્રેનેજ-પાણી પાઈપલાઈન, કોન્ટ્રાક્ટમાં જ અધિકારીઓ,પદાધિકારીઓએ રસ લેતા આ સમસ્યા આજે ફરી સર્જાઈ હતી. ડ્રેનેજ, વોટરવર્ક્સ, આરોગ્ય શાખાની નજરે દેખાતી લાપરવાહી છતાં આજે પગલા લેવાને બદલે તંત્રએ બહાનાબાજી કરી હતી.
લાલાશ પડતું અને તીવ્ર વાસ છોડતું પાણી આવતું હોવાની ફરિયાદો સદર,ભીલવાસ ઉપરાંત સેદાણીશેરી,જુમ્મા મસ્જીદવાળી શેરી, ધોબી શેરી વગેરે વિસ્તારમાંથી આવી હતી. સ્થળ પર નિરીક્ષણ બાદ વોટરવર્ક્સના સિટી ઈજનેર રાજ્યગુરુએ જણાવ્યા મૂજબ ઓવરહેડ ટાંકાથી અપાતું પાણી તો શુધ્ધ છે પણ ડ્રેનેજ બરાબર ન હોય તેમાં છોડાતું કતલખાનાનું પાણી લીકેજ થઈને ભળ્યું હોય તેવું અનુમાન છે. પાણીના છ નમુના ટેસ્ટીંગ માટે મોકલાયા છે, પણ નળમાં નહીં, બોરના પાણીમાં જ ભેળસેળ લાગે છે. જ્યારે ઈન્ચાર્જ સિટી ઈજનેર પટેલિયાએ જણાવ્યા મૂજબ આ લત્તામાં પાણી માટે ખાડા કરાતા હોય છે, નળમાં પાણીનો સમય પૂરો થયા પછી ખાલી રહેતી પાઈપમાં વેક્યુમ સર્જાતા આજુબાજુનું ગંદુ પાણી તે ખેંચે છે અને જ્યારે નળ આવે ત્યારે શરુઆતની મિનિટમાં આવું પ્રદુષિત પાણી આવી શકે છે. જો કે આ અંગે ચોક્કસ કારણ બધુ ચેક કર્યા પછી જ જાણી શકાશે.
આ પહેલા ગઈકાલે ભૂગર્ભગટરમાંથી લોહી,માંસના ટૂકડાનો ઝેરી કદડો બહાર નીકળતા આ ગંભીર ન્યુસન્સ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા પાણીનો મારો ચલાવીને રસ્તો ધોઈ નંખાયો હતો. પણ નક્કર પગલા લેવાયા ન્હોતા. જનઆરોગ્ય સાથે રીતસરના ચેડાં અને ન્યુસન્સ છતાં તંત્રએ કોઈની જવાબદારી પણ ફીક્સ કરી નથી. તાજેતરમાં જ ભૂગર્ભગટરની ફરિયાદોના નિકાલ માટે પચાસથી પંચોતેર ટકા ઓન ચૂકવીને કોન્ટ્રાક્ટો અપાયો છે, કરોડોના આંધણ પછી પણ આવી ફરિયાદો ઉઠે છે.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved