Last Update : 20-March-2012, Tuesday
 
ત્રણ દિવસ પહેલાં રૃપિયા ૫૦ લાખની ખંડણી માટે અપહરણ કરવામાં આવેલ
વિસનગરના માસુમ 'ભોલુ'ની હત્યા

 

મહેસાણા ,તા.૧૯
વિસનગરમાંથી પાંચ વર્ષના માસુમ બાળકનું અપહરણ કરાતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર જાગી હતી. અપહરણના બીજા દિવસે અપહરણકર્તા ઓએ બાળકના પિતા પાસે રૃા. ૫૦ લાખની માંગણી કરતા કોલ ડીટેલ્સના આધારે પોલીસે પગેરૃ શોધી બે યુવાનોની પુછપરછ કરતાં આ યુવાનોએ માસુમ બાળકની નિર્દય હત્યા કરી હોવાનું કબુલ્યુ હતુ. જે સમાચારથી સમગ્ર શહેરમાં ભારે શોકની લાગણી જન્મી હતી. વિસનગર માટે આ પ્રથમ બનાવ હતો ત્યારે બનાવને વખોડતાં વેપારી મહામંડળ દ્વારા બંધનું એલાન આપતાં આખુ શહેર જડબેસલાક બંધ રહ્યુ હતુ.
બાળકની હત્યાના વિરોધમાં બજારો સજ્જડ બંધ ઃ લોકોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો
વિસનગર તાલુકાના કાંસા ગામના મુળ વતની અને કાંસા એન.એ. વિસ્તારમાં વિક્રમ સિનેમા પાસે સહજાનંદ સોસાયટીમાં રહેતા પ્રવિણકુમાર રતીલાલ પટેલ જી.આઈ.ડી.સી.માં મેન્યુ ફેકચરીંગનો વ્યવસાય કરે છે. પ્રતિક પટેલનો પ ાંચ વર્ષનો બાળક મહર્ષ ઉર્ફે ભોલુ શનિવારની સાંજે સોસાયટીના કોમન પ્લોટમાં રમતો હતો. સાંજે લગભગ સવા સાત કલાકે એક અજાણ્યો યુવાન બાઈક ઉપર આવીને બાળકને બાઈક ઉપર બેસાડી લઈ ગયો હતો. બાળક રાત્રે ઘરે નહી આવતાં સાથે રમતા બાળકે મહર્ષ પટેલને કોઈ અજાણ્યો વ્યક્તિ પર બેસાડી લઈ ગયાનું જણાવ્યુ હતુ. જે બાબતે વિસનગર પોલીસ સ્ટેશને પ્રથમ જાણવા જોગ નોંધ કરવામાં આવી હતી. તપાસ કરવા છતાં બાળક નહી મળતા પ્રતિકકુમાર પટેલની ફરીયાદના આધારે પોલીસે બાળકના અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
રવિવારની સાંજે અપહરણ કર્તાઓએ બાળકના પિતાનો મોબાઈલ ઉપર સંપર્ક કરીરૃા. ૫૦ લાખની માંગણી કરી હતી. જે કોલ ડીટેલ્સ મેળવતા અપહરણકર્તાઓએ વિસનગરમાંથી જ ફોન કર્યાનું જણાતાં અપહરણકર્તા શહેરની બહાર નીકળી ન જાય તે માટે પોલીસે સમગ્ર શહેરની નાકાબંધી કરી દીધી હતી. ડી.એસ.પી. સવાણીના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. જે.કે. રાઠોડ, ડી.વાય.એસ.પી. તરૃણ બારોટ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વિગેરે સ્ટાફે શહેરમાં છુપાયેલા અપહરણકર્તાઓની તપાસ શરૃ કરી હતી. જે તપાસમાં ફતેહ દરવાજાનો અક્ષય કૌશિકકુમાર ઈશ્વરભાઈ પટેલ અને કુલદીપ કરશનભાઈ કલાભાઈ પંચાલ ઉપર શક જતાં આ બંન્ને યુવાનોની પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસની કડક પુછપરછમાં બંન્ને યુવાનો ભાંગી પડતા કબુલ્યુ હતુ કે અક્ષય પટેલે બાળકનું બાઈક ઉપર અપહરણ કર્યુ હતુ. જે બાળકને ઉંઝા લઈ જવામાં આવ્યો હતો. ઉંઝાથી બાળકને કુલદીપ પંચાલ રીક્ષામાં પાટણ લઈ ગયો હતો. પાટણમાં જોગીવાડો વિસ્તારમાં રહેતી કુલદીપ પંચાલની બહેન પંકિતા કનુભાઈ પંચાલના ઘરે શનિવારની રાત્રે બાળકને રાખ્યો હતો. જ્યાંથી બીજા દિવસે એટલે કે રવિવારની સવારે બંન્ને યુવાનો ઈન્ડીકામાં બાળકને પાટણથી ડીસા રોડ ઉપરરખાવ ગામ નજીક એક પુલ નીચે બાળકને લઈજઈ બાળકનું ગળુ દબાવી હત્યા કરી હતી. બાળક જીવે છે કે મરી ગયુ તેનો ખ્યાલ નહી આવતા બ્લેડથી ગળાના અને મોઢાના ભાગે કૃરતાથી કાપા મારી નદીની રેતીમાં ખાડો કરી બાળકને દાટી દીધો હતો.
ચકચારી ઘટનામાં નિર્દયી હત્યારા અપહરણકર્તાઓએ આપેલી માહિતી આધારે પોલીસ મૃત બાળકને શોધવા વહેલી સવારે રવાના થઈ હતી. અજવાળુ થતા બાળકના મૃતદેહને શોધી કઢાયો હતો. પોલીસે કૃરતા આચરનાર આ બંને નિર્દયીઓની વધુ પુછપરછ હાથ ધરી છે.
અપહરણકર્તાઓમાં અક્ષય કૌશિકભાઈ પટેલ એ પ્રતિક પટેલના ત્યાં નોકરી કરતો હતો. અક્ષય પટેલને લગ્ન કરવા પૈસાની જરૃર હોઈ શેઠના છોકરાનું અપહરણ કર્યુ હોવાનું ચર્ચાય છે. પોલીસની ઘોચ વધતા પકડાઈ જવાની બીકે બાળકની હત્યા કરી હોવાનું જાણવા મળ્યુ છે. ઠંડે કલેજે હત્યા કરનાર આ હત્યારાઓ ઉપર કોઈનો શક ન જાય તે માટે રવિવારે સવારે બાળકની હત્યા કરી આ બંન્ને હત્યારા બપોરે વિસનગર પરત ફરી સાંજે બાળકના પિતા પાસે આવી તમની સાથે શોધખોળ માં લાગી ગયા હતા. બાળકના અપહરણથી શહેરીજનો માં ફેલાયેલ રોષ જોઈ પોલીસે તાત્કાલીક એસ.આર.પી.ની ટીમ બોલાવી હતી અને સોમવારની સવારે ફલેગમાર્ચ કર્યુ હતુ. પાંચ વર્ષના બાળકનું અપહરણ અને ત્યાર બાદ હત્યાનો બનાવ શહેર માટે પ્રથમ વખત હતો ત્યારે બનાવને વખોડવા વિસનગર વેપારી મહામંડળ દ્વારા બંધનું એલાન અપાતા બાળકના મૃત્યુના માનમાં શહેરના વેપારીઓએ સજ્જડ બંધ પાળી બાળકને શ્રધ્ધાંજલી આપી હતી. ફુલ જેવા કોમળ બાળકની સ્મશાનયાત્રા કાંસા ગામમાંથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા. વિસનગર શહેર અને તાલુકાના ભાલક અને સવાલા ગામના મુસ્લીમ સમાજના લોકો પણ સ્મશાન યાત્રામાં જોડાઈ બનાવને વખોડયો હતો. બંન્ને હત્યારાની પાછળ બીજા લોકોનો પણ હાથ હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved