Last Update : 20-March-2012, Tuesday
 

નડિયાદ જિલ્લા પંચાયત ભવનમાં
શિક્ષકે જાહેરમાં આત્મવિલોપનની ધમકી આપતા હાઇવોલ્ટેજ ડ્રામા

 

નડિયાદ,તા.૧૯
ઠાસરા તાલુકાના નેસ ગામની પ્રાથમિક શાળામાંથી બદલી પામેલા એક શિક્ષક ધ્વારા સોમવારે નડિયાદ ખાતે જિલ્લા પંચાયત ભવનમાં આત્મવિલોપન કરવાની અપાયેલી ચીમકીના પગલે ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. બપોરે ૧૨ વાગે જિલ્લા પંચાયત ભવનમાં સળગી જઈ જીવન ટુંકાવવાની આપેલી ચીમકીના પગલે આ પંચાયતના પ્રવેશ ધ્વાર પાસે બંદોબસ્તમાં તૈનાત પોલીસે અનેક વાહનોનું ચેકીંગ કર્યું હતું.પરંતુ આ શિક્ષક ધ્વારા આપવામાં આવેલા સમય સુધી તે પંચાયત ભવનમાં આવ્યા ન હતા. બીજી બાજુ ફોન પર આ શિક્ષકને સમજાવીને મામલો થાળે પાડવામાં આવતા ત્રણ કલાક સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આપ્યો હતો.
નેસની પ્રા.શાળામાંથી બદલી પામેલા શિક્ષકને સમજાવી લેવાના સ્થળ પર ડોકાયા જ નહીં
આ બનાવની મળતી માહિતી મુજબ નેસ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિતેશભાઈ એચ. પટેલની પ્રેમ પ્રકરણના આક્ષેપ સાથે અન્ય કેટલાક શિક્ષક અને શિક્ષિકાઓની સાથે બામરોલી (તા.માતર)ની શાળામાં બદલી કરવામાં આવી હતી. પરંતુ આ બદલીને ચાર માસ જેવો લાંબો સમય વીતી જવા છતાં મિતેશભાઈ બામરોલીની શાળામાં હાજર થયા નહોતા. તેમણે બામરોલી સિવાય પોતાની માગણી મુજબની શાળાઓમાં બદલી કરવા પ્રાથમિક જિલ્લા શિક્ષણધિકારીને જણાવ્યું હતું પરંતુ લાંબા સમય સુધી તેનો કોઈ નિવેડો ન આવતા મિતેશભાઈ માનસિક રીતે ત્રાસી ગયા હતા. આથી સોમવારે બપોરે ૧૨ વાગે તેમણે નડિયાદ સ્થિત જિલ્લા પંચાયત ભવનમાં આવેલી પ્રાથમિક જિલ્લા શિક્ષણધિકારીની કચેરી પાસે સળગી જઈ આત્મવિલોપન કરવાની ચીમકી મોબાઈલ ફોનમાં મેસેજ ધ્વારા આપી હતી.
જેની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે કરાતા અહીંના પીએસઆઈ ઠાકોર ધ્વારા સોમવારે જિલ્લા પંચાયતની કચેરીઓ શરૃ થતા જ બંદોબસ્ત ગોઠવ્યો હતો. પરંતુ જણાવેલ સમય સુધી અને તે પછી પણ આ શિક્ષક અહીં આવ્યા ન હતા. આથી તેઓની આત્મવિલોપનની ચીમકીના પગલે સર્જાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો.
બીજી બાજુ આ શિક્ષકનો મોબાઈલ ફોન પર સંપર્ક કરી કાયદાકીય કાર્યવાહીમાં સહકાર આપવા સમજાવવામાં આવ્યા હતા. આખરે આ શિક્ષકને આશ્વાસન આપી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

તંત્રને બાનમાં લેવું ઠીક
નથીઃ પ્રા. જિ. શિક્ષણાધિકારી
નડિયાદ,તા.૧૯
બદલી પામનાર શિક્ષક ધ્વારા આત્મવિલોપનની ચીમકી આપી આ રીતે તંત્રને બાનમાં લેવું તે બરાબર નથી તેવું આ બાબતે આજે પ્રાથમિક જિલ્લા શિક્ષણધિકારી પોટાએ જણાવ્યું હતું. આ શિક્ષકની માગણી પ્રમાણે બદલી કરવામાં આવે તો તેના કેવા પ્રત્યાધાત પડે? બીજા શિક્ષકોને ખોટી પ્રેરણા ન મળે તે રીતે કાયદાની મર્યાદામાં રહી કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ આ અધિકારીએ જણાવ્યું હતું.

સ્થાનિક રાજકારણની વરવી ભૂમિકાની શંકા
નડિયાદ,તા.૧૯
ઠાસરા તાલુકાના નેસ ગામની પ્રાથમિક શાળામાંથી શિક્ષકોની બદલી પ્રકરણમાં સ્થાનિક રાજકારણે ખરાબ ભૂમિકા ભજવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.આ પ્રકરણમાં પહેલા ગ્રામજનોએ હોબાળો કર્યો હતો. જેમાં ગામના સરપંચની ભૂમિકા શંકાસ્પદ હોવાનું ચર્ચાય છે. છેવટે આજે તેનું ગંભીર પરિણામ આવતા રહી ગયું છે. ક્યારેક ખરા-ખોટા આક્ષેપોને કારણે નિર્દોષ શિક્ષકોએ પણ હેરાનગતિ વેઠવી પડે છે. શું આ અંગે સત્વરે નિષ્પક્ષ તપાસ કરાશે?

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved