Last Update : 20-March-2012, Tuesday
 

વડોદરા જિલ્લાના કરજણ પાસે હોટેલમાં
ખારીસીંગ ખવડાવી બેભાન કરી ૫૫ લાખના સોનાની ઉઠાંતરી

 

કરજણ,તા.૧૯
કરજણ નજીક નેશનલ હાઇવે પર આવેલી નાઝ હોટલ પર રાત્રે રોકાયેલી એસટી બસના પ્રવાસીને ઘેનયુક્ત ખારીસીંગ ખવડાવી બેભાન બનાવ્યા બાદ સહપ્રવાસી ગઠીયો રૃા.૫૫.૧૩ લાખ કિંમતનું બે કિલો સોનું ઉઠાવી ગયો હતો. અમદાવાદથી બસમાં બેસેલો સહપ્રવાસી મહારાષ્ટ્રના ધુલીયા ખાતે ભાનમાં આવ્યા બાદ પોતાની પાસેનું સોનુ ગાયબ જણાતા તેણે કરજણ પોલીસને ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૃ કરી છે.
અમદાવાદથી બે કિલો સોનુ ખરીદી ધૂલિયાનો વેપારી એસટી બસમાં પરત જઇ રહ્યો હતો
પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના ધુલિયા સીટીમાં આવેલી દિવ્યા જવેલર્સના માલીક પુનમભાઇ હુકમચંદ કુચેરીયા સોના ચાંદીના દાગીના વેચવાનો ધંધો કરે છે. તેઓ સોનાનો હોલસેલમાં અમદાવાદ ખાતેથી ખરીદી કરે છે. તેમની દૂકાને છેલ્લા ત્રણેક વર્ષથી નોકરી કરતો મોઇનુદ્દીન શફીયુદ્દીન શેખ (ઉ.વ.૩૬) રહે. ધુલીયા અમદાવાદમાં આવેલા રીધ્ધી સીધ્ધી બુલીયન્સ લી. (માણેક ચોક- અમદાવાદ) માંથી બે કિલો સોનું અંદાજીત પંચાવન લાખ તેર હજાર આઠસો રૃપિયાની કિંમતનું ખરીદી ગીતા મંદિરથી તા.૧૫મી માર્ચે રાત્રિના નવેક વાગ્યાના સુમારે મહારાષ્ટ્ર પાસીંગની અમદાવાદ ધુલીયા એસ.ટી. બસમાં ધુલીયા જવા બેઠા હતા. મોઇનુદીને પેકીંગ કરેલું સોનાનું પેકેટ પેન્ટના ચોર ખીસ્સામાં મુકી પ્રવાસ શરૃ કર્યો હતો. આ સમયે કોઇ જાણ ભેદું પ્રવાસીએ બાજુની શીટ પર બેશી વાતચીત કરી વિશ્વાસ સંપાદન કર્યો હતો અને મોડી રાત્રિનાં અંદાજીત બરેક વાગ્યાના સુમારે કરજણ તાલુકાના સાંસરોદ- હલદરવા પાસે આવેલી હોટલ નાઝ પર બસનાં ચાલકે બસ થોભાવી હતી તે સમયે મોઇનુદ્દીન બસમાંથી નીચે ઉતરી હોટલમાંથી ચોકોબાર લઇ પોતાની સીટ પર બેઠા હતા ત્યારે સહ પ્રવાસી પણ હોટલ પરથી ખારી સીંગ લાવી બેઠો હતો. મોઇનુદ્દીનને ખારીસીંગ લેવા આગ્રહ કરતા તેને થોડી ખારીસીંગ આરોગી હતી અને ત્યાંથી અડધો - એક કલાક બસ રોકાયને ફરી ધુલીયા તરફ જવા રવાના થઈ હતી. રાત્રિના મુસાફરી દરમ્યાન તમામ મુસાફરો ઉંઘ માણી રહ્યા હતા ત્યારે બેભાન બનેલ મોઈનુદ્દીનના ચોર ખીસ્સામાંથી અજાણ્યા સહપ્રવાસીએ બે કિલો સોનાનું પેકેટ કાઢી લીધુ હતુ અને બસ સુરત એસટી ડેપોમાં પહોંચી ગયા બાદ ડેપોમાં કંડકટર બદલાતા સુરતથી ધુલીયા જતા કન્ડકટરે એન.યુ. લુહારે તમામ પેસેન્જરોની ટીકીટ ચેક કરતા મોઈનુદ્દીન બે ભાન હોય તેને ઉઠાવવાની કોશિષ કરી હતી પરંતુ તે નહી ઉઠતા કંડકટરે વધુ તપાસ કરી ન હતી. પરંતુ ધુલીયા બસ પહોંચી ગયા પછી તેને ઉઠાડતા તે નહી ઉઠતા તેના મોબાઈલથી તેના માલીક પુનમભાઈનો સંપર્ક કરવામાં આવતા પ્રથમ બેભાન થયેલને સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ પોતાના ચોર ખીસ્સામાં મુકેલા બે કિલો સોનાનું પેકેટ ચોરી થયું હોવાની જાણ થઈ હતી. આથી બનાવની ધુલીયા ખાતે ફરિયાદ આપવામાં આવી હતી અને ત્યારબાદ કરજણ પોલીસને ફરિયાદ આપતાં તપાસ શરુ કરવામાં આવી છે.

ડ્રાયવર તેમજ કંડકટરો માટે
હોટલો પર બસો ઉભી રાખવા આકર્ષક સ્કીમો મુકાય છે
ડ્રાઈવર - કંડક્ટરને મફતમાં ભોજન ઉપરાંત દિવાળીમાં આકર્ષક ગીફ્ટો પણ અપાય છે

કરજણ,તા.૧૯
વડોદરા - ભરૃચ વચ્ચે આવેલી હોટલો પર રાત્રિના જમવા માટે રોકાણ કરાવવા એસટી બસો અને લકઝરી બસોના ચાલકોને રોજીંદા મફત જમવા સહિત દિવાળીએ લોભામણી આકર્ષક ગીફ્ટો આપવામાં આવે છે અને તેના બદલામાં અજાણ્યા વિસ્તારમાં ઉભેલી બસના પ્રવાસીઓ પાસેથી તોતીંગ ભાવ વધારો લઈ લૂંટવામાં આવી રહ્યા છે. બસોને પોતાની હોટલો પર ઉભી રાખવા માટે ભૂતકાળમાં હોટલ માલિકો રાત્રિના હાઈવે પર બસોને આંતરીને હોટલ તરફ વળાવવાની કોશિષ કરતા હોવાની બુમો પણ ઉઠી હતી અને આમ ગેરકાયદેસર ઉભેલી બસોમાં સહપ્રવાસીને ઘેનયુક્ત પદાર્થ ખવડાવી લૂંટી લેવાના કરજણ તાલુકાની હદમાં આવેલી હોટલો પર ભૂતકાળમાં અનેક બનાવો બન્યા છે.

બે કિલો સોનાની તફડંચીમાં
પરિચિત વ્યક્તિ દ્વારાજ ટીપ અપાઇ હોવાની શંકા
ભેજાબાજ અમદાવાદથીજ બેઠો હતો ઃ મોઇનુદ્દીન ત્રણ વર્ષથી અમદાવાદ આવતો હતો
કરજણ,તા.૧૯
કરજણ પાસે નેશનલ હાઇવે પરની હોટલમાં સહ પ્રવાસીને ખારીસીંગ ખવડાવી બેભાન કરવાના ચકચાર ભર્યા બનાવમાં ભેજાબાજ ગઠીયો સહપ્રવાસીનાં સ્વાંગમાં અમદાવાદથી જ બસમાં બેઠો હતો. અને મોકો મળતાં જ તેણે ખારીસીંગ રૃપી દાણા વેરી સોનાની લગડીઓની તફડંચી કરી હતી.
ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રના ધુલીયા ખાતે દિવ્યા જ્વેલર્સ નામની પેઢીમાં મોઇનુદ્દીન શફીયુદ્દીન શેખ છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરે છે. પેઢી દ્વારા જયારે જરૃર ઉભી થાય ત્યારે તે અમદાવાદ આવતો હતો. અને માણેક ચોક વિસ્તારમાં સોનાનાં હોલસેલ વેપારી પાસેથી સોનાની ખરીદી કરી પરત ધુલીયા જતો હતો. મહિને એકાદ-બે વખત અમદાવાદ આવવાનું થતાં તેણે શેઠ પુનમભાઇ કુચેરીયાનો વિશ્વાસ સંપાદન કરી દિધો હતો.
તા.૧૫નાં રોજ મોઇનુદ્દીને અમદાવાદનો માણેક ચોક વિસ્તારમાં રીધ્ધી-સીધ્ધી બુલીયન્સ લીમીટેડ નામની પેઢીમાંથી બે કિલો સોનું ખરીદ્યું હતું. અને ગીતા મંદિરથી મહારાષ્ટ્રની એસ.ટી. બસમાં તે બેઠો હતો
આ જ સમયે સાથેની સીટમાં અન્ય એક યુવાન પણ બેઠો હતો અમદાવાદથી વડોદરા અને ત્યારબાદ કરજણ હાઇવે પર નામે હોટલ પર બસ ઉભી રહેતા જ અજાણ્યા સહ પ્રવાસીએ પોતાનો ઇરાદો પાર પાડયો હતો. રૃા.૫૫.૧૩ લાખ કિંમતના સોનાની તફડંચીનાં બનાવ માટે અજાણ્યા પ્રવાસીએ અગાઉ પણ મોઇનુદીનનો પીછો કર્યો હોવો જોઇએ તેમજ સમગ્ર બનાવમાં કોઇ પરિચીત વ્યક્તિએજ ટીપ આપી હોવાનું મનાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved