Last Update : 20-March-2012, Tuesday
 
આજે વિશ્વ ઘરચકલી દિન ઉજવાશે
માનવીઓના શોરબકોરમાં ખોવાયો છે ચકલીઓના ચીંં..ચીં..નો કલરવ
 

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
બીજા કરતા વધારે સુખી થવાની દોડમાં કદાચ આપણને એ યાદ નથી રહ્યુ કે થોડા વર્ષો પહેલા આપણી સવાર પક્ષીઓના કલરવ અને તેમાં પણ પક્ષીઓના ચીં..ચીં. સાથે થતી હતી.સૂરજના પહેલા વહેલા કિરણો ઘરને અજવાળે અને તેની સાથે સાથે ચકલીઓનુ સુમધુર કોરસ પ્રભાતને પ્રફુલ્લીત બનાવે તે દિવસો ભૂતકાળની વાત થઈ ગઈ છે.આવતીકાલે વિશ્વ ઘરચકલી દિવસ છે ત્યારે નિષ્ણાતોનુ કહેવુ છે કે વડોદરામાં વધતા શહેરીકરણના કારણે છેલ્લા ૧૫ વર્ષમાં ચકલીઓની સંખ્યામાં ૮૦ થી ૯૦ ટકા સુધીનો ઘટાડો થયો છે.
નિષ્ણાતોના મતે વડોદરામાં ૧૫ વર્ષમાં ચકલીઓની સંખ્યા ૮૦ થી ૯૦ ટકા ઘટી છેઃઅવાજ-પ્રદુષણ અને માળો મુકવાના ઘાસની અછતે ચકલીઓને શહેરથી દુર કરી દીધી
ઘરમાં માણસોની વચ્ચે રહીને માળો બનાવતી ચકલીને હાઉસ સ્પેરો એટલે કે ઘર ચકલીના નામથી ઓળખવામાં આવે છે.નિષ્ણાતોનુ કહેવુ છે કે આજ સુધી વડોદરામાં ચકલીઓની વસ્તી ગણતરી હાથ તો નથી ધરાઈ.આમ છતાં વધતા જતા શહેરીકરણ વચ્ચે વડોદરામાં ચકલીઓની સંખ્યામાં ૮૦ થી ૯૦ ટકાનો ઘટાડો થઈ ચુક્યો છે.વડોદરામાં હવે ઘર ચકલી મોટા ભાગે શહેરના છેવાડાના વિસ્તારો કે રીંગ રોડ વિસ્તારોમાં જ જોવા મળે છે.જ્યાં પ્રમાણમાં ટ્રાફીકનો અવાજ ઓછો હોય છે અને વાતાવરણ શાંત હોય છે.જોકે વડોદરાની આસપાસના ગામડાઓમાં કે જ્યાં ખેતી થાય છે ત્યાં ચકલીઓનનુ અસ્તિત્વ જળવાઈ રહ્યુ છે.
વડોદરામાંથી લુપ્ત થતી જતી ચકલીઓને પાછી લાવવા માટે કેટલીક સંસ્થાઓએ માળાઓનુ વિતરણ કરવાનુ શરુ કર્યુ છે.આ પૈકી કેનાઈન ગુ્રપ એસોસીયેશન ઓફ બરોડા નામની સંસ્થા ૨૧મી તારીખથી ખાસ ચકલીઆને આકર્ષવા માટે તૈયાર કરાયેલા માટીના માળા શહેરીજનોને આપવાની છે.આ માટે સંસ્થાએ શરુ કરાયેલા રજીસ્ટ્રેશનમાં ૧૫૦૦ જેટલા લોકોએ માળા મેળવવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે.સંસ્થાનુ કહેવુ છે કે ચકલીઓની સંખ્યા ઓછી થઈ છે પરંતુ લુપ્ત થવાના આરે નથી પહોંચી.તો એ પહેલા જ તેમની સંખ્યા વધારવાના પ્રયાસો થવા જોઈએ.

ચકલીઓને આકર્ષવા માટે શુ કરવુ જોઈએ?
ઘરમાં માટીનો માળો મુકો તો તેમાં સુકુ ઘાસ રાખો
આંગણામાં ભાત અને રોટલીના ટુકડા નાંખવાથી પણ ચકલીઓ આકર્ષાય તેવુ શક્ય છે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
ચકલીઓને આકર્ષવા માટે શું કરી શકાય?આ પ્રશ્નનો જવાબ આપતા કેનાઈન ગુ્રપ એસોસીયેશન ઓફ બરોડાના વિશાલભાઈ કહે છે કે માટીના જે માળાઓનુ અમે વિતરણ કરવાના છે તેમાં લોકોએ સુકુ ઘાસ નાંખવુ જોઈએ.ેજ માળો બનાવવા માટે અગત્યનુ છે.કમ્પાઉન્ડમાં કે આંગણામાં રાંધેલા ભાત અથવા તો રોટલીના ટુકડા નાંખવા જોઈએ.ચકલીઓને આ પ્રકારનો ખોરાક આકર્ષે છે.જોકે સેવ જેવા તળેલા પદાર્થો પણ ઘણા પક્ષીઓને આકર્ષવા માટે નાંખતા હોય છે.પરંતુ આ યોગ્ય નથી.ચકલી જેવા પક્ષીઓનુ કુદરતે એ પ્રકારનુ શરીર ઘડયુ છે કે તેમને તળેલી વાનગીઓ નુકસાન કરે છે.જો કોઈ વ્યક્તિ માળો મુકવા માંગે તો તે માળો કેવી રીતે મુકવો તે અંગે અમારી સલાહ લઈ શકે છે.

આ રહ્યા ચકલીઓની સંખ્યા ઘટવાના કારણો
મોબાઈલ ટાવર્સનુ રેડીયેશન ચકલીઓની સંખ્યા ઘટાડે છે
ઘરોના કમ્પાઉન્ડમાં ઘાસ નથી ઉગતુઃપહેલા ખુલ્લી રહેતી બારીઓ પરની નેટલોન જાળીઓએ ચકલીઓને નો એન્ટ્રી ફરમાવી દીધી છે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
ચકલીઓને પ્રદુષણ અને અવાજ તો ઠીક છે પરંતુ મોબાઈલ ટાવરોનુ રેડીયેશન પણ નડી રહ્યુ છે તેવુ નિષ્ણાતોનુ કહેવુ છે.
વલ્લભ વિદ્યાનગરની એનવી પટેલ સાયન્સ કોલેજના પક્ષી નિષ્ણાત પ્રાધ્યાપક અને એમ.એસ.યુનિવર્સીટીમાં વિદ્યાર્થી તરીકે ચકલીઓ પર અભ્યાસ કરનારા પ્રાધ્યાપક ડો.ઈશા દેસાઈ કહે છે કે ઘરની બહાર લીલોતરી ઓછી થઈ ગઈ છે તે ચકલીઓની સંખ્યા ઘટવાનુ મુખ્ય કારણ છે.આજકાલ મકાનોના કમ્પાઉન્ડમાં ઘાસ નથી હોતુ અને જો ઘાસ હોય છે તો તેને ટ્રીમ કરીને રખાય છે.જેથી ચકલીઓને માળો બનાવવા માટે જે લંબાઈના ઘાસના તણખલા જોઈએ તે મળતા નથી.પહેલા બારીઓ ખુલ્લી રહેતી હતી.જેથી ચકલીઓ ઘરમાં માળો બનાવવા માટે મુક્તમને અવરજવર કરી શકતી હતી.આજે નેટલોનની જાળીઓએ ચકલીઓ માટે ઘરોમાં નો એન્ટ્રી ફરમાવી દીધી છે.શહેરના મોટાભાગના વિસ્તારમાં વધી ગયેલા ટ્રાફીકના કારણે ઘોંઘાટ અને પ્રદુષણ પણ વધી ચુક્યુ છે.જ્યારે સ્વભાવે શરમાળ ઘર ચકલીને શાંત વાતાવરણ વધારે માફક આવે છે.ચોંકાવનારી વાત તો એ છે કે મોબાઈલ ટાવરોના રેડીએશન પણ ચકલીઓને નડી રહ્યા છે.
એમ.એસ.યુનિવર્સીટીના ઝૂલોજી વિભાગના લેક્ચરર પ્રત્યુષ ત્રીવેદી કહે છે કે ટાવરના રેડીયેશનથી ચકલીઓની રીપ્રોડક્ટીવ સીસ્ટમ પર આડઅસર થઈ રહી હોવાનુ તાજેતરના કેટલાક અભ્યાસોમાં બહાર આવ્યુ છે.આમ મોબાઈલ ટાવર ચકલીઓની પ્રજનન ક્ષમતા માટે જરૃરી હોર્મોન્સના પ્રમાણને ખોરવી નાંખે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved