Last Update : 20-March-2012, Tuesday
 
ગુજરાતની વિવિધ જેલોમાંથી
પાકિસ્તાનના ૨૧ કેદીઓને વડોદરાની જેલમાં લવાયા

 

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
ગુજરાતમાં વિવિધ આરોપસર જેલવાસ ભોગવતા પાકિસ્તાનના ૨૧ કેદીઓની મુલાકાત માટે પાકિસ્તાન કોન્સ્યુલેટ કચેરીના અધિકારીઓની ટીમ વડોદરા સેન્ટ્રલ જેલમાં આવી હતી. સવારે ૧૦ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા સુધી ચાલેલી મીટીંગ બાદ મોડી સાંજે પાકિસ્તાની અધિકારીઓ રવાના થયાં હતાં. આ અધિકારીઓએ કેદીઓ ક્યારે, કેવીરીતે પકડાયા અને તેમના નાગરિકત્વ અંગેની ખરાઈ પણ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
તમામ કેદીઓ અંગે પાકિસ્તાનના ત્રણ અધિકારીઓની બેઠક યોજાઈ
આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી એવી છે કે, રાજ્યની વિવિધ જેલમાં પાકિસ્તાનના ૨૨ કેદીઓ અલગ - અલગ કેસમાં જેલવાસ ભોગવી રહ્યાં છે. કેટલાંક પાકિસ્તાની નાગરિકોનો કેસ ચાલી ગયો છે જ્યારે મોટાભાગના પાકિસ્તાની નાગરિકોના કેસ બાકી છે.
આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ જે. દેશના નાગરિકો કોઈ ગુનાઈત પ્રવૃત્તિમાં પકડાય તે દેશના કોન્સ્યુલેટ જનરલ અને એમ્બસીને આ અંગે જાણ કરવામાં આવે છે અને તે દેશના અધિકારીઓ આવીને તેમના નાગરિકોના નાગરિકત્વની ખરાઈ અને તેઓને લીગલ ડીફેન્સ આપવા માટેની વિચારણા કરે છે.
રાજ્યની અલગ - અલગ જેલમાં પાકિસ્તાનના ૨૨ નાગરિકો જેલવાસ ભોગવી રહ્યા છે જે પૈકી ૨૦ વ્યક્તિઓ ભૂજમાં છે. જ્યારે એક - એક કેદી પાલનપુર અને વડોદરાની મધ્યસ્થ જેલમાં છે.
૨૨ કેદીઓની પૂછપરછ માટે આજે વડોદરાની મધ્યસ્થ જેલમાં પાકિસ્તાન જનરલ કોન્સ્યુલેટમાંથી ત્રણ અધિકારીઓ મહંમદ શરીફ ઉર રહેમાન, એસ.એમ. જાફરઉલી સાજા અને યાસીરખાન આવ્યા હતા. વડોદરાની જેલમાં એક કેદી તો છે જ જ્યારે અન્ય ૨૧ કેદીઓને અન્ય સ્થળેથી વડોદરાની મધ્યસ્થ જેલમાં લાવવામાં આવ્યા હતા.
ગૃહ વિભાગની મંજૂરી બાદ યોજાયેલી આ મીટીંગ આજે સવારે ૧૦ વાગ્યે જેલમાં શરૃ થઈ હતી જે બપોરે અઢી વાગ્યા સુધી ચાલુ હતી. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની અધિકારીઓએ કેદીઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. કેદીઓ કયા કારણસર પકડવામાં આવ્યા છે ? અને ક્યારથી જેલમાં છે ? તેની સાથે - સાથે તેઓના નાગરિકત્વની પણ ચકાસણી કરવામાં આવી હતી.
વડોદરાની જેલમાં સૌ પ્રથમવાર યોજાયેલી આ મીટીંગ પૂર્ણ થયા બાદ પાકિસ્તાની અધિકારીઓ પરત રવાના થયાં હતાં. જ્યારે અન્ય સ્થળેથી લાવવામાં આવેલાં કેદીઓને કડક જાપ્તા હેઠળ પરત જે - તે સ્થળે મોકલી અપાયા હોવાનું જાણવા મળ્યું છે.

 

કડક સુરક્ષા વ્યવસ્થા સાથે
મધરાતે કેદીઓ લવાયા અને બીજે દિવસે પરત મોકલી દીધા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
વડોદરાની જેલમાં રહેતાં કેદી પર કલમ ૨૬૮ લાગી હોવાથી તેને જેલની બહાર કાઢવા સરકારી મંજૂરીની લાંબી કાર્યવાહી હોઇ અન્ય કેદીને વડોદરા જેલમાં લવાયા હતાં.
વડોદરામાં પ્રથમ વાર કેદીઓ લવાયા
જેલ સુત્રોનાં જણાવ્યા અનુસાર વડોદરાની જેલમાં રહેલાં કેદી મોહંમદશરીફ સામે કલમ ૨૬૮ લાખી છે. જેથી તેને જેલની બહાર લઇ જવો હોય તો સરકારની મંજુરી લેવી પડે છે. જે પ્રક્રિયા ઘણી લાંબી હોઇ અન્ય કેદીઓને પણ વડોદરા લાવવાનું જ નક્કી કરવામાં આવ્યું હતું.
ગત મોડીરાતે કડક પોલીસ જાપ્તા હેઠળ તમામ ૨૧ કેદીઓને વડોદરાની જેલમાં લવાયા હતા. અને આજે સવારે દિલ્હીથી આવેલા પાકિસ્તાની કોન્સ્યુલેટના અધિકારીઓએ તમામ ૨૨ કેદીઓ સાથે મીટીંગ કરી માહિતી મેળળી હતી. જે મુલાકાત ચાર સાડાચાર કલાક ચાલી હતી.
મુલાકાત પૂર્ણ થયા બાદ અન્ય સ્થળેથી લાવવામાં આવેલાં ૨૧ કેદીઓને પરત કડક જાપ્તા હેઠળ પરત રવાા કરવામાં આવ્યાં હતાં.

અગાઉ ચીનના અધિકારીઓ પણ વડોદરા જેલમાં આવેલા
વિદેશી નાગરિક પકડાય ત્યારે તે દેશની સરકારને જાણ કરાય છે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
વડોદરાની જેલમાં પાકિસ્તાની કેદીઓની પાકિસ્તાની અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી પુછપરછ અંગે જેલ વિભાગના વડા પી સી ઠાકુરે વધુમાં જણાવ્યુ હતું કે, કોઇપણ દેશનો નાગરિક ગુનાઇત કૃત્યમાં પકડાય ત્યારે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે જે તે દેશની એલચી કચેરીને જાણ કરવામાં આવતી હોય છે, અને તે દેશના અધિકારીઓ અત્રે આવીને ખરાઇ કરતા હોય છે. તે મુજબ જ પાકિસ્તાની કોન્સ્યુલેટ કચેરીના અધિકારીઓ મીટીંગ માટે આવ્યા હતા. જો કોઇ નાગરિકની સજા પુરી થઇ ગઇ હોય તો તેને પરત તેમના દેશમાં લઇ જવા માટેની પણ કાર્યવાહી કરવાની હોય છે. તે કાર્યવાહી પણ કોન્સ્યુલેટ અધિકારી જ કરતા હોય છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, તાજેતરમાં સુપ્રિમ કોર્ટનું એક જજમેન્ટ આવ્યું હતું તે પ્રમાણે પાકિસ્તાનના પકડાયેલા નાગરિકો કેદી નથી તે મુજબ મોટાભાગના પાકિસ્તાની નાગરિકોને જામનગરમાં મરીન પોલીસ મથક ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ વડોદરાની જેલમાં ચીનના અધિકારીઓ આંતરરાજ્ય ડ્રગ્સ માફિયા ક્ષી મીંગ ફેન્ગની તપાસ માટે આવ્યા હતા.

પાકિસ્તાનના ૨૧ કેદીઓના નામ
(૧) મોહંમદઅલી અબ્દુલા (ઉ.વ.આ.૩૨)
(૨) અલી નવાઝ મમદ સીદ્દીક (ઉ.વ.આ.૨૫)
(૩) માલુક હુસૈન અલાના (ઉ.વ.આ.૨૦)
(૪) હબીબઉલ્લાહ હનીફ મહંમદ (ઉ.વ.આ.૨૨)
(૫) અમીર અમદ અગ્નાદીનું (ઉ.વ.આ.૧૮)
(૬) મોહંમદ ગુલામ ગુલ મોહંમદ (ઉ.વ.આ.૧૮)
(૭) મમદ ભચલ ગુલમોહંમદ (ઉ.વ.આ.૩૦)
(તમામ રહે. જાન્ગીસર, કેટી બંદર તા. સીંધ પાકિસ્તાન)
(૮) સહેજાર (ઉ.વ.આ.૧૦)
(૯) હૈદર મુરાદાલુ (ઉ.વ.આ.૨૦)
(રહે. ઉમર મનસુરા તા. જાટી તા. સીંધ પાકિસ્તાન)
(૧૦) અલી મમદ કર્મ મમદ (ઉ.વ.આ.૧૮)
(રહે. કદારાની તા. જોર જામલી તા. સીંધ પાકિસ્તાન)
(૧૧) મમદ સીદ્દીક ઇલીયાસ (ઉ.વ.આ.૩૨)
(૧૨) મામદ હયાત મમદ ઇલીયાસ (ઉ.વ.આ.૧૯)
(બંન્ને રહે. બાગન તા. કેટી બંદર તા. સીંધ પાકિસ્તાન)
(૧૩) ઇસ્માઇલ ઉસ્માન (ઉ.વ.આ.૩૫)
(૧૪) મુરાદ ઉસ્માન (ઉ.વ.આ.૩૨)
(૧૫) હનીફ ઉસ્માન (ઉ.વ.આ. ૩૦)
(૧૬) હાજી ઉસ્માન (ઉ.વ.આ.૨૫)
(૧૭) કાસમ ઉસ્માન (ઉ.વ.આ.૨૮)
(૧૮) સીદ્દીક આસુ (ઉ.વ.આ.૧૮)
(તમામ રહે. ચચજનખાન તા. જાટી જિ. થાટા સીંધ પાકિસ્તાન)
(૧૯) દીનાનુ અલવારપો (ઉ.વ.આ.૩૦)
(રહે. સાધર તા. સીકારપુર જિ. સીકારપુર સીંધ પાકિસ્તાન)
(૨૦) સાહીદ મહંમદ ફકીર મહંમદ
(રહે. ઇબ્રાહીમ હૈદરી તા. ફુલાની પોડો જિ. કરાચી પાકિસ્તાન)
(૨૧) બાબુલ (ઉ.વ.આ.૧૬)
(૨૨) મોહંમદ શરીફ ઉર્ફે મજહર એહમદ ઉર્ફે જાવેદ ઉર્ફે પવનકુમાર શર્મા રાના ઉમરોડીયા (આ કેદી વડોદરાની જેલનો છે)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved