Last Update : 20-March-2012, Tuesday
 
અમદાવાદ સિટી તાલુકાનું વિભાજન કરવાનો નિર્ણય
 

ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું જારી
હવે અમદાવાદ સિટી(પૂર્વ) અને અમદાવાદ સિટી(પશ્ચિમ) એમ બે તાલુકા અમલી ઃ નાગરિકોનાં કામો ઝડપથી થશે
અમદાવાદ,સોમવાર
અમદાવાદ જિલ્લાના સીટી(અમદાવાદ શહેર) અને દસ્ક્રોઇ તાલુકાનું પુનઃગઠન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર તાલુકાને હવેથી અમદાવાદ સીટી(પૂર્વ) અને અમદાવાદ સીટી(પશ્ચિમ) એમ બે તાલુકામાં વિભાજિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું પણ જારી કરી દેવાયું છે. હાલ તો, અમદાવાદ સુભાષબ્રીજ પાસે સ્થિત કલેકટર કચેરી ખાતે અમદાવાદ સીટી(પૂર્વ) અને અમદાવાદ સીટી(પશ્ચિમ)ની બે અલગ-અલગ કચેરીઓ ધમધમતી થશે અને તે મુજબ, વિસ્તારો અને કાર્યબોજ પણ વહેંચાઇ જવાના કારણે નાગરિકોના કામો પણ વધુ ઝડપથી અને સરળતાપૂર્વક શકય બનશે. પરંતુ નજીકના ભવિષ્યમાં કલેકટર કચેરી અને આરટીઓ વચ્ચેની ખુલ્લી જગ્યામાં અમદાવાદ સીટી(પશ્ચિમ)ની અને પૂર્વ વિસ્તારમાં કોઇ મધ્યસ્થ જગ્યાએ પૂર્વના નાગરિકોને સરળતા રહે તે માટે અલગ ભવનનું નિર્માણ કરવાનું આયોજન છે.
અમદાવાદ કલેકટર વિજય નેહરાએ આ ઐતિહાસિક નિર્ણય અંગે જણાવ્યું હતું કે, આશરે ૬૦ લાખની વસ્તી ધરાવતા અમદાવાદ શહેર તાલુકાનું અમદાવાદ સીટી(પૂર્વ) અને અમદાવાદ સીટી(પશ્ચિમ) એમ બે અલગ-અલગ તાલુકામાં વિભાજન ઘણું પ્રગતિશીલ અને ફાયદાકારક બની રહેશે. દસ્ક્રોઇ તાલુકા માટે તો હવે વસ્ત્રાલ ખાતે અલગ ભવન નિર્માણ થયુ હોવાથી તેની સંબંધિત કચેરી ત્યાં શીફ્ટ થઇ જશે. જયાં અમદાવાદ સીટીની કચેરી ધમધમતી થશે. અમદાવાદ સીટી(પૂર્વ) અને અમદાવાદ સીટી(પશ્ચિમ) એમ બંને તાલુકાનું અલગ-અલગ વિભાજન થતાં હવે બંનેના પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદારો, તલાટીઓ, ઇ-જમીન, ઇ-ધરા સહિતની તમામ કામગીરી અને વ્યવસ્થા તંત્ર અલગ-અલગ કાર્યરત થશે.
તેમણે ઉમર્યું હતું કે, હાલના તબક્કે તો, અમદાવાદ સીટી(પૂર્વ) અને અમદાવાદ સીટી(પશ્ચિમ)ની કચેરીઓ કલેકટર કચેરી પ્રાંગણમાં જ ધમધમતી થશે પરંતુ નજીકના ભવિષ્યમાં પૂર્વના નાગરિકોને છેક અહીં સુધી ધક્કા ના ખાવા પડે અને તેઓને સરળતા રહે તે હેતુથી પૂર્વમાં કોઇ મધ્યસ્થ જગ્યાએ અમદાવાદ સીટી(પૂર્વ)ના અલગ ભવનનું નિર્માણ કરાશે. આ જ પ્રકારે અમદાવાદ સીટી(પશ્ચિમ) માટે કલેકટર કચેરી અને આરટીઓ કચેરી વચ્ચેની જગ્યામાં અલગ ભવનનું નિર્માણ કરાશે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ બંને તાલુકાની વિભાજનની હદ સાબરમતી નદી પરથી નક્કી કરવામાં આવી છે. નદીના આ પારના વિસ્તારો પૂર્વમાં અને પેલે પારના વિસ્તારો પશ્ચિમમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ સીટી તાલુકાની બે અલગ અલગ તાલુકામાં વહેંચણી કરવાનો નિર્ણય કલેકટોરેટના ઇતિહાસમાં સૌપ્રથમ અને ઐતિહાસિક કહી શકાય.
દરમ્યાન કલેકટર વિજય નહેરાએ અન્ય એક મહત્વના નિર્ણય અંગે જણાવ્યું હતું કે, નાગરિકોને આવકના દાખલા અને ક્રિમીલેયર સર્ટિફિકેટ મેળવવા માટે કલેકટર કચેરીના ધક્કા ખાવા પડે છે અને કલાકો સુધી લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડે છે તે પરિસ્થિતિના નિવારણ માટે હવેથી નાગરિકોને કચેરી સુધી લાંબા થવું ના પડે અને તેઓના વિસ્તારની શાળાઓ પરથી જ તેઓને આવકના દાખલા કે ક્રિમીલેયર સર્ટિફિકેટ મળી જાય તેવું આયોજન અમે હાથ ધરી રહ્યા છીએ. જે અંગે ટૂંક સમયમાં જ પરિણામલક્ષી કાર્ય જોવા મળશે.

અમદાવાદ સીટી(પશ્ચિમ) તાલુકામાં સમાવિષ્ટ ગામોની યાદી
અચેર, ત્રાગડ, જોધપુર, વેજલપુર, મકરબા, વાડજ, ઉસ્માનપુરા, મેમનગર, વસ્ત્રાપુર, શેખપુર-ખાનપુર, કાળી, ચાંદલોડિયા, ઘાટલોડિયા, રાણીપ, સરખેજ, ઓકાક, મકતમપુરા, કોચરબ, ચંગીઝપુરા, છદાવડ, પાલડી, વાસણા, મોટેરા, ચાંદખેડા, છારોડી, ઓગણજ, જગતપુર, ચેનપુર, શીલજ, થલતેજ, બોડકદેવ, આંબલી, ગોતા, સોલા, ભાડજ, હેબતપુર, ફતેહવાડી, વણઝર, બાકરોલ-બાદરાબાદ, બાદરાબાદ

અમદાવાદ સીટી(પૂર્વ) તાલુકામાં સમાવિષ્ટ ગામોની યાદી
દરિયાપુર-કાઝીપુર, હાંસોલ, કોતરપુર, નિકોલ, ઓઢવ, રખિયાલ, બહેરામપુરા, શાહવાડી, ગ્યાસપુર, પીપળજ, સૈજપુર-ગોપાલપુર, નરોડા, સરદારનગર, સૈજપુરબોઘા, અસારવા, રાજપુર-હીરપુર, મીઠીપુર, બાગેફિરદોસ, ખોખરા-મહેમદાવાદ, નારોલ, ઇસનપુર, ઘોડાસર, દાણીલીમડા, શહેરકોટડા, મુઠીયા, હંસપુરા, વસ્ત્રાલ, રામોલ, વિંઝોલ, કમોડ, લક્ષ્મીપુરા, હાથીજણ, લાંભા અને વટવા

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved