Last Update : 20-March-2012, Tuesday
 
પશુઓના ભોગે બન્નીમાં 'ગાંડોબાવળ' મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ?

 

લોકસભાની ચૂંટણીમાં ઉપયોગી થવા બદલ વળતર!
સ્થાનિક રહીશો માત્ર કોલસો પાડી શકશે, વેચાણનો ઈજારો વનનિગમ હસ્તકઃ આ વાત જ કશુંક રંધાતું હોવાની શંકા કરવા પ્રેરે છે
ભુજ,સોમવાર
એશિયાના શ્રેષ્ઠ ઘાસીયા મેદાનમાં ગાંડો બાવળ બાળી કોલસા પાડવાના અને ત્યાર બાદ વન નિગમ દ્વારા વેંચાણ કરવાના વર્કીંગ પ્લાનનો ખરેખર શું હેતું છે તેની તપાસમાં ચૂંટણીમાં તન, મન અને ધનથી મદદ કરનાર મોરબીના સિરામિક ઉદ્યોગને બળતણ માટે કોલસો પુરો પાડવાનો હેતું છે સાથોસાથ તેનાથી આગળ વાંકાનેર સુધી પણ રાજકીય લાભ પારવાનો કારસો પણ છે જો આ સાચું હોય તો અબોલ જીવના ભોગે ઉદ્યોગોને નાણાનો લાભ કરાવી દેવાની સરકારની નીતિ શરમજનક કહેવાય.
વનવિભાગ દ્વારા બન્ની વિસ્તાર માટે વર્કીંગ પ્લાન અમલમાં મુકવામાં આવી રહ્યો છે. જેનો વિસ્તારના લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે તેઓ પોતાની સંસ્કૃતિ અને ચરિયાણ પદ્ધતિ બચાવવા ઝજુમી રહ્યા છે. કોઈપણ જાતના રાજકીય ટેકા વગર લડતા આ લડત કેટલે અંશે સફળ થશે તે ભવિષ્યનો પ્રશ્ન છે. પરંતુ વર્કીંગ પ્લાનમાં બન્ની વિસ્તારના રર ટકા વિસ્તારમાં ગાંડો બાવળ ઉગાડી તેમાંથી કોલસો પાડવાનો પ્લાન પણ સાથે ને સાથે અમલમાં આવશે. અહીં સુધીતો બધા એવું સમજે છે કે તેનાથી પર્યાવરણીય નુકશાની થશે પરંતુ તેનાથી આગળની સંભાવનાઓ વિશે કોઈ જ વિચારતું નથી કે આ કમઠાણ શેના માટે છે ?
ચોક્કસ વિશ્વસનીય સૂત્રોમાંથી મળેલી આધારભૂત માહિતી પ્રમાણે ગાંડો બાવળ મોરબીના સિરામિક ઉદ્યોગના બળતણ માટે જ ઉગાડવામાં આવશે. વન વિભાગના વર્કીંગ પ્લાન મુજબ વિસ્તારના લોકોને માત્ર ગાંડો બાવળ ઉગાડી કોલસા પાડવાની જ છુટ છે વેંચાણ વન વિભાગ કરશે આમ વેંચાણનો ઈજારો તેમની પાસે રહેશે.
મોરબીના સિરામિક ઉદ્યોગને કોલસો શું કામ તેની પાછળ ઘણા બધા રાજકીય અને આર્થિક ગણીત છે. મોરબીથી વાંકાનેર સુધીના વિસ્તારમાં અંદાજે ૪પ૦ જેટલા સિરામિક એકમો ધમધમે છે. જે અગાઉ કોલગેસથી ચાલતા હતા. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા જી.એસ.પી.સી. મારફત પ્રદૂષણના ફેલાય તે માટે બળતણમાં ગેસનો ઉપયોગ કરવા પાઈપ લાઈન નાખવામાં આવી શરૃઆતમાં પ્રતિ કિલો રૃા.૯ના ભાવે આપવાની જાહેરાત કરી લગભગ કારખાનાઓમાં પાઈપ લાઈનના જોડાણે અપાયા બાદ હંમેશા થાય છે તેમ ભાવ વધારો ઝીંકી દેવાયો હાલ પ્રતિ કિલો રૃા.ર૬.પ૦ વતા ૧પ ટકા ટેક્ષ ગણીએ તો પ્રતિ કિલો ગેસ રૃા.૩૦.પ૦ ના ભાવે પડે છે.
ગત લોકસભાની ચૂંટણીમાં મોરબી કચ્છ મત ક્ષેત્રમાં આવતા સિરામિક લોબીએ તન, મન અને ધનથી ભાજપને સહાય કરી હતી તેના વળતર રૃપે ગાંડો બાવળ વર્કીંગ પ્લાનમાં સમાવવામાં આવ્યો છે. હાલ તો ચોરીછુપીથી અને વનવિભાગની મીઠીનજર તળે કોલસો મોરબી મળી રહ્યો ક્યારેક દેખાડવા ખાતર એકાદ રેડ થાય છે પરંતુ ગેરકાયદેસર કામ કાયદેસર કરવા માટે આખું બખડજંતર ઉભુ થયું છે એટલે હવે કોલસો વન વિભાગ દ્વારા મેળવવા આખો કારસો ઉભો થયો છે.હાલ આ કોલસો કાયદેસર રીતે રૃા.૧૬થી ૧૮ પ્રતિ કિલો અને ગેરકાયદેસર રૃા.૧૯થી ર૦ પ્રતિ કિલો મળી રહ્યો છે. જે ગેસમાં રૃપાંતરીત કરવામાં પ્રતિકિલો ૧થી ૧ાા રૃપિયાનો ખર્ચ આવે છે. તે જોતા ર૦ રૃપિયાના ભાવે એક કિલો ઈંધણ પડે આમ એક કિલો પાછળ ઉદ્યોગકારોને રૃા.૧૦નો ફાયદો કરાવી આપવા જ ગાંડો બાવળની વાત વર્કીંગ પ્લાનમાં સમાવવામાં આવી છે.
સિરામિક ઉદ્યોગકારોએ કેટલી મદદનો બદલો કચ્છની પ્રજા અને કચ્છના પશુઓના ભોગે આપવામાં આવી રહ્યો છે ત્યારે જો આ વાત ખરેખર સાચી હોય તો શરમજનક છે અને કચ્છની પ્રજાએ આનો જોરદાર વિરોધ કરવો જોઈએ અમૂક ઉદ્યોગોને લાભ આપવા હજારો નિર્દોષ પક્ષીઓના મુખમાંથી ચારો છીનવી લેવાના કારસાનો જોરદાર વિરોધ કરવો જ ઘટે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved