Last Update : 20-March-2012, Tuesday
 
ખેડૂતોને ડિંગો બતાવી ઉદ્યોગોને થતી લહાણી સામે ધારાસભામાં રોષ

 

કપાસ પકવતો ખેડૂત ગુજરાત સરકારની તિજોરીને વર્ષે ૨૦૦૦ કરોડ કમાવી આપતો હોવા છતાં સરકારના ખેડૂતવિરોધી વલણ અંગે નારાજગી
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, સોમવાર
ગુજરાત સરકારને રાજ્યના કપાસ પકવતા ખેડૂતો વર્ષે દહાડે વેટના વેરા દ્વારા બે હજાર કરોડ રૃપિયાની આવક રળી આપે છે, તેમ છતાં ખેડૂતોના હમદર્દ બનવાને બદલે અદાણી-એસ્સાર-તાતા જેવા ઉદ્યોગગૃહોને માલામાલ કરાવતી આ સરકાર ખેડૂતો ઉપરના વેરા ઘટાડતી નથી કે મહારાષ્ટ્રમાં કપાસ પકવતા ખેડૂતોને અપાયેલા પેકેજની માફક રાહતો આપતી નથી, એવી હૈયાવરાળ સોમવારે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યોએ ઠાલવી હતી.
કૃષિ, પશુપાલન અને સહકાર વિભાગની ૨૦૧૨-૧૩ના બજેટની માગણીઓ ઉપરની ચર્ચા વખતે ધ્રોળ-જોડિયાના કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ સરકાર ખેડૂતોને અપાતા રાસાયણિક ખાતર ઉપર ૫ ટકા વેટ લે છે, ખેડૂતો કપાસ પકવે છે તો તેના વેચાણ ઉપર ૫ ટકા વેટ લે છે, કપાસમાંથી સુતર તૈયાર થાય છે તો તેના ઉપર ૪ ટકા વેટ લે છે, કપાસિયા ખોળમાંથી કપાસિયા તેલ તૈયાર થાય છે તો તેની ઉપર ૫ ટકા વેટ લે છે, સુતરમાંથી તૈયાર કપડાં બને છે તો તેની ઉપર ૮ ટકા વેટ છે.... આમ કપાસ પકવતો ગુજરાતનો ખેડૂત જે ઊપજ પકવે છે, તેના કારણે ગુજરાત સરકારની તિજોરીને વર્ષે રૃા. ૧૫૦૦ થી ૨૦૦૦ કરોડની આવક થાય છે, પણ આ સરકાર વેટનું ભારણ ઘટાડી ખેડૂતોને રાહત આપવાનું નામ લેતી નથી... આ સરકાર અદાણીને માલામાલ કરી રહી છે, એસ્સાર પાસેથી ૯૧૦૦ કરોડનો વેચાણવેરો વસૂલવાનું નામ લેતી નથી, તાતાને ૪૦ હજાર કરોડના માતબર ફાયદા-રાહતો આપે છે, પણ રાજ્યના ખેડૂતો મહારાષ્ટ્રમાં હમણાં જાહેર થયું છે તેવું રૃા. ૨૦૦૦ કરોડનું પેકેજ માગે તો તે આપતી નથી, એટલે ગુજરાત સરકાર ખેડૂત વિરોધી સરકાર છે, એમ રાઘવજીએ રોષપૂર્વક જણાવ્યું હતું. એમણે કહ્યું કે, ભૂતકાળમાં ચીમનભાઈ પટેલની સરકારે બજારમાં ચીજોના ભાવ ગગડે ત્યારે ખેડૂતોને તેમની ઉપજના વાજબી ભાવ મળી રહે તે માટે સમધારણ ફંડ રચ્યું હતું અને જે તે સમયે ખેડૂતોની ઉપજની ખરીદી કરી ખેડૂતોને રક્ષણ આપ્યું હતું. આ સરકાર તો હમણાં કપાસના ખેડૂતોની તતા બટાટા-ડુંગળીના ખેડૂતોની કફોડી સ્થિતિ થઈ ત્યારે બેસી રહી હતી, એમ રાઘવજી પટેલે જણાવ્યું હતું.
માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ સરકારની ઠેકડી ઉડાડતાં કહ્યું કે, સારા વરસાદને કારણે ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી કૃષિ ઉત્પાદન વધ્યું છે, તેનો જશ ખાટતી આ સરકાર જાણે એને કારણે કુદરતે વર્ષાની મહેર થઈ હોય તેવો પ્રચાર કરી રહી છે ત્યારે આ જ સરકારના શાસનમાં કુદરતે ધરતીકંપ સર્જ્યો તે વિશે સરકારને શું કહેવું છે. સોમનાથ વેરાવળના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે પણ સરકાર ખેડૂત વિરોધી જણાવી ખાતર, કપાસ ઉપરનો વેટ નાબૂદ કરવા રજૂઆત કરી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved