Last Update : 20-March-2012, Tuesday
 

લાપતા બાળકોને શોધવા પોલીસ જાગીઃ પાંચ શહેરોમાં 'સ્કવૉડ'

 

સમગ્ર ગુજરાતમાં 'લાપતા બાળકો'ના ઘરે-ઘરે તપાસ
'એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ'ને વાહનોની ફાળવણી ગુજરાતની બહાર પણ તપાસ કરવા જવાની વિશેષ સત્તા
અમદાવાદ, સોમવાર
'કાળજાના ટૂકડા' જેવા બાળક લાપતા થવાના મુદ્દે આઝાદીના છ દાયકા બાદ પોલીસ જાગી છે. સુપ્રિમ કોર્ટે તાકીદ કર્યા પછી પણ પૂર્ણરૃપે સંવેદનશીલ નહીં બનેલી ગુજરાત પોલીસ ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં 'એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ' બનાવાયાં છે. વાહનોની ફાળવણી કરવામાં આવી છે અને બેથી ત્રણ દિવસમાં આ સ્કવોડ કાર્યરત થઈ જશે. એ જ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ સ્કવોડ બનાવીને ૧૦ વર્ષથી ઓછી વયના લાપતા બાળકો અંગે તપાસ કરવાની કાર્યવાહી આરંભાશે. છ વર્ષમાં પરત નહીં મળેલા ૩૭૧૧ બાળકોમાંથી ખરેખર કેટલા બાળકો પાછા મળ્યાં નથી તે સ્પષ્ટ થયા પછી તેમની શોધખોળ ઉપરાંત વેબસાઈટ બનાવવાની કામગીરી પોલીસ તંત્ર કરશે.
લાપતા બાળકોના મુદ્દે સુપ્રિમ કોર્ટની ટકોર અગાઉ સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં અને સરકારના 'મિસીંગ સેલ'માં લાપતા બાળકોના આંકડા નોંધવા સિવાય નોંધપાત્ર કાર્યવાહી થતી નહોતી. છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાંથી ૧૬,૦૬૪ બાળકો ગુમ થયા તેમાંથી ૩,૭૧૧નો પત્તો લાગ્યો નથી. ફરિયાદ નોંધવામાં પણ બેદરકાર પોલીસ લાપતા બાળકોની શોધખોળ કરવામાં સક્રિયતા દાખવતી ન હોવાની ગંભીર ફરિયાદો લાપતા બાળકોના વાલીઓમાં ઉઠી હતી. અમદાવાદમાં ગુજરાતભરના વાલીઓ એકત્ર થયા બાદ લાપતા બાળકોના મુદ્દે પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી છે.
અમદાવાદ અને સુરતમાંથી સૌથી વધુ બાળકો લાપતા થયાં છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ કાર્યરત કરવાના આદેશો અપાયાં છે. ગાંધીનગરમાં એલ.સી.બી.માં આ સ્કવોડ કાર્યરત કરાશે. વિશેષ સ્કવોડને બે-બે વાહનોની ફાળવણી કરવામાં આવી છે તેમાં 'એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ'ના બોર્ડ લગાવાશે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ૧૨ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને આ સ્કવોડ માટે ફાળવવાની કાર્યવાહી શરૃ કરાઈ છે. આ સ્કવોડ અમદાવાદમાંથી લાપતા થયા બાદ નહીં મળેલા ૬૧૦ બાળકો અંગે તપાસ કરશે. આ સ્કવોડને ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં કોઈપણ સ્થળે લાપતા બાળકને શોધવા જવાની વિશેષ સત્તા અપાશે તેમ સૂત્રોએ કહ્યું હતું.
ચાર મહાનગરો ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લામાં એલ.સી.બી., એસ.ઓ.જી., અને ક્વિક રિસ્પોન્સ ટીમોમાં કુલ ૪ સ્કવોડ બનાવવામાં આવશે. એક-એક સ્કવોડને જિલ્લાના ૫-૬ પોલીસ સ્ટેશન ફાળવી લાપતા બાળકોના ઘરે-ઘરે જઈ તપાસ કરવામાં આવશે. જિલ્લા અને શહેરોમાં લાપતા ૩૭૧૧ બાળકોની વાસ્તવિક સ્થિતિ તપાસાશે. બાદમાં, ખરેખર લાપતા બાળકોની યાદી તૈયાર કરી સીઆઈડી (ક્રાઈમ)ના નેજાતળે તમામ બાળકોની શોધખોળ માટે કાર્યવાહી આરંભાશે.
આ ઉપરાંત, પોલીસ તંત્ર દ્વારા લાપતા બાળકોની વેબસાઈટ પણ તૈયાર કરાશે. જો કે, શહેરો-જિલ્લાના સ્કવોડ કેટલા સમયમાં કાર્યવાહી પૂર્ણ કરશે તે સ્પષ્ટ કરાયું નથી. ડી.જી.પી. ચિતરંજનસીંગે કહ્યું કે- હવે જે બાળકો લાપતા થશે તેને ત્વરિત પરત લાવવા કાર્યવાહી કરવા માટેની યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે.

એકલા જોવા મળતાં બાળકોની પૂછપરછ કરવા રેલવેને તાકીદ
* ગૃહત્યાગ કરતા બાળકો મહદ્દઅંશે રેલવેમાં મુસાફરી કરી નાસી જતા હોય છે અથવા તો અન્ય શહેરોમાંથી આવતા હોય છે. રેલવેમાં એક મુસાફરી કરતું બાળક જોવા મળે તો ટી.ટી., ટ્રેઈન એટેન્ડન્સ કે રેલવે સ્ટેશનો ઉપરનો સ્ટાફ પૂછપરછ કરી આવશ્યક જણાય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરે તે આવશ્યક છે. પોલીસ વડાએ તમામ ડી.આર.એમ.ને પત્ર લખી લાપતા બાળકોના મુદ્દે સતર્કતા જાળવવા કાર્યવાહી કરાવવા અપીલ કરી છે.

માતા- પિતા પણ બાળકોની હિલચાલ ઉપર નજર રાખે
* કોઈ બાળક ગૃહત્યાગ કરે તે પાછળ તેમની નાસમજી કે દુઃખ પહોંચ્યું હોય તેવા મુદ્દા હોઈ શકે છે. બાળકની નારાજગી સમજી શકાય તો ગૃહત્યાગના કિસ્સા અટકાવી શકાય છે. લાપતા બાળકોના અમુક કિસ્સાઓમાં માતા-પિતાની બાળકો પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિ પણ જણાઈ છે. વાલીઓ પોતાના બાળકોની હિલચાલ, મિત્રો અંગે નજર રાખે તો આવા કિસ્સા ટાળી શકાય. અન્યથા, આવો કિસ્સો બને તો શોધખોળ ઝડપી બને તેમ પોલીસ કહે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved