Last Update : 20-March-2012, Tuesday
 

બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં

 

સર્વિસ ટેક્ષ, એકસાઈઝ ડયુટીના બોજથી ઉદ્યોગો અને એનપીએ જોખમે બેંકોની હાલત કફોડી થશે

સેન્સેક્ષ વધ્યા મથાળેથી ૩૩૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૭૨૨૬ઃ નિફટી ૬૧ પોઈન્ટ ગબડીને ૫૨૫૭ઃ એફઆઈઆઈ કેશમાં લેવાલ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
નાણાપ્રધાન પ્રણવ મુખર્જીએ વર્ષ ૨૦૧૨-૧૩ના આકરાં વેરા બોજને રજૂ કરેલા કેન્દ્રિય બજેટને સતત બીજા દિવસે બજારે જાકારો આપ્યો છે. નારાજ કોર્પોરેટ વર્ગ, બજારના ખેલંદાઓ ઉદ્યોગો પરના એકસાઈઝ, સર્વિસ ટેક્ષનો બોજ ઔદ્યોગિક- આર્થિક વિકાસને રૃંધનારો હોવાના રિઝર્વ બેંક દ્વારા ત્વરિત ધિરાણ અંકુશો- વ્યાજ દરો હળવા નહીં કરવાના સંજોગોમાં ઔદ્યોગિક મંદીની શક્યતાએ લોન ડીફોલ્ટરો વધવાના અને બેંકોની એનપીએમાં ધરખમ વધારાના જોખમે આજે એફઆઈઆઈ- સ્થાનિક ફંડોએ સતત બીજા દિવસે શેરોમાં વેચવાલી કરીને સેન્સક્ષને વધુ ૧૯૩ પોઈન્ટ અને નિફટીને ૬૧ પોઈન્ટ ગબડાવ્યા છે. બેંકિંગ, રીયાલ્ટી, કેપિટલ ગુડઝ, પાવર, આઈટી શેરોમાં વ્યાપક ધોવાણ થયું છે.
સેન્સેક્ષ આરંભિક ૯૫ પોઈન્ટની મજબૂતી બાદ પછડાયોઃ વધ્યા મથાળેથી ૩૩૫ તૂટી ૧૭૨૨૬ થયો
ટ્રેડીંગનો આરંભ મજબૂતીએ થઈ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૪૬૬.૨૦ સામે ૧૭૫૩૧.૪૭ મથાળે ખુલીને આઈટીસી, મહિન્દ્રા, હિન્દાલ્કો, જિન્દાલ સ્ટીલ, હિન્દ. લીવરમાં આર્કષણે ૯૫.૨૦ પોઈન્ટ વધીને ઉપરમાં ૧૭૫૬૧.૪૦ થયો હતો. રેલવે બજેટમાં આઠ વર્ષ બાદ મુસાફરી ભાડામાં વધારો કરીને તૃણમૂલ કોંગ્રેસના રેલવેપ્રધાન દિનેશ ત્રિવેદીએ રેલવેની બગડેલી તંદુરસ્તીને સુધારવા પગલાં લીધા બાદ પોતાના જ પક્ષના વડા મમતા બેનર્જીએ લોકપ્રિયતા- વોટ બેંકની રાજનીતિમાં તેમનું પ્રધાનપદુ છીનવી લેતા હવે મુસાફરી ભાડામાં રોલબેક વચ્ચે સરકાર પરનો આર્થિક બોજો વધવાના અને આર્થિક સુધારાની ગાડી પટરી પરથી ઉતરી જવાના એંધાણે અને પ્રણવ મુખર્જીના બજેટમાં પણ સબસીડી બોજ મોટાભાગને જાળવી રાખતા બજારે નારાજગી બતાવી હતી. વિદેશી ફંડો સ્ટેટ બેંક, એચડીએફસી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સાથે ભેલ, લાર્સન, ટાટા પાવર સહિતના પાવર- કેપિટલ ગુડઝ શેરો અને આઈટી- સોફટવેર સર્વિસિઝ ઉદ્યોગ માટે બજેટમાં કોઈ પ્રોત્સાહનો નહીં અપાતા ટીસીએસ, ઈન્ફોસીસ સહિતના આઈટી શેરો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, ડીએલએફ ટાટા સ્ટીલમાં વેચવાલીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૫૬૧.૪૬ થયા બાદ ૭૦થી ૭૫ પોઈન્ટનો ઘટાડો લાંબો સમય બતાવતો રહ્યો હતો. જે બેંકિંગ, પાવર, રીયાલ્ટી, શેરોમાં ધોવાણ વધતા અને યુરોપના બજારો નરમાઈએ ખુલતા હેમરીંગ વધતા વધ્યા મથાળેથી ૩૩૫.૦૩ પોઈન્ટ અને આગલા બંધથી ૨૩૯.૭૭ પોઈન્ટ ગબડીને નીચામાં ૧૭૨૨૬.૪૩ સુધી આવી જઈ અંતે ૧૯૨.૮૩ પોઈન્ટ ઘટીને ૧૭૨૭૩.૩૭ બંધ રહ્યો હતો.
નિફટી ૫૩૪૦ના વધ્યા મથાળેથી ૧૦૨ પોઈન્ટ તૂટી ૫૨૩૮ બોલાયોઃ એડીએજી ગુ્રપ, ટીસીએસમાં ગાબડાં
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૩૧૭.૯૦ સામે ૫૩૩૭.૩૫ મથાળે ખુલીને ઉપરમાં ૫૩૪૦.૭૦ સુધી જઈ પાછો ફરીને રિલાયન્સ ઈન્ફ્રા., ભેલ, લાર્સન, ટાટા પાવર, રિલાયન્સ પાવરમાં ફંડોના હેમરીંગ સાથે ટીસીએસ, પીએનબી, સ્ટેટ બેંક, સેઈલ, એચડીએફસી શેરો, આરકોમ, રેનબેક્સી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની નરમાઈએ વધ્યા મથાળેથી ૧૦૨.૧૫ પોઈન્ટ અને આગલા બંધથી ૭૯.૩૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૫૩૨૮.૫૫ સુધી ગબડી જઈને અંતે ૬૦.૮૫ પોઈન્ટના ઘટાડે ૫૨૫૭.૦૫ બંધ રહ્યો હતો.
નિફટી ૫૩૦૦નો પુટ ૭૩થી ઉછળી ૧૦૦, ૫૧૦૦નો પુટ ૨૧.૮૦થી ઉછળી ૨૬.૬૫ બોલાયા
ડેરીવેટીવ્ઝમાં નિફટી ૫૩૦૦નો પુટ ૪,૩૩,૬૪ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૧૬૬૯.૫૨ કરોડના ટર્નઓવરે રૃ.૧૧૬૬૯.૫૨ કરોડના ટર્નઓવરે ૭૩.૦૫ સામે ૬૩.૫૦ ખુલી નીચાાં ૬૨.૨૫થી ઉપરમાં ૧૦૦ સ્પર્શી અંતે ૯૦.૪૦ હતો. નિફટી ૫૨૦૦નો પુટ ૩,૪૬,૦૮૯ કોન્ટ્રેક્ટસમાં રૃ.૯૦૭૫.૮૩ કરોડના ટર્નઓવરે ૪૧.૧૦ સામે ૩૯.૫૦ ખુલી નીચામાં ૩૩થી ઉપરમાં ૫૪.૫૫ સુધી જઈ અંતે ૪૮ હતો. નિફટી ૫૧૦૦નો પુટ ૨૧.૮૦ સામે ૨૦ ખુલી નીચામાં ૧૫.૮૦ થઈ ઉપરમાં ૨૬.૬૫ સુધી જઈ છેલ્લે ૨૩.૨૫ હતો.
નિફટી માર્ચ ફયુચર ૫૩૪૨થી પટકાઈ ૫૨૫૮ઃ ૫૪૦૦નો કોલ ૬૫.૮૫થી ગબડીને ૨૮.૩૦
નિફટી માર્ચ ફયુચર ૩,૬૦,૮૩૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૯૫૬૨.૩૪ કરોડના ટર્નઓવરે ૫૩૪૨.૭૦ સામે ૫૩૫૫.૦૫ ખુલી ઉપરમાં ૫૩૫૯.૯૦ થઈ પાછો ફરી નીચામાં ૫૨૫૮.૯૦ સુધી જઈ છેલ્લે ૫૨૭૪ હતો. નિફટી ૫૪૦૦નો કોલ ૪,૦૫,૫૯૪ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૧૦૩૧.૯૩ કરોડના ટર્નઓવરે ૬૫.૮૫ સામે ૬૯.૭૫ ખુલી નીચામાં ૨૭.૯૦ સુધી પટકાઈ અંતે ૨૮.૩૦ બોલાતો હતો.
કેપિટલ ગુડઝમાં સસ્તી આયાત સામે રક્ષણ નહીં મળતા ભેલ રૃ.૧૩, લાર્સન રૃ.૨૩, એબીબી રૃ.૩૫ તૂટયા
પાવર કંપનીઓને રૃ.૧૦૦૦૦ કરોડના ટેક્ષ ફ્રી બોન્ડસ સાથે કોલસાના પુરવઠા માટે કોલ ઈન્ડિયા સાથે કરાર અને કોલસા પરની કસ્ટમ્સ ડયૂટીની નાબૂદીની બજેટમાં રાહતો સામે સ્થાનિક કેપિટલ ગુડઝ કંપનીઓને ચીનની સસ્તી આયાતી કેપિટલ ગુડઝ સામે હરિફાઈમાં અપેક્ષીત ૧૯ ટકા કસ્ટમ ડયુટીનું રક્ષણ બજેટમાં નહીં અપાતા અને એકસાઈઝ ડયુટીનું બે ટકાનું ભારણ વધતા કેપિટલ ગુડઝ- પાવર શેરોમાં ગાબડાં પડયા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૨૧૯.૩૬ પોઈન્ટ તૂટીને ૧૦૦૨૬.૮૨ રહ્યો હતો. ભેલ રૃ.૧૩.૨૫ ગબડીને રૃ.૨૬૦.૩૦, લાર્સન રૃ.૨૩.૨૦ તૂટીને રૃ.૧૨૯૬.૬૦, એબીબી રૃ.૩૪.૮૦ ગબડીને રૃ.૮૧૮.૧૫, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃ.૧૧.૯૫ તૂટીને રૃ.૩૬૪.૨૫, બીઈએમએલ રૃ.૧૭.૦૫ ઘટીને રૃ.૬૬૭.૯૦, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧.૮૦ ઘટીને રૃ.૭૫.૩૦, લક્ષ્મી મશીન રૃ.૩૭.૭૫ ઘટીને રૃ.૧૬૦૧.૭૦, થર્મેક્સ રૃ.૧૧.૨૫ ઘટીને રૃ.૪૮૪.૯૦ રહ્યા હતા.
ઓવરબોટ રિલાયન્સ ઈન્ફ્રા. ઓફલોડીંગે રૃ.૩૮ તૂટયોઃ અદાણી પાવર રૃ.૪, રિલાયન્સ પાવર રૃ.૫ તૂટયા
પાવર શેરોમાં પણ હવે ફંડોની વેચવાલીમાં ઓવરબોટ રિલાયન્સ ઈન્ફ્રા.માં ઓફ લોડીંગે રૃ.૩૮.૧૫ ગબડીને રૃ.૫૯૪.૫૦, અદાણી પાવર રૃ.૩.૭૦ ઘટીને રૃ.૬૯.૩૦, રિલાયન્સ પાવર રૃ.૪.૪૫ ઘટીને રૃ.૧૨૬.૦૫, ટાટા પાવર રૃ.૩.૨૦ ઘટીને રૃ.૧૦૨.૪૫, સુઝલોન એનર્જી રૃ.૨૭.૪૦, પીટીસી ઈન્ડિયા રૃ.૧.૬૫ ઘટીને રૃ.૫૮.૨૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃ.૧.૭૫ ઘટીને રૃ.૧૩૭.૫૫ રહ્યા હતા. બીએસઈ પાવર ઈન્ડેક્ષ ૪૮.૮૩ પોઈન્ટ ઘટીને ૨૧૪૨.૫૯ રહ્યો હતો.
રિઝર્વ બેંકની વ્યાજ દરોમા રાહત વિના ઉદ્યોગો પર વધેલા કરબોજથી ફરી લોન ડીફોલ્ટના જોખમે બેંક શેરોમાં ગાબડાં
રિઝર્વ બેંકે એક તરફ ધિરાણ દરો ઊંચા જાળવી રાખતા અને હવે ઉદ્યોગોને કરરાહતો વિના સર્વિસ ટેક્ષ, એકસાઈઝ ટેક્ષના કરબોજથી ફરી ઔદ્યોગિક મંદીના એંધાણે કંપનીઓ ઉંચા વ્યાજ દરોએ ઋણ બોજથી હવે લોન ડીફોલ્ટનું જોખમ વધતાં બેંકોની બેલેન્સશીટ બગડવાની શક્યતાએ બેંકિંગ શેરોમાં ફંડો વેચવાલ બન્યા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૬૮.૩૦ તૂટીને રૃ.૨૧૫૯.૬૫, એચડીએફસી રૃ.૧૪.૫૦ ઘટીને રૃ.૬૫૦.૬૫, એચડીએફસી બેંક રૃ.૯.૦૫ ઘટીને રૃ.૪૯૮.૬૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૮.૪૦ ઘટીને રૃ.૯૦૮.૬૦, કેનરા બેંક રૃ.૨૯.૭૦ તૂટીને રૃ.૪૬૧.૦૫, યુનીયન બેંક રૃ.૧૦.૦૫ ઘટીને રૃ.૨૧૯.૮૦, પીએનબી રૃ.૪૦.૧૫ તૂટીને રૃ.૯૨૭.૯૦, ફેડરલ બેંક રૃ.૧૧.૪૫ ઘટીને રૃ.૪૧૬.૨૦, આઈડીબીઆઈ બેંક રૃ.૨.૭૫ ઘટીને રૃ.૧૦૪.૬૦, બેંક ઓફ બરોડા રૃ.૧૮.૮૫ ઘટીને રૃ.૭૯૦.૧૫, યશ બેંક રૃ.૬.૬૦ ઘટીને રૃ.૩૬૦.૮૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૨૩૨.૮૯ પોઈન્ટ તૂટીને ૧૧૭૩૬.૬૧ રહ્યો હતો.
ફરી મોટી મંદીના એંધાણે રીયાલ્ટી શેરોમાં ગાબડાં ઃ એચડીઆઈએલ રૃ.૯, યુનીટેક રૃ.૨ તૂટયા
એર્ફોડેબલ હાઉસીંગ ક્ષેત્રે બજેટમાં રૃ.૨૫ લાખ સુધીના મકાન પ્રોજેક્ટો માટે પ્રોત્સાહનો ફાળવણી છતાં રિઝર્વ બેંકે પ્રમુખ ધિરાણ દરો જાળવી રાખતા રીયાલ્ટી- હાઉસીંગ ક્ષેત્રે મંદ માગની સ્થિતિમાં સુધારો નહીં થવાના અને મોટી મંદીના એંધાણે રીયાલ્ટી શેરોમાં વેચવાલી હતી. બીએસઈ રીયાલ્ટી ઈન્ડેક્ષ ૪૬.૦૮ પોઈન્ટ ઘટીને ૧૭૫૨.૨૫ રહ્યો હતો. એચડીઆઈએલ રૃ.૭.૬૫ તૂટીને રૃ.૯૧.૬૦, યુનીટેક રૃ.૧.૬૦ ઘટીને રૃ.૨૭.૭૫, ઓબેરોય રીયાલ્ટી રૃ.૬.૬૫ ઘટીને રૃ.૨૬૨.૨૫, પ્રેસ્ટિજ એસ્ટેટસ રૃ.૨ ઘટીને રૃ.૧૦૫, ડીએલએફ રૃ.૩.૩૦ ઘટીને રૃ.૧૯૨.૯૫, ગોદરેજ પ્રોપર્ટી રૃ.૬.૨૫ ઘટીને રૃ.૬૪૪ રહ્યા હતા.
આઈટી ઉદ્યોગને 'મેટ' સહિતની અપેક્ષીત રાહત નહીં મળતા ટીસીએસ રૃ.૪૫ તૂટયોઃ ફાઈનાન્શીયલ ટેકનો ઘટયો
આઈટી- સોફટવેર સર્વિસિઝ કંપનીઓને બજેટમાં અપેક્ષીત મીનીમમ અલ્ટરનેટ ટેક્ષ (મેટ)માં રાહત નહીં અપાતા અને યુ.એસ.માં બેરોજગારીમાં ઘટાડા છતાં યુ.એસ. ફેડરલ રીઝર્વના અંદાજથી કોઈ વધુ ઝડપી ઘટાડો નહીં થઈ રહ્યાના ચેરમેન બેન એસ. બર્નાકના નિવેદન અને યુરોપની નરમાઈ વચ્ચે આઈટી શેરોમાં ફંડો વેચવાલ બન્યા હતા. ટીસીએસ રૃ.૪૫.૧૦ તૂટીને રૃ.૧૧૨૨.૪૦, ફાનાન્શિયલ ટેકનોલોજી રૃ.૨૭.૨૦ તૂટીને રૃ.૭૫૩.૫૦, હેકઝાવેર ટેકનો રૃ.૨.૪૦ ઘટીને રૃ.૧૧૪.૯૫, ઈન્ફોસીસ રૃ.૩૩ ઘટીને રૃ.૨૮૩૩.૦૫, વિપ્રો રૃ.૧.૩૦ ઘટીને રૃ.૪૨૬.૭૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્ષ ૧૦૦.૨૮ પોઈન્ટ તૂટીને ૫૯૬૮.૭૫ રહ્યો હતો.
એફએમસીજી શેરો બજેટ રાહતે ઊંચકાયાઃ આઈટીસી, ગોદરેજ કન્ઝયુમર, ડાબર વધ્યા
એફએમસીજી શેરોમાં બજેટમાં ડીમેરિટ ડયૂટીની જોગવાઈથી આઈટીસીને ઓછી અસરે શેરમાં સતત લેવાલીએ રૃ.૪.૩૫ વધીને રૃ.૨૨૦.૪૫, હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૨.૮૦ વધીને રૃ.૩૯૩.૨૫, ફૂડ પ્રોસેસીંગ કંપનીઓને બજેટમાં પ્રોત્સાહનો વચ્ચે ગોદરેજ કન્ઝયુમર રૃ.૪.૯૫ વધીને રૃ.૪૫૨, ડાબર ઈન્ડિયા રૃ.૧.૧૦ વધીને રૃ.૧૦૪.૨૦, કોલગેટ પામોલીવ રૃ.૯.૫૫ વધીને રૃ.૧૦૯૯.૬૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્ષ ૪૬.૭૫ પોઈન્ટ વધીને ૪૩૩૩.૯૧ રહ્યો હતો.
બજેટ રાહતોના અભાવ, કરબોજમાં વધારાએ મેટલ શેરોમાં નરમાઈઃ જિન્દાલ શેરોમાં વેચવાલી
લંડન મેટલ એક્ષચેન્જમાં આજે યુરોપના અન્ય બજારોની સાથે નરમાઈએ અને મેટલ સ્ટીલ ઉદ્યોગને આર્યન ઓરની નિકાસ અંકુશના બજેટમાં ખાસ પ્રોત્સાહનો નહીં મળતા મેટલ શેરોમાં વેચવાલી હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૨૦.૭૦ ઘટીને રૃ.૭૨૭, સેઈલ રૃ.૨.૫૫ વધીને રૃ.૯૩.૨૫, કોલ ઈન્ડિયા રૃ.૭.૪૦ ઘટીને રૃ.૩૩૪.૮૫, ટાટા સ્ટીલ રૃ.૬.૪૫ ઘટીને રૃ.૪૪૭.૯૦, હિન્દુસ્તાન ઝિંક રૃ.૧૨૯ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્ષ ૮૫.૨૨ પોેઈન્ટ ઘટીને ૧૧૪૩૦.૧૩ રહ્યો હતો.
ક્રુડના ભાવ ઘટીને ૧૨૫ ડોલરઃ 'સેસ'નો બોજ વધતા ઓઈલ શેરોમાં વેચવાલીઃ એચપીસીએલ, રિલાયન્સ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ નાયમેક્ષ ક્રુડના ૪૦ સેન્ટ ઘટીને ૧૦૬.૬૬ ડોલર અને બેન્ટ ક્રુડના ૧.૩૯ ડોલર ઘટીને ૧૨૫ ડોલર રહ્યા સાથે ઓઈલ ઉત્પાદન કંપનીઓ પર બજેટમાં 'સેસ'નો બોજ ટનદીઠ રૃ.૨૫૦૦થી વધારીને રૃ.૪૫૦૦ કરવામાં આવતા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના કેજી-ડી૬ બ્લોકમાં ૬ કૂવાઓમાં પાણીના વધેલા દબાણે ઉત્પાદન બંધ કરતા ઉત્પાદન ઘટીને દૈનીક ૨૮૦ લાખ સ્ટાન્ડર્ડ કયુબીક મીટર સૌથી નીચા તળીયે પહોંચતા શેરમાં વેચવાલીએ રૃ.૧૭.૦૫ ઘટીને રૃ.૭૫૪.૯૦ રહ્યો હતો. એચપીસીએલ રૃ.૭.૭૦ ઘટીને રૃ.૨૯૦.૭૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૃ.૪.૦૫ ઘટીને રૃ.૨૬૮.૯૦ રહ્યા હતા.
બજેટના બે દિવસમાં એફઆઈઆઈની કેશમાં રૃ.૧૦૫૦ કરોડના શેરોની ખરીદી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- સોમવારે કેશ સેગ્મેન્ટમાં વધુ રૃ.૧૬૦.૮૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૨૩૮૭.૬૧ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૨૨૨૬.૭૪ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૨૯૫.૯૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૧૧૧૧.૫૧ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૪૦૭.૪૯ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
શેરોમાં વ્યાપક વેચવાલીઃ ૨૨૪ શેરોમાં મંદીની સર્કિટઃ ૧૮૬૮ શેરો ઘટયા
'એ' ગુ્રપ સાથે 'બી' ગુ્રપ, સ્મોલ- મિડ કેપ શેરોમાં પણ બજેટની નિરસતાએ વ્યાપક વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૭૨ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૮ અને વધનારની ૧૦૦૪ રહી હતી. ૨૨૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved