Last Update : 20-March-2012, Tuesday
 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

* બુધવાર ૧૪ માર્ચથી મંગળવાર ૨૦મી માર્ચ સુધી *

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજીપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરુઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ.લ.ઈ.) ઃ Two of cups - ટુ ઓફ કપ્સનું કાર્ડ વિદેશ જવા ઇચ્છતી કાર્યવાહી કરી રહેલાઓ માટે સરળતાથી સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. નવી ચીજવસ્તુઓની ખરીદી અંગે ખર્ચાઓ થશે. તમારા શુભ ભાગ્ય પરિવર્તનનો સમય ચાલી રહ્યો હોવાથી વર્તમાન સમય દરમ્યાન મળતી તકનો લાભ લેવો હિતાવહ જણાવી શકાય. તા.૧૭, ૧૮, ૧૯, ૨૦ શુભ.

વૃષભ (બ. વ. ઉ.) ઃ The Hangedman - ધ હેંગમેનનું કાર્ડ નવા કાર્યોની શરુઆત હાલ પૂરતું ન કરવા સૂચવી જાય છે અને દૈનિક રોજીંદા કાર્યોમાં પૂરતું ધ્યાન આપવું લાભકર્તા નીવડશે. વધુ પડતી દોડાદોડી સ્વઆરોગ્ય અંગે પ્રતિકૂળતા સર્જશે. કોર્ટ- કચેરી અંગેના કાર્યોમાં બેદરકાર ન રહેવું તા. ૧૪, ૨૦ શુભ.

મિથુન (ક. છ. ઘ.) ઃ Judgement -જજમેન્ટનું કાર્ડ સંતાનોના વિવાહ- લગ્ન અંગે કોઈ નિર્ણય લઈ રહ્યા હો તો ઉતાવળા ન બનવા સૂચવી જાય છે. તમારા જીવનસાથી સાથે નોંધપાત્ર બાબતોની ચર્ચા-વિચારણા કરવી લાભદાયક નીવડશે અને તેમની સલાહ-સૂચનાઓનો અમલ ફાયદારૃપ સાબિત થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે તા. ૧૪, ૧૫, ૧૬ શુભ.

કર્ક (ડ. હ.) ઃ The Chariot - ધ શેરીઓટનું કાર્ડ તમારા માન- સન્માનમાં વધારો થવાનું સૂચવી જાય છે. કૌટુંબિક કાર્યોમાં યશ મળશે. નોકરી- વ્યવસાય ક્ષેત્રે લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. સંતાનોની કારકિર્દી અંગે અગત્યના નિર્ણય લઈ શકશો. ટૂંકી મુસાફરી થશે શુભ સમાચાર પ્રાપ્ત થશે તા. ૧૫, ૧૬, ૧૭, ૧૮ શુભ.

સિંહ (મ. ટ.) ઃ The Sun - ધ સનનું કાર્ડ તમારા સંતાનોના પ્રશ્નોમાં કોઈ અવરોધ ઉદ્ભવેલ હોય તો તે દૂર થઈ શકવાનું સૂચવી જાય છે. સહકુટુંબ ટૂંકી યાત્રા થશે. દૂર વસતા સ્નેહીજનો સાથે મુલાકાત થશે તથા કુટુંબમાં વિદેશ પ્રવાસ અંગે તૈયારી કરી રહેલાઓને સફળતા મળશે. તા. ૧૭, ૧૮, ૧૯, ૨૦ શુભ.

કન્યા (પ. ઠ. ણ.) ઃ The Death - ધ ડેથનું કાર્ડ કુટુંબમાં વડીલ વ્યક્તિઓના આરોગ્ય અંગે સામાન્ય તકલીફ ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે. નાણાંકીય બાબતોમાં એકાદ કસોટી આવશે. મિત્રો અને સ્વજનો સાથેના સંબંધોમાં મતભેદ ના સર્જાય તે અંગે સાવધાની રાખવી. અચાનક સ્થાન પરિવર્તન માટે નિર્ણય લઈ શકશો. તા. ૧૪, ૨૦ શુભ.

તુલા (ર. ત.) ઃ The Devil - ધ ડેવિલનું કાર્ડ તમારા આરોગ્ય અંગે સાવધાની રાખવા અન કોઈ નાની મોટી તકલીફ ઉદ્ભવે તો બેદરકાર ન રહેવા સૂચવી જાય છે. નવા દસ્તાવેજો પર સહી સિક્કા કરવા ઉતાવળા ન બનવું. જીવનસાથી સાથે મતભેદ ઉદ્ભવેલ હોય તો સમાધાનકારી વલણ અપનાવવું લાભદાયી નીવડશે. મિત્રો સહાયક બનશે તા. ૧૫, ૧૬ શુભ.

વૃશ્ચિક (ન. ય.) ઃ Seven of Wands - સેવન ઓફ વોન્ડ્સનું કાર્ડ કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી થઈ શકવાનું સૂચવી જાય છે. આવકમાં વધારો થશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓને પ્રમોશન મળશે. નવા કાર્યોની શરુઆત સફળતાપૂર્વક થઈ શકશે. સંતાનોનો સહકાર મેળવી શકશો. તા. ૧૪, ૧૭, ૧૮, ૧૯ શુભ.

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ Ten of Wands - ટેન ઓફ વોન્ડ્સનું કાર્ડ સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. મિત્રો અને વડીલ વ્યક્તિઓનો સહકાર તમારા માટે ખૂબ જ લાભદાયક નીવડશે. સ્થાવર મિલ્કત જેવી બાબતો માટે કોર્ટ- કચેરી સંબંધિત કાર્યવાહી થઈ હોય તો તેનો સુખદ ઉકેલ આવશે. એકાદ કાર્યમાં તમે યશ પ્રાપ્ત કરી શકશો. તા. ૧૫, ૧૬, ૨૦ શુભ.

મકર (ખ. જ.) ઃ Page of wands - પેજ ઓફ વોન્ડસનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો કરે તેવા સમાચાર પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારી પ્રિય વ્યક્તિ સાથેની મુલાકાત યાદગાર બની રહેશે. અવિવાહિત હોય તેઓ વિવાહ લગ્ન અંગે નિર્ણય લઈ શકશો. નાણાંકીય મુશ્કેલીઓ હળવી બનશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર પ્રાપ્ત થશે તા. ૧૪, ૧૭, ૧૮, ૧૯ શુભ.

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ Four of Cups - ફોર ઓફ કપ્સનું કાર્ડ તમારામાં કોઈ કારણસર હતાશા ઉદ્ભવેલી હશે તો તે દૂર થઈ શકવાનું સૂચવી જાય છે તથા કૌટુંબિક કારણોસર ચિંતા અનુભવી રહ્યા હશો તેનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત થશે. તમારા આનંદ ઉત્સાહને વધારે તેવી ઘટના બનશે અને કુટુંબમાં એકાદ શુભ પ્રસંગના આયોજન અંગે નિર્ણય લઈ શકશો. તા. ૧૪, ૧૫, ૧૬, ૨૦ શુભ.

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Star ધ સ્ટારનું કાર્ડ હાલ પૂરતું કોઈ તકલીફ ઉદ્ભવેલી હોય તો તેનો યોગ્ય ઉકેલ આવવાનું સૂચવી જાય છે અને તમે યશ મેળવી શકો તેવી ઘટના બનશે. સહકુટુંબ પ્રવાસ- મુસાફરી થશે. તમારા વ્યવસાય ક્ષેત્રે લાભદાયક ફેરફારો ઉદ્ભવશે તથા નોકરિયાત વર્ગની વ્યક્તિઓને કોઈ અવરોધ સર્જાયેલો હોય તો તે દૂર થઈ શકશે તા. ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, શુભ.

- ઇન્દ્રમંત્રી

 

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાંગ્લાદેશ દ્વારા ત્રિપુરાના મુખ્યમંત્રીના સન્માનનો વિવાદાસ્પદ નિર્ણય
કેન્દ્ર સરકારમાં સપા જોડાવાની શક્યતાને મુલાયમે નકારી
રાજ્ય સરકાર વેટ જતો કરશે તો ગોવામાં પેટ્રોલ ૧૧ રૃા. સસ્તું
કાશ્મીરમાં યુધ્ધવિરામનો ભંગ કરીને પાકનો બેફામ ગોળીબાર
વીજળીના વાયરોની ખામીઓ હવે અદ્યતન રોબો શોધશે
સની દેઓલ પહેલી જ વાર ફિલ્મમાં 'ડબલ રોલ'માં દેખાશે
વિદ્યા બાલન સાથે કામ કરવાની આમિરની ઇચ્છા
રણબીર કપૂર અને દીપિકા પદુકોણ પાર્ટીમાં સાથે આવ્યા અને સાથે જ ગયા
નિર્માતા નિતીન મનમોહન તેમની મલ્ટિસ્ટાર ફિલ્મ 'દસ'ની સિકવલ બનાવવાની તૈયારીમાં
અક્ષય કુમારે હવે ક્લિન અપ માર્શલની જવાબદારી સંભાળી
કેનેડા સરકાર ફિલ્મ સર્જક દીપા મહેતાને સર્વોચ્ચ નાગરિકી એવોર્ડથી સન્માનિત કરશે
આમિર ખાન સાથેની કેટરિના કૈફની ફિલ્મનું શૂટિંગ એક મહિના માટે લંબાયું
આદિત્ય ચોપરા, કરણ જોહર અને યુ.ટી.વી.ને 'કહાની'ની વાર્તા પસંદ પડી નહોતી
ધર્મા પ્રોડકશન પ્રથમવાર એક મહિલા દિગ્દર્શકની ફિલ્મનું નિર્માણ કરશે
પાંચ વર્ષ પછી શાહરૃખ ખાન અને ફારાહ ખાન સાથે કામ કરશે
રાષ્ટ્રપાલને નવી એફિડેવિટ કરવી પડી અને દોડધામ મચી
હિસ્ટ્રીશીટર ચંદ્રશેખરની પોલીસ સ્ટેશન પાસે હત્યા
ધો. ૧૨ની વિદ્યાર્થિની નાની બહેન સાથે ગુમ થઈ ને સુરતથી મળી
વિસનગરના પાંચ વર્ષીય 'ભોલુ'ની કરપીણ હત્યા
કુટણખાનું બંધ કરાવવાના મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બજેટની નિરાશામાં બે દિવસમાં સેન્સેક્ષ ૪૦૩ પોઈન્ટ તૂટયોઃ રીયાલ્ટી, બેંક, પાવર શેરોમાં ગાબડાં
બજેટથી નારાજ ઝવેરીઓએ સતત ત્રીજા દિવસે વેપારો બંધ રાખી રોષ દર્શાવ્યો
વીમા ક્ષેત્રે એફડીઆઈ વધારવા સંબંધિત દરખાસ્તમાં સરકાર કદાચ પીછેહઠ કરશે
૬ વર્ષથી જુના ટેકસ કેસને રિઓપન કરી શકવાની કોઈ જોગવાઈ નથીઃ નાણાંપ્રધાન
તાતા મોટર્સ દ્વારા વાહનોની કિંમતમાં રૃપિયા ૩૫ હજાર સુધીનો વધારો
આજે શ્રીલંકા બાંગ્લાદેશને હરાવે તો જ ભારત ફાઇનલમાં પ્રવેશે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને છ વર્ષ બાદ વન-ડેમાં પરાજય આપ્યો
રમતની દુનિયાના આ વર્લ્ડ રેકોર્ડ તૂટે તેમ લાગતું નથી
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ૬૪ રનથી વિજય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફૈટી ફૂડથી આક્રમકતામાં વધારો થાય છે
સંસ્કૃતિ અને સેહતનો સાથી પાન
 

Gujarat Samachar Plus

હેરિટેજનું રિસ્ટોરેશન કે શાળાનું ડિસ્ટ્રક્શન?
અમદાવાદ યુનિ.માં હેરિટેજ કોર્સનું કમઠાણ
સચિનની સો સદીઓની પ્રત્યેક ક્ષણોનું સરવૈયું
એલ.ડી એન્જિ દ્વારા ૧૮ અર્થ ક્વેક રેઝિસ્ટન્સ લેબ
ચોગ્ગા-છગ્ગાની રમઝટને વઘુ ૧૫ લાખ ક્રિકેટ ક્રેઝી માણશે
મઘ્યમ વયની મહિલાઓના હૃદય નબળા બની રહ્યા છે
ડોર નોબ્સનો મિડાઈવલ લુક હવે ગુજરાતમાં પણ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved