Last Update : 16-March-2012,Friday
 

દ્રવિડની ઓલ્ટરનેટિવ કરિયર્સ!

 

રાહુલ દ્રવિડ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો. વન-ડે અને ટ્‌વેન્ટી-૨૦માંથી તો એ બિચારો નિવૃત્ત થાય એ પહેલાં જ એને આઘો કરીને નવરો કરી મુકશે!
ટુંકમાં, હવે દ્રવિડે એની નવી કારકિર્દી વિશે વિચારવાનો સમય આવી ગયો છે! દ્રવિડને અમારાં કેટલાંક સૂચનો...
***
અમારા હિસાબે રાહુલ દ્રવિડે ફિલ્મોમાં ટ્રાય કરવો જોઈએ!
તમે કહેશો કે યાર, દ્રવિડને એક્ટીંગ ક્યાં આવડે છે? બિચારાના ચહેરા પર કોઈ એક્સપ્રેશન જ નથી આવતા તો ફિલ્મોમાં શી રીતે ચાલે?
તો અમારું કહેવું એમ છે કે જ્યાં અર્જુન રામપાલ, તુષાર કપુર અને સુનીલ શેટ્ટી જેવા ‘વુડન ફેસ’ ચાલી ગયા ત્યાં આ કેમ ના ચાલે?
***
અમે તો કહીએ છીએ કે રાહુલ દ્રવિડને ઇન્ડિયાના પોલિટિક્સમાં એકદમ ઊંચામાં ઊંચી પોસ્ટ પર બેસાડી દેવો જોઈએ!
તમે કહેશો કે બોસ, દ્રવિડ પોલિટીક્સમાં ક્યાંથી ચાલે? એના મોંમાંથી મગ પણ નથી નીકળતા, એ પોતાનું કહ્યું કરાવી શકે એમ નથી અને એનું કહ્યું પણ કોઈ માનવાનું નથી... તો ઊંચામાં ઊંચી પોસ્ટ પર દ્રવિડ ફ્‌લૉપ ના જાય?
તો અમારું કહેવું એટલું છે કે પેલા મનમોહન સંિહને જોઈ લ્યો! જો એ ટકી ગયા તો દ્રવિડ ના ટકે?
***
અમારું એક પ્રેક્ટીકલ સજેશન પણ છે. રાહુલને ઈન્ડિયન હોકી ટીમનો ગોલકીપર બનાવો!
- કારણ કે એને દરેક બોલને ‘સ્ટોપ’ કરવાની આદત છે!
***
જો કે દ્રવિડને ફૂટબોલનો ગોલકીપર હરગિઝ ના બનાવાય!
- કારણ કે એને બહાર જતા બોલ ‘છોડી દેવાની’ ટેવ છે!
***
અચ્છા સારું યાદ આવ્યું. દિવેલ, દિવેલિયા, એરંડા અને એરંડીયુ તેલ વેચવાના ધંધામાં પડેલા વેપારીઓના એક એસોસિએશનના પી.આર.ઓ.ની જગા ખાલી છે!
- રાહુલ માટે આ પરફેક્ટ ચોઈસ છે કારણકે એનું ડાચું હંમેશાં દિવેલ પીધેલું હોય એવું જ લાગે છે!
***
ચલો, મજાક છોડો. સિરીયસલી, અમને લાગે છે કે એકતા કપૂરે રાહુલ દ્રવિડ જોડે ૧૫-૨૦ વરસનો કોન્ટ્રાક્ટ કરી લેવો જોઈએ!
- કારણકે યાદદાસ્ત ગુમાવી ચૂકેલા પાત્રોમાં દ્રવિડનો ફેસ એકદમ બંધબેસતો લાગશે!

- મન્નુ શેખચલ્લી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved