Last Update : 16-March-2012,Friday
 
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ

- જહાંગીરે અમદાવાદને ગડદાબાદ કહ્યું હતું પરંતુ આ શહેરની કેટલીક એવી ગલીઓ જે આંખને અને નાકને વઘુ અનુકૂળ આવે તેવી છે.શહેરની દરેક પોળ અને ગલીઓમાં આંખો ભરાઈ જાય તેવી જીવંત કલાઓ દબાઈને પડી છે.

અમદાવાદના ગાંઘીરોડ પર કે જ્યાં નવી અને જૂની પુસ્તકોનું વેચાણ થાય છે. ત્યાંથી જો ભૂલે ચૂકે પણ પસાર થઇ તો કેટલાંક યુવકો પાસે આવી જશે અને કહેવા લાગશે, ‘બોલો સાહેબ કઇ પુસ્તકો લેવાની છે?’ જો તમારી સાથે તમારો નાનો ભાઇ કે અન્ય કોઇ વ્યક્તિ કે જે તમારાથી નાની વ્યક્તિ હોય તો એ યુવક એવુ કહેશે કે, ‘તમારા દિકરા માટે કયા ઘોરણની પુસ્તક લેવાની છે?’ ભલે પછી ગાંઘીરોડ હોય કે પછી માણેકચોક, રતનપોળ, પાંચકુવા, બિસ્કીટ ગલી, કંસારાની પોળ વગેરે કે જે ગલીઓ આજે પણ તેઓની વસ્તુના વેચાણ કે પછી ત્યાં ઉત્પાદિત થતી કોઇ ખાસ ચીજવસ્તુની ખુશબુથી આજે પણ પ્રખ્યાત છે. આવી ગલીઓને આંખે જોવી અને નાકે સૂંઘવી આજે પણ ગમે છે.

 

- ગાંઘીરોડ

 

ગાંઘીરોડ પર જઇએ તો પુસ્તક બઝાર સિવાય આર્યુવેદિક દવાઓની દુકાન, ચશ્માની દુકાનો, ઇલેક્ટ્રીકલ્સની દુકાનો અને છેલ્લે પાંચકુવા પાસે સાયકલ બજાર અને તાડપત્રીનું બઝાર. અહીંની તમામ વસ્તુઓ આજે પણ આંખે જોવાની મજા કંઇ ઓર છે. આજે પણ આ ચીજવસ્તુઓ ખરીદવા માટે મોટાભાગે લોકો આ જગ્યા પસંદ કરે છે. આ રોડ પરથી પસાર થઇ એ તો આ તમામ ચીજવસ્તુઓ આંખે ઉડીને ચોટે એવી છે. પાંચકુવા પાસે તો ચોમાસા દરમિયાન તાડપત્રી બજાર ઉભરતુ હોય છે. ત્યારે એની બાજુમાં આવેલું સાયકલ બજાર કે જ્યાંથી પસાર થતા એકવાર તો નજર ત્યાં જઇ જ ચડે.

- માણેકચોક

 

માણેકચોક ફક્ત ખાણીપીણાના બઝાર તરીકે જ જાણીતુ નથી. અહીં અંગ્રેજોના સમયનું શેરબજાર પણ હતું. ઉપરાંત માણેકચોકની સોનીઓની દુકાનો અને વાસણ બજાર પણ જાણીતુ છે. વાસણબજારમાંથી પસાર થઇએ તો ગલીની બંને બાજુએ તપેલી, ડોલ, કડછી, ચમચીઓ અને અન્ય વાસણો લટકતા જોવા મળે કે પછી આ વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જતા દ્રશ્ય ચોક્કસ જોવા મળે. કોઇ પણ પ્રકારના વાસણોની ખરીદી કરવા માટે લોકો આ જગ્યા વઘુ પસંદ કરે છે. આખો દિવસ ઘમઘમતુ આ માણેકચોકનું બજાર રાત્રિના સમયે ખાણીપીણીના બજારમાં ફેરવાઇ જાય છે. ત્યાંથી પસાર થઇ તો લસણવાળી ભાજીપાઉની સુંગઘ ખાવા માટે તત્પર કરે છે.

 

- રતનપોળ

 

ગાંઘીરોડ પર જ આવેલી રતનપોળ કે જે સાડીઓની ખરીદી માટે ઉત્તમ સ્થળ ગણાય છે. નાની ગલીની બંને બાજુએ રંગબેરંગી આકર્ષક સાડીઓ ટીંગાળેલી હોય છે. જે ઉડીને આંખે વળગે એવુ છે. અહીં નવવઘુ અને દુલ્હાનું કલેક્શન પણ ઉપલબ્ઘ છે. આ ગલી પણ આંખે જોવી ગમે એવી છે.

 

- કંસારાની પોળ

 

કંસારાની પોળ તાંબા પિત્તળના વાસણોના ઉત્પાદન માટે જાણીતી છે. અહીં અવનવા તાંબા પિત્તળના વાસણો બને છે. અહીંથી પસાર થઇ તો આપણને તાંબા પિત્તળના વાસણોને ઘાટ આપતા કારીગરો અને તેને ટીપતા સમયે ટક...ટક... એવો અવાજ સાંભળવા ચોક્કસ ગમે.

 

- મૂર્હતની પોળ


આસ્ટોડીયા ચકલા પાસે મુખ્ય રોડ પર આવેલી મૂર્હતપોળ આજે પણ કડા માટે જાણીતુ છે. અહીં વિવિઘ આકારના હાથમાં પહેરવાના કડાનું ઉત્પાદન થાય છે. વિવિઘ આકાર અને ડિઝાઇના કડા અહી બનતા હોય ત્યારે તેને ટીપવાના અવાજ પણ કાને ચોક્કસ પડે છે.

 

- બિસ્કીટગલી

 

રિલીફરોડ પર આવેલી બિસ્કીટગલીમાં ઘરવખરીની ચીજવસ્તુઓ જેવી કે લોખંડના પલંગ, તિજોરીઓ, નટ, બોલ્ટ, હાર્ડવેરની ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. જો કે, આ ગલી બિસ્કીટ ગલી તરીકે જાણીતી છે પણ અહીં લોખંડની ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. આ ગલીમાંથી પસાર થતાં બાજુમાં ફૂટવેરની દુકાનો પણ છે.

 

- અગરબત્તી ગલી

 

બાપુનગરના છેલ્લા બસસ્ટેન્ડ પાસે એક ગલી છે. જે અગરબત્તી ગલી તરીકે ઓળખાય છે. જ્યાં બહેનો અગરબત્તીઓ બનાવતી જોવા મળે છે. બસ થોડી જ ક્ષણોમાં બહેનો પોતાના હાથે એક પાટલા ઉપર અગરબત્તીના ભીના પાવડરમાંથી અગરબત્તી બનાવે છે. અહીંથી પસાર થતાં અગરબત્તીની સુગંઘ આવતી હોય છે. જે સુંગઘ નાકને પણ સૂંઘવી ગમે છે. જો કે, શહેરમાં વાસ મારતી ગંઘાતી ગલીઓ પણ છે. પરંતુ તેનો નામોલ્લેખ નહીં કરવામાં જ મજા છે. આ લેખ વાંચીને બાદશાહ જહાંગીરની જેમ તમે ગંઘાતી ગલીઓનું જાણે અજાણ્યે રટણ કર્યુ જ હશે.માટે જ નો... ઉલ્લેખ.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોના ને ચાંદીની આયાત પર નિયંત્રણ આવવાની સંભાવના
ઇમ્પેક્ટ ફીનું ગુજરાતી ફોર્મ આવી જતાં મ્યુનિ.માં ૧૯મીથી એકબારી પ્રથા
ત્રણ વર્ષથી નાના બાળકોને નર્સરી પ્લેગુ્રપમાં ભણાવવા સામે PIL
ઇશરત કેસમાં કેન્દ્ર સરકારની બિનશરતી માફી હાઇકોર્ટે સ્વીકારી
મેડિકલ કોલેજોના ૨૭૦૦ પ્રોફેસરની ૨૨મીથી હડતાળ
એરપોર્ટ પર ઉંચી યુઝર ડેવલપમેન્ટ ફીની સમીક્ષાની જરૃર ઃ IATA
ચીનની બૂરી નિયત સામે સાવધ રહેવા મલિકનો અનુરોધ
શિખ રમખાણોના મામલામાં સોમવારે આખરી દલીલો
સેન્સેક્સ ૨૪૩ પોઇન્ટ તૂટયો રૃપિયો પણ ૪૭ પૈસા તૂટી ૫૦.૩૯
ગરીબ ગણાતા ઓરિસ્સા રાજ્યના પટ્ટાવાળા પાસે ૭૦ લાખની સંપત્તિ!
સાઉથ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની ૧૩૩ રનના સ્કોરે પાંચ વિકેટ પડી
ઇન્ડિયન વેલ્સઃ યોકોવિચ, નડાલ અને ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં
આગામી વર્ષે રૃા. ૩૦,૦૦૦ કરોડના લક્ષ્યાંક તરફ સંકેત
રેલ્વે બજેટની રજૂઆત પછી રેલ શેરો ખડી પડયા
૨૦૧૩માં પણ ભારતીય બેન્કોનું ભાવિ ધૂંધળું ઃએસએન્ડપી
બોલીવૂડમાં નંબરવન નિર્માતા બનવા યુવા પેઢી વચ્ચે તીવ્ર હરીફાઇ
ચોકલેટ બોય ઇમરાન ખાન દાઉદની ભૂમિકા ભજવશે
તેલુગુ હિટ ફિલ્મ 'માગાધીરા'ની હિંદી રિમેકનું સુકાન અભિષેક કપૂર સંભાળે એવી શક્યતા
રણવીર સિંહની પીઠમાં ઇજા થતાં બે અઠવાડિયાના આરામની સલાહ
દિગ્દર્શક અપૂર્વ લાખિયા સુપરહિટ ફિલ્મ 'ઝંજીર'ની રિમેક બનાવશે
ફુગાવાના જોખમે ગર્વનર ડી. સુબ્બારાવનો પ્રણવદાના આકરાં બજેટનો સંકેત
આજે રજૂ થનારા બજેટમાં રિફાઈન્ડ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી વધવાની શક્યતા
રૃપિયાની વધઘટને રોકવા આક્રમક પગલાં લેવાનું જરૃરી
સોના-ચાંદીમાં આજે રજૂ થનારા બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી ફરી વધવાની શક્યતા
અમેરિકામાં ૧૯માંથી ૧૫ બેકો ફેડનાં સ્ટ્રેસ ટેસ્ટમાં પાસ થઈ
આજે ભારત બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવવા મક્કમ
એશિયા કપઃશ્રીલંકા સામેના વિજય સાથે પાકિસ્તાન ફાઇનલમાં પ્રવેશ્યું
સેેહવાગ અને ધોની વચ્ચે હવે સમાધાન થઇ ગયું છે ઃ ગાંગુલી
કૃપાશંકર સિંહના પરિવારની મિલકત જપ્ત ન કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ
બચ્ચન પરિવારે અભિષેક-ઐશ્વર્યાની પુત્રીનું નામ આરાધ્યા રાખ્યું
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved