Last Update : 16-March-2012,Friday
 
દિલ્હીની વાત
 

કોંગ્રેસે ખેલ પાડયો, તૃણમૂલ સ્તબ્ધ
રેલવે બજેટમાં પ્રવાસીભાડાથી ઉભા થયેલા ડખામાં રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદી રાજકીય પ્યાદું બની ગયા હતા. તૃણમૂલ કોંગ્રેસે મારેલા રાજકીય દમ સામે કોંગ્રેસે પણ ખેલ પાડયો હતો. દિનેશ ત્રિવેદીને તોડીને કોંગ્રેસ તૃણમૂલમાં પણ ભંગાણ પડાવી શકે છે એવો સીધો સંકેત કોંગ્રેસે આપી દીધો હતો. દિનેશ ત્રિવેદીએ મમતા બેનરજીની ઉપરવટ જઈને જ્યારે પ્રવાસી ભાડા વધાર્યાં ત્યારે તેમને પ્રધાનમંડળ છોડવું પડે એમ હતું. પરંતુ વડાપ્રધાને રાજીનામા અંગે ગલ્લા-તલ્લાં કરીને તૃણણૂલને ફાવવા દીધું નહોતો. કોંગ્રેસ દેશનો સૌથી જુનો રાજકીય પક્ષ છે. તે મમતાના ૧૮ સભ્યોની સંખ્યા સાથેના રાજકીય દમ આગળ ઝુકે એ વાતમાં બહુ માલ નથી.
લખનૌમાં રાજતિલક, દિલ્હીમાં મહાભારત...
લખનૌમાં અખિલેશને રાજતિલક થતું હતું ત્યારે દિલ્હીમાં મહાભારત ખેલાતું હતું. ક્યાંક સરકારને બહુમતી માટે જોઈતા આંકડા સેટ થતા હતા તો ક્યાંક મમતા બેનરજીને શાંત પાડવા ઉપાયો શોધતા હતા. લખનૌના રાજતિલક પર જેમ સૌની નજર હતી એમ દિલ્હીના તખ્તા પર ખેલાતા મહાભારત પર પણ સૌની નજર હતી. પ્રજાનો એવરેજ સૂર એવો હતો કે સરકાર નબળી છે અને પ્રાદેશિક પક્ષો તેનું નાક દબાવે છે. લખનૌમાં રાજાભૈયા જેવા ક્રિમીનલને સમાવીને અખિલેશે આવતા સાથે જ વિવાદ ઉભો કર્યો છે. રાજાભૈયા અપક્ષ તરીકે ચૂંટાયા છે અને તેમની સામે અનેક ક્રિમીનલ કેસો છે.
મુલાયમ સોદાબાજી માટે તૈયાર
આમ પણ મુલાયમસિંહ રાજકીય સોદાગર છે. દિલ્હીમાં ઉભી થયેલી સ્થિતિ તેમના માટે સામે પડેલા પાકા ભોજન સમાન છે. દિલ્હીની પ્રવાહી સ્થિતિનો લાભ લેવા તે તૈયાર છે. કોંગ્રેસે તેમની સાથે સંપર્ક વધારી દીધા છે. યુપીએ કેન્દ્ર સરકારને મુલાયમ બહારથી ટેકો આપી રહ્યા છે પરંતુ આ તડજોડવાળી સ્થિતિમાં તે કેન્દ્રીય પ્રધાનપદુંપણ મેળવવા ઇચ્છે છે. મુલાયમસિંહ યાદવ આ સુવર્ણ સ્થિતિ છે. પુત્ર ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન અને પિતા મુલાયમ કેન્દ્રીય પ્રધાન !!
કોંગ્રેસના ઝોક એસપી તરફ....
દિનેશ ત્રિવેદી અંગેના વિવાદના કારણે કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસના ૧૯ સાંસદોના બદલે સમાજવાદી પાર્ટીના ૨૨ સાંસદો તરફ ફરજીયાત ઢળવું પડે એવી સ્થિતિ છે. એક દિવસ અગાઉ યોજાયેલી ડિનર ડિપ્લોમસીમાં મમતાએ પ્રથમવાર ચૂંટાયેલા સાંસદ રાતન દો નગને મોકલીને વડાપ્રધાનને અપમાનીત કર્યા તેનાથી કોંગ્રેસ નારાજ તો હતી જ, આ ઉપરાંત દિનેશ ત્રિવેદીની જગ્યાએ મમતા તેમના વફાદાર મુકુલ રૉયને મોકલવામાં માગે છે તેમને અને રાજ્યના સીનિયર પ્રધાનને પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલના શપથ સમારોહમાં મોકલ્યા હતા. ત્યારથી સરકાર મમતા સાથે છેડો ફાડવા ઇચ્છતી હતી. પક્ષના વર્તુળો કહે છે કે મમતા સાથે છેડો ફડાય તો ડાબેરી મોરચો ટેકો આપવા તૈયાર છે. બીએસપીના ૨૧ સાંસદો પણ બહારથી ટેકો આપવા તૈયાર છે.
બે મહત્ત્વના મુદ્દા દબાઈ ગયા...
દિનેસ ત્રિવેદીના વિવાદના કારણે બે મહત્ત્વની ઘટનાઓ દબાઈ ગઈ હતી. જેમાં આજે રજૂ થયેલું આર્થિક સર્વેક્ષણ અને આવતીકાલે રજૂ થનાર સામાન્ય બજેટનો સમાવેશ થાય છે.
દિનેશ ત્રિવેદી અને પ્રણવ મુકરજી બંનેનું બંગાળ કનેકશન છે. આ બંને પશ્ચિમ બંગાળના સાંસદો છે. મમતા કડક છે તેમની તલવાર ગમે ત્યારે દિનેશની પોસ્ટ પર પડશે. બીજી તરફ બંને ગૃહમાં દિનેશ ત્રિવેદીના વિવાદનો લાભ વિરોધપક્ષોએ ઉઠાવ્યો હતો. મમતાએ દિનેશ ત્રિવેદીને પ્રધાન પદેથી કાઢવા અંગે લખેલા પત્ર પર વડાપ્રધાનને કોઈ પગલા લીધા નથી એમ પ્રણવ મુકરજીએ જણાવ્યું હતું. ટીએમસીના નેતા સુદીપ બંદોપાધ્યાએ તેમના પક્ષે ત્રિવેદીનું રાજીનામું આપવા કહ્યું નથી. દિનેશ ત્રિવેદી કહે છે કે મને વડાપ્રધાન કે મારા પક્ષના પ્રમુખ કહેશે તો રાજીનામું આપી દઈશ. જોકે મમતાએ તો પત્રમાં દિનેશ ત્રિવેદીને કાઢીને મુકુલ રૉયને મુકવા કહ્યું છે !!
મામલો રેલવે બજેટની ચર્ચા પર શીફ્ટ
સંસદની કાર્યવાહી પર નજર રાખનારાઓએ જણાવ્યું હતું કે, આવું પ્રથમવાર થયું છે કે જ્યારે બજેટ રજૂ કર્યાના દિવસે જ તે પ્રધાનને વેતરી નખાયા હોય !! દિનેશ ત્રિવેદીએ રજૂ કરેલા રેલવે બજેટમાં કટ મોશન કેવી રીતે લાવવું તે સામે પણ એક પ્રશ્નાર્થ બન્યો છે. હવે ટીએમસી અને કોંગ્રેસ વચ્ચેનું જોડાણ સોમવારે સ્પષ્ટ થશે કે જ્યારે રેલવે બજેટ પર ચર્ચા ચાલશે. રેલવે પ્રધાન બજેટ પરની ચર્ચા પર હાજર હશે તો જ રોલ બેક પણ શક્ય બનશે !!
બીજી તરફ વિવાદ તો એ પણ છે કે દિનેશ ત્રિવેદીના સ્થાને મમતાએ મુકુલ રૉયની પસંદગી કરી છે તે અંગે કોંગ્રેસ નારાજ છે. દિનેશ ત્રિવેદી રેલવે પ્રધાન તરીકે મુકાયા તે પહેલાં મમતાએ મુકુલ રૉયનું નામ મુક્યું હતું જે અંગે વડાપ્રધાને ના પાડી હતી.
દાદા, દીદી અને દિનેશ....
દિનેશ ત્રિવેદી અંગેના વિવાદની અસર દાદા પ્રણવ મુકરજી પર પડી છે. દિનેશ ત્રિવેદીએ એમ કહ્યું કે મમતાને કોઈ નિસ્બત નથી !! તેમણે તો પોતાની જાતને શહીદ ભગતસિંહ તરીકે ઓળખાવી હતી. આવી વાતો પ્રશ્ન ઉઠાવે છે કે શું પ્રણવ દા સોનિયા ગાંધીના ઉપરવટ જઈ શકે ?! શું સુધારણાના પગલાં તે સીધા ભરી શકે ખરા ?! આમ ઉદારમતવાદી પગલાં પણ તે એકલા હાથે લઈ શકતા નથી. દાદા જો પક્ષ પ્રમુખને પૂછ્યા વિના આગળ ના વધે તો પછી દીદીને પૂછ્યા વિના દિનેશ ત્રિવેદી કેવી રીતે આગળ વધી શકે ?? પ્રશ્નમાં દમ છે...
- ઇન્દર સાહની

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved