Last Update : 16-March-2012,Friday
 
 

બાંગ્લાદેશનો પડકારઃ અમે તેંડુલકરની ૧૦૦મી સદી નહિં થવા દઇએ
આજે ભારત બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવવા મક્કમ

 

બપોરે ૧.૩૦થી મેચ શરૃ થશે ઃ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમા પ્રથમ વિજયની તલાશ

મીરપુર,તા.૧૫
ભારત આજે બાંગ્લાદેશને હરાવીને એશિયા કપની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવાના ઇરાદા સાથે રમવા ઉતરશે
ભારત આવતીકાલે બાંગ્લાદેશનેહરાવીને એશિયા કપમાં જીતના સિલસિલાને આગળ ધપાવવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. શ્રીલંકા સામેના વિજય બાદ ભારત જો આવતીકાલે પણ જીતશે તો તે ફાઇનલમાં લગભગ નિશ્ચિત બની જશે. બાંગ્લાદેશ જેવી નબળી ગણાતી ટીમ સામે તેંડુલકરને ૧૦૦મી સદીની સિધ્ધિ પૂરી કરવાની ગોલ્ડન તક હોવાનું મનાય છે. બાંગ્લાદેશને પાકિસ્તાન સામે પરાજય સહન કરવો પડયો છે, હવે ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખવા માટે આજે તેમને જીતવું જ પડે તેમ છે. આવતીકાલે બપોરે ૧.૩૦ વાગ્યાથી મેચ શરૃ થશે.
ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય જંગમાં કંગાળ દેખાવની હતાશા ખંખેરતા ભારતે એશિયા કપની પ્રથમ મેચમાં શ્રીલંકાને ૫૦ રનથી કચડી નાંખ્યું હતુ. બાંગ્લાદેશની બેટ્સમેન ફ્રેન્ડલી પીચ પર ગંભીર અને કોહલીએ સદીઓ ફટકારી હતી. જો કે તેંડલકર ફૂલટોસ બોલ પર કેચ આઉટ થયો હતો. કેપ્ટન ધોનીએ પણ ઊપયોગી બેટિંગ કરી હતી.૩૮ વર્ષીય તેંડુલકરે એક પણ સદી વિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષ પુરૃ કરી દીધું છે. ક્રિકેટ જગતમાં મોટાભાગના રેકોર્ડ પોતાના નામે કરનારા તેંડુલકર માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની ૧૦૦મી સદીનો ઇંતેજાર લંબોથતો જાય છે. ક્રિકેટ ચાહકો પણ એક વર્ષથી તેંડુલકરની મહાસિધ્ધિની રાહ જોઇ જોઇને થાક્યા છે.તેંડુલકર આવતીકાલે બાંગ્લાદેશ જેવી નબળી ગણાતી ટીમ સામે આ સિધ્ધિ પુરી કરી લેશે તેવી આશા ચાહકો રાખી રહ્યા છે.
રૈનાએ ફોર્મ દર્શાવતી બેટિંગ કરી છે, જેના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં એક પણ મેચ રમી ન શકનારા મનોજ તિવારીનો ઈંતેજાર હજુ લંબાય તેમ લાગી રહ્યું છે.બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ઇરફાન પઠાણનું પુનરાગમન ઉત્સાહજનક રહ્યું હતુ. પ્રવિણ કુમાર અને વિનયની હાજરી પણ ટીમને મજબુત બનાવી રહી છે. જ્યારે સ્પિનર તરીકે અશ્વિનને રાહુલ શર્મા પહેલા તક મળશે તેમ મનાય છે. આવતીકાલની મેચમાં જીતવા માટે ભારત ફેવરિટ મનાય છે પણ બાંગ્લાદેશને ભૂતકાળના રેકોર્ડને આધારે નજરઅંદાજ કરી શકાય તેમ નથી.
યુવા કેપ્ટન રહીમના નેતૃત્વમાં બાંગ્લાદેશે પાકિસ્તાન સામેની મેચમાં જોરદાર લડત આપી હતી. ઓલરાઉન્ડર શાકિબ ઉપરાંત બેટ્સમેન નઝીમુદ્દીન, તમીમ તેમજ ફાસ્ટ બોલર મોર્તઝા ભારત માટે પરેશાની સર્જી શકે છે.
બાંગ્લાદેશના ઓલરાઉન્ડર નાસીર મોહમ્મદે ભારતીય બેટિંગ લાઇનઅપને પડકાર ફેંકતા કહ્યું હતુ કે, અમે તેમને માત્ર ૨૬૫ના સ્કોર સુધી જ સિમિત રાખીશું. અમારા બોલરો અને ફિલ્ડરો શ્રેષ્ઠ દેખાવ કરવા માટે થનગની રહ્યા છે. અમારા માટે આમ કરવું શક્ય છે તેમ હું માનું છું. તેણે તેંડુલકરની ૧૦૦મી સદી અંગે એમ પણ ઊમેર્યું કે, કોઇ પણ બેટ્સમેનને આઉટ કરવા માટે એક સારા બોલની જરૃર હોય છે, પછી તેનો સામનો અન્ય કોઇ કરતું હોય કે તેંડુલકર. અમે વિજયના નિર્ધાર સાથે રમવા ઉતરીશું.
ભારત ઃ ધોની (કેપ્ટન), કોહલી, ગંભીર, તેંડુલકર, તિવારી, રૈના, રોહિત શર્મા, અશ્વિન, ડિન્ડા, જાડેજા, પી.કુમાર, વિ.કુમાર, આઇ.પઠાણ, વાય.પઠાણ, રાહુલ શર્મા.
બાંગ્લાદેશ ઃ રહીમ (કેપ્ટન), રઝાક, એ.હક, ઇ.સની, આઇ.કાયેસ, જે.ઇસ્લામ, મહમુદુલ્લાહ, મોર્તઝા, એન.હોસૈન, નઝીમુદ્દિન, એન.હોસૈન, એસ.ઇસ્લામ, એસ.હોસૈન, શાકિબ, તમીમ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોના ને ચાંદીની આયાત પર નિયંત્રણ આવવાની સંભાવના
ઇમ્પેક્ટ ફીનું ગુજરાતી ફોર્મ આવી જતાં મ્યુનિ.માં ૧૯મીથી એકબારી પ્રથા
ત્રણ વર્ષથી નાના બાળકોને નર્સરી પ્લેગુ્રપમાં ભણાવવા સામે PIL
ઇશરત કેસમાં કેન્દ્ર સરકારની બિનશરતી માફી હાઇકોર્ટે સ્વીકારી
મેડિકલ કોલેજોના ૨૭૦૦ પ્રોફેસરની ૨૨મીથી હડતાળ
એરપોર્ટ પર ઉંચી યુઝર ડેવલપમેન્ટ ફીની સમીક્ષાની જરૃર ઃ IATA
ચીનની બૂરી નિયત સામે સાવધ રહેવા મલિકનો અનુરોધ
શિખ રમખાણોના મામલામાં સોમવારે આખરી દલીલો
સેન્સેક્સ ૨૪૩ પોઇન્ટ તૂટયો રૃપિયો પણ ૪૭ પૈસા તૂટી ૫૦.૩૯
ગરીબ ગણાતા ઓરિસ્સા રાજ્યના પટ્ટાવાળા પાસે ૭૦ લાખની સંપત્તિ!
સાઉથ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની ૧૩૩ રનના સ્કોરે પાંચ વિકેટ પડી
ઇન્ડિયન વેલ્સઃ યોકોવિચ, નડાલ અને ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં
આગામી વર્ષે રૃા. ૩૦,૦૦૦ કરોડના લક્ષ્યાંક તરફ સંકેત
રેલ્વે બજેટની રજૂઆત પછી રેલ શેરો ખડી પડયા
૨૦૧૩માં પણ ભારતીય બેન્કોનું ભાવિ ધૂંધળું ઃએસએન્ડપી
બોલીવૂડમાં નંબરવન નિર્માતા બનવા યુવા પેઢી વચ્ચે તીવ્ર હરીફાઇ
ચોકલેટ બોય ઇમરાન ખાન દાઉદની ભૂમિકા ભજવશે
તેલુગુ હિટ ફિલ્મ 'માગાધીરા'ની હિંદી રિમેકનું સુકાન અભિષેક કપૂર સંભાળે એવી શક્યતા
રણવીર સિંહની પીઠમાં ઇજા થતાં બે અઠવાડિયાના આરામની સલાહ
દિગ્દર્શક અપૂર્વ લાખિયા સુપરહિટ ફિલ્મ 'ઝંજીર'ની રિમેક બનાવશે
ફુગાવાના જોખમે ગર્વનર ડી. સુબ્બારાવનો પ્રણવદાના આકરાં બજેટનો સંકેત
આજે રજૂ થનારા બજેટમાં રિફાઈન્ડ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી વધવાની શક્યતા
રૃપિયાની વધઘટને રોકવા આક્રમક પગલાં લેવાનું જરૃરી
સોના-ચાંદીમાં આજે રજૂ થનારા બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી ફરી વધવાની શક્યતા
અમેરિકામાં ૧૯માંથી ૧૫ બેકો ફેડનાં સ્ટ્રેસ ટેસ્ટમાં પાસ થઈ
આજે ભારત બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવવા મક્કમ
એશિયા કપઃશ્રીલંકા સામેના વિજય સાથે પાકિસ્તાન ફાઇનલમાં પ્રવેશ્યું
સેેહવાગ અને ધોની વચ્ચે હવે સમાધાન થઇ ગયું છે ઃ ગાંગુલી
કૃપાશંકર સિંહના પરિવારની મિલકત જપ્ત ન કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ
બચ્ચન પરિવારે અભિષેક-ઐશ્વર્યાની પુત્રીનું નામ આરાધ્યા રાખ્યું
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved