Last Update : 16-March-2012,Friday
 

રાખી સાવંત ‘સૌ ચુહે માર કે બિલ્લી હજ કો ચલી’ આઈટમ ગર્લને ચીડ ચડે છે ‘ડર્ટી પિક્ચર’ની વિદ્યા બાલન પર

 

બિન્ધાસ્ત, આખાબોલી અને સતત વિવાદોમાં રહેવા નીતનવા ગતકડાં કરતી આઈટમ ગર્લ રાખી સાવંતને ઘણાં દર્શકો નાપસંદ કરતા ંહોવા છતાં તેના કાર્યક્રમો જોવાની લાલચ નથી ટાળી શકતા. લોકો કહે છે કે તેને નૌૈટંકી કર્યા વિના નથી ચાલતું. પણ રાખી કહે છે કે હું નૌટંકી નથી કરતી. હું તો એકદમ ઈમાનદાર અને સરળ યુવતી છું. બાકી જ્યાં સુધી ડ્રામા કરવાની વાત છે ત્યાં સુધી એમ કહી શકાય કે ચર્ચામાં રહેવા બધા લોકો પ્રયાસ કરતાં હોય છે. કોઈક ખુલ્લેઆમ કરે તો કોઈક ચૂપચાપ.
સેન્સર બોેર્ડે ‘લૂટ’ ફિલ્મમાંના તેના ગીત ‘જવાની બેંક લૂટ લે’માંથી ‘ચૂસ લે’ શબ્દો કઢાવી નાખ્યા હતા. રાખીને આ વાત જરાય પસંદ નહોતી પડી. તે કહે છે કે સેન્સર બોર્ડ પક્ષપાત કરે છે. તેમણે ‘દેસી બોય્‌ઝ’ના ગીત ‘ઝખ માર કે’ સામે વાંધો નહોતો લીધો. રાખીના મત મુજબ આ ગીત એકદમ વલ્ગર હતું. તે કહે છે કે મેં તો મારા આઈટમ સોંગમાં સ્તન પ્રદર્શન પણ નહોતું કર્યું. તે વિદ્યા બાલન પ્રત્યેની પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહે છે કે તેણે ‘ડર્ટી પિક્ચર’ ફિલ્મ શા માટે કરી. આ ફિલ્મમાં સ્તન પ્રદર્શન, સેક્સ અને અંગ પ્રદર્શન સિવાય કાંઈ નથી. તેમાં કાંઈ આઈટમ ગર્લના જીવનને રજૂ કરવામાં નથી આવ્યું. હું તો મારા ઘરમાં કોઈ પુરુષને આવવા પણ નથી આપતી. મારા ઘરમાં સર્વત્ર ભગવાનના ફોટા લગાવેલા છે. મને એમ લાગે છે કે થોેડાં પૈસા માટે વિદ્યા બાલને આ ફિલ્મ નહોતી કરવી જોઈતી. હું તો ‘ડર્ટી પિક્ચર’ની સ્ટોરી સાથે જ સહમત નથી થતી.
રાખી પોતાને ‘લેડી અમિતાભ બચ્ચન’ ગણાવે છે. તે કહે છે કે જેમ અમિતાભ બચ્ચન એક જ હોય તેમ રાખી સાવંત પણ એક જ હોય, જો કે તે કબૂલે છે કે અગાઉ તે અંગપ્રદર્શન કરતી હતી. પરંતુ તેણે નગ્ન ફોટા ક્યારેય નથી આપ્યા. હા, હવે તેને કામ મળી રહ્યું હોવાથી હવે તે દેહપ્રદર્શન નથી કરતી. વઘુમાં વઘુ તે હોટ પેન્ટ પર બિકિની જેવું ટોપ પહેરે છે. તે કહે છે કે મારી પાસે પૂરતું બેન્ક બેલેન્સ છે. હું મારી સારસંભાળ સારી રીતે રાખી શકું છું.
રાખીને એક સારી સાસ-બહુની સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવવાની ઈચ્છા છે. તે કહે છે કે જો મને આવો રોલ મળશે તો હું પુરવાર કરી બતાવીશ કે હું સારી વહુ બની શકું છું. તે દાવો કરે છે કે તેણે ‘રાખી કા સ્વયંવર’ કર્યું ત્યાર પછી તેને વિવાહ માટે ઘણાં માગાં આવે છે. તાજેતરમાં લંડનના એક તબીબે માગું નાખ્યું હતું. તે માને છે કે લગ્ન સ્ત્રી-પુરુષના સંબંધોને કાનૂની માન્યતા આપે છે. પતિ-પત્નીએ એકમેક પ્રત્યે વફાદાર રહેવું જોેઈએ. જો તેમના સંબંધમાં સમજદારી, શ્રઘ્ધા અને અનુકૂલન સાધવાની તૈયારી હોય તો તે આજીવન ટકી રહે.
આઈટમ ગર્લને ગાંધી પરિવાર પ્રત્યે ખૂબ આદર છે. તેને રાહુલ ગાંધી બહુ ગમે છે. અને તેની સલામતીની ચંિતા પણ રાખીને ખૂબ સતાવે છે. તે કહે છે કે મારે રાહુલ ગાંધીના બોડીગાર્ડ હોવું જોઈએ.
રાખી કહે છે કે હું પ્રિ-મેરિટલ સેક્સમાં નથી માનતી. વાસ્તવમાં લગ્નથી પહેલા વર-કન્યાના લોહીનુ ંગુ્રપ અને તેના જેવી અન્ય બાબતો તપાસી લેવી જોઈએ. તે કહે છે કે હું વર્ષ ૨૦૧૩ સુધી લગ્ન કરી લઈશ. હવે હું એકલી રહીને કંટાળી ગઈ છું, હું ઈચ્છું છું કોઈક મારી કાળજી લે, મને ફરવા લઈ જાય. મને પૈસા નહીં, પતિનો પ્રેમ જોઈએ છે.
આઈટમ ગર્લને અગાઉ અભિષેક અવસ્થી અને ઈલેશ પરુજણવાલા સાથે સંબંધો હતા. બલ્કે ઈલેશ સાથે તેની સગાઈ પણ થઈ હતી. જો કે આજે તે સંિગલ છે. તે કહે છે કે આજે આ બંનેમાંથી કોઈ મારા જીવનમાં નથી અને હું તેમની પાછળ ભાગતી પણ નથી.
રાખીને કરીના કપૂર, કેટરીના કૈફ, પ્રિયંકા ચોેપરા અને સોનાક્ષી સંિહાના ફિગર બહુ ગમે છે. તેવી જ રીતે તેને સલમાન, શાહરૂખ અને આમીર ખાન ઉપરાંત અભિષેક બચ્ચન પ્રિય છે.ુ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved