Last Update : 16-March-2012,Friday
 

સાહિલ પ્રેમ - અમ્રિત માઘેર પહેલી ફિલ્મમાં સાથે અભિનય કરતાં પ્રેમના તાંતણે બંધાઈ ગયા


હિ ન્દી ફિલ્મોદ્યોગની નવોદિત જોડી છે સાહિલ પ્રેમ-અમ્રિત માઘેરા. બોલીવૂડની સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય ડાન્સ ફિલ્મ ‘સમ ડે’ માં આ કલાકારો જોવા મળશે. આજે ટીવી અને ફિલ્મોનો પ્રચાર-પ્રસાર એટલો વધી ગયો છે કે દર બીજા ઘરે યુવાન - યુવતી કલાકાર બનવાના સપનાં જોતા હોય છે અને માતા-પિતાને તેમના ભવિષ્યની ચંિતા સતાવતી હોય છે. સાહિલ અને અમ્રિતે જ્યારે ફિલ્મોદ્યોગમાં પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પરિવારમાંથી થોડો વિરોધ તો થયો જ હતો.
સાહિલે કહ્યું કે, ‘જ્યારે મેં મારી મમ્મીને કહ્યું કે મારે અભિનયક્ષેત્રે જવું છે તો તે ડઘાઈ ગઈ હતી. ત્યારબાદ તેમણે ફિલ્મોદ્યોગમાં જનારાઓ કેફી દ્રવ્યોના બંધાણી બની જાય છે અને બદલાઈ જાય છે એવો ભય વ્યક્ત કરી મને ફરી વિચાર કરવાનું કહ્યું હતું. જો કે હું મારા નિર્ણય પર અડગ રહ્યો હતો. હજુ આજે પણ તે ગોસિપ વાંચીને મને તે વિશે ડરાવતી જ હોય છે!
‘મારા મમ્મી-પપ્પાને તો મારા નિર્ણયથી કોઈ વાંધો નહોતો. પરંતુ મારી દાદીમા-અને નાનીમા હું ડાન્સ સ્કૂલ ખોલું એમ ઈચ્છતા હતા. તેઓ મારા આ નિર્ણયથી અગાઉ નારાજ હતા. પરંતુ હવે તેમને કોઈ વાંધો નથી’ એવું અમ્રિતે કહ્યું હતું.
સાહિલ અને અમ્રિત બંને નવોદિત છે અને ફિલ્મના ઓડિશન વખતે બંને પહેલીવાર મળ્યા હતા. ઓડિશન સમયે ઘણી યુવતીઓ આવી હતી. પરંતુ સાહિલને નાયિકા તરીકે કોઈ પસંદ નહોતી પડતી. અમ્રિત મોડેલ હતી અને તે અભિનય કરી શકશે કે કેમ તે વિશે સાહિલને શંકા હતી. પરંતુ ઓડિશન ટેસ્ટમાં અમ્રિતે કરેલા પર્ફોર્મન્સથી સાહિલ દંગ રહી ગયો હતો. અને તેને તે પાત્રોચિત્ત લાગી હતી. ‘વળી અમ્રિત યુકેની છે. સુંદર દેખાય છે અને નૃત્યાંગના પણ છે. ઓડીશન આપવા આવેલી અન્ય યુવતીઓએ હિન્દી ફિલ્મના ગીત પર ડાન્સ કર્યો હતો જ્યારે અમ્રિતે પોતાની ડાન્સ ટેલેન્ટ દર્શાવી હતી. આ કારણે પણ હું તેનાથી પ્રભાવિત થયો હતો’ એવુ ંસાહિલે ઉમેર્યું હતું.
અમ્રિતે જણાવ્યું કે, ‘હું ઓડીશન માટે આવી ત્યારે પહેલી વખત સાહિલને મળી હતી. મને જણાવવામાં આવ્યું હતું કે આ ભારતની પહેલી આંતરરાષ્ટ્રીય ડાન્સ ફિલ્મ છે. આથી હું તેમાં અભિનય કરવા આતુર હતી. જ્યારે હું સાહિલને મળી ત્યારે તે બોલીવૂડના અન્ય લોકો કરતાં અલગ લાગ્યો હતો. માત્ર પોતાના દેખાવ બાબતે સજાગ રહેતાં બોલીવૂડના કલાકારો જેવો સાહિલ નહોતો. અને તેની આ વાત મને ખૂબ ગમી હતી.’
અમ્રિત હિન્દી બોલી શકશે કે કેમ એવી શંકા હતી. પરંતુ તેનું પાત્ર યુકેનુ ંજ હોવાથી ખાસ કોઈ વાંધો આવ્યો નહિ. ‘સમડે’ માં અમ્રિતના સંવાદને ડબ કરવામાં આવ્યા નથી. તે પોતે જ પોતાના સંવાદો બોલી છે. અને લોકો ધારે છે તેના કરતાં અમ્રિત સારું હિન્દી બોલે છે. ‘હા, ત્રણ વર્ષ અગાઉ મને એક પણ હિન્દી શબ્દ આવડતો નહોતો. હું ‘નમસ્તે’ પણ સરખી રીતે બોલી શકતી નહોતી. પરંતુ હવે હુ સારી રીતે હિન્દી બોલી શકું છું અને સાહિલે મને ઘણી મદદ કરી છે.’ એવું અમ્રિતે કહ્યું હતું.
‘સમડે’ના શૂટંિગમાં ભારે હિમવર્ષાથી લઈને અન્ય ઘણા અવરોધો આવ્યા હતા. પરંતુ સાહિલ તમામ મુસીબતોને પાર કરીને આગળ વધવાની હંિમત બધાને આપતો હતો. જોકે સાહિલની શક્તિ અને પ્રેરણા હતી અમ્રિત. હા, આ બંને કલાકારો એકબીજાના પ્રેમમાં છે. પહેલાં તેમણે પ્રોેફેશનલ સંબંધ રાખવાનું જ વિચાર્યું હતું. પરંતુ ફિલ્મમાં વિલંબ થતાં તેમણે એકબીજા સાથે વઘુ સમય પસાર કરવાનું શરૂ કર્યું અને છેવટે પ્રેમના તાંતણે બંધાઈ ગા છે. ફિલ્મમાં અમ્રિત એકદમ નેચરલ લુકમાં જ જોવા મળશે. જો કે મેકઅપ આર્ટીસ્ટો મેકઅપના થપેડા કરતાં હતાં. આથી તે દૂર કરવામાં ખાસ્સો સમય જતો હતો અને શૂટંિગમાં વિલંબ થતો હતો.
સાહિલ એકદમ પ્રોફેશનલ અભિગમ ધરાવતો યુવાન છે અને સમયનું પાલન ન કરનારા પર તે ગુસ્સે થાય છે. તે ખૂબ સારો ડીજે છે. જો કોઈ ખોટું કહે કે કરે તો તે સાંખી શકતો નથી અને તરત જ ગુસ્સે થઈ જાય છે. તેને જંકફૂડ ખાવું ગમે છે અને તેની ઊંઘ ખૂબ ઓછી છે. તે જ પ્રમાણે અમ્રિત સારી નૃત્યાંગના હોવા ઉપરાંત સારી ગાયિકા પણ છે. તેણે ફિલ્મમાં એક ગીત પણ ગાયુ ંછે. અત્યારે તે એક ફિલ્મની પટકથા લખી રહી છે. આ ફિલ્મનું નિર્માણ સાહિલ અને તેનોે ભાઈ શારન કરશે. અમ્રિતને પાર્ટીમાં જવું ગમતું નથી અને રાતના દસ વાગે સુઈ જવાની આદત ધરાવેે છે. સાહિલ અને અમ્રિત સાથે બેસીને ફિલ્મો જુએ છે. સાહિલને સાહસિક રમત ગમે છે. પરંતુ અમ્રિતને ઘરે રહેવું વઘુ ગમે છે. સાહિલને બન્જી જમ્પીંગ કરવા જવંુ છે પરંતુ અમ્રિતના મનમાં નાનપણથી તેનોે ભય છે. એટલે તે તેને સાથ આપવા તૈયાર થતી નથી.
અન્ય પ્રેમીઓની જેમ આ નવોદિત કલાકાર વચ્ચે પણ નાની-નાની વાતે રિસામણાં મનામણાં થાય છે ખરા. આમ છતાં બંનેની વિચારસરણીમાં ઘણી સામ્યતા છે અને જે મહત્ત્વના મુદ્દે તેઓ એકમત થતાં નથી તેની વિસ્તૃત ચર્ચા કરે છે.ુ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved