Last Update : 16-March-2012,Friday
 

કિમ કૅટ્‌રલ ઃ ત્રણ વાર લગ્ન કર્યા પછી હવે ‘સંિગલ’ છે!

 


ગયા વર્ષના નવેમ્બર મહિનામાં નોએલ કોવાર્ડના ૧૦૩૦ના ‘પ્રાઇવેટ લાઇવ્સ’ નાટકના રિમેકમાં કિમ કૅટ્‌રલે ભૂતકાળમાં ગટ્રર્ુડ લોરેન્સ, મેગી સ્મિથ અને એલિઝાબેન ટેલર જેવી બેનમૂન અભિનેત્રીઓએ ભજવેલા પાત્રને ન્યાય આપ્યો હતો.
૫૫ વર્ષની આ અભિનેત્રીએ ‘સેક્સ એન્ડ ધ સિટી’ની ટીવીની છ સિઝન અને બે ફિલ્મોમાં સામન્થા જોન્સના પાત્રને ન્યાય આપ્યો હતો.
૨૦૧૦માં લંડનમાં દિગ્દર્શક રિચાર્ડ આયરેના નાટક ‘પ્રાઇવેટ લાઇવ્સ’નું પ્રીમિયર થયુ ંહતું ત્યારે કિમ સામે ત્રીસીમાં રાચતા બ્રિટિશ ટીવી અભિનેતા મેથ્યુ મેકફેડમેનને કામ કર્યું હતું. ‘‘તે મારાથી ઘણો યુવાન હોવા બદલ ઘણી ચર્ચા થઈ હતી પરંતુ મેથ્યુ મોટી ઉંમરના પાત્રો સારી રીતે ભજવી શકે અને મને લાગે છે કે હું પણ મારી ઉંમરથી નાના પાત્રોને સારો ન્યાય આપી શકું છું.’’ કિમ કહે છે.
જોકે દર વખતે હોલીવૂડમાં આ પ્રણાલી કામ કરતી નથી. ‘‘તમારી ઉંમર ૩૫ વર્ષની થતા જ તમારી પાસે આવતી ફિલ્મોની સંખ્યા અડધી થઈ જાય છે. મોટા ભાગની ફિલ્મોમાં અમુક વયના સુંદર ચહેરાની જરૂર હોય છે. પરંતુ મને હજુ સુધી ફિલ્મો તેમ જ નાટકમાં અભિનય કરવામાં રસ છે. ખાસ કરીને મને મારી ઉંમરની સ્ત્રીઓની વાર્તા લોકો સમક્ષ મૂકવી ગમે છે. થિયેટરમાં કારકિર્દી વઘુ સમય ચાલુ રાખી શક્યા છે. ‘‘પોતાની ઉંમરની અભિનેત્રીઓને ઓછી ફિલ્મો મળતી હોવાની ફરિયાદ કરતા કિમ કહે છે.
૧૯૮૬ના ‘વાઇલ્ડ હની’ના પ્રથમ નાટક પછી ‘લાઇવ્સ’ કિમનો બ્રોડવેનો બીજો અનુભવ હતો. લીવરપુલમાં જન્મેલી આ અભિનેત્રીએ વિદેશોમાં ઘણા નાટકોમાં ભાગ લીધો હતો. જેમાં ૨૦૧૦નું ‘એન્ટોની એન્ડ ક્લિયોપેટ્રા’ સામેલ છે. જે તેણે તેની જન્મભૂમિમાં ભજવ્યું હતું. ‘‘આ નાટક ફરી ભજવાય એવી મારી આશા છે. કારણ કે, ક્લિયોપેટ્રાને રંગભૂમિ પર સાકાર કરવા માટે છ સપ્તાહ પૂરતા નથી’’ એમ કિમે તે સમયે કહ્યું હતું. તેની આ આશા ક્યારે પૂરી થાય છે તે જોઈએ.
પોતાને સંિગલ તરીકે ઓળખાવતી કિમની ખાસ મિત્ર તેની પાળતું બિલાડી છે અને તે દિવસે સામાન્ય જીવન ગાળે છે અને સવારે વહેલા ઉઠવાનો કંટાળો આવતો હોવાથી તે મોડી રાત સુધી શૂટંિગ કરે છે. તેણે કરેલા દાવા મુજબ તે રાત્રે બે વાગ્યા પહેલા ઘરે આવતી જ નથી.
‘‘મેં સાંભળ્યું છે કે દરેક સારું કામ કરે છે. અંગત અને પ્રોફેશનલ જીવનમાં તેમને સંતોષ છે અને આ વાત સારી છે અને અમે બધા સાથે ભેગા મળીએ તો આ એક અદ્‌ભુત પ્રસંગ હશે,’’ એમ કિમ કહે છે.
કિમના અંગત જીવન પર એક નજર ફેરવીએ તો કિમે ત્રણ વાર લગ્નનો અનુભવ લીધો હતો. ૧૯૭૭થી ૧૯૭૭ સુધીના લેરિસ ડેવિસ સાથધેના લગ્નનો અંત આવ્યા પછી કિમે ૧૯૮૨માં એન્ડ્રે જે લાયસન સાથે લગ્ન કર્યાં હતા. તેની સાથે તે ફ્રેન્કફર્ટમાં રહી હતી અને કડકડાટ જર્મન ભાષા બોલતા શીખી હતી. ૧૯૮૯માં તેના આ લગ્નજીવનનો પણ અંત આવ્યો હતો.
એ પછી ૧૯૯૮માં તેણે ઓડિયો ડિઝાઇનર માર્ક લેવિન્સન સાથે લગ્ન કર્યાં હતા આ બંનેએ સાથે મળીને ૨૦૦૨માં સેટિસફેક્શન ઃ ધ આર્ટ ઓફ ફિમેલ ઓર્ગેઝમ’ નામનું એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. કિમના આ લગ્નનો પણ ૨૦૦૪માં અંત આવ્યો હતો.
ભૂતકાળમાં તેનું નામ કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર પિઅરે ઇલિઓટ ટ્રુડ્યો, અભિનેતા ડેનિયલ બેન્ઝાલી, સંગીતાકર ગેરાલ્ડ કેસેલ, બર્નાર્ડ હેન્રી લેવી તેમ જ હુઝ લાઇફ ઇઝ ઇન એની વે? ફિલ્મના તેના સહ અભિનેતા એલેક્ઝાન્ડર સિડિગ સાથે જોડાયું હતું.ુ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved