Last Update : 16-March-2012,Friday
 
જયતિ ભાટિયા ટચૂકડો પડદો ઘર ચલાવે છે પરંતુ પસંદ તો થિયેટર છે

 

હાલ જયતિ ભાટિયા ‘સસુરાલ સિમર કા’માં માતાજીના પાત્રમાં જોવા મળે છે.તેનું પાત્ર એક એવી સ્ત્રીનું છે જે સંપૂર્ણ પરિવારને પોતાના હાથમાં રાખે છે. તેમજ પરિવારના ધંધા પર પણ તેની હકુમત ચાલે છે. તે એક ડિપ્લોમેટિક સ્ત્રીની ભૂમિકા ભજવે છે. તેના દરેક શબ્દો તેના પરિવાર માટે કાયદા સમાન છે. જયતિ ભાટિયાએ થિયેટરમા ંપણ કામ કર્યું છે. અને ટચૂકડા પડદા તેમજ થિયેટરએ બન્નેમાંથી એકની પસંદગી કરવાનું કહેતા તે કહે છે કે થિયેટર પ્રત્યે મને માન છે પરંતુ ઘર ચલાવવા માટે ટચૂકડા પડદાની જરૂર છે. તેથી બન્ને મારા માટે મહત્વના છે.
જયતિ ભાટિયાએ ‘સબકી લાડલી બેબો’માં ગુરશીલનું નકારાત્મક પાત્ર ભજવ્યું હતું. તેમજ હવે ‘સસુરાલ સિમર કા’માં પણ તેનું પાત્ર ગ્રે શેડ્‌સ તરફ આગળ વધી રહ્યું છે. જયતી ભાટિયા છેલ્લા ૧૪ વરસથી અભિનય ક્ષેત્રે જોડાઇ છે પરંતુ આ પહેલાં તેણે કદી આ પ્રકારનું પાત્ર ભજવ્યું નથી. તેણે ઘણી મુખ્ય ભૂમિકાઓ કરી છે. આઘ્યાત્મિક પાત્રથી લઇ હકારાત્મક તેમજ નકારાત્મક પાત્રો ભજવ્યા છે. હવે તેને આગામી સિરિયલમાં હજી સુધી ભજવ્યું નહોય તેવું પાત્ર ભજવવાની ઇચ્છા છે.
જયતિ ભાટિયાના એક પાત્રીય નાટક ‘ખતિજાબાઇ ઓફ કરમાલી’ના નાટક ેખૂબ ઘૂમ મચાવી હતી જે હવે ફરીથી માર્ચમાં થિયેટરમાં આવશે. તેમાં અલ્ઝાઈમરથી પીડાતી એક મહિલાની વાત છે જે પોતાના ભૂતકાળ તથા વર્તમાનમાં રાચતી હોય છે.અને તે નવ વરસની બાળકીથી ૭૫ વરસની મહિલાના તબક્કામાં સરી પડતી હોય છે. આ એક સચોટ તેમજ વાસ્તવિક પાત્ર છે. અને સમાજમાં આ રોગની ભોગ બનેલી ઘણી મહિલાઓ જોવા મળે છે. અને તેથી જ આ પાત્ર મહિલાઓમાં ખૂબ જ પ્રિય થઇ પડ્યું છે.
હાલ તો જયતિ ભાટિયા ટચૂકડા પડદે સિરિયલો કરી સંતોષ અનુભવી રહી છે. અને એટલું જ નહીં થિયેટર સાથે પણ તેણે પોતાનો સંબંધ જોડી રાખ્યો છે.ુ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved