Last Update : 16-March-2012,Friday
 

આઈટમ લગાઈ કે!
આઈટમ ગીતના પાવરે ફિલ્મના ‘મસલ મેન’ને પછાડી દીધા

 

જલેબી બાઈ (ડબલ ધમાલ- ૨૦૧૧)
જલેબી બાઈ જેવું આઈટમ ગીત બન્યું હોત નહીં તો મલ્લિકા શેરાવતનું નામ લોકોના મગજની પાટીમાંથી ભૂંસાઈ ગયું હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. બૉક્સ ઑફિસ પર ડચકાં ખાતી તેની કારકિર્દીને થોડું ઘણું ઑક્સિજન પૂરું પાડવાનો તેનો પ્રયાસને નિષ્ફળતા મળી હતી. હૉલીવૂડની કારકિર્દીનો ‘ધ એન્ડ’ આવ્યા પછી મલ્લિકા બૉલીવૂડમાં કારકિર્દી બનાવવા માટે મરણિયા પ્રયાસો કરતી હતી અને એ માટે તેણે ડૂબતો માણસ તરણું ઝાલે એ રીતે એક આઈટમ ગીત પર મદાર રાખ્યો હતો. પરંતુ દુર્ભાગ્યે મલ્લિકા મુન્ની અને શીલા કરતા ઠંડી સાબિત થઈ. હવે મલ્લિકાને સલાહ આપવાની કે બીજી વાર ‘જલેબી’ જેવા મીઠા ગીતને બદલે કોઈ તીખું તમતમતું સેક્સી ગીત પસંદ કરે.
હેલને ૧૯૫૮ની ફિલ્મ ‘હાવરા બ્રીજ’માં મેરા નામ ‘ચીન ચીન ચુ’ ગીત પર ડાન્સ કર્યો હતો ત્યારે તેને કે ફિલ્મ સર્જકોને સપને પણ ખ્યાલ નહીં હોય કે ભવિષ્યમાં આવું એક ગીત બૉલીવૂડની ફિલ્મોની સફળતાનો એક મહત્ત્વનો અંશ બની જશે. અને ફિલ્મની પબ્લિસિટીનું પણ આ ગીત એક અનિવાર્ય અંગ બની જશે. નિષ્ફળત ફિલ્મોને પણ ઓપનંિગ મેળવવા માટે આજે આઈટમ ગીતનો સહારો લેવામાં આવે છે અને આઈટમ ગીત કરવું એ ટોચની અભિનેત્રીઓ માટે એક પ્રતિષ્ઠાની નિશાની બની ગયું છે. પ્રસ્તુત છે ‘મુન્ની’થી માંડીને ‘શેક ઈટ સૈયા’ સુધીના આઈટમ ગીતો અને આઈટમ ગર્લસની એક ઝલક.....

મુન્ની બદનામ હુઈ (દબંગ-૨૦૧૦)
સલમાન ખાનની ફિલ્મ હોવાને કારણે બૉક્સ ઑફિસને ખુશ કરવા માટે ‘દબંગ’ને કોઈ આઈટમ ગીતની જરૂર નહોતી. આમ છતાં પણ નિર્માતા અરબાઝ ખાને ફિલ્મની અપીલ વધારવા માટે એક ‘તીખા તમતમતા’ આઈટમ ગીતનો આધાર લીધો હતો. અને આ માટે તેને ઘરની બહાર નજર દોડાવવાની જરૂર જ નહોતી. મલાઈકા અરોરા સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ તેને મળે તેમ જ નહોતો. મલાઈકા અને ફરાહ ખાનની જોડીએ મુન્નીને ઠેરઠેર બદનામ (અહીં પ્રસિઘ્ધ વાંચી શકાય છે) બનાવી દીધી. આ ગીતનું પ્રસારણ શરૂ થતા જ પાનવાલાથી માંડીને મોટા ઑફિસરોથી માંડીને બાળકો તેમજ ગૃહિણીઓ અને કોલેજીયનો સાથે સાથે સિનિયર સિટિઝનો પણ આ ગીતના તાલમાં ઝૂમવા માંડ્યા હતા. લલિત પંડિતે સંગીતબઘ્ધ કરેલું આ ગીતની પાકિસ્તાની કવ્વાલીમાંથી ઉઠાંતરી કરવામાં આવી હોવાને બાબતે તેમજ આમા ઉપયોગ કરવામાં આવેલા એક બામના નામને કારણે ઊભા થયેલા વિવાદે પણ આ ગીતની સફળતામાં થોડો ઘણો ફાળો આપ્યો હતો.
શીલા કી જવાની (તીસ માર ખાન- ૨૦૧૦) અને ‘ચીકની ચમેલી’ (અગ્નિપથ-૨૦૧૨)
મુન્નીની બદનામીની હવા ચાલું જ હતી એટલામાં ‘શીલાની જવાની’એ દર્શકોને તેના મોહજાળમાં લપેટવાની શરૂઆત કરી હતી. આ ગીતની કોરિયોગ્રાફી પણ ફરાહ ખાનની જ હતી. ફ્‌લોપ ફિલ્મ ‘તીસ માર ખાન’ના સારું ઓપનંિગ મેળવી આપવામાં ‘શીલા કી જવાની’નો જાદુ કામ કરી ગયો હતો. મલાઈકા સાથે હરીફાઈમાં ઊતરવાની કેટરિના કૈફની જીદ ફિલ્મ માટે લાભદાયક સાબિત થઈ હતી. વિશાલ-શેખરે સંગીતબઘ્ધ કરેલું આ ગીત ફિલ્મનો એક માત્ર પ્લસ પોઈન્ટ હતો. ‘શીલા કી જવાની’ની સેક્સી અદા માટે કેટરિનાને પણ ઘણું વજન ઘટાડવું પડ્યું હતું. તેની કમનિય કાયા, ચમકતી ત્વચા અને ભીના હોઠનો જાદુએ દેશના પુરુષોના દિલ વીંધી લીધા હતા. અને આ ગીતે કેટરિનાને મદાર રાખી શકાય તેવી સેક્સી અભિનેત્રીઓની જમાતમાં બેસાડી દીધી. આ પછી ‘અગ્નિપથ’ ના ચીકની ચમેલી’ ગીતે અભિનયને વઘુ લોકપ્રિયતા અપાવી હતી.
આઈ હેટ યુ (લાઈક આઈ લવ યુ) (દિલ્હી બેલી-૨૦૧૧)
બૉક્સ ઑફિસને જીતવા માટે આમિર ખાનની ફિલ્મને પણ એક આઈટમ ગીતની જરૂર પડે છે. આ ઉપરાંત માર્કેટંિગમાં આમિરનો જોટો જડવો મુશ્કેલ છે આથી તેણે પણ બૉક્સ ઑફિસ પર તેની ફિલ્મના ઉજળા ભવિષ્ય માટે એક આઈટમ ગીતની યોજના બનાવી હતી. આટલું ઓછું હોય તેમ આમિરે તેની ફિલ્મનું આ ગીત મુન્ની અને શીલા કરતા પણ સારું હોવાનો પડકાર ફેંક્યો હતો. ‘‘આઈટમ ગર્લસે તેમના બિસ્તરા-પોટલા બાંધીને જતા રહેવાનો સમય પાકી ગયો છે. કારણ કે, હવે આઈટમ બોયઝનું આગમન થઈ ચૂક્યું છે.’’ એમ તેણે કહ્યું હતું અને લોકોને તેના દરેક શબ્દ પર વિશ્વાસ હતો. આ ગીતમાં આમિરના ‘લટકા-ઝટકા’ તેમજ મિથુન ચક્રવર્તીની ડાન્સંિગ સ્ટાઈલ, અનિલ કપૂરની જેવા છાતી પરના વાળ તેમજ સાઈડ બર્ન દ્વારા અમિતાભ બચ્ચનની નકલ કરીને તેણે આ ગીતને ચર્ચાસ્પદ બનાવ્યું હતું. એક આઈટમ બોય તરીકે આમિર દર્શકોને વશ કરવામાં સફળ થયો હતો.
ટિન્કુ જીયા (યમલા પગલા દીવાના- ૨૦૧૧)
બૉલીવૂડના આઈટમ ગીતો એટલે ભરાવદાર દેહ ધરાવતી યપવતીઓ ઊંડા શ્વાસ લઈ તેમના ઉરોજોનો ઉભારનું પ્રદર્શન કરે અને અલ્પ વસ્ત્રો પહેરી લટકા-ઝટકા કરી કસરતના દાવો કરી નૃત્ય કરે એમ કહી શકાય છે. પરંતુ યમલા પગલા દીવાનાના ટિન્કુ જીયા ગીતના સંગીત અનુ મલિકે દર્શકોને ‘પગલા’ અને ‘દીવાના’ જેમ થિયેટરમાં નાચતા કરી મૂક્યા હતા અને આ ગીતમાં ધર્મેન્દ્ર, બોબી દેઓલ અને માઘુરી ભટ્ટાચાર્યએ લટકા-ઝટકા કર્યાં હતા. આ ગીતને કારણે ફિલ્મની રિલિઝ પહેલા જ ફિલ્મ હિટ બની ગઈ હતી. આ ગીત અનુ મલિકની કારકિર્દી માટે તારણહાર બન્યું હતું.
મિટ જાયે ગમ (દમ મારો દમ-૨૦૧૧)
બૉક્સ ઑફિસ પર તો ‘દમ મારો દમ’ ફિલ્મ કામણ દાખવી શકી નહોતી. પરંતુ, ફિલ્મના આઈટમ ગીત ‘મિટ જાયે ગમ’માં નામ માત્રના કપડા પહેરેલી દીપિકા પદુકોણને જોવા દર્શકો થિયેટરો સુધી આકર્ષાયા હતા. આ ગીત ૧૯૭૧મી હિટ ફિલ્મ ‘હરે રામ હરે કૃષ્ણ’ના ઝિન્નત અમાનના ગીતની નકલ હતું. દીપિકા પહેલી વાર આઈટમ ગીત કરી રહી હોવાથી પોતે આ કામ સફળતાથી કરી શકે છે એ વાત તેના સમકાલીન પ્રતિસ્પર્ધીઓને દેખાડી દેવાનું ઝનુન આ ગીતમાં આંખે ઊડીને વળગતું હતું. દીપિકાના ‘ડર્ટી ડાન્સંિગ’ સાથે સાથે ગીતની પંક્તિઓએ ઘણો વિવાદ સર્જ્યો હતો. ‘પૉટી પે બૈઠા નંગા’ અને ‘કલ મેરી સ્કર્ટ ખીંચેગા’ જેવી પંક્તિઓએ યુવા વર્ગને ખુશ કર્યાં હતા. પરંતુ સમાજના રૂઢીચુસ્ત લોકોને આ ગીતે આઘાતમાં મૂકી દીધા હતા. અને ફિલ્મ સર્જકોને આવા જ પ્રત્યાઘાતોની જરૂર હોવાથી તેમનો ઉદ્દેશ પૂરો થઈ ગયો હતો. આ ગીતે દીપિકા સાથે ગીતકાર જયદીપ સહાની અને સંગીતકાર પ્રીતમને ઘણો લાભ કરાવ્યો હતો.
ટાંઈ ટાંઈ ફીસ (ચિલ્લર પાર્ટી- ૨૦૧૧)
‘ચિલ્લર પાર્ટી’ના પ્રોમોએ આ ફિલ્મ વિશે લોકોમાં ઉત્સુક્તા પેદા કરી હતી. આ ફિલ્મના આઈટમ ગીતમાં ‘યંગીસ્તાન હૉટી’ રણબીર કપૂરે તેના જલવા દેખાડ્યા હતા. તે આ ફિલ્મ કરી રહ્યો હોવાનું સૌને લાગ્યું હતું અને ફિલ્મને દર્શકો મેળવી આપવામાં લોકોનો આ ભ્રમ કામ કરી ગયો હતો. આ ફિલ્મનો નિર્માતા સલમાન ખાન હતો અને આઈટમ બોય રણબીર હતો. આ બંનેનું નામ કેટરિના કૈફ સાથે જોડાયું હોવાથી મિડિયાને જોઈતો મસાલો મળી ગયો હતો. રણબીરના આઈટમ ગીત વગર આ ફિલ્મની નોંધ લેવાઈ નહોત એ પણ એક હકીકત છે. આ ફિલ્મે આઈટમ ગીતની તાકાતનો પૂરેપૂરો પરચો આપી દીધો હતો.
શેક ઈટ સૈયાં (રાસ્કલ- ૨૦૧૧)
દર્શકોને સિનેમા હૉલમાં આકર્ષવા માટે આઈટમ ગીતનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હોવાની વાત કોઈથી છૂપી નથી. ‘શૅક ઈટ સૈયા’ ગીતમાં લિસા હૈડનના કપડા તૈયાર કરવામાં એક મીટરનું કપડું પણ વઘ્યું હશે એવો વિચાર આવ્યો હોય તો નવાઈ નહીં. પ્રસિઘ્ધી અને કામ મેળવવા માટે એક મસાલેદાર આઈટમ ગીત માટે એકબીજા સાથે ચડસા ચડસી કરતી મોટાભાગની હિરોઈનો આજે જે કરે છે તે માટે એક બોલ્ડ ફિરંગી તેમનાથી ચારગણી આગળ વધી શકે છે. આ પૂર્વે લિસા હૈડન વિશે કોઈ જાણતું હતું? ફિલ્મમાં કંગના માત્ર આઠ સેકંડ માટે જ બિકિનીમાં દેખાઈ હોવાથી અલ્પ કપડામાં લિસાનો શૅક ઈટ સૈયાં’ નારા આગલી હરોળના દર્શકોને જોઈતો મસાલો સાબિત થયો હતો. સંજય દત્ત અને અજય દેવગણ આ ફિલ્મને તારી શક્યા નહોતા પરંતુ ચૂકવેલા નિર્માતાઓના પૈસા જરૂર વસૂલ થઈ ગયા હતા.
‘કેરેક્ટર ઢીલા હૈ’ અને ‘ધંિકા ચિકા’ (રેડી- ૨૦૧૧)
એક સ્વાદિષ્ટ રેસિપિઃ સલમાન ખાનને એક ફેન્ટાસ્ટિક ગીતમાં મૂકો અને એમાં ‘ધન ચાક’ સંગીત અને ગીત ઉમેરો અને ‘ભાઈ’ની ટ્રેડમાર્ક સ્ટાઈલમાં તેનું શૂટંિગ કરો. આ પછી ફિલ્મને હિટ બનાવવા માટે બીજી કોઈ ફોર્મ્યુલાની જરૂર જ પડશે નહીં. માન્યમાં આવતું હોય નહીં તો ‘રેડી’ના ‘કેરેક્ટર ઢીલા હૈ’ અને ‘ધંિકા ચિકા’ ગીત પર નજર ફેરવી લો. અનીસ બઝમીએ ‘રેડી’ દ્વારા એ વાત સાબિત કરી દીધી હતી કે સલમાન સાથેના બે આઈટમ ગીત ફિલ્મમાં હોય તો વાર્તા ગૌણ છે. કેરેક્ટરમાં સલમાન સાથે એની સારી મિત્ર ઝરીન ખાન હતી જ્યારે ‘ધિન્કા ચિકા’માં ફિલ્મની હિરોઈન અસિને તેને સાથ આપ્યો હતો. આ ફિલ્મે ઝરીન ખાનને જીવનદાન આપ્યું હતું અને અસિનને આ ગીતે કેટલો ફાયદો કરાવી આપ્યો છે એ સમય જ કહેશે.

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved