Last Update : 16-March-2012,Friday
 

સોના ને ચાંદીની આયાત પર નિયંત્રણ આવવાની સંભાવના

 

આયાત ઘટાડી હૂંડિયામણના બિન ઉત્પાદક ખર્ચને ઘટાડવા સરકાર સક્રિય થશે
આયાત ને નિકાસના ખર્ચ વચ્ચે કુલ રાષ્ટ્રીય ઉપજના ૮ ટકા જેટલો ગાળો વ્હાઈટ ગુડ્સની આયાત પર પણ આડકતરા નિયંત્રણો આવવાની શક્યતા
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
દેશમાં સોના અને ચાંદીની આયાત પાછળ કરવામાં આવતો ખર્ચ અંદાજે રૃા. ૨.૬૦ લાખ કરોડ જેટલો જંગી હોવાથી અને સોનાની આયાત પાછળનો ખર્ચ બિન ઉત્પાદક હોવાથી આવતીકાલે રજૂ કરવામાં આવતા કેન્દ્ર સરકારના અંદાજ પત્રમાં સોના-ચાંદીની આયાતને ક્વોટા સિસ્ટમ લાગુ કરી નિયંત્રિત કરવામાં આવે તેવી સંભાવના છે. તેમ જ તેના પરની આયાત ડયૂટીના દરમાં હજીય વધારો થવાની પણ આછીપાતળી સંભાવના રહેલી છે. ૨૦૦૦-૦૧ના વર્ષમાં સોના-ચાંદીની આયાત જીડીપીના
આર્થિક સર્વેમાં સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે સરકાર બિન ઉત્પાદક ખર્ચને નિયંત્રણમાં રાખીને આયાત ખર્ચમાં કાપ મૂકવા માગે છે. નિકાસની આવક ઘટી હોવાથી સરકાર આ પગલાં લેવા ઉત્સુક હોવાનું જણાઈ રહ્યું છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુવ્રત શાહનું કહેવું છે કે પેટ્રોલિયમ પેદાશોની આયાત પાછળ કરવો પડતો ખર્ચ જી.ડી. પી.ના ૩૧.૪ ટકા જેટલો છે, જ્યારે સોનાની આયાત માટે કરવો પડતો ખર્ચ ૧૩.૩ ટકા જેટલો ઊંચો છે. પરિણામે નિકાસની આવક સામે આયાતના ખર્ચના બિલ વચ્ચે ૮ ટકા જેટલો ઊંચો ગાળો થઈ ગયો છે. કરન્ટ એકાઉન્ટની ડેફિસિટ ત્રણ ટકાથીય વધુ છે. લાંબે ગાળે આ બાબત વિદેશી હૂંડિયામણના રિઝર્વમાં મોટું ગાબડું પાડી શકે છે. પરિણામે સરકાર સોના ચાંદી ઉપરાંત વિદેશી કાર,વ્હાઈટ ગુડ્સની કેટેગરીમાં આવતી ઇલેક્ટ્રોનિક્સ આઈટેમ્સ સહિતની સંખ્યાબંધ વસ્તુઓની આયાતને નિયંત્રિત કરે તેવી સંભાવના રહેલી છે.
અમદાવાદના સોનાના અગ્રણી આયાતકારનુંકહેવું છે કે ૧૭મી જાન્યુઆરીએ સોના પરની ડયૂટીમાં એક ટકાનો સીધો વધારો કરી દીધા પછી અત્યારે સૌ પ્રથમ તો સોનાની આયાતને નિયંત્રિત કરવા માટે નિયુક્ત કરેલી એજન્સીઓ મારફતે જ નક્કી કરેલા ક્વોટા પ્રમાણે જ સોનાની આયાત કરવાની સિસ્ટમ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. વિદેશી હૂંડિયામણનો ખર્ચ ઘટાડીને આયાત ડયૂટીની આવક વધારવાનું સરકારનું આયોજન હોવાનું જણાઈ રહ્યું છે. સોના અને ચાંદીની આયાત પાછળ અંદાજે ૨.૬૦ લાખ કરોડ રૃપિયાનું વિદેશી હૂંડિયામણ (૫૦ અબજ ડૉલર) અતો્યારે ખર્ચવામાં આવી રહ્યું છે. રૃપિયાના મૂલ્યમાં થઈ રહેલા ઘસારાને અંકુશમાં લેવા માટે પણ આ પગલું લેવું અનિવાર્ય બની રહ્યું છે.
કેન્દ્રના આ પગલાંને કારણે આગામી દિવસોમાં સોનાના ભાવ ઑર ઊંચા જવાની સંભાવના નકારી શકાતી નથી. બીજી તરફ વિશ્વવેપાર સંઘ(ડબ્લ્યુટીઓ) સાથે કરારથી બંધાયેલા હોવાથી ભારત કૃષિ ઉત્પાદનોની આયાત કે નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે તેમ નથી. તાજેતરમાં જ કપાસની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવાયાનું માત્ર નાટક જ કર્યું હતું. આ જ રીતે દેશના આયાત બિલમાં વધારો કરતાં ખાદ્ય તેલ કે કઠોળ પણ અનિવાર્ય હોય તો જ આયાત કરવા દેવાના આયોજન સાથે વાર્ષિક આયાતના ક્વોટા કેન્દ્ર સરકાર નક્કી કરે તેવી સંભાવના છે. અત્યારે આ તમામ વસ્તુઓની આયાત કે નિકાસ ઓપન જનરલ લાઈસન્સ હેઠળ છે. તેને રેગ્યુલેટ કરવા માટે આવતીકાલના બજેટમાં કોઈ પગલાં લેવામાં આવે તેવી સંભાવના છે. જોકે આ પગલાંને પરિણામે પણ સટોડિયાઓ આ તમામ કોમોડિટીના ભાવ સાતમે આસમાને લઈ જવાનો ખેલ કરી શકે તેવી ભીતિ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર એગ્રીકલ્ચરલ માર્કેટિંગ-અમદાવાદના ચૅરમૅન શંકરલાલ ગુરૃનું કહેવું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોના ને ચાંદીની આયાત પર નિયંત્રણ આવવાની સંભાવના
ઇમ્પેક્ટ ફીનું ગુજરાતી ફોર્મ આવી જતાં મ્યુનિ.માં ૧૯મીથી એકબારી પ્રથા
ત્રણ વર્ષથી નાના બાળકોને નર્સરી પ્લેગુ્રપમાં ભણાવવા સામે PIL
ઇશરત કેસમાં કેન્દ્ર સરકારની બિનશરતી માફી હાઇકોર્ટે સ્વીકારી
મેડિકલ કોલેજોના ૨૭૦૦ પ્રોફેસરની ૨૨મીથી હડતાળ
એરપોર્ટ પર ઉંચી યુઝર ડેવલપમેન્ટ ફીની સમીક્ષાની જરૃર ઃ IATA
ચીનની બૂરી નિયત સામે સાવધ રહેવા મલિકનો અનુરોધ
શિખ રમખાણોના મામલામાં સોમવારે આખરી દલીલો
સેન્સેક્સ ૨૪૩ પોઇન્ટ તૂટયો રૃપિયો પણ ૪૭ પૈસા તૂટી ૫૦.૩૯
ગરીબ ગણાતા ઓરિસ્સા રાજ્યના પટ્ટાવાળા પાસે ૭૦ લાખની સંપત્તિ!
સાઉથ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની ૧૩૩ રનના સ્કોરે પાંચ વિકેટ પડી
ઇન્ડિયન વેલ્સઃ યોકોવિચ, નડાલ અને ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં
આગામી વર્ષે રૃા. ૩૦,૦૦૦ કરોડના લક્ષ્યાંક તરફ સંકેત
રેલ્વે બજેટની રજૂઆત પછી રેલ શેરો ખડી પડયા
૨૦૧૩માં પણ ભારતીય બેન્કોનું ભાવિ ધૂંધળું ઃએસએન્ડપી
બોલીવૂડમાં નંબરવન નિર્માતા બનવા યુવા પેઢી વચ્ચે તીવ્ર હરીફાઇ
ચોકલેટ બોય ઇમરાન ખાન દાઉદની ભૂમિકા ભજવશે
તેલુગુ હિટ ફિલ્મ 'માગાધીરા'ની હિંદી રિમેકનું સુકાન અભિષેક કપૂર સંભાળે એવી શક્યતા
રણવીર સિંહની પીઠમાં ઇજા થતાં બે અઠવાડિયાના આરામની સલાહ
દિગ્દર્શક અપૂર્વ લાખિયા સુપરહિટ ફિલ્મ 'ઝંજીર'ની રિમેક બનાવશે
ફુગાવાના જોખમે ગર્વનર ડી. સુબ્બારાવનો પ્રણવદાના આકરાં બજેટનો સંકેત
આજે રજૂ થનારા બજેટમાં રિફાઈન્ડ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી વધવાની શક્યતા
રૃપિયાની વધઘટને રોકવા આક્રમક પગલાં લેવાનું જરૃરી
સોના-ચાંદીમાં આજે રજૂ થનારા બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી ફરી વધવાની શક્યતા
અમેરિકામાં ૧૯માંથી ૧૫ બેકો ફેડનાં સ્ટ્રેસ ટેસ્ટમાં પાસ થઈ
આજે ભારત બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવવા મક્કમ
એશિયા કપઃશ્રીલંકા સામેના વિજય સાથે પાકિસ્તાન ફાઇનલમાં પ્રવેશ્યું
સેેહવાગ અને ધોની વચ્ચે હવે સમાધાન થઇ ગયું છે ઃ ગાંગુલી
કૃપાશંકર સિંહના પરિવારની મિલકત જપ્ત ન કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ
બચ્ચન પરિવારે અભિષેક-ઐશ્વર્યાની પુત્રીનું નામ આરાધ્યા રાખ્યું
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved