Last Update : 16-March-2012,Friday
 

રૃપિયાની વધઘટને રોકવા આક્રમક પગલાં લેવાનું જરૃરી

 

યુરોઝોનની કટોકટી ભારતીય બજારને વધુ અસ્થિર બનાવશે
અમદાવાદ, ગુરુવાર
નાણાં બજારમાં રૃપિયામાં થતા અસાધારણ ઘસારાને કારણે રોકાણકારોનો વિશ્વાસ પ્રભાવિત થાય છે અને તેથી રૃપિયાની વધઘટને રોકવા માટે વધારે આક્રમક પગલાં ભરવાની જરૃર છે. વળી, ભારત ઉપર બહુ અસર થઈ નથી તેમ છતાં જ્યાં સુધી યુરોપની કટોકટી ઉકલશે નહીં ત્યાં સુધઈ સ્થાનિક શેરબજારો વોલેટાઈલ રહેવાની શક્યતા છે તેમ આજે સંસદમં રજૂ કરાયેલા આર્થક સર્વેક્ષણ ૨૦૧૧-૧૨માં જણાવાયું છે.
સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણના નિષ્કર્ષોઃ નાણાં બજારની વધઘટથી રોકાણકારોના વિશ્વાસને માઠી અસર
નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ સંસદમાં રજૂ કરલાં ઈકોનોમિક સર્વે ૨૦૧૧-૧૨માં કહેવાયું છે કે છેલ્લાં કેટલાક વર્ષ દરમિયાન રૃપિયામાં ભારે વધઘટ થઈ છે. આવી ઉછળકૂદથી રોકાણકારોનો વિશ્વાસ ડહોળાય છે.
વર્ષ ૨૦૧૧ના છેલ્લા થ મહિના દરમિયાન રૃપિયામાં તીવ્ર ઘસારો થયો હતો. ૨૭મી જુલાઈ, ૨૦૧૧ના રોજ યુએસ ડોલર સામે રૃપિયો ૪૩.૯૪ની ઉંચાઈએ પહોંચ્યો હતો અને ૧૫મી ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ તે રૃા. ૫૪.૨૩ના તળિયે ઉતર્યો હતો.
આથી, રૃપિયાની અસ્થિરતાને રોકવા માટે વધારે આક્રમક વલણ અપનાવવું પડશે. એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ (ઈસીબી)નું પ્રમાણ વધારે હોય તો તે કિસ્સામાં કંપનીઓની બેલેન્સ શીટસ અને નફાશક્તિ ઉપર રૃપિયાના ઘસારાની અસર થાય છે.
સર્વે નોંધે છે કે રૃપિયામાં અસામાન્ય વધઘટ જરૃર થઈ હતી પણ તેને અટકાવવાના લેવાયેલા પગલાં પછી અત્યારે તે એક વધુ વાસ્તવિક સ્તરે છે. રૃપિયાના ધોવાણને અટકાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ઓટોમેટિક રૃટ હેઠળ ઈસીબીની મર્યાદાને વધારવા સહિતના શ્રેણીબદ્ધ પગલાંઓ લીધા હતાં. સરકારી જામીનગીરીઓમાં એફઆઈઆઈ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો)ની મર્યાદાને પણ વધારાઈ હતી.
ભારત કોઈ મોટી અસર થાય તેમ નથી તેમ છતાંય જ્યાં સુધી યુરોપિયન સોવરિન ડેબ્ટ ક્રાઈસીસ ઉકલશે નહીં ત્યાં સુધી ભારતીય શેરબજારો અસ્થિર બની રહેશે. સમગ્ર વર્ષ દરમિયાન યુરોઝોનની કટોકટીએ દુનિયાભરના બજારોને વોલેટાઈલ રાખ્યા હતાં.
વિશ્વના બીજા મહત્વના સ્ટોક ઈન્ડાઈસીસ કરતાં યુરોપિયન ક્રાઈસીસની ઓછી અસર ભારતીય બજારને થઈ છે. આમ છતાં, ભારતીય બજારમાં ઘટેલા વિદેશી રોકાણના પ્રવાહ ફકત શેરબજારને ઘટાડા તરફ લઈ ગયા હતાં એટલુ જ નહીં પણ તેને કારણે રૃપિયામાં તીવ્ર ઘટાડો થયો હતો.
એપ્રિલ-ડિસેમ્બર ૨૦૧૧ના સમયગાળામાં ભારતીય ઈક્વિટી માર્કેટમાંથી એફઆઈઆઈએ ઓછામાં ઓછા રૃા. ૨૧૩ કરોડ પરત લીધા હતા ત્યારે તેણે છેલ્લા નાણાંકીય વર્ષમાં રૃા. ૧૧૦,૧૨૧ કરોડના રોકાણ કર્યા હતાં.
એપ્રિલ-ડિસેમ્બર ૨૦૧૧ દરમિયાન ડેબ્ટ સેગમેન્ટમાં એફઆઈઆઈએ રૃા. ૩૦,૫૯૦ કરોડ ઠાલવ્યા હતા ત્યારે ઈક્વિટીમાં તેમનું રોકાણ રૃા. ૩૦,૩૭૬ કરોડનું હતું.
માર્ચ, ૨૦૧૧ને અંતે ભારતમાં નોંધાયેલી વિદેશી સંસ્થા-એફઆઈઆઈન સંખ્યા ૧,૭૨૨ હતી જે ગત વર્ષના ડિસેમ્બરને અંતે વધીને ૧,૭૬૭ થઈ હતી. સમાન સમયગાળા દરમિયાન રજિસ્ટર્ડ સબએકાઉન્ટની સંખ્યા પણ ૫,૬૮૬થી વધીને ૬,૨૭૮ થઈ હતી.
સર્વેએ નોંધ્યુ છે કે નાણાંકીય વર્ષ દરમિયાન પ્રાઈમરી માર્કેટમાં ઈક્વિટી ઈસ્યુ મારફતે ફંડ ઉભું કરવાના કામકાજો પણ સુસ્ત રહ્યાં હતાં. ૨૦૧૦-૧૧ એકત્ર કરાયેલા રૃા. ૪૮,૬૫૪ કરોડની સરખામણીએ ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૧ના અંત સુધીમાં ફકત રૃા. ૯,૬૮૩ કરોડ પબ્લિક ઈસ્યુ મારફતે ઉભા કરાયા હતાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોના ને ચાંદીની આયાત પર નિયંત્રણ આવવાની સંભાવના
ઇમ્પેક્ટ ફીનું ગુજરાતી ફોર્મ આવી જતાં મ્યુનિ.માં ૧૯મીથી એકબારી પ્રથા
ત્રણ વર્ષથી નાના બાળકોને નર્સરી પ્લેગુ્રપમાં ભણાવવા સામે PIL
ઇશરત કેસમાં કેન્દ્ર સરકારની બિનશરતી માફી હાઇકોર્ટે સ્વીકારી
મેડિકલ કોલેજોના ૨૭૦૦ પ્રોફેસરની ૨૨મીથી હડતાળ
એરપોર્ટ પર ઉંચી યુઝર ડેવલપમેન્ટ ફીની સમીક્ષાની જરૃર ઃ IATA
ચીનની બૂરી નિયત સામે સાવધ રહેવા મલિકનો અનુરોધ
શિખ રમખાણોના મામલામાં સોમવારે આખરી દલીલો
સેન્સેક્સ ૨૪૩ પોઇન્ટ તૂટયો રૃપિયો પણ ૪૭ પૈસા તૂટી ૫૦.૩૯
ગરીબ ગણાતા ઓરિસ્સા રાજ્યના પટ્ટાવાળા પાસે ૭૦ લાખની સંપત્તિ!
સાઉથ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની ૧૩૩ રનના સ્કોરે પાંચ વિકેટ પડી
ઇન્ડિયન વેલ્સઃ યોકોવિચ, નડાલ અને ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં
આગામી વર્ષે રૃા. ૩૦,૦૦૦ કરોડના લક્ષ્યાંક તરફ સંકેત
રેલ્વે બજેટની રજૂઆત પછી રેલ શેરો ખડી પડયા
૨૦૧૩માં પણ ભારતીય બેન્કોનું ભાવિ ધૂંધળું ઃએસએન્ડપી
બોલીવૂડમાં નંબરવન નિર્માતા બનવા યુવા પેઢી વચ્ચે તીવ્ર હરીફાઇ
ચોકલેટ બોય ઇમરાન ખાન દાઉદની ભૂમિકા ભજવશે
તેલુગુ હિટ ફિલ્મ 'માગાધીરા'ની હિંદી રિમેકનું સુકાન અભિષેક કપૂર સંભાળે એવી શક્યતા
રણવીર સિંહની પીઠમાં ઇજા થતાં બે અઠવાડિયાના આરામની સલાહ
દિગ્દર્શક અપૂર્વ લાખિયા સુપરહિટ ફિલ્મ 'ઝંજીર'ની રિમેક બનાવશે
ફુગાવાના જોખમે ગર્વનર ડી. સુબ્બારાવનો પ્રણવદાના આકરાં બજેટનો સંકેત
આજે રજૂ થનારા બજેટમાં રિફાઈન્ડ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી વધવાની શક્યતા
રૃપિયાની વધઘટને રોકવા આક્રમક પગલાં લેવાનું જરૃરી
સોના-ચાંદીમાં આજે રજૂ થનારા બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી ફરી વધવાની શક્યતા
અમેરિકામાં ૧૯માંથી ૧૫ બેકો ફેડનાં સ્ટ્રેસ ટેસ્ટમાં પાસ થઈ
આજે ભારત બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવવા મક્કમ
એશિયા કપઃશ્રીલંકા સામેના વિજય સાથે પાકિસ્તાન ફાઇનલમાં પ્રવેશ્યું
સેેહવાગ અને ધોની વચ્ચે હવે સમાધાન થઇ ગયું છે ઃ ગાંગુલી
કૃપાશંકર સિંહના પરિવારની મિલકત જપ્ત ન કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ
બચ્ચન પરિવારે અભિષેક-ઐશ્વર્યાની પુત્રીનું નામ આરાધ્યા રાખ્યું
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved