Last Update : 16-March-2012,Friday
 
એમસીએક્સ પર વિવિધ કોમોડિટીઝ

 

એમસીએક્સ પર વિવિધ કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત છ નવા કોન્ટ્રેક્ટસ કામકાજ માટે આજથી ઉપલબ્ધ
બુલિયન બજારના વાયદામાં નીચા ભાવે સ્થિર થવાનો પ્રયાસ બિનલોહ ધાતુઓમાં તાંબા સિવાય મિશ્ર વલણ ક્રૂડ નરમ રૃમાં ધીમો સુધારો કોમડેક્સ ૫.૦૬ પોઈન્ટ વધી ૩૯૨૩.૨૬
મુંબઇ, તા.૧૫
એમસીએક્સે વિવિધ કોમોડિટીઝના ૧૫ માર્ચના રોજ પાકેલા વાયદાના કોન્ટ્રેક્ટસના પાકતી તારીખના ભાવની જાહેરાત કરી હતી, જે હેઠળ ૧૦૦ કિલોદીઠ બટેટા-આગ્રાના રૃ.૮૫૨.૩૦, બટેટા-તારકેશ્વરના રૃ.૭૪૯, રબરના રૃ.૧૯,૧૨૨, ધાણાના રૃ.૪,૧૪૭ અને ૧૦ કિલોદીઠ રિફાઈન્ડ સોયાતેલના રૃ.૭૨૪.૯૦ તથા ૧ કિલોદીઠ એલચીના રૃ.૮૭૨ નિર્ધારિત કર્યા હતા. આ સાથે જ શુક્રવાર, ૧૬ માર્ચથી એલચીમાં જુલાઈ-૨૦૧૨, ધાણા, બટેટા-આગ્રા, બટેટા-તારકેશ્વર, રિફાઈન્ડ સોયાતેલ અને રબર પ્રત્યેકમાં જૂન-૨૦૧૨ કોન્ટ્રેક્ટસ વાયદાનાં કામકાજ માટે ખૂલ્લાં મૂકવાની પણ જાહેરાત કરી હતી.
આજે એમસીએક્સના પ્રથમ સત્રમાં ગઈકાલ કરતાં ધંધો ઓછો થયો હતો. આજે ૪,૪૯,૪૦૬ સોદામાં રૃ.૨૪,૫૮૫.૭૦ કરોડ (ગઈકાલે રૃ.૨૮,૫૬૧.૭૫ કરોડ)નો વેપાર થયો હતો. સોના-ચાંદીમાં વોલ્યુમ રૃ.૧૯,૮૩૪.૨૮ કરોડ પરથી ઘટી રૃ.૧૪,૬૩૬.૪૯ કરોડનું રહ્યું હતું.
આજે બંને કીમતી ધાતુઓમાં કામકાજ ઘટયાં હતાં. સોનામાં ૧,૧૧,૧૭૭ સોદામાં રૃ.૮,૦૬૫.૨૧ કરોડનાં ૨૯,૩૨૩ કિલો (ગઈકાલે રૃ.૧૨,૨૯૬.૮૦ કરોડનાં ૪૪,૪૬૦ કિલો)નાં કામ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૩૧,૬૨૦ કિલોનો હતો. ચાલુ વાયદામાં રૃ.૬,૪૯૦.૯૬ કરોડનાં ૨૩,૬૦૫ કિલો, મિની વાયદામાં રૃ.૧,૫૦૩.૦૨ કરોડનાં ૫,૪૬૦ કિલો, ગિનીમાં રૃ.૩૯.૭૨ કરોડનાં ૧૪૪ કિલો અને પેટલમાં રૃ.૩૧.૫૦ કરોડનાં ૧૪૪ કિલોનાં કામ થયાં હતાં.
આજે સોનાના વાયદામાં ગઈકાલે સરેરાશ રૃ.૩૦૦ જેટલા ઘટયા બાદ પ્રત્યાઘાતી સુધારો હતો. આજે વાયદા રૃ.૫૧થી રૃ.૧૦૬ જેટલા વધ્યા હતા. ચાલુ જૂન વાયદો સૌથી વધુ રૃ.૧૦૬ વધી રૃ.૨૭,૯૫૧ રહ્યો હતો. એપ્રિલ રૃ.૮૮ વધી રૃ.૨૭,૫૩૧ રહ્યો હતો. મિની વાયદા રૃ.૭૭થી રૃ.૯૪ની રેન્જમાં, ગિનીના વાયદા રૃ.૫૧થી રૃ.૬૨ અને પેટલના વાયદા રૃ.૬થી રૃ.૮ જેટલા વધ્યા હતા. મિની જૂન વાયદો રૃ.૯૪ વધી રૃ.૨૭,૯૭૦ રહ્યો હતો. ગિનીનો માર્ચ વાયદો રૃ.૫૨ વધી રૃ.૨૨,૦૦૧ અને પેટલનો માર્ચ વાયદો રૃ.૭ વધી રૃ.૨,૭૫૮ રહ્યા હતા.
ચાંદીમાં ૧,૨૯,૬૩૫ સોદામાં રૃ.૬,૫૭૧.૨૮ કરોડની ૧,૧૪૮.૪૦૮ ટન (ગઈકાલે રૃ.૭,૫૩૭.૪૮ કરોડની ૧,૨૯૯.૯૪૦ ટન) ચાંદીનો વેપાર થયો હતો. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૭૭૭.૯૭૦ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૪,૪૨૬.૭૪ કરોડની ૭૭૩.૯૪૦ ટન, મિની વાયદામાં રૃ.૪,૪૨૬.૭૪ કરોડની ૨૯૧.૫૭૫ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૪૭૫.૦૮ કરોડની ૮૨.૮૯૩ ટન ચાંદીનાં કામ થયાં હતાં.
ચાંદીમાં પણ આજે નીચા મથાળે ટેકો રહેતાં ચાલુ વાયદામાં એકમાત્ર ડિસેમ્બર વાયદામાં રૃ.૨૮૨ના ઘટાડાને બાદ કરતાં અન્ય સાત વાયદા રૃ.૨૧થી રૃ.૨૭૯ની રેન્જમાં વધ્યા હતા. ચાલુ સપ્ટેમ્બર વાયદો સૌથી ઓછો રૃ.૨૧ વધી રૃ.૬૦,૨૮૫ અને ડિસેમ્બર રૃ.૨૮૨ ઘટી રૃ.૬૧,૮૯૪ રહ્યા હતા. મિની વાયદા રૃ.૭૨થી રૃ.૨૭૯ની રેન્જમાં સુધર્યા હતા. મિની નવેમ્બર વાયદો રૃ.૨૭૯ વધી રૃ.૬૧,૯૬૯ રહ્યો હતો. માઈક્રો વાયદા રૃ.૫૮થી રૃ.૨૦૯ જેટલા વધ્યા હતા. એપ્રિલ વાયદો રૃ.૫૮ વધી રૃ.૫૭,૩૩૪ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં તાંબાના બધા વાયદા રૃ.૧.૪૫થી રૃ.૨.૧૦ જેટલા વધ્યા હતા. અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ હતું. નિકલમાં રૃ.૨.૯૦થી રૃ.૯.૧૦, એલ્યુમિનિયમમાં ૫થી ૫૦ પૈસા, સીસામાં ૧૦ પૈસાથી રૃ.૧.૦૫ અને જસતમાં ૧૫થી ૪૦ પૈસાની વધઘટ હતી.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદા રૃ.૨થી રૃ.૨૫, બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદા રૃ.૩૫થી રૃ.૨૨૭ અને નેચરલ ગેસના વાયદા રૃ.૧.૭૦થી રૃ.૨.૩૦ની રેન્જમાં ઘટયા હતા. ક્રૂડ તેલનો માર્ચ વાયદો રૃ.૧૭ ઘટી રૃ.૫,૩૨૪, બ્રેન્ટ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો રૃ.૪૩ ઘટી રૃ.૬,૩૦૦ અને નેચરલ ગેસ માર્ચ વાયદો રૃ.૨.૩૦ ઘટી રૃ.૧૧૪.૪૦ બંધ રહ્યા હતા. ક્રૂડ તેલમાં રૃ.૨,૮૫૨.૭૦ કરોડનાં ૫૩,૬૦,૯૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૬.૧૬ કરોડનાં ૯,૯૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૨૪૦.૮૩ કરોડનાં ૨,૦૮,૭૬,૨૫૦ એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના ચારેય વાયદા રૃ.૭.૧૦થી રૃ.૯.૯૦ની રેન્જમાં સુધર્યા હતા. સીપીઓ માર્ચ વાયદો રૃ.૭.૧૦ વધી બંધમાં રૃ.૫૭૦.૩૦ રહ્યો હતો. એલચીનો માર્ચ વાયદો રૃ.૩૩.૩૦ ઘટી રૃ.૮૭૨ થયો હતો, જ્યારે એલચીના અન્ય વાયદા રૃ.૪૩.૬૦થી રૃ.૪૭.૯૦ની રેન્જમાં વધ્યા હતા. ખાંડ-એમ કોલ્હાપુરમાં રૃ.૨થી રૃ.૨૪, બટેટા-આગ્રામાં રૃ.૨.૯૦થી રૃ.૪૬.૫૦, બટેટા-તારકેશ્વરમાં રૃ.૨૦.૧૦થી રૃ.૭૪.૧૦, મેન્થા તેલમાં રૃ.૬૯.૯૦થી રૃ.૮૬.૫૦ અને કપાસમાં ૨૦ પૈસાથી રૃ.૪.૯૦ની મિશ્ર વધઘટ ભાવમાં રહી હતી. રૃના ચારેય વાયદા રૃ.૧૦થી રૃ.૯૦ની રેન્જમાં વધ્યા હતા. રૃનો માર્ચ વાયદો રૃ.૧૦ વધી રૃ.૧૬,૭૩૦ બંધ રહ્યો હતો. સીપીઓમાં રૃ.૪૭૪.૪૭ કરોડનાં ૮૨,૬૫૦ ટન, એલચીમાં રૃ.૧૯૮.૮૦ કરોડનાં ૧,૭૭૯ ટન, ખાંડ-એમ કોલ્હાપુરમાં રૃ.૪.૩૫ કરોડનાં ૧,૫૫૦ ટન, બટેટા-આગ્રામાં રૃ.૧૩૬.૮૪ કરોડનાં ૧,૨૧,૧૪૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૨૩.૬૯ કરોડનાં ૨૩,૮૮૦ ટન, મેન્થા તેલમાં રૃ.૬૯૭.૧૮ કરોડનાં ૩,૨૧૦ ટન, કપાસમાં રૃ.૧૪.૮૩ કરોડનાં ૩,૫૭૬ ટન અને રૃના વાયદાઓમાં રૃ.૨૬.૫૮ કરોડનાં ૧૫,૬૫૦ ગાંસડીના વેપાર થયા હતા.
કોમડેક્સ આજે ૫.૦૬ પોઈન્ટ વધી ૩૯૨૩.૨૬ રહ્યો હતો. મેટલ ઈન્ડેક્સ ૧૨.૬૨ પોઈન્ટ વધી ૪૯૧૬.૩૫, એનર્જી ઈન્ડેક્સ ૧૫.૧૫ પોઈન્ટ ઘટી ૩૫૦૧.૪૮ અને એગ્રી ઈન્ડેક્સ ૩૦.૫૮ પોઈન્ટ વધી ૩૫૬૫.૨૮ રહ્યા હતા.
એમસીએક્સના વાયદાના ભાવ
કોમોડિટી પાકતી તારીખ ખૂલી વધી ઘટી બંધ વધઘટ
સોનું ૦૫-૦૪-૧૨ ૨૭૪૦૦.૦૦ ૨૭૫૯૭.૦૦ ૨૭૩૧૨.૦૦ ૨૭૫૩૧.૦૦ ૮૮.૦૦
સોનું-મિની ૦૪-૦૪-૧૨ ૨૭૪૮૫.૦૦ ૨૭૬૨૫.૦૦ ૨૭૩૬૦.૦૦ ૨૭૫૫૫.૦૦ ૭૭.૦૦
ગોલ્ડ પેટલ ૩૧-૦૩-૧૨ ૨૭૫૦.૦૦ ૨૭૬૪.૦૦ ૨૭૩૮.૦૦ ૨૭૫૮.૦૦ ૭.૦૦
ગોલ્ડ-પેટલ-દિલ્હી ૩૧-૦૩-૧૨ ૨૮૫૦.૦૦ ૨૮૫૦.૦૦ ૨૭૮૨.૦૦ ૨૮૪૧.૦૦ -૧૫.૦૦
ગોલ્ડ-ગિની ૩૧-૦૩-૧૨ ૨૧૯૪૦.૦૦ ૨૨૦૪૪.૦૦ ૨૧૮૫૪.૦૦ ૨૨૦૦૧.૦૦ ૫૨.૦૦
ચાંદી ૦૫-૦૫-૧૨ ૫૭૦૦૦.૦૦ ૫૭૩૮૭.૦૦ ૫૬૮૩૫.૦૦ ૫૭૩૧૩.૦૦ ૭૭.૦૦
ચાંદી માઈક્રો ૩૦-૦૪-૧૨ ૫૭૨૫૦.૦૦ ૫૭૫૦૦.૦૦ ૫૬૮૬૮.૦૦ ૫૭૩૩૪.૦૦ ૫૮.૦૦
ચાંદી-મિની ૩૦-૦૪-૧૨ ૫૭૩૯૦.૦૦ ૫૭૫૨૪.૦૦ ૫૬૮૬૧.૦૦ ૫૭૩૩૪.૦૦ ૭૨.૦૦
તાંબુ ૩૦-૦૪-૧૨ ૪૨૯.૧૦ ૪૩૧.૫૦ ૪૨૬.૬૦ ૪૩૧.૦૦ ૨.૦૦
તાંબુ-મિની ૩૦-૦૪-૧૨ ૪૨૮.૪૦ ૪૩૧.૫૦ ૪૨૬.૬૦ ૪૩૧.૦૦ ૧.૯૫
નિકલ ૩૦-૦૩-૧૨ ૯૭૯.૦૦ ૯૭૯.૦૦ ૯૭૦.૦૦ ૯૭૧.૩૦ -૯.૧૦
નિકલ-મિની ૩૦-૦૩-૧૨ ૯૭૮.૩૦ ૯૭૮.૯૦ ૯૭૦.૩૦ ૯૭૧.૫૦ -૮.૯૦
એલ્યુમિનિયમ-મિની ૩૦-૦૩-૧૨ ૧૧૦.૬૦ ૧૧૧.૪૫ ૧૧૦.૨૦ ૧૧૧.૩૫ ૦.૫૦
એલ્યુમિનિયમ ૩૦-૦૩-૧૨ ૧૧૦.૫૦ ૧૧૧.૪૫ ૧૧૦.૨૫ ૧૧૧.૩૫ ૦.૫૦
સીસું ૩૦-૦૩-૧૨ ૧૦૫.૫૦ ૧૦૬.૩૦ ૧૦૪.૮૫ ૧૦૬.૧૫ ૦.૬૦
સીસું-મિની ૩૦-૦૩-૧૨ ૧૦૫.૭૦ ૧૦૬.૩૦ ૧૦૪.૮૫ ૧૦૬.૧૫ ૦.૬૦
જસત-મિની ૩૦-૦૩-૧૨ ૧૦૩.૭૫ ૧૦૪.૦૫ ૧૦૨.૯૫ ૧૦૩.૭૫ ૦.૧૫
જસત ૩૦-૦૩-૧૨ ૧૦૩.૬૦ ૧૦૪.૦૫ ૧૦૨.૯૫ ૧૦૩.૭૫ ૦.૧૫
ક્રૂડ તેલ ૧૯-૦૩-૧૨ ૫૩૩૦.૦૦ ૫૩૩૦.૦૦ ૫૨૯૪.૦૦ ૫૩૨૪.૦૦ -૧૭.૦૦
બ્રેન્ટ ક્રૂડ તેલ ૧૦-૦૪-૧૨ ૬૨૯૩.૦૦ ૬૩૧૦.૦૦ ૬૨૭૫.૦૦ ૬૩૦૦.૦૦ -૪૩.૦૦
નેચરલ ગેસ ૨૭-૦૩-૧૨ ૧૧૬.૮૦ ૧૧૬.૮૦ ૧૧૩.૭૦ ૧૧૪.૪૦ -૨.૩૦
સીપીઓ ૩૧-૦૩-૧૨ ૫૬૪.૧૦ ૫૭૧.૮૦ ૫૬૨.૬૦ ૫૭૦.૩૦ ૭.૧૦
એલચી ૧૫-૦૩-૧૨ ૯૦૨.૧૦ ૯૪૧.૫૦ ૮૭૦.૨૦ ૮૭૨.૦૦ -૩૩.૩૦
ખાંડ-એમ કોલ્હાપુર ૨૦-૦૩-૧૨ ૨૬૨૩.૦૦ ૨૭૧૫.૦૦ ૨૬૨૩.૦૦ ૨૬૭૭.૦૦ -૨૪.૦૦
બટેટા-આગ્રા ૧૫-૦૩-૧૨ ૯૦૪.૯૦ ૯૨૫.૮૦ ૮૯૬.૨૦ ૮૫૨.૩૦ -૪૬.૫૦
બટેટા-તારકેશ્વર ૧૫-૦૩-૧૨ ૮૩૯.૦૦ ૮૩૯.૦૦ ૮૦૧.૦૦ ૭૪૯.૦૦ -૭૪.૧૦
મેન્થા તેલ ૩૧-૦૩-૧૨ ૨૧૪૫.૦૦ ૨૨૧૪.૯૦ ૨૧૩૮.૧૦ ૨૨૧૪.૯૦ ૮૫.૨૦
કપાસ ૩૧-૦૩-૧૨ ૮૦૭.૯૦ ૮૧૦.૦૦ ૭૯૫.૨૦ ૮૦૪.૪૦ -૦.૨૦
રૃ ૩૦-૦૩-૧૨ ૧૬૮૦૦.૦૦ ૧૬૮૩૦.૦૦ ૧૬૬૭૦.૦૦ ૧૬૭૩૦.૦૦ ૧૦.૦૦

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોના ને ચાંદીની આયાત પર નિયંત્રણ આવવાની સંભાવના
ઇમ્પેક્ટ ફીનું ગુજરાતી ફોર્મ આવી જતાં મ્યુનિ.માં ૧૯મીથી એકબારી પ્રથા
ત્રણ વર્ષથી નાના બાળકોને નર્સરી પ્લેગુ્રપમાં ભણાવવા સામે PIL
ઇશરત કેસમાં કેન્દ્ર સરકારની બિનશરતી માફી હાઇકોર્ટે સ્વીકારી
મેડિકલ કોલેજોના ૨૭૦૦ પ્રોફેસરની ૨૨મીથી હડતાળ
એરપોર્ટ પર ઉંચી યુઝર ડેવલપમેન્ટ ફીની સમીક્ષાની જરૃર ઃ IATA
ચીનની બૂરી નિયત સામે સાવધ રહેવા મલિકનો અનુરોધ
શિખ રમખાણોના મામલામાં સોમવારે આખરી દલીલો
સેન્સેક્સ ૨૪૩ પોઇન્ટ તૂટયો રૃપિયો પણ ૪૭ પૈસા તૂટી ૫૦.૩૯
ગરીબ ગણાતા ઓરિસ્સા રાજ્યના પટ્ટાવાળા પાસે ૭૦ લાખની સંપત્તિ!
સાઉથ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની ૧૩૩ રનના સ્કોરે પાંચ વિકેટ પડી
ઇન્ડિયન વેલ્સઃ યોકોવિચ, નડાલ અને ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં
આગામી વર્ષે રૃા. ૩૦,૦૦૦ કરોડના લક્ષ્યાંક તરફ સંકેત
રેલ્વે બજેટની રજૂઆત પછી રેલ શેરો ખડી પડયા
૨૦૧૩માં પણ ભારતીય બેન્કોનું ભાવિ ધૂંધળું ઃએસએન્ડપી
બોલીવૂડમાં નંબરવન નિર્માતા બનવા યુવા પેઢી વચ્ચે તીવ્ર હરીફાઇ
ચોકલેટ બોય ઇમરાન ખાન દાઉદની ભૂમિકા ભજવશે
તેલુગુ હિટ ફિલ્મ 'માગાધીરા'ની હિંદી રિમેકનું સુકાન અભિષેક કપૂર સંભાળે એવી શક્યતા
રણવીર સિંહની પીઠમાં ઇજા થતાં બે અઠવાડિયાના આરામની સલાહ
દિગ્દર્શક અપૂર્વ લાખિયા સુપરહિટ ફિલ્મ 'ઝંજીર'ની રિમેક બનાવશે
ફુગાવાના જોખમે ગર્વનર ડી. સુબ્બારાવનો પ્રણવદાના આકરાં બજેટનો સંકેત
આજે રજૂ થનારા બજેટમાં રિફાઈન્ડ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી વધવાની શક્યતા
રૃપિયાની વધઘટને રોકવા આક્રમક પગલાં લેવાનું જરૃરી
સોના-ચાંદીમાં આજે રજૂ થનારા બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી ફરી વધવાની શક્યતા
અમેરિકામાં ૧૯માંથી ૧૫ બેકો ફેડનાં સ્ટ્રેસ ટેસ્ટમાં પાસ થઈ
આજે ભારત બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવવા મક્કમ
એશિયા કપઃશ્રીલંકા સામેના વિજય સાથે પાકિસ્તાન ફાઇનલમાં પ્રવેશ્યું
સેેહવાગ અને ધોની વચ્ચે હવે સમાધાન થઇ ગયું છે ઃ ગાંગુલી
કૃપાશંકર સિંહના પરિવારની મિલકત જપ્ત ન કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ
બચ્ચન પરિવારે અભિષેક-ઐશ્વર્યાની પુત્રીનું નામ આરાધ્યા રાખ્યું
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved