Last Update : 16-March-2012,Friday
 

ફુગાવાના જોખમે ગર્વનર ડી. સુબ્બારાવનો પ્રણવદાના આકરાં બજેટનો સંકેત

 
રિઝર્વ બેંકે પ્રમુખ દરો જાળવતા બેંકિંગ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૨૪૩, બેંકેક્ષ ૩૨૬, નિફટી ૮૩ તૂટયા
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, ગુરુવાર
રેલવે બજેટ આર્થિક સુધારાલક્ષી અને રેલતંત્રને મુશ્કેલીમાંથી ઊગારનારૃ રજૂ કરીને મુસાફરી ભાડાંમાં ૮ વર્ષ બાદ વધારાના વાંકે રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદી પર ખુદ તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીએ આમઆદમીનો મુખોટો ફરી બતાવી રાજકારણનો દાવ ખેલતા આર્થિક સુધારાના મામલે અનિશ્ચિતતાના વાદળો ફરી ઘેરાઈ રહ્યાનો ફફડાટ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે ધિરાણ નીતિ સમીક્ષામાં પ્રમુખ દરો યથાવત રાખીને ફુગાવાના જોખમને બજેટ પૂર્વે પ્રાધાન્ય આપી આવતીકાલનું પ્રણવદાનું કેન્દ્રિય બજેટ આર્થિક સુધારાલક્ષી વધુ અને લોકપ્રિય ઓછું નીવડવાના અને રાહતો ઓછી કરવેરામાં વધારાની જોગવાઈઓ વિશેષ આપનારું રહેશે એવા આપેલ પરોક્ષ સંકેતે આજે બેંકિંગ, રીયાલ્ટી, કન્ઝુયમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ- પાવર, ઓઈલ- ગેસ, મેટલ, ઓટો, પીએસયુ શેરોમાં ગાબડાં પડતા સેન્સેક્ષ ૨૪૩.૪૫ પોઈન્ટ અને નિફટી ૮૩.૪૦ પોઈન્ટ તૂટયા હતા. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૯૧૯.૩૦ સામે ૧૭૯૧૬.૮૫ મથાળે ખુલીને આરંભથી જ ૭૦થી ૮૦ પોઈન્ટનો ઘટાડો બતાવાતો રહ્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રમુખ બધા દરો યથાવત રાખતા બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં ધોવાણ વધતા સેન્સેક્ષ ગબડતો જઈને એક સમયે ૨૯૭.૧૭ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૭૬૨૨.૧૩ સુધી ખાબકી જઈને અંતે ૨૪૩.૪૫ પોઈન્ટના ઘટાડે ૧૭૬૭૫.૮૫ બંધ રહ્યો હતો. બેંકિંગ હેવીવેઈટ શેરો સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ગાબડાં બાદ ડીએલએફ, ભેલ, ઓએનજીસી, લાર્સન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા, બજાજ ઓટોમાં ફંડો વેચવાલ બન્યા હતા.
પ્રમુખ દરો યથાવતઃ રિઝર્વ બેંકનો સંકેત પ્રણવદાનું બજેટ આકરાં વેરા બોજનું હશે!
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફરી ફુગાવા- મોંઘવારીના જોખમનો સૂર આલાપીને સાથે સરકારી તંત્ર સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ ઓર્ગેનાઈઝેશનના (સીએસઓ)ના ભારતની આર્થિક જીડીપી વૃધ્ધિના ૬.૯ ટકા ચાલુ વર્ષે અપેક્ષીત હોવાના અંદાજમાં સૂર મિલાવી પ્રણવદાનું કેન્દ્રિય બજેટ રાજકોષીય ખાધમાં ઘટાડા કેન્દ્રિત આકરાં વેરા બોજનું નીવડવાનો અને પ્રમુખ દરોમાં ઘટાડો હવે પછીનું પગલું હશે, પરંતુ ક્યારે ઘટાડો કરાશે એનો કોઈ ફોડ નહીં પાડીને ચૂપકીદી સેવી હતી.
એડવાન્સ ટેક્ષની ચૂકવણીમાં ટીસીએસ સ્ટેટ બેંક મોખરેઃ એલઆઈસીની રૃ.૪૦ કરોડ વધુ રૃ.૯૭૧ કરોડ
અમુક કંપનીઓને બાદ કરતા કોર્પોરેટ ઈન્ડિયાએ પણ ૧૫, માર્ચના એડવાન્સ ટેક્ષની ચૂકવણીમાં એકંદર નિરસતા બતાવી સાધારણ વૃધ્ધિ સાથે ચૂકવણી કર્યાના આંકડાની અસર પણ જોવાઈ હતી. સ્ટેટ બેંકે રૃ.૧૫૦૦ કરોડની તુલનાએ રૃ.૧૬૫૦ કરોડ, એલઆઈસીએ રૃ.૯૪૧ કરોડની તુલનાએ રૃ.૪૦ કરોડ વધુ રૃ.૯૭૧ કરોડ, ટીસીએસે રૃ.૨૦૦ કરોડની તુલનાએ રૃ.૫૫૦ કરોડ, બજાજ ઓટોએ રૃ.૨૫૦ કરોડની તુલનાએ રૃ.૨૯૦ કરોડ, ટાટા મોટર્સે રૃ.૫૦ કરોડની તુલનાએ જાળવી રાખીને રૃ.૫૦ કરોડ, એચડીએફસીએ રૃ.૩૪૦ કરોડથી વધીને રૃ.૪૦૦ કરોડ, એચડીએફસી બેંકે રૃ.૫૫૦ કરોડથી વધીને રૃ.૬૦૦ કરોડ ચૂકવણી કર્યાા આંકડા છતાં ઘણી કંપનીઓની ઓછી ચૂકવણીએ બજારમાં નિરસતા જોવાઈ હતી.
નિફટી બેંકિંગ શેરોના ભારથી તૂટીને ૫૪૦૦ની સપાટી ગુમાવી ૫૩૬૨ના તળીયે
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૪૬૩.૯૦ સામે ૫૪૬૨.૫૦ ખુલી આજ મથાળેથી પીછેહઠ કરીને બેંકિંગ શેરો પીએનબી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ, સ્ટેટ બેંક, એચડીએફસી સાથે ડીએલએફ, ભેલ, રેનબેક્સી, રિલાયન્સ ઈન્ફ્રા., ઓએનજીસી, એકસીસ બેંક, બીપીસીએલ, લાર્સન સહિતમાં વેચવાલીએ નિફટી ગબડો જઈને એક તબક્કે ૧૦૧.૬૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૫૩૬૨.૩૦ સુધી જઈ અંતે ૮૩.૪૦ પોઈન્ટ ઘટીને ૫૩૮૦.૪૦ બંધ રહ્યો હતો.
ચૂપકીદીએ ૫૧૦૦થી ૫૩૦૦ના પુટ લેનારા ફાવ્યાઃ ૫૩૦૦નો પુટ ૪૩.૮૦થી ઉછળીને ૭૩.૭૦ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં પાછલા દિવસોમાં નિફટી બેઝડ ૫૫૦૦થી ૫૭૦૦નો કોલમાં તેજી કરનારા મોટા વર્ગ દ્વારા ગઈકાલે ૬૦૦૦ના કોલમાં સળવળાટ બતાવીને ૫૫૦૦થી ૫૭૦૦ના કોલમાં પ્રોફીટ બુકીંગ કરીને ચૂપકીદીએ ૫૧૦૦થી ૫૩૦૦ના પુટમાં ખરીદી કરનારા આજે કડાકામાં ફાવ્યા હતા. નિફટી ૫૩૦૦નો પુટ ૨૯૦૩૧૩ કોન્ટ્રેક્ટસમાં રૃ.૭૭૮૨.૮૯ કરોડના ટર્નઓવરે ૪૩.૮૦ સામે ૪૨.૮૫ ખુલી ઉપરમાં ૭૩.૭૦ સુધી જઈને અંતે ૬૭ હતો. જ્યારે નિફટી ૫૧૦૦નો પુટ ૧,૪૧,૦૦૭ કોન્ટ્રેક્ટસમાં રૃ.૩૬૧૩.૨૧ કરોડના ટર્નઓવરે ૧૭.૯૦ સામે ૧૮ ખુલી નીચામાં ૧૫.૪૦થી ઉપરમાં ૨૯.૪૫ સુધી જઈને અંતે ૨૭ હતો. નિફટી ૫૨૦૦નો પુટ ૨૮.૦૫ સામે ૨૭ ખુલી નીચામાં ૨૫.૨૦થી ઉપરમાં ૪૭ સુધી જઈ અંતે ૪૨.૮૦ હતો.
નિફટી ૫૪૦૦નો પુટ ૬૯થી ઉછળી ૧૦૪ઃ માર્ચ ફયુચર ૫૫૦૬થી ગબડી ૫૩૯૭ બોલાયો
નિફટી માર્ચ ફયુચર ૩,૮૪,૫૨૨ કોન્ટ્રેકટસમાં રૃ.૧૦૪૫૬.૭૮ કરોડના ટર્નઓવરે ૫૫૦૬.૧૦ સામે ૫૪૯૫ ખુલી ઉપરમાં ૫૫૦૮.૪૦ થઈ નીચામાં ૫૩૯૭.૩૫ સુધી ખાબકી જઈ અંતે ૫૪૧૪.૨૦ હતો. નિફટી ૫૫૦૦નો કોલ ૪૦૨૪૦૬ કોન્ટ્રેકટસમાં રૃ.૧૧૨૩૦.૫૬ કરોડના ટર્નઓવરે ૧૧૩.૪૦ સામે ૧૦૮.૪૦ ખુલી ઉપરમાં ૧૧૯.૭૦ થઈ નીચામાં ૬૬ સુધી પટકાઈ અંતે ૭૨.૩૫ હતો. ૫૪૦૦નો પુટ ૬૯.૨૦ સામે ૭૦ ખુલી નીચામાં ૬૯થી ઉપરમાં ૧૧૩.૨૫ થઈ છેલ્લે ૧૦૪.૫૦ હતો.
દિનેશ ત્રિવેદીની જેમ આજે પ્રણવ મુખર્જી એમ કહી શકશે કે પહેલા દેશ, બીજો પરિવાર, ત્રીજો પક્ષ અને પછી દુનિયા?
રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદીએ રેલવે તંત્રની તંદુરસ્તી સુધારવા પક્ષને બાજુએ મૂકીને દેશના આર્થિક વિકાસને પ્રાધાન્ય આપ્યું અને ફરજ નીભાવી ૮ વર્ષ બાદ મુસાફરી ભાડામાં વધારો કરીને લોકપ્રિય બનવાને બદલે લાંબા ગાળાને દેશના ભાવિને ધ્યાનમાં રીર્ફોમીસ્ટ રેલવે બજેટ રજૂ કર્યું હતું. દિનેશ ત્રિવેદીની જેમ નાણાપ્રધાન પ્રણવ મુખર્જીની તાકત છે? કે સોનીયા ગાંધીને વિશ્વાસમાં લીધા વિના અત્યારે મેન ઓફ ધ બજેટ ગણાતા દિનેશ ત્રિવેદીની જેમ રીર્ફોમ- આર્થિક સુધારાલક્ષી બજેટ આપી શકશે?
યુપીએ સરકારને ખતરો નથીઃ બજેટ જાહેર થયા બાદ અમુક પક્ષો ટેકો પાછો ખેંચવાની ધમકી આપશે?
રેલવે બજેટથી રાજકીય હૂંસાતૂંસી શરૃ થયા બાદ શક્ય છે કે પ્રણવદાનું આજે બજેટ જાહેર થયા પછી અમુક પક્ષોની સરકારને ટેકો પાછો ખેંચવાની ધમકી આવશે, અને બજાર શક્ય છે ઘટશે. આ ધમકીઓ બજેટ સત્ર શુક્રવારે પૂરું થયા બાદ આવતી જઈ રવિવાર સાંજ સુધી આવતી રહે તો સમજી લેજો કે સોમવારે બજારો ખુલશે ત્યારે ગભરાટ- ઘટાડાના બજારમાં ખરીદી તક હશે. યુપીએ સરકારને કોઈ ખતરો નથી. રાજકારણ સમજવું હોય તો... કૃષિ પ્રધાન શરદ પવાર સંસદમાં બેભાન થઈ ગયા, ખરેખર મુલાયમ સિંહની સમાજવાદી પક્ષની ઉત્તર પ્રદેશ સરકારના શપશ સમારોહમાં ઉપસ્થિતિ- મિલન માટે અને સંસદમાં ગેરહાજર રહેવાની સગવડ હતી? એનસીપી યુપીએથી છૂટું નહીં થાય (૨) ૧૪, માર્ચ, બુધવારે રાત્રે મમતા બેનર્જીએ મનમોહન સિંહને ફેક્સ આપીને દિનેશ ત્રિવેદીને હટાવી મુકુલ રોયને રેલવે મંત્રી જાહેર કરવા કહ્યું! કેમ દિનેશ ત્રિવેદીને રાજીનામું આપવાનું ન કહ્યું? આ તો રાજકારણ છે આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા! ભસવું સહેલું છે, કરડવું મુશ્કેલ છે. જો સાચે સાત કરડી પણ લે અને ટેકો પાછો પણ ખેંચી લે તો યુપીએ દ્વારા સમાજવાદી પક્ષના ૨૨ સાંસદોને યુપીએની કારની ડીકીમાં સ્ટેપની તરીકે સ્ટોર કરી જ દીધા છે. ટેકો પાછો ખેંચવાની ધમકી આવે અને રાજકારણીઓની હૂંસાતૂંસીમાં કડાકા- ભડાકાં બોલાવાય તો જે લોકોને શેરો ખરીદવાના બાકી છે એ લોકોને રાજકારણીઓ તક આપશે.
પ્રણવનું બજેટ ૭૫ ટકા આર્થિક સુધારાલક્ષી, ૨૫ ટકા લોકપ્રિય હશે
(૧) કોર્પોરેટ ટેક્ષ વધશે.
(૨) સર્વિસ ટેક્ષ વધેસ, સર્વિસ ઈન્કમ- આવક પરની વેરા મુક્તિ મર્યાદા રૃ.૯ લાખથી વધીને રૃ.૧૨ લાખથી ૧૩ લાખ થશે.
(૩) સર્વિસ ટેક્ષને જાળમાં વધુ સર્વિસિઝને લવાશે.
(૪) વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા રૃ.૧.૮૦ લાખથી વધીને રૃ.૨.૨૫ લાખ થશે.
(૫) એકસાઈઝ ડયૂટી વધશે.
(૬) ડીઝલ કાર પર વનટાઈમ સ્પેશ્યલ ટેક્ષ લદાશે. જે કારના ફયુલ વપરાશ અને કિંમત મુજબ સ્લેબ નક્કી કરી સ્પેશ્યલ ટેક્ષ વનટાઈમ લાગુ થશે.
(૭) વર્ષ ૨૦૧૨-૧૩ માટે ડીસઈન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક રૃ.૩૫૦૦૦ કરોડ નક્કી થશે.
(૮) ચીનની હલચલને કારણે ડીફેન્સ બજેટ જોગવાઈમાં વધારવામાં આવશે. (વપરાશે ઓછી માત્ર માનસિક દબાણ ઊભુંકરાશે).
બેંકેંક્ષ ૩૨૬ પોઈન્ટ તૂટયોઃ આઈડીબીઆઈ, બીઓઆઈ, એચડીએફસી શેરો, કેનરા બેંક ગબડયા
રિઝર્વ બેંકે પ્રમુખ દરો યથાવત રાખીને ફુગાવાનું જોખમ હોવાના કરેલા નિવેદને બેંકિંગ શેરોમાં ફંડોની ઓવરબોટ પોઝીશન હળવી થવા સાથે આજનું બજેટ ઓફ નીવડવાના સંકેતે મંદીવાળાઓનું હેમરીંગ થયું હતું. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૩૨૫.૭૧ પોઈન્ટ તૂટીને ૧૨૨૦૩.૨૯ રહ્યો હતો. આઈડીબીઆઈ બેંક રૃ.૫.૧૫ તૂટીને રૃ.૧૧૦.૨૦, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧૬.૨૦ તૂટીને રૃ.૩૭૫.૬૫, કેનરા બેંક રૃ.૨૦.૨૦ તૂટીને રૃ.૫૦૬.૦૫, ઈન્ડસ ઈન્ડ બેંક રૃ.૧૦.૫૫ તૂટીને રૃ.૩૦૮.૯૦, યશ બેંક રૃ.૧૨.૧૦ ઘટીને રૃ.૩૭૪.૭૫, એચડીએફસી બેંક રૃ.૧૬.૧૦ ઘટીને રૃ.૫૧૦.૯૫, પીએનબી રૃ.૨૯.૩૫ ઘટીને રૃ.૯૯૭.૧૫, યુનીયન બેંક રૃ.૬.૮૫ ઘટીને રૃ.૨૪૦.૧૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૨૩.૬૦ તૂટીને રૃ.૯૩૦.૨૫, એકસીસ બેંક રૃ.૩૧.૩૦ તૂટીને રૃ.૧૨૪૨.૧૫, કોટક મહિન્દ્રા બેંક રૃ.૧૩.૪૫ ઘટીને રૃ.૫૫૭.૬૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૫૨.૦૫ ઘટીને રૃ.૨૨૯૯.૪૫, આંધ્ર બેંક રૃ.૭.૬૦ તૂટીને રૃ.૧૨૮.૩૫, સિન્ડિકેટ બેંક રૃ.૬.૬૫ ઘટીને રૃ.૧૧૩.૧૦, અલ્હાબાદ બેંક રૃ.૧૦.૩૦ ઘટીને રૃ.૧૯૩.૮૦, આઈઓબી રૃ.૫.૩૫ ઘટીને રૃ.૧૦૦.૫૦, ઓબીસી રૃ.૧૩.૩૦ ઘટીને રૃ.૨૯૨.૬૦, સેન્ટ્રલ બેંક રૃ.૫.૩૫ ઘટીને રૃ.૧૦૪.૭૫ રહ્યા હતા.
હોમ લોન સસ્તી નહીં થાયઃ રીયાલ્ટી શેરોમાં ધોવાણઃ ડીએલએફ, એચડીઆઈએલ, યુનીટેક ઘટયા
રિઝર્વ બેંકે પ્રમુખ દરો યથાવત રાખતા હોમ લોન પણ સસ્તી નહીં થવાના નિર્દેશે રીયાલ્ટી શેરોમાં ગાબડાં પડયા હતા. ડીએલએફ રૃ.૯.૮૦ તૂટીને રૃ.૧૯૫.૯૫, એચડીઆઈએલ રૃ.૪.૦૫ ઘટીને રૃ.૧૦૪.૭૦, યુનીટેક રૃ.૧ ઘટીને રૃ.૨૯.૮૫, અનંતરાજ ઈન્ડસ્ટ્રી રૃ.૧.૩૫ ઘટીને રૃ.૬૨.૯૦, શોભા ડેવલપર્સ રૃ.૫.૭૦ ઘટીને રૃ.૨૯૧.૧૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃ.૧૨.૭૦ ઘટીને રૃ.૬૬૩ રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એડવાન્સ ટેક્ષની ચૂકવણી નજીવી વધીને રૃ.૧૧૦૦ કરોડઃ શેર રૃ.૧૬ ઘટયો
રિલાયન્સ શેરોમાં પણ વેચવાલી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એડવાન્સ ટેક્ષની ચૂકવણી રૃ.૧૦૫૦ કરોડથી નજીવી વધીને રૃ.૧૧૦૦ કરોડ કર્યાના અહેવાલ વચ્ચે શેર રૃ.૧૬.૨૫ ઘટીને રૃ.૭૯૮.૦૫, રિલાયન્સ પાવર રૃ.૩.૧૦ ઘટીને રૃ.૧૩૨.૭૫ રહ્યા હતા. રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ પાવરને એનએસઈએ તેના નિફટી- ૫૦ ઈન્ડેક્ષ યાદીમાં બહાર કરીને એશીયન પેઈન્ટ્સ અને બેંક ઓફ બરોડાને સમાવવાના લીધેલા નિર્ણયે એડીએજી- રિલાયન્સ શેરો ઘટયા હતા.
માર્કેટબ્રેડથ નેગેટીવઃ ૧૮૪૮ શેરો ઘટયા
સ્મોલ- મિડ કેપ, 'બી' ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૮૩ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૮ અને વધનારની ૧૦૦૬ હતી. ૧૭૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ સામે ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોના ને ચાંદીની આયાત પર નિયંત્રણ આવવાની સંભાવના
ઇમ્પેક્ટ ફીનું ગુજરાતી ફોર્મ આવી જતાં મ્યુનિ.માં ૧૯મીથી એકબારી પ્રથા
ત્રણ વર્ષથી નાના બાળકોને નર્સરી પ્લેગુ્રપમાં ભણાવવા સામે PIL
ઇશરત કેસમાં કેન્દ્ર સરકારની બિનશરતી માફી હાઇકોર્ટે સ્વીકારી
મેડિકલ કોલેજોના ૨૭૦૦ પ્રોફેસરની ૨૨મીથી હડતાળ
એરપોર્ટ પર ઉંચી યુઝર ડેવલપમેન્ટ ફીની સમીક્ષાની જરૃર ઃ IATA
ચીનની બૂરી નિયત સામે સાવધ રહેવા મલિકનો અનુરોધ
શિખ રમખાણોના મામલામાં સોમવારે આખરી દલીલો
સેન્સેક્સ ૨૪૩ પોઇન્ટ તૂટયો રૃપિયો પણ ૪૭ પૈસા તૂટી ૫૦.૩૯
ગરીબ ગણાતા ઓરિસ્સા રાજ્યના પટ્ટાવાળા પાસે ૭૦ લાખની સંપત્તિ!
સાઉથ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની ૧૩૩ રનના સ્કોરે પાંચ વિકેટ પડી
ઇન્ડિયન વેલ્સઃ યોકોવિચ, નડાલ અને ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં
આગામી વર્ષે રૃા. ૩૦,૦૦૦ કરોડના લક્ષ્યાંક તરફ સંકેત
રેલ્વે બજેટની રજૂઆત પછી રેલ શેરો ખડી પડયા
૨૦૧૩માં પણ ભારતીય બેન્કોનું ભાવિ ધૂંધળું ઃએસએન્ડપી
બોલીવૂડમાં નંબરવન નિર્માતા બનવા યુવા પેઢી વચ્ચે તીવ્ર હરીફાઇ
ચોકલેટ બોય ઇમરાન ખાન દાઉદની ભૂમિકા ભજવશે
તેલુગુ હિટ ફિલ્મ 'માગાધીરા'ની હિંદી રિમેકનું સુકાન અભિષેક કપૂર સંભાળે એવી શક્યતા
રણવીર સિંહની પીઠમાં ઇજા થતાં બે અઠવાડિયાના આરામની સલાહ
દિગ્દર્શક અપૂર્વ લાખિયા સુપરહિટ ફિલ્મ 'ઝંજીર'ની રિમેક બનાવશે
ફુગાવાના જોખમે ગર્વનર ડી. સુબ્બારાવનો પ્રણવદાના આકરાં બજેટનો સંકેત
આજે રજૂ થનારા બજેટમાં રિફાઈન્ડ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી વધવાની શક્યતા
રૃપિયાની વધઘટને રોકવા આક્રમક પગલાં લેવાનું જરૃરી
સોના-ચાંદીમાં આજે રજૂ થનારા બજેટમાં ઈમ્પોર્ટ ડયુટી ફરી વધવાની શક્યતા
અમેરિકામાં ૧૯માંથી ૧૫ બેકો ફેડનાં સ્ટ્રેસ ટેસ્ટમાં પાસ થઈ
આજે ભારત બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવવા મક્કમ
એશિયા કપઃશ્રીલંકા સામેના વિજય સાથે પાકિસ્તાન ફાઇનલમાં પ્રવેશ્યું
સેેહવાગ અને ધોની વચ્ચે હવે સમાધાન થઇ ગયું છે ઃ ગાંગુલી
કૃપાશંકર સિંહના પરિવારની મિલકત જપ્ત ન કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ
બચ્ચન પરિવારે અભિષેક-ઐશ્વર્યાની પુત્રીનું નામ આરાધ્યા રાખ્યું
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શરદીને રોકવાના સરળ ઉપાય
સ્ટેટસ વધારવા બાળકોને ખોટી ટેવ ન પાડો
 

Gujarat Samachar Plus

ક્લાસમાં ૩૦ ટકા ચશ્માધારી પપ્પુઓ
અમદાવાદને ઈજિપ્તની આર્ટ સાથે જોડતી કડી
આઘ્યાત્મ સાથે જોડાય તે જ સાત્વિક સંગીત
મોબાઈલના મહાસાગરમાં લેન્ડલાઇન લવર્સ
આંખે જોવી અને નાકે સૂંઘવી ગમતી ગલીઓ
ચાઈનીઝ રિયાલીટીનો રંગ આપણા ફૂડમાં ક્યારે?
સ્ટાઈલીશ બનવા માટે રજૂઆત સાથે રંગનું મહત્ત્વ
  More Stories
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved