Last Update : 16-March-2012,Friday
 

અઠવાડિક ભવિષ્ય તા.૧૧-૩-૨૦૧૨ રવિવારથી તા.૧૭-૩-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ. લ. ઈ.)

 

આપના કામમાં માનસિક પરિતાપ- ચંિતા રહે પરંતુ આવક થાય. નોકરી- ધંધાનું કામ ઉકેલાતું જાય. તા. ૧૪ માર્ચથી મીનારક શરુ થવાના કારણે આપને પુત્ર- પૌત્રાદિકની ચંિતા રહે. સંતાનને બીમારીથી સંભાળવું પડે તેમજ વિદ્યા ભણતરના પ્રશ્નમાં, વિવાહ લગ્નના પ્રશ્નમાં આપે સમય ફાળવવો પડે, ખર્ચ કરવો પડે, બહાર જવું પડે. તા. ૧૧ માર્ચ રવિ- આનંદથી તમારું કામકાજ કરી શકો, ૧૨ સોમ- બજારોની વધઘટમાં વેપારમાં સંભાળવું પડે, ૧૩ મંગળ- નોકરી ધંધાના ખાતાકીય કામમાં, બજારના કામમાં મુશ્કેલી પડે સમય- નાણાંનો વ્યય થાય, ૧૪ બુધ - પત્ની પરિવારથી આપને આપના અંગત કામમાં, અન્ય કામમાં ચંિતા તકલીફ રહે, ૧૫ ગુરૂ- ધર્મકાર્ય થાય, યાત્રા- પ્રવાસ મુલાકાત થાય, ૧૬ શુક્ર- કામકાજમાં સફળતા, આનંદ રહે, ૧૭ શનિ- નોકરી- ધંધાના કામ અંગે બહાર જવાનું થાય.

 

વૃષભ (બ. વ. ઉ.)

 

જેમ જેમ સપ્તાહ પસાર થાય તેમ તેમ તમારા હૃદય-મનની વ્યગ્રતા ઓછી થતી જાય. નોકરી- ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. પુત્ર- પૌત્રાદિકના કામ અંગે ચર્ચા- વિચારણા થાય. ધર્મકાર્ય થઈ શકે પત્નીના સ્વભાવના કારણે, નિર્ણયના કારણે તમને ગુસ્સો ઉશ્કેરાટ આવી જાય. સાંધામાં, કમરમાં દર્દ-પીડા છતાં કામમાં વ્યસ્ત રહેવું પડે. સતત કામની વ્યસ્તતા, દોડધામ, બેસવામાં લાંબી બીમારી, પીડા થાય નહીં તેની સતર્કતા રાખવી, ખાવાપીવામાં ઘ્યાન રાખવું પડે. તા. ૧૧ માર્ચ રવિ- હળવાશ, રાહત રહે, બહાર જવાનું થાય, ૧૨ સોમ- નોકરી- ધંધાના કામમાં ઘ્યાન આપી શકો, કામ ઉકેલાય, ૧૩ મંગળ- માનસિક વ્યગ્રતા- રહે, ગુસ્સો આવી જાય. ૧૪ બુધ- પત્ની પરિવારના કામમાં ચંિતા છતાં સહકાર આપવો પડે, ૧૫ ગુરૂ- નોકરી ધંધાના કામમાં, નાણાંકીય કામમાં ગાફેલ રહેવું નહીં, ૧૬ શુક્ર - તન, મન, ધનથી વાહનથી સંભાળવું પડે, ૧૭ શનિ- જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ થતી જણાય.

 

મિથુન (ક. છ. ઘ.)

 

આપે બજારની વધઘટમાં ધીરજ- શાંતિથી વેપાર કરવો હિતાવહ રહેશે. નોકરી- ધંધાની મુલાકાતમાં ચર્ચા- વિચારણામાં તમારી મનુષ્ય સર્જિત ભૂલના કારણે નુકસાન થાય નહીં તેનું ઘ્યાન રાખવું સંતાનની ચંિતા રહે તે સિવાય ધર્મકાર્ય થાય, સીઝનલ કામમાં આવક થાય, નવાનવી નોકરી હોય, હોદ્દો હોય કે સ્થળાંતર થયેલું હોય તેમણે કોઈની વાતોથી પ્રભાવિત થઈ જવું નહીં તેમજ કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં . તા. ૧૧ માર્ચ- રવિ ધર્મકાર્ય થાય, વ્યવહારિક, સામાજિક કામ થઈ શકે, ૧૨ સોમ- બજારોના નોકરીના કામમાં ઘ્યાન આપી શકો, ૧૩ મંગળ- નાણાંકીય કામમાં, કૌટુંબિક કામમાં ચંિતા રહે, ૧૪ બુધ- મીનારકની શરુઆત થવાથી શાંતિથી દિવસ પસાર કરવો, ૧૫ ગુરૂ- આનંદ, ઉત્સાહમાં વધારો થાય તેવું કામ થાય, ૧૬ શુક્ર- આકસ્મિક કોઈ કામ થાય, ફાયદો લાભ થાય, ૧૭ શનિ- તન- મન- ધનથી વાહનથી સંભાળવું રસ્તામાં આવતા જતા કોઈનાથી બેઘ્યાન થવું નહીં.

 

કર્ક (ડ. હ.)

 

કુંભ સંક્રાંતિની સમાપ્તિ અને મીન સંક્રાંતિના પ્રારંભમાં આપે શાંતિથી સમય પસાર કરી લેવો હિતાવહ રહેશે. ઘર- પરિવારના સગા- સંબંધી, મિત્રવર્ગના તેમજ માતૃપક્ષ, પિતૃપક્ષના પ્રશ્નમાં, નોકરી- ધંધાના પ્રશ્નમાં હૃદય- મનની આંતરિક વ્યથા મુંઝવણ અનુભવાય, નાણાંની લેવડ-દેવડના, બેંક હપ્તાની ધંધાની ચુકવણીના પ્રશ્નમાં ઉઘરાણી કરનારના દબાણ, ભારણમાં, દેવાના પ્રશ્નમાં મૃત્યુજનક પરિસ્થિતિમાંથી સમય પસાર કરતા હોવ તેમ લાગ્યા કરે. તા. ૧૧ માર્ચ રવિ- સગા- સંબંધી મિત્રવર્ગ, નિકટના સ્વજન- સ્નેહીના કારણે ચંિતામાં રહો. ૧૨ સોમ- થોભો અને રાહ જુઓથી નોકરી- ધંધાનો નિર્ણય કરવો, ૧૩ મંગળ- શેરોના, સંતાનના, નોકરી- ધંધાના પ્રશ્ને ચંિતા ઉચાટ રહે, ૧૪બુધ કુંભ સંક્રાંતિની સમાપ્તિએ ઉતાવળિયો કોઈ નિર્ણય કરવો નહીં, ૧૫ ગુરૂ ધર્મકાર્ય, ભક્તિ પૂજાથી હળવાશ રહે, ૧૬ શુક્ર- નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપી શકો, ૧૭ શનિ- વિચારોની દ્વિધા- શંકા અવિશ્વાસમાં અટવાયેલા રહો.

 

સંિહ (મ. ટ.)

 

મીન સંક્રાંતિના પ્રારંભથી આગામી ત્રીસ દિવસ આપે તન- મન- ધનથી સંભાળવા પડે, નોકરી- ધંધામાં કોઈ નુકસાની, બંધનમાં આવી ન જાવ તેની સાવધાની રાખવી, નાણાંની લેવડદેવડના પ્રશ્નમાં અગત્યના સહી- સિક્કા કરવામાં ચોકસાઈ, ખાતરી કર્યા પછી નિર્ણય કરવો. કામ, વૈતરું કરો છતાં કામની કદર થાય નહીં, જસ મળે નહી, ધંધાના કામમાં કારીગર, માણસની તકલીફના કારણે સમયસર કામ થાય નહીં બહાર કામ કરાવવામાં વઘુ નાણાં આપી આવકના બદલ નુકસાન કરી સમયસર ધંધો કરવો પડે.તા. ૧૧ ફેબુ્ર રવિ- ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય, ૧૨ સોમ- નોકરી- ધંધાની મુલાકાતમાં, કામમાં ઘ્યાન રાખવું, ૧૩ મંગળ ઘર- પરિવારમાં વિવાદ- ઉશ્કેરાટ થઈ જાય, ૧૪ બુધ- નોકરી- ધંધાના કામમાં, ઘર પરિવારના કામમાં ચંિતા મુશ્કેલી, ૧૫ ગુરૂ- પુત્ર- પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે, ૧૬ શુક્ર- અગત્યના નિર્ણયમાં, કામકાજમાં સાવધાની રાખવી, ૧૭ શનિ- હરો ફરો કામ કરો પરંતુ શરીરથી મનથી અસ્વસ્થ રહો.

 

કન્યા (પ. ઠ. ણ.)

 

કુંભ સંક્રાંતિની સમાપ્તિથી ધીમે ધીમે આપ સ્વસ્થ બનતા જાવ. આપના નોકરી- ધંધાના કામમાં હળવાશ રાહત રહે, વધારાના કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે, ધંધામાં આવક થાય, કમિશન- દલાલી- એજન્સીના કામમાં, ઇન્કમટેક્ષના કામમાં ચંિતા- મુશ્કેલી હળવી થાય. ધર્મકાર્ય- આત્મસ્ફૂરણા થાય, પુત્ર- પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય, જૂના સંબંધો- સંસ્મરણો તાજા થાય. તા. ૧૧ માર્ચ- રવિ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો, ૧૨ સોમ- નોકરી- ધંધાના કામમાં ચંિતા પછી રાહત, ૧૩ મંગળ- શાંતિ રાખવી, ૧૪ બુધ - કુંભ સંક્રાંતિની સમાપ્તિના કારણે નોકરી- ધંધામાં સતર્ક રહેવું, કાળજી રાખવી, ૧૫ ગુરૂ- ઘર પરિવારના સગા- સંબંધી મિત્રવર્ગની કામની વ્યસ્તતા રહે, ખર્ચ થાય, ૧૬ શુક્ર- નોકરી- ધંધાનું કામ થાય, ૧૭ શનિ- પુત્ર- પૌત્રાદિકની ચંિતા રહે.

 

તુલા (ર. ત.)

 

મીન સંક્રાંતિના પ્રારંભથી આપના કામકાજમાં રાહત, સાનુકૂળતાની શરુઆત થાય, પુત્ર- પૌત્રાદિકના કામમાં ચંિતા- મુશ્કેલી હળવી થતી જાય, આપના અંગત કામમાં આવેલી રૂકાવટ હળવી થવાના કારણે તમારી હતાશા, નિરાશા દૂર થાય, આત્મવિશ્વાસમાં વધારો થાય, નોકરી- ધંધાના કામમાં આવક થાય, વ્યસ્તતા રહે, કુટુંબ- પરિવારના નોકરી ધંધાના, મિત્રવર્ગના સંબંધ, વ્યવહારમાં નિકટતા જણાય, ગેરસમજ મનદુઃખ થયેલ હોય તો રૂબરૂ મુલાકાત, ચર્ચા- વિચારણાથી દૂર થાય. તા. ૧૧ માર્ચ રવિ- માનસિક પરિતાપ રહે, ૧૨ સોમ- નોકરી- ધંધાના કામમાં વ્યસ્તતા રહે, ૧૩ મંગળ- કુટુંબ પરિવારના કામમાં ચંિતા વ્યગ્રતા, ૧૪ બુધ- પત્ની સંતાનના નોકરી- ધંધાના કામમાં, મુલાકાતમાં ઉતાવળ, ગુસ્સો, ઉશ્કેરાટ કરવો નહીં, ૧૫ ગુરૂ- ધર્મકાર્ય, યાત્રા-પ્રવાસ મુલાકાતથી આનંદ, ૧૬ શુક્ર- નોકરી- ધંધાના કામ અંગે કોઈ તે મળવાનું થાય, જૂના નવા સંબંધમાં સાનુકૂળતા, ૧૭ શનિ- હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે.
વૃશ્ચિક (ન. ય.)
આપે કુંભ સંક્રાંતિની સમાપ્તિએ શાંતિ, ધીરજ રાખવી જરૂરી રહેશે. ઘર- પરિવારના, નોકરી- ધંધાના કામમાં ઉતાવળ કર્યા વગર, ગુસ્સો કર્યા વગર શાંતિથી, સ્વસ્થતાથી વિચારવું, માનસિક વ્યગ્રતા, અકળામણ, મુંઝવણમાં બોલી નાંખો અને બિનજરૂરી વિવાદ થઈ જાય, નુકસાન થાય, બી.પી.ની વધઘટ, છાતીમાં દર્દપીડાની બેકાળજી રાખવી નહીં. કોલોસ્ટ્રોલ, થાયરોડની દવા લેનારે દવા લેવામાં નિયમિતતા જાળવવી, તે સિવાય પુત્ર- પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકાય. તા. ૧૧ ફેબુ્ર. રવિ- ચંિતા ખર્ચ માનસિક પરિતાપ, ૧૨ સોમ- શાંતિ ધીરજ રાખી, ૧૩ મંગળ- નોકરી- ધંધાના કામમાં ચંિતા, વ્યગ્રતા- ગુસ્સો જણાય, ૧૪ બુધ- શાંતિથી દિવસ પસાર કરી લેવો, ૧૫ ગુરૂ- હૃદય-મનની શાંતિ હળવાશ જણાય, ધર્મકાર્ય થાય, ૧૬ શુક્ર- કામકાજમાં સફળતા પ્રગતિ- આનંદ રહે, ૧૭ શનિ- બહારના કે બહારગામના કામમાં ઘ્યાન રાખવું પડે.

 

ધન (ભ. ધ. ફ. ઢ.)

 

ંમીન સંક્રાંતિના પ્રારંભના કારણે આપના હૃદય, મનની આંતરિક વ્યથા ચંિતા વધે, બી.પી.ની વધઘટ, છાતીમાં દર્દ-પીડાથી સંભાળવું નિકટના સ્વજન, સ્નેહી, મિત્રવર્ગમાં બીમારી, ચંિતા, આકસ્મિક ઘાત- પીડાનું આવરણ આવી જાય. તે સિવાય મકાન બાંધકામનો ધંધો કરનારે, ટ્રાવેલ્સનું કામકાજ કરનારે, ભાગીદારીમાં ધંધો કરનારે વિવાદ- નુકસાન થાય નહીં તેનું ઘ્યાન રાખવું. તા. ૧૧ માર્ચ રવિ- કામકાજમાં સાનુકૂળતા રહે, ૧૨- સોમ નોકરી- ધંધાનું કામ થાય, ૧૩ મંગળઃ અગત્યના કામ માટે, સરકારી કાનુની કામ અંગે ચંિતા રહે, ૧૪ બુધ- વિવાદ, ગેરસમજ થાય નહીં તેનું ઘ્યાન રાખવું, ૧૫ ગુરૂ- વિચારોની દ્વિધા- માનસિક પરિતાપ રહે, ૧૬ શુક્ર- શાંતિથી, ધીરજથી કામ કરવું, ગુસ્સો કરવો નહીં, ૧૭ શનિ- કૌટુંબિક, પારિવારિક પ્રશ્નમાં ચંિતા ઉચાટ રહે.

 

મકર (ખ. જ.)

 

કુંભ સંક્રાંતિની સમાપ્તિ થવાના કારણે ધીમે ધીમે હળવાશ, રાહત અનુભવતા જાવ પરંતુ આ સપ્તાહમાં આપે આપના નોકરી- ધંધાના કુટુંબ પરિવારના, પત્ની- સંતાનના પ્રશ્નમાં, કાનૂની, સરકારી પ્રશ્નમાં ગાફેલ રહેવું નહીં. કોઈની વાતોમાં બેઘ્યાન થવામાં નોકરી- ધંધાનું કામ ભૂલી જાવ કે ખોટો નિર્ણય લેવાઈ જવાથી, સહી-સિક્કા થવાથી મુશ્કેલીમાં મુકાવ, ખાવાપીવામાં ઘ્યાન રાખવું, મકાન- જમીન- મિલ્કત અંગેના વિવાદી પ્રશ્નમાં ખેંચતાણ અનુભવાય. તા. ૧૧ માર્ચ રવિ- ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય, ૧૨ સોમ- નોકરી- ધંધાના કામમાં, સરકારી કાનુની કામમાં જાગૃતિ રાખવી, ૧૩ મંગળ- વાણીમાં મીઠાશ ને વ્યવહારમાં નમ્રતા રાખવી, ૧૪ બુધ - શાંતિથી દિવસ પસાર કરી લેવો, ૧૫ ગુરૂ- વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો, ધર્મકાર્ય થાય, ૧૬ શુક્ર- ખર્ચ થાય નાણાંકીય પ્રશ્નમાં સંભાળવું પડે, ૧૭ શનિ- માનસિક પરિતાપ રહે.

 

કુંભ (ગ. શ. સ. ષ.)

 

સૂર્ય આપની રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશતા તા. ૧૪ માર્ચથી મીનારક શરુ થાય છે. આપને આપના અંગત કામમાં, પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા રહે, માનસિક તણાવ રહે, તમારી ભૂલના કારણે કોઈ તકલીફ થાય નહીં તેનું ઘ્યાન રાખવું, વિચારોની સ્થિરતા, શાંતિ, સ્વસ્થતા, જાળવીને શાંતિથી સમય પસાર કરવો નોકરી- ધંધાના કામમાં ચંિતા- મુંઝવણ ઓછી થતી જાય. કામ થવાથી, આવક આવવાથી આપના રોજીંદા ખર્ચનો વ્યવહાર, નાણાંની લેવડદેવડનો વ્યવહાર સચવાઈ રહે. તા. ૧૧ માર્ચ રવિ- સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય, બહાર જવાનું થાય, ૧૨ સોમ- નોકરી- ધંધાના કામની વ્યસ્તતા રહે, ૧૩ મંગળ- કામકાજમાં હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે, તકલીફ જણાય, ૧૪ બુધ - શાંતિથી દિવસ પસાર કરી લેવો, ૧૫ ગુરૂ- પુત્ર- પૌત્રાદિકના કામમાં, નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા, ૧૬ શુક્ર- કામકાજમાં પ્રગતિ, ચંિતા હળવી થાય, ૧૭ શનિ- નોકરી- ધંધાના કામમાં જાગૃતિ રાખવી.

 

મીન (દ. ચ. ઝ. થ.)

 

સૂર્ય આપની રાશિમાં પ્રવેશવાના કારણે આપ આ સપ્તાહના અંતથી ધીરે ધીરે હળવાશ, રાહત અનુભવતા જાય. તમારી ચંિતા- મુશ્કેલી હળવી થતી જાય અને સ્વસ્થતાથી, આનંદથી તમારું કામ કરી શકો. નોકરી- ધંધામાં જૂના સંબંધો, સંસ્મરણો તાજા થાય વધારાની આવક પ્રાપ્ત થાય. પરંતુ આ સપ્તાહમાં સરકારી, કાનૂની કામમાં બેંકોના, વીમાના કરવેરાના કે અન્ય નાણાં ચૂકવવાણીના પ્રશ્નમાં ગાફેલ રહેવું નહીં. તા. ૧૧ માર્ચ- રવિ અસ્વસ્થતા ઉચાટ અશાંતિ વિવાદ ઉશ્કેરાટ રહે, ૧૨ સોમ- નોકરી ધંધામાં તકલીફ મુશ્કેલી જણાય, ૧૩ મંગળ- મહત્ત્વની મુલાકાત- ચર્ચા- વિચારણામાં ઉતાવળ કરવી નહીં, ૧૪ બુધ - કુંભ સંક્રાંતિની સમાપ્તિ અને મીન સંક્રાંતિના પ્રારંભના કારણે શાંતિથી દિવસ પસાર કરી લેવો ૧૫ ગુરૂ ધર્મકાર્ય થાય, નોકરી- ધંધાનું કામ થાય, ૧૬ શુક્ર- વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો, ૧૭ શનિ- પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા રહે.

[Top]
 
 
 

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved