Last Update : 16-March-2012,Friday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૬-૩-૨૦૧૨ શુક્રવાર
ફાગણ વદ નોમ
પારસી શહેનશાહી આવાં માસ શરૂ
બજારોમાં વધઘટ ?
દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૯ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૭ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૩૭ મિ., (સૂ) ૭ ક. ૩૬ મિ., (મું) ૭ક. ૩૫ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ પુર્વાષાઢા રાત્રે ૨૮ક.૪૭ મિ. સુધી પછી ઉત્તરાષાઢા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મીન, મંગળ - સંિહ (વ.), બુધ - મીન (વ.) ગુરૂ - મેષ, શુક્ર ઃ મેષ, શનિ - તુલા (વ.), રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ વસંત ૠતુ, રા. દિ. ફા. ૨૬
માસ-તિથિ-વાર ઃ ફાગણ વદ નોમ ને શુક્રવાર.
- વ્યતિપાત સવારના ૯ ક. ૩૨ મિ. સુધી - વિષ્ટી ૨૮-૫૫થી.
- બુધ અસ્ત પતિક્રમમાં. આજે બજારોમાં વધઘટ જણાય.
- પારસી આવાં માસ શરૂ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩, રબિ ઉલ આખર માસનો ૨૨ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આવાં માસનો પ્રથમ રોજ હોરમજદ.
- કદમી માહ ૯મો આદર શરૂ.
- શહેનશાહી બીજી હાવન ગેટ.
- ફસલી ગાથા ૨ ઉશ્તવદ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે આપના નોકરી-ધંધાની મુલાકાત, ચર્ચા-વિચારણામાં, કમિશનના વ્યવસાયમાં સાનુકૂળતા રહે. કામ થાય, આવક થાય.

વૃષભ ઃ સમયસર પોતાની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. નોકરી-ધંધાના કામમાં શારીરિક-માનસિક અસ્વસ્થતાથી કંઈ ગમે નહીં.

મિથુન ઃ આપના હૃદય-મનની પ્રસન્નતારહે તેવું કામ થાય. નોકરીમાં ઉપરીવર્ગ, સહકાર્યકરવર્ગથી સહકાર મળી રહે. ધંધામાં ધંધો, આવક થાય.

કર્ક ઃ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. નોકરી, ધંધાના કરારી કામમાં, આવકમાં, સાનુકૂળતા રહે. વધારાનું કામ થાય.

સંિહ ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધાના કામમાં જુના સંબંધો તાજા થાય. ધંધો મેળવવામાં સાનુકૂળતા રહે.

કન્યા ઃ ઘર, પરિવારના પ્રશ્ને, સગાસંબધી મિત્રવર્ગના પ્રશ્ને ચંિતા ઉચાટ રહે. વધારાનો ખર્ચ થાય. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે.

તુલા ઃ દેશ-પરદેશના કામમાં, નોકરી-ધંધાના કામમાં આપને પ્રગતિ જણાય. પુત્ર પૌત્રાદિકની ચંિતા હળવી થાય. બહાર જવાનું થાય. આનંદ રહે.

વૃશ્વિક ઃ નોકરી-ધંધાના સંબંધ-ઓળખાણમાં કામ ઉકેલાય. ધંધો, આવક થાય. કુટુંબ, પરિવારના, પુત્ર-પૌત્રાદિકના કામમાં વ્યસ્તતા રહે.

 

ધન ઃ આપને કામની વ્યસ્તતા છતાં માનસિક પરિતાપ ચંિતા-દ્વિધા રહે. સગાસંબંધી-મિત્રવર્ગના કારણે આપને શાંતિ જણાય નહીં.

મકર ઃ નોકરી-ધંધાના, ઘર પરિવારના કામમાં ખર્ચ-ચંિતા રહે. જાહેર સંસ્થાકીય કામમાં, પત્ની-સંતાન-મિત્રવર્ગના સંબંધમાં સંભાળવું પડે.

કુંભ ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધાના કામ અંગે ચર્ચા વિચારણા થાય. ધંધો-આવક થવાથી આનંદ રહે.

મીન ઃ આપના નોકરી-ધંધાના તેમજ અંગત કામમાં અન્યના સહકારના કારણે કામના ઉકેલમાં સાનુકૂળતા રહે. પ્રગતિ જણાય.

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

જન્મ તારીખ વર્ષ સંકેત

તા. ૧૬ માર્ચ ૨૦૧૨ શુક્રવાર

આજથી શરૂ થતા જન્મવર્ષના પ્રારંભે ત્રીસ દિવસ નોકરી-ધંધાના, ઘર પરિવારના કામમાં ચંિતા રખાવે. નાણાંકીય આયોજનમાં, ખેંચતાણ ચંિતા-મુંઝવણ છતાં આપનુંકામ ઉકેલાય. સ્થળ, સ્થાનની ફેરફારીના સંજોગો ઊભા થાય. સીઝનલ ધંધામાં, આવકમાં સાનુકૂળતા રહે.
- જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ આપને અવારનવાર શારિરીક, માનસિક અસ્વસ્થતાના કારણે રોજીંદા કામમાં તકલીફ પડે. સ્ફૂર્તિ, તાજગી, ઉત્સાહનો અભાવ જણાય. વજન વધારે હોય, કોલોસ્ટ્રોન વધારે હોય તેમણે સંભાળવું પડે.
- નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં વધારાના જોખમો વધારવા નહીં. નવી ફેરફારી કરવાનો નિર્ણય કરવો નહીં.
- મકાન-જમીન-મીલકતના પ્રશ્નમાં, પરિવારની મીલ્કતમાં આપે સાવધાની રાખવી પડે. વેચાણ-ખરીદી કે વહેંચણીમાં આપને તકલીફ પડે.
- સ્ત્રી વર્ગને વર્ષ મઘ્યમ રહે. કૌટુંબીક પ્રશ્નમાં ચંિતા રહે.
- વિદ્યાર્થીવર્ગને ભણવા માટે મહેનત વધારવી પડે. વઘુ પડતા આત્મવિશ્વાસમાં તકલીફ પડે.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન અને લીલી આખી સોસાયટીમાં સૌથી વઘુ ઝગડાળું હતા. એમનો ઝગડો સવાર પડે ને શરૂ થઈ જતો તે મોડી રાત સુધી ચાલતો.
એક દિવસ એમનો પડોશી લલ્લુ બીજા પડોશી મગનને કહી રહ્યો હતો... ‘‘સારું છે કે આ બન્ને ઝગડાળું એકબીજાને પરણ્યા એટલે એ બે જ દુઃખી થશે બાકી બન્ને બીજાને પરણ્યા હોત તો ચાર જણ દુઃખી થાત...’’

[Top]
 

આજ ની રેસીપી

 

વેજિટેબલ ક્લબ સેન્ડવિચ
સામગ્રી ઃ બ્રેડ ૧ મઘ્યમ કદની, માખણ ૧૦૦ ગ્રામ, સફેદ મરચું ૧/૪ ચમચી, મસ્ટર્ડ પાવડર ૧/૪ ચમચી, ટમેટાં ૩, સિરકામાં પલાળેલી ડુંગળી ૩, ટમેટા કેચપ અંદાજથી, લીલા વટાણા ૧૦૦ ગ્રામ, ફ્‌લાવર ૧૦૦ ગ્રામ, ચણાનો લોટ ૧૦૦ ગ્રામ.
રીત ઃ બ્રેડની સ્લાઇસની કઠણ કિનારી કાઢી નાખો. લીલા વટાણા, ફ્‌લાવર બારીક કાપો તેને ચણાના લોટ સાથે એક વાસણમાં થોડા સાંતળી લો. તેમાં થોડો ટોમેટો કેચઅપ, સફેદ મરચું, મસ્ટર્ડ પાવડર, બારીક કાપેલી ડુંગળી, કાપેલી કોથમીર વગેરે નાખી મસાલાનું એકસરખું મિશ્રણ બનાવી દો.
બ્રેડની એક સ્લાઇસ પર માખણ લગાવી તેની ઉપર ટોમેટો કેચઅપ લગાવો. તેની ઉપર બીજી સ્લાઇસ મૂકી બરાબર ચીપકાવી દો.
આ બધી સામ્રીને ક્લબ સેન્ડવિચના સાંચામાં મૂકી ગરમ તેલમાં તળી લો. ખૂબ સ્વાદિષ્ટ સેન્ડવિચ છે.
પીન વ્હીલ સેન્ડવિચ
સામગ્રી ઃ ૧ મઘ્યમ કદની (વગર કાપેલી) બ્રેડ, માખણ ૨૦૦ ગ્રામ ટમેટાનો સોસ, ફુદીનાની ચટણી મીઠું જરૂર જેટલા.
રીત ઃ બ્રેડને લાંબા ટુકડામાં કાપો. તેના ચારે બાજુના કડક ભાગને કાઢી નાખો. વેલણની મદદથી આ કકડાને હળવે હાથે વણવો કેમ કે તેને જરા પાતળો કરવાનો જ આશય છે. ત્યાર બાદ માખણ લગાવો અને તેની ઉપર ટમેટાનો સોસ અથવા ફુદીનાની ચટણી મીઠું લગાવી તેનો રોલ બનાવી દો. સોસ અને ચટણીના અલગ સેન્ડવીચ બનાવો. નેપકિનમાં વીંટીને થોડો સમય એક બાજુએ મૂકી દો અથવા ફ્રિજમાં મૂકી દો. ત્યાર બાદ કાઢીને તેની ગોળ ગોળ સેન્ડવીચ કાપી લો. આ સેન્ડવીચ ખૂબ સ્વાદિષ્ટ લાગશે. તદ્દન સાદી સેન્ડવીચ છે.

[Top]

84th Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

election
 
amul
   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved