Last Update : 27-Feb-2012, Monday
 
 

ઓસ્ટ્રેલિયાનો ફાઇનલમાં પ્રવેશઃ ભારતને હવે ચમત્કારની આશા
ઓસ્ટ્રેલિયા સામે હારતા ભારતની ફાઇનલ પ્રવેશની આશા નહીંવત

 

૨૫૩ના પડકાર સામે ભારત ૧૬૫માં જ ખખડયું ઃ ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ શો જારી ઃ ભારત હવે ૨૮મીએ શ્રીલંકા સામે રમશે
સીડની,તા.૨૬
ટોચના બેટ્સમેનોએ ફ્લોપ શો જારી રાખતાં પરિણામે ભારતનો ઓસ્ટ્રેલિયા સામેની મહત્વની વન ડેમાં ૮૭ રનથી શરમજનક પરાજય થયો હતો અને આ સાથે ત્રિકોણીય જંગમાંથી ભારતીય ટીમ લગભગ બહાર ફેંકાઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાએ આ જીત સાથે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે કોઇ ચમત્કારને જ સહારે ભારત ફાઇનલમાં પ્રવેશ મેળવી શકે તેમ છે. કરો યા મરો વન ડેમાં જીતવા માટેના ૨૫૩ રનના આસાન લાગતા પડકાર સામે ભારતીય ટીમ ૩૯.૩ ઓવરમાં માત્ર ૧૬૫ રનમાં ખખડી ગઇ હતી.
ભારત ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર ફેંકાઇ ગયું છે. જો કે ગાણિતીક રીતે જોઇએ તો ભારતે શ્રીલંકાને તેની આખરી લીગ મેચમાં બોનસ પોઇન્ટ સાથે હરાવવું પડે અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા પણ શ્રીલંકાને કારમો પરાજય આપે તેવી પ્રાર્થના કરવી પડે. જો આમ થાય તો ભારત અને શ્રીંલંકાના પોઇન્ટ ૧૫-૧૫ થશે અને આખરે નેટ રન-રેટને આધારે નિર્ણય લેવાશે. હાલમાં ઓસ્ટ્રેલિયા ૧૯, શ્રીલંકા ૧૫ અને ભારત ૧૦ પોઇન્ટ સાથે અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે. સીડનીમાં જીતવા માટેના આસાન લાગતા ૨૫૩ના પડકારનો પીછો કરવા ઊતરેલા ભારતે બીજી ઓવરથી જ વિકેટ ગુમાવવો સિલસિલો શરૃ કરી દીધો હતો. સેહવાગ માત્ર પાંચ રને આઉટ થયો હતો. તેંડુલકર ૧૪ રનના વ્યક્તિગત સ્કોર પર વિવાદિત રીતે રનઆઉટ થયો હતો. રન લેવા દોડી રહેલા તેંડુલકરની આગળ બોલર બ્રેટ લી આવી ગયો હતો અને તેના લીધે તેંડુલકરને અટકવું પડયું હતુ. આ દરમિયાનમાં વોર્નરે વિકેટ વિખેરી નાંખતાં તેંડુલકર વિવાદિત રીતે રનઆઉટ થયો હતો. અમ્પાયર ટફેલે તરત તેને આઉટ જાહેર કર્યો હતો, જે પછી ટફેલ અને બાઉડને ચર્ચા કરી હતી પણ આ વખતે તેમણે તેંડુલકરને પાછા બોલાવવા જેટલું સૌજન્ય દાખવ્યું નહતુ. ગંભીર (૨૩) અને કોહલી (૨૧)એ ભારતની જીતની આશા જગાવતા ૪૪ રનની ભાગીદારી કરી હતી પણ ઇનિંગની ૧૬મી ઓવરમાં કોહલીને વોટસને અને ત્યાર બાદની ઓવરમાં મેકેયે ગંભીરને આઉટ કરતાં ભારતને ફટકો પહોંચ્યો હતો. આ પછી ભારતની વિકેટ પડવાનો સિલસિલો જારી રહ્યો હતો. રૈના ૮, જાડેજા ૮ રને આઉટ થયાં હતા. કેપ્ટન ધોનીએ આશ્ચર્યજનક રીતે ડિફેન્સીવ બેટિંગ કરતાં ૪૯ બોલમાં ૧૪ રન કર્યા હતા અને તે હિલ્ફેન્હોસનો શિકાર બન્યો હતો. લો ઓર્ડરમાં અશ્વિને ૨૬ અને ઇરફાન પઠાણે ૨૨ રન કર્યા હતા પણ ત્યાં સુધીમાં ભારતની હાર લગભગ નિશ્ચિત બની ગઇ હતી. અગાઉ ટોસ જીતીને બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાની શરૃઆત સારી રહી નહતી અને વોટસન ૧, ફોરેસ્ટ ૭ અને માઇકલ હસી ૧૦ રને આઉટ થયા હતા. જો કે વોર્નરે એક છોડો સાચવી રાખતાં ૬૬ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૬૮ રન ફટકાર્યા હતા. જે પછી ડેવિડ હસી અને વેડની જોડીએ વ્યક્તિગત અડધી સદીઓ ફટકારતાં ૯૪ રનની નિર્ણાયક ભાગીદારી કરી હતી. આ દરમિયાન ડેવિડ હસીને ફિલ્ડિંગમાં વિધ્ન સર્જવા બદલ નવા નિયમ અંતર્ગત આઉટ આપવા માટે ભારતે અપીલ કરી હતી પણ અમ્પાયરોએ તેને ઠુકરાવી દીધી હતી. જેના કારણે તેને જીવતદાન મળ્યું હતુ. ભારત તરફથી સેહવાગે ત્રણ અને પ્રવિણ કુમાર-ઉમેશ યાદવે ૨-૨ વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયા

-

રન

બોલ

વોર્નર કો.રૈના બો.જાડેજા

૬૮

૬૬

વોટસન કો.યાદવ બો.પી.કુમાર

૦૧

૦૭

ફોરેસ્ટ બો.પી.કુમાર

૦૭

૧૮

એમ.હસી રનઆઉટ

૧૦

૨૧

ડી.હસી કો.ધોની બો.યાદવ

૫૪

૬૪

વેડ કો.ધોની બો.યાદવ

૫૬

૬૬

ક્રિસ્ટીયન કો.જાડેજા બો.સેહવાગ

૨૪

૩૨

મેકેય સ્ટ.ધોની બો.સેહવાગ

૦૧

૦૨

લી કો.કોહલી બો.સેહવાગ

૦૪

૧૫

ડોહર્ટિ અણનમ

૧૩

૦૯

વધારાના (લેગબાય ૯, વાઇડ ૫)

૧૪

 

 

 

કુલ ૫૦ ઓવરમાં ૯ વિકેટે

૨૫૨

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૫ (વોટસન ૨.૨), ૨-૨૬ (ફોરેસ્ટ ૬.૨), ૩-૫૭ (એમ.હસી ૧૩.૨), ૪-૧૦૭ (વોર્નર ૨૦.૬), ૫-૨૦૧ (વેડ ૩૯.૨), ૬-૨૧૨ (વેડ ૩૯.૨), ૭-૨૧૭ (મેકેય ૪૩.૧), ૮-૨૩૨ (લી ૪૭.૩), ૯-૨૫૨ (ક્રિસ્ટીયન ૪૯.૬).
બોલિંગ ઃ પી.કુમાર ૧૦-૧-૩૭-૨, પઠાણ ૫-૧-૨૮-૦, અશ્વિન ૧૦-૦-૪૫-૦, યાદવ ૬-૦-૩૯-૨, જાડેજા ૧૦-૦-૫૧-૧, સેહવાગ ૯-૦-૪૩-૩.
ભારત

-

રન

બોલ

સેહવાગ કો.એન્ડ બો.હિલ્ફેન્હોસ

૦૫

૧૧

તેંડુલકર રનઆઉટ

૧૪

૧૫

ગંભીર બો.મેકેય

૨૩

૪૮

કોહલી કો.ક્રિસ્ટીયન બો.વોટસન

૨૧

૨૭

રૈના કો.વેડ બો.વોટસન

૦૮

૦૭

ધોની એલબી બો.હિલ્ફેન્હોસ

૧૪

૪૯

જાડેજા કો.વોટસન બો.ક્રિસ્ટીયન

૦૮

૧૭

અશ્વિન કો.વોટસન બો.ડોહર્ટિ

૨૬

૩૭

પઠાણ કો.એમ.હસી બો.લી

૨૨

૨૨

પી.કુમાર બો.ડોહર્ટિ

૦૧

૦૪

યાદવ અણનમ

૦૦

૦૩

વધારાના (લેગબાય ૮,વાઇડ ૮, નોબોલ ૩, બાય ૪)

૨૩

 

 

 

કુલ ૩૯.૩ ઓવરમાં ઓલઆઉટ

૧૬૫

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૭ (સેહવાગ ૧.૬), ૨-૩૫ (તેંડુલકર ૬.૬), ૩-૭૯ (કોહલી ૧૫.૬), ૪-૮૩ (ગંભીર ૧૬.૬), ૫-૮૯ (રૈના ૧૯.૨), ૬-૧૦૪ (જાડેજા ૨૬.૩), ૭-૧૨૬ (ધોની ૩૨.૫), ૮-૧૫૬ (અશ્વિન ૩૭.૬), ૯-૧૬૨ (પઠાણ ૩૮.૩), ૧૦-૧૬૫ (પી.કુમાર ૩૯.૩)
બોલિંગ ઃ લી ૮-૦-૨૬-૧, હિલ્ફેન્હોસ ૮-૧-૫૦-૨, મેકેય ૬-૦-૨૭-૧, ડી.હસી ૨-૦-૭-૦, ક્રિસ્ટીયન ૩-૦-૮-૧, વોટસન ૫-૨-૯-૨, ડોહર્ટિ ૭.૩-૦-૨૬-૨.

ભારતનો ફાઇનલ પ્રવેશનો લાસ્ટ ચાન્સ
ભારતે હવે ૨૮મીએ રમાનારી શ્રીલંકા સામેની મેચ બોનસ પોઇન્ટ સાથે જીતવી પડે અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા ૨જી માર્ચે રમાનારી મેચમાં શ્રીલંકાને નાલેશીભર્યો પરાજય આપે તેવી આશા રાખવી પડે. આવી સ્થિતીમાં ભારત અને શ્રીલંકાના પોઇન્ટ ૧૫-૧૫ થશે અને ત્યાર બાદ રન-રેટને આધારે નિર્ણય લેવાશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અભિનેતા કલ્પેન મોદી, એટર્ની જનરલ કમલા હેરિસ, ઇન્ટર્ન સાઇ આયરનો સમાવેશ
ગાયિકા નીકિ મિનાઝ પગરખાં અને બેગ પાછળ મહિને ૫૦ હજાર ડોલર ખર્ચતી
અમેરિકાના એટલાન્ટામાં એક ભારતીયની હત્યા
કુરાન સાથેની છેડખાની બાબત અફઘાનોની માફી માગતા ઓબામા
કુરાન સાથેની છેડખાની બાબત અફઘાનોની માફી માગતા ઓબામા
રણબીર કપૂરની ચાર મિનિટની ફિલ્મને 'લિમ્કા બુક ઓફ રેકોર્ડસ'માં સ્થાનની શક્યતા
સલમાન ખાને શાહરૃખ ખાનના બંગલો નજીક એક ટ્રીપ્લેક્સ ફલેટ ખરીદ્યો
વિવાદાસ્પદ અભિનેત્રી લૈલાખાનની આખરે દુબઈમાં ભાળ મળી
અમિતાભ બચ્ચન હવે ઉત્તર પ્રદેશના લોકગીતો લલકારવા માટે તૈયાર
લગભગ એક દાયકા બાદ અમીષા પટેલ ખલનાયિકાના સ્વરૃપમાં દેખાશે
બેંકો સામેની ફરિયાદોમાં ૧૦ ટકાનો ઘટાડો ઃ કાર્ડની ફરિયાદોનું પ્રમાણ ઊંચું
શનિવારે દોઢ કલાકનું ખાસ ટ્રેડીંગ સત્ર ઃ ઓટો, સિમેન્ટના વેચાણ આંકડા પર નજર
તેલ-તેલીબિયાં, કઠોળ, દૂધમાં શોર્ટેજ થઈ શકે છે
૪૮ સિલિન્ડર ઉત્પાદકોને રૃા. ૧૬૫ કરોડનો દંડ ફટાકરતી સીસીઆઈ
નિકાસ અને ઘરઆંગણે મંદ માંગ કપાસના ભાવ પર દબાણ લાવશે
ઓસ્ટ્રેલિયા સામે હારતા ભારતની ફાઇનલ પ્રવેશની આશા નહીંવત
અમ્પાયરના વિવાદિત નિર્ણય ફરી વખત ભારતની વિરૃદ્ધમાં જતાં ચાહકોમાં રોષ
મેમ્ફિસ ઓપનઃરાઓનિક અને મેલ્ઝાર ફાઇનલમાં
બીજી ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ૩૮ રનથી હરાવ્યું

સ્પોટ ફિક્સિંગની સજા ભોગવ્યા બાદ આમેર સ્વદેશ પરત ફર્યો

એ.સી.બી.ની હાઈકોર્ટે કરેલી ટીકાથી ગૃહ મંત્રાલયમાં મચેલો ખળભળાટ
વાસુ ભગનાનીની પુત્રી હની ભગનાનીના લગ્ન આવતી કાલે વિલાસરાવ દેશમુખના પુત્ર ધીરજ સાથે
આદર્શ કૌભાંડમાં સંડોવાયેલા નેતાજીને બનાવટી સી.બી.આઈ., અધિકારીએ છેતર્યા હતા
કોઈપણ સ્ત્રીને લગ્ન બાદ પતિનું નામ વાપરવાની ફરજ ન પાડી શકાય
હવે સત્તામાં વધુ ભાગ આપવાની ભાજપની શિવસેના સમક્ષ માગણી
નડિયાદ, મહુધા, મહેમદાવાદમાં વૃક્ષછેદન
લૂંટારૃ નહી પકડાતાં ૨૮મીએ વિસનગરમાં કોંગ્રેસની રેલી
તાલાલા પંથકમાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપઃ સૌરાષ્ટ્રમાં આઠ આંચકા
પથ્થર પેવિંગના બોગસ બિલનું ૬૭ લાખનું કૌભાંડ
બોટાદનાં જૈન દેરાસરની ચોરીનાં વિરોધમાં આજે વેપાર-ધંધા બંધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

Gujarat Samachar Plus

સાચી દિશામાં કરેલી મહેનત અચૂક સફળતા અપાવે છે
ફળોને તાજા રાખવા માટેના ખાસ પ્રયોગો
 

Gujarat Samachar Plus

માઈકન્સ ગીલ્લી-દંડાને કબ્બડી રમશે
હવે શહેરની ઈકો ફ્રેન્ડલી કલર લેબમાં રંગાઓ
ફેઈલના ફંડામાં પણ કોન્ફિડન્સ જોરદાર
શહેરની ઓથે આવેલું અંબાપુર હેરિટેજ લિસ્ટમાં
શહેરની શેરીઓ બનશે એલિયોન્સનું સ્ટેજ
અલુઆ,મહુડી અને સપ્તેશ્વરનો અનોખો બાઈક રુટ
મેચંિગ ડ્રેસના મેચંિગ અને કલરફુલ હેર બેન્ડનો નવો ટ્રેન્ડ
  More Stories
 

Red Carpet Countdown of Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved