Last Update : 27-Feb-2012, Monday
 

અઠવાડિક ભવિષ્ય તા. ૨૬-૨-૨૦૧૨ રવિવારથી તા.૩-૩-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ. લ. ઈ.)

 

આપ હરો ફરો, કામકાજ કરો પરંતુ શારીરિક, માનસિક અસ્વસ્થતા, અનિદ્રા- ચંિતા- વિચારોમાં અટવાયેલા રહો. આકસ્મિક રૂકાવટ, મુશ્કેલીના કારણે નોકરી- ધંધામાં છેલ્લી ઘડીએ દોડધામ અનુભવાય તા. ૨૯થી હોળાષ્ટક શરુ થવાના કારણે નાણાંકીય ખેંચ- મુંઝવણ અનુભવાય પરંતુ પૈસા વગર આપનું કામ અટકી રહે નહીં. તા. ૨૬ ફેબુ્ર. રવિ- માનસિક વ્યગ્રતા રહે પરંતુ શાંતિ રાખવી, ૨૭ સોમ - બજારોની વધઘટમાં, શેરોના કામમાં સાવધાની રાખવી, ૨૮ મંગળ- નોકરી- ધંધામાં શાંતિથી કામકાજ કરવું, ૨૯ બુધ- હોળાષ્ટકનો પ્રારંભ થવાથી રોજીંદા કામમાં ઘ્યાન રાખવું, ૧ માર્ચ ગુરૂ- માનસિક ચંિતા- વ્યગ્રતા- ચંિતા હળવી થતી જાય, ૨ શુક્ર- રોજીંદા કામકાજમાં ઘ્યાન આપી શકો, બહાર જવાનું થાય ૩ શનિ- આકસ્મિક કોઈને મળવાનું થાય, આનંદ અનુભવાય.

 

વૃષભ (બ. વ. ઉ.)

 

તા. ૨૯મીથી હોળાષ્ટક શરુ થવાના કારણે તે પહેલાં નોકરી- ધંધાના કામમાં ચંિતા- ખર્ચ દોડધામ રહે, વ્યવહારિક, સામાજિક કામમાં પુત્ર- પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. ખર્ચ ખરીદી થાય, સિઝનલ કામમાં સાનુકૂળતા રહે, ક્ષણિક કોઈ કામ મળવાથી આવક થાય. ઉઘરાણીના નાણાં આવવાથી નાણાંની લેવડદેવડનો વ્યવહાર સાચવવામાં કોઈ તકલીફ પડે નહીં. તા. ૨૬ ફેબુ્ર રવિ- અન્યના કારણે ચંિતા- ખર્ચ બેચેની અનુભવો તા. ૨૭ સોમ નોકરી- ધંધાના કામમાં જવાબદારીવાળા કામમાં ગાફેલ રહેવું નહીં, ૨૮ મંગળ શાંતિ- ધીરજ રાખી દિવસ પસાર કરવો પડે, ૨૯ બુધ - વિલંબમાં પડેલા કામમાં માનસિક પરિતાપ ચંિતા રહે, ૧ માર્ચ- ગુરૂ પત્ની- સંતાન પરિવારના પ્રશ્નમાં ચંિતા રહે, ૨ શુક્ર- કામકાજમાં પ્રગતિ, સફળતા, આનંદ, તા. ૩ શનિ- હૃદય-મનની પ્રસન્નતા રહે તેવું કામ થાય.

 

મિથુન (ક. છ. ઘ.)

 

તા. ૨૯ ફેબુ્રઆરીથી હોળાષ્ટક શરુ થવાના કારણે આપના વ્યવહારિક, સામાજિક કામમાં રૂકાવટ રહે, પરંતુ સીઝનલ નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, કરારી ધંધા અંગે કોઈને મળવાનું થાય, કમિશનના કામમાં આવક થાય ઘર- પરિવાર- સંતાન માટે આપે ખર્ચ કરવો પડે. પોતાની કે સાસરીપક્ષના કામમાં ઘ્યાન આપવું પડે. કાગળ, કાપડ, મકાન બાંધકામના વેપાર- ધંધામાં નુકસાન થાય નહીં તેનું ઘ્યાન રાખવું. નોકરીમાં વધારાની કામગીરી સંભાળવી પડે. તા. ૨૬ ફેબુ્ર રવિ- કામકાજમાં સફળતા, ૨૭ સોમ- બજારોની વધઘટમાં, સોના-ચાંદી, અન્ય ધાતુના વેપારમાં ઘ્યાન રાખવું, ૨૮ મંગળ- વિલંબમાં પડેલા કામની વ્યસ્તતા રહે, તાત્કાલીક કામ ઉકેલવું પડે, ૨૯ બુધ- કામકાજમાં રૂકાવટ- ચંિતા- ખર્ચ તા. ૧ માર્ચ ગુરૂ- શાંતિથી, ધીરજથી રોજીંદા કામમાં ઘ્યાન આપવું, ૨ શુક્ર વિચારોની દ્વિધા- ચંિતામાં અટવાયેલા રહો, ૩ શનિ- ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં.

 

કર્ક (ડ. હ.)

 

ગ્રહોની પ્રતિકૂળતા અને હોળાષ્ટકના કારણે આપના રોજીંદા કામમાં, ધંધાકીય કામમાં રૂકાવટ, મુશ્કેલી અનુભવો, નાણાંકીય ખેંચ- મુંઝવણમાં આકસ્મિક વધારાનો ખર્ચ, નુકસાની તમને વધારે ચંિતા- મુશ્કેલી રખાવે. વાતવાતમાં આપને ઉશ્કેરાટ, ગુસ્સો આવી જાય. સરકારી કરારી ધંધો, ઓર્ડર મેળવવામાં પીછેહઠ થાય. ભાગીદારીવાળા સીઝનલ ધંધામાં, પ્લાસ્ટિકના ધંધામાં નુકસાન વિવાદ રહે. તા. ૨૬ ફેબુ્ર રવિ- ઘર- પરિવારમાં શાંતિથી વાતચીત કરવી, ૨૭ નોકરી- ધંધાના કામમાં ઘ્યાન રાખવું પડે, ૨૮ મંગળ- રોજીંદા કામની ચંિતામાં ઉતાવળમાં કોઈ તકલીફ મુશ્કેલી થાય નહીં તેનું ઘ્યાન રાખવું, ૨૯- બુધ હોળાષ્ટક શરુ થવાથી કામકાજમાં રૂકાવટ તા. ૧ માર્ચ ગુરૂ- વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે, ૨ શુક્ર ચંિતા- ખર્ચ ઉચાટ રહે, ૩ શનિ- નાણાંકીય કામકાજમાં ઘ્યાન રાખવું.

 

સંિહ (મ. ટ.)

 

આપના સાંસારિક, કૌટુંબિક પ્રશ્નમાં વાતચીતમાં વિવાદ થાય નહીં તેનું ઘ્યાન રાખવું, નોકરી- ધંધાના કામ અંગેની મુલાકાતમાં, ચર્ચા- વિચારણામાં સાનુકૂળતા રહે, વિલંબમાં પડેલ કામનો ઉકેલ મેળવી શકો. રોજીંદા ધંધામાં આવક થાય, સગા- સંબંધી મિત્રવર્ગના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય, કામ ઉકેલાતા હળવાશ થતી જાય, પુત્ર- પૌત્રાદિકના કામ અંગે ચર્ચા- વિચારણા થાય પત્નીના સગા- સંબંધી મિત્રવર્ગથી સાનુકૂળતા રહે. તા. ૨૬ ફેબુ્રઆરી રવિ- યાત્રા- પ્રવાસ- મુલાકાતથી આનંદ, કામ ઉકેલાય, ૨૭ સોમ- નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા, ૨૮ મંગળ- તાત્કાલીક કોઈ કામ ઉકેલવું પડે, ૨૯ બુધ - હરોફરો પરંતુ હૃદય-મનને ઉચાટ રહે, ૧ માર્ચ- ગુરૂ નોકરી- ધંધાના કામમાં ઘ્યાન રાખવું પડે, ૨ શુક્ર- ચંિતા વ્યથા હળવી થાય, રાહત અનુભવો, ૩ શનિ- વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો.

 

કન્યા (પ. ઠ. ણ.)

 

ગ્રહોની પ્રતિકૂળતા આપને શારીરિક- માનસિક અસ્વસ્થતા રખાવે આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. હોળાષ્ટકના પ્રારંભથી ધંધામાં મુશ્કેલી અનુભવો, ધંધો આવક ઓછી જણાય પરંતુ આપના અન્ય વધારાના કામનો ઉકેલ લાવવામાં વ્યસ્ત રહો. અગત્યનું કામ ઉકેલાતું જાય, આરોગ્યની કાળજી રાખવી કમરમાં, થાપામાં દર્દ-પીડાના કારણે સુવામાં, ઉઠવા- બેસવામાં તકલીફ અનુભવો, વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું, વ્યવહારિક, કૌટુંબિક પ્રશ્નમાં આપ ન બોલી શકો કે ન સહી શકો તેવી પરિસ્થિતિ અનુભવાય, તા. ૨૬ ફેબુ્રઆરી રવિ- સવારથી જ અસ્વસ્થતા- ચંિતા- બેચેની અનુભવાય, ૨૭ સોમ- તન- મન- ધનથી વાહનથી સંભાળવું, ૨૮ મંગળ- મૌન રાખી, ઉશ્કેરાટ ગુસ્સો કર્યા વગર શાંતિથી દિવસ પસાર કરવો, ૨૯ બુધ - હોળાષ્ટકના પ્રારંભે નોકરી- ધંધાના કામ અંગે ચંિતા રહે, ૧ માર્ચ ગુરૂ- આકસ્મિક કોઈને મળવાનું થાય, વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૨ શુક્ર - નોકરી- ધંધાના કામમાં ચંિતા- ઉચાટ રહે, ૩ શનિ- શાંતિથી તમારું તેમજ અન્યનું કામકાજ કરવું.

 

તુલા (ર. ત.)

 

આપને બે દિવસ સાનુકૂળતા રહે અને બે દિવસ શરીર- મનથી શાંતિ રાહત જણાય નહીં, પોતાના નોકરી- ધંધાના, ઘર પરિવારના કામમા રૂકાવટ મુશ્કેલી અનુભવો. તા. ૨૯ ફેબુ્રઆરી હોળાષ્ટક શરુ થવાના કારણે આપે આપના રોજીંદા કામમાં સુસ્તી- બેચેની અસ્વસ્થતા કંટાળો અનુભવતા હોવ તેમ લાગે. શરીરમાં, પેટમાં, કમરમાં દર્દપીડા, કળતરના કારણે બેચેની અનુભવ્યા કરો, મિત્રવર્ગ સાથેના વ્યવહારમાં તમારે સંભાળવું પડે. તા. ૨૬ ફેબુ્ર. રવિ- સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય, ૨૭ સોમ- નોકરી- ધંધાના તેમજ બહારના કામમાં વ્યસ્તતા રહે, ૨૮ મંગળ- બપોર પછી જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ ચંિતા ઉચાટ જણાય, ૨૯ બુધ સગા- સંબંધી મિત્રવર્ગના, નોકરી- ધંધાના કામમાં મુશ્કેલી. ૧ માર્ચ- ગુરૂ હૃદય-મનને શાંતિ જણાય નહીં, ૨ શુક્ર- ચંિતા વ્યગ્રતા ઓછી થતી જાય, ૩ શનિ- વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો, બહાર જવાનું થાય.

 

વૃશ્ચિક (ન. ય.)

 

આપના વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો પરંતુ માનસિક વ્યગ્રતા રહ્યા કરે, ગુસ્સો, ઉતાવળ કર્યા વગર આપના ઘર- પરિવારના, સગા- સંબંધી મિત્રવર્ગના કામકાજમાં શાંતિથી ધીરજથી આગળ વધવામાં સાનુકૂળતા રહે, હોળાષ્ટકના કારણે નોકરી- ધંધાના કામમાં ચંિતા રહે, ઇન્કમટેક્ષના, નાણાંની લેવડદેવડના કામકાજમાં સરકારી કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. માતૃપક્ષે ચંિતાનું આવરણ આવી જાય. બજારોની વધઘટમાં ચંિતા- દ્વિધામાં રહો પરંતુ લોભ- લાલચમાં જોખમ કરવું નહીં, તા. ૨૬ ફેબુ્ર. રવિ - ઘર પરિવારના, પુત્ર- પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે, ૨૭ સોમ- શેરોના, નાણાંના, બજારોના કામમાં ધીરજ- શાંતિ રાખવી, ૨૮ મંગળ- ઉતાવળિયો નિર્ણય કરવો નહીં, ૨૯ બુધ- હોળાષ્ટકના પ્રારંભે માનસિક વ્યગ્રતા- ચંિતા- દ્વિધા રહે, ૧ માર્ચ- ગુરૂ સાંસારિક પ્રશ્નમાં વિવાદ, ચંિતા જણાય, ૨ શુક્ર- નોકરી- ધંધાના, બેંકના તેમજ અન્ય કામમાં સાવધાની રાખવી, ૨૩ શનિ- શાંતિથી દિવસ પસાર કરી લેવો.

 

ધન (ભ. ધ. ફ. ઢ.)

 

મકાન- જમીન- વાહનના, અનાજ- કરિયાણાના વેપાર- ધંધામાં સમયસર પોતાની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. વ્યવહારિક, સામાજિક કામમાં, નિર્ણયમાં ઉતાવળ કરવામાં તકલીફ થાય. પુત્ર- પૌત્રાદિકના વિદ્યા-ભણતર, વિવાહ- લગ્નના પ્રશ્નમાં ઘ્યાન આપવું પડે. ખર્ચ થાય, બહાર જવાનું થાય, પત્નીના સહકારથી આપને સાનુકૂળતા રહે, આકસ્મિક દાંત- દાઢ, કાનમાં દર્દપીડાથી સંભાળવું. કરારી- ધંધામાં ધંધો- આવક મેળવવા માટે બહાર કે બહારગામ થવાનું જાય. તા. ૨૬ ફેબુ્ર. રવિ - કામકાજમાં સાનુકૂળતા, આનંદ તા. ૨૭ સોમ- કામની વ્યસ્તતા રહે, ૨૮ મંગળ- વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે, ૨૯ બુધ- હોળાષ્ટકના પ્રારંભે જવાબદારીવાળા કામમાં માનસિક તણાવ રહે, ૧ માર્ચ ગુરૂ - નાણાંકીય કામમાં ઘ્યાન આપવું પડે, ૨ શુક્ર- ચંિતા- વ્યથા હળવા થાય, ૩ શનિ- વધારાના કામકાજમાં ઘ્યાન આપી શકો.

 

મકર (ખ. જ.)

 

આપ હરો ફરો કામકાજ કરો પરંતુ વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવી જરૂરી રહેશે. શારીરિક માનસિક અસ્વસ્થતાના કારણે શાંતિ- રાહત જણાય નહીં, નોકરી- ધંધાના કામમાં જવાબદારી રહે, વધારાના કામના કારણે શ્રમ- થાક-કંટાળો અનુભવો, માતૃપક્ષ તેમજ પુત્ર- પૌત્રાદિકના કામ અંગે ચંિતા રહે, મકાન- જમીન- વાહનના કામમાં સંભાળવું પડે, આડોશ પાડોશના કામમાં વ્યવહારમાં ગેરસમજ થાય નહીં તેનું ઘ્યાન રાખવું, તા. ૨૯ ફેબુ્રઆરી હોળાષ્ટક શરુ થવાના કારણે આપ ઉતાવળ કર્યા વગર ઘર- પરિવારના કામમાં પ્રાધાન્ય આપવું પડે, તા. ૨૬ ફેબુ્ર. રવિ- સગા- સંબંધી મિત્રવર્ગની ચર્ચા- વિચારણા વાતચીતમાં સંભાળવું, ૨૭ સોમ- નોકરી- ધંધામાં કાળજી રાખવી, ૨૮ મંગળ- ઉતાવળિયો નિર્ણય કરવો નહીં, ૨૯ બુધ - હોળાષ્ટકના પ્રારંભે પુત્ર- પૌત્રાદિકના કામ અંગે ચંિતા રહે, તા. ૧ માર્ચ ગુરૂ- વાણીમાં મીઠાશ ને વ્યવહારની નમ્રતાથી સાનુકૂળતા, ૨ શુક્ર- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૩ શનિ- ઘર- પરિવારના કામમાં ઘ્યાન આપી શકો.

 

કુંભ (ગ. શ. સ.ષ.)

 

તા. ૨૯ ફેબુ્રઆરીથી હોળાષ્ટક શરુ થતા આપના હૃદય- મનની વ્યગ્રતા- ચંિતામાં શાંતિ જણાય નહીં, ઘર- પરિવારના, નોકરી- ધંધાના પ્રશ્નમાં પોતાની જીદ્દ- મમત, અહમના કારણે તકલીફમાં મુકાવ, અકળામણ- મુંઝવણમાં રહો, પુત્ર- પૌત્રાદિકના વિદ્યા- ભણતર, વિવાહ- લગ્ન, સાંસારિક પ્રશ્નમાં ચંિતા રહે, સરકારી કરારી ધંધામાં હરિફ વર્ગનો સામનો કરવો પડે. બેંકમાં નોકરી હોય, અન્ય સંસ્થામાં નોકરી હોય અને નાણાંની લેવડદેવડની જવાબદારી હોય, સહી- સિક્કા કરવાની સત્તા હોય તો તેમાં તકલીફ થાય નહીં તેનું ઘ્યાન રાખવું પડે, તા. ૨૬ ફેબુ્ર.- રવિ મુલાકાતમાં ચર્ચા- વિચારણામાં નિર્ણયમાં સંભાળવું પડે, ૨૭ સોમ- નોકરી- ધંધાના કામમાં અન્યના કારણે ચંિતા- તકલીફ, ૨૮ મંગળ- બપોર પછી બેચેની ચંિતા, ૨૯ બુધ - હોળાષ્ટકના પ્રારંભે હૃદય-મનને શાંતિ જણાય નહીં, ૧ માર્ચ ગુરૂ- કોઈ પણ કામમાં જવાબદારીમાં ગાફેલ રહેવં નહીં, ૨ શુક્ર- પુત્ર- પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો, ૩ શનિ- ઘર- પરિવારની સગા- સંબંધી મિત્રવર્ગની ચંિતા- વ્યથામાં રાહત.

 

મીન (દ. ચ. ઝ. થ.)

 

શનિની પનોતીની પ્રતિકૂળતાથી આપને આપના ઘર- પરિવારના, પુત્ર- પૌત્રાદિકના, નોકરી- ધંધાના પ્રશ્નમાં ચંિતા- મુશ્કેલી અનુભવાય. મહત્ત્વની મુલાકાતમાં, ચર્ચા- વિચારણા- નિર્ણયમાં ધીરજ, શાંતિ રાખવી પડે. તમારા સગા- સંબંધી મિત્ર તમારાથી વિમુખ રહેતા હોય, આક્ષેપ, અપયશ- અપમાન, ટીકા- ટીપ્પણી કરતા જણાય નોકરી- ધંધામાં અન્યના કારણે આપનું કામ જવાબદારી વધે, ઇચ્છા, અનિચ્છાએ કામ કરો પરંતુ શ્રમ- થાક- કંટાળો અનુભવો આરોગ્યની કાળજી રાખવી તા. ૨૬ ફેબુ્ર. રવિ- કામકાજમાં સાનુકૂળતા રહે, વધારાનું કામ ઉકેલાય, ૨૭ નોકરી- ધંધાના કામમાં ચંિતા- દ્વિધા- વિચારોમાં રહો, ૨૮ મંગળ- શાંતિથી ધીરજથી પોતાનું તેમજ અન્યનું કામ કરવું, ૨૯ બુધ હોળાષ્ટકના પ્રારંભે કામકાજમાં રૂકાવટ, મુશ્કેલી ૧ માર્ચ ગુરૂ- નોકરી- ધંધાની કામગીરીમાં જાગૃતિ સાવધાની રાખવી, ૨ શુક્ર ઘર- પરિવારના કામમાં ચંિતા- મુશ્કેલી ૩ શનિ- હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે.

[Top]
 
 
 

Red Carpet Countdown of Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved