Last Update : 27-Feb-2012, Monday
 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

* બુધવાર ૨૨ ફેબુ્રઆરી થી મંગળવાર ૨૮ ફેબુ્રઆરી સુધી *

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલ છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરૃઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જયોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.
મેષ (અ.લ.ઇ.) ઃ Four of Sowrds - ફોર ઓફ સ્વોર્ડસનું કાર્ડ ધાર્મિક યાત્રા થઈ શકવાનું સૂચવી જાય છે. ટુંકી મુસાફરી માટેનું આયોજન લાભકર્તા બનશે. સંતાનોના અભ્યાસ, વિવાહ લગ્ન કે નોકરી અંગે મહત્વનાં નિર્ણયો લઇ શકાશે. વિલંબમાં મૂકી દીધાયેલા કાર્યોને ઉકેલી શકવા માટેની તક પ્રાપ્ત થશે. તા. ૨૨, ૨૩, ૨૬, ૨૭, ૨૮ શુભ.
વૃષભ ઃ (બ.વ.ઉ.) ઃ The star - ધ સ્ટારનું કાર્ડ તમારો આત્મવિશ્વાસ પ્રબળ બને તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થશે. સ્થાન પરિવર્તન લાભદાયક બને. દૂરની મુસાફરી અંગેનું આયોજન ગોઠવી શકાશે. સહકુટુંબ ટુંકી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. તા. ૨૨, ૨૩, ૨૪, ૨૫ શુભ.
મિથુન (ક.છ.ધ.) ઃ The Moon - ધ મૂનનું કાર્ડ કોઇ કારણસર તમારામાં નિરાશા વ્યાપેલી હોય તો તેનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત થવાનું અને નિરાશાજનક પરિસ્થિતિમાંથી બહાર આવી શકવાનું સૂચવી જાય છે. કૌટુંબિક કારણોસર ખર્ચાઓના યોગ ઉદ્ભવશે. નાણાંકીય મુશ્કેલીઓ હળવી બનવા પામશે. તા. ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮ શુભ.
કર્ક (ડ.હ.) Six of Cups - સીક્સ ઓફ કપ્સનું કાર્ડ તમારા વર્તમાન સંજોગોમાં નવાં ફેરફારો નહિવત હોવાનું સૂચવી જાય છે. આનંદદાયક પરિસ્થિતિમાં પસાર થઇ રહ્યા હોઈ હાલની પરિસ્થિતિને અનુરૃપ બની રહેવું લાભદાયક રહેશે. આવકમાં અચાનક વધારો થઇ શકે. તા. ૨૬, ૨૭, ૨૮, શુભ.
સિંહ (મ.ટ.) ઃ Eight of Cups - એઇટ ઓફ કપ્સનું કાર્ડ તમારી કૌટુંબિક જવાબદારીઓ તરફ પૂરતું ધ્યાન આપવા સૂચવી જાય છે. વધુ પડતી દોડાદોડી આરોગ્ય માટે પ્રતિકૂળ નીવડશે. દાંપત્યજીવનમાં સર્જાયેલી સમસ્યાઓમાં સમાધાનકારી વલણ અપનાવવું હિતાવહ જણાવી શકાય. મિત્રો મદદકર્તા બનશે. તા. ૨૨, ૨૩ શુભ.
કન્યા (પ.ઠ.ણ.) ઃ Tempenance - ટેમ્પરન્સનું કાર્ડ આરોગ્ય અંગે તકલીફ અનુભવી રહેલી વ્યકિતઓને રાહત પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોર્ટ-કચેરી સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. વિદેશ પ્રવાસ માટેની તક ઊભી થશે. તમારા વ્યવસાયક્ષેત્રે ઊભી થયેલી તકલીફોનું નિવારણ થઇ શકશે. તા. ૨૨, ૨૩, ૨૪, ૨૫ શુભ.
તુલા (ર.ત.) ઃ Ten of cups - ટેન ઓફ કપ્સનું કાર્ડ કુટુંબની વ્યકિતઓ સાથે સંબંધમાં કોઇ વિખવાદ ઉદભવ્યો હોય તેનું સુખદ સમાધન થવાનું સૂચવી જાય છે. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બની રહેશે. નવી વ્યકિતઓ સાથેના પરિચયમાં આવવાનું બનશે. નવી ચીજવસ્તુઓ અંગે ખરીદી થશે. તા. ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮ શુભ.
વૃશ્ચિક (ન.ય.) ઃ Five of cups - ફાઈવ ઓફ કપ્સનું કાર્ડ તમારા સહકાર્યકરો સાથેના સંબંધોમાં વિશ્વાસ મૂકી કામ કરવા સૂચવી જાય છે. વધુ પડતા કાર્યોની જવાબદારીમાં તેઓનો સાથ સહકાર મેળવી શકાશે. સ્થાન પરિવર્તન કરવા વિચારી રહ્યા હો તો ઊતાવળા ન બનવું. તા. ૨૬, ૨૭, ૨૮ શુભ.
ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ Three of swords - થ્રી ઓફ સ્વોર્ડસનું કાર્ડ તમારા માટે દરેક કાર્યોમાં કાળજી રાખવા સૂચવી જાય છે. અન્યથા એકાદ નાની ભૂલ મહત્વનાં કાર્યોમાં અવરોધ ઊભો કરશે. મહત્વનાં દસ્તાવેજો પત્રો અને નાણાંકીય લેવડ-દેવડના ચેકમાં ઊતાવળે સહિ-સિક્કા ન કરવા. જીવનસાથીનો સહકાર મેળવી શકાશે. તા. ૨૨, ૨૩, શુભ.
મકર (ખ.જ.) ઃ Death - ડેથનું કાર્ડ નવા કાર્યોની શરૃઆત ન કરવા સૂચવી જાય છે. કૌટુંબિક સમસ્યાઓમાં સમાધાનકારી વલણ અપનાવવું હિતાવહ જણાવી શકાય. નાણાંકીય દ્રષ્ટિએ નવું રોકાણ કરવાનું કોઇ આયોજન કરી રહ્યા હો તો ઉતાવળા ન બનવું. ન ગમતા સમાચાર સાંભળવા મળશે. તા. ૨૪, ૨૫ શુભ.
કુંભ (ગ.શ.સ.ષ.) ઃ The Lovers ધ લવર્સનું કાર્ડ તમારી પ્રિય વ્યકિત સાથે મુલાકાત થવાનું સૂચવી જાય છે. કલા ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યકિતઓ યશ પ્રાપ્ત કરી શકશે. ફેશન- ડીઝાઇન કલાત્મક ચીજવસ્તુઓ સંબંધિત વ્યવસાય કરનારી વ્યકિતઓ માટે લાભદાયક તક ઊભી થશે. સંતાનો માટે નોંધપાત્ર નિર્ણય લઇ શકાશે. તા. ૨૨, ૨૩, ૨૬, ૨૭, ૨૮ શુભ.
મીન (દ.ચ.ઝ.થ.) ઃ The Hangedman - ધ હેંગમેનનું કાર્ડ તમારામાં જો કોઇ કાર્ય અંગે સ્વાર્થવૃત્તિ હશે તો અપયશ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. સંતાન સંબંધી કોઇ સમસ્યા ઉદ્ભવેલી હોય તો તેમાં સમાધાનકારી વલણ અપનાવવું લાભકર્તા બનશે. સ્વ આરોગ્ય માટે સામાન્ય પ્રતિકુળતા જણાશે. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. તા. ૨૪, ૨૫ શુભ.

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અભિનેતા કલ્પેન મોદી, એટર્ની જનરલ કમલા હેરિસ, ઇન્ટર્ન સાઇ આયરનો સમાવેશ
ગાયિકા નીકિ મિનાઝ પગરખાં અને બેગ પાછળ મહિને ૫૦ હજાર ડોલર ખર્ચતી
અમેરિકાના એટલાન્ટામાં એક ભારતીયની હત્યા
કુરાન સાથેની છેડખાની બાબત અફઘાનોની માફી માગતા ઓબામા
કુરાન સાથેની છેડખાની બાબત અફઘાનોની માફી માગતા ઓબામા
રણબીર કપૂરની ચાર મિનિટની ફિલ્મને 'લિમ્કા બુક ઓફ રેકોર્ડસ'માં સ્થાનની શક્યતા
સલમાન ખાને શાહરૃખ ખાનના બંગલો નજીક એક ટ્રીપ્લેક્સ ફલેટ ખરીદ્યો
વિવાદાસ્પદ અભિનેત્રી લૈલાખાનની આખરે દુબઈમાં ભાળ મળી
અમિતાભ બચ્ચન હવે ઉત્તર પ્રદેશના લોકગીતો લલકારવા માટે તૈયાર
લગભગ એક દાયકા બાદ અમીષા પટેલ ખલનાયિકાના સ્વરૃપમાં દેખાશે
બેંકો સામેની ફરિયાદોમાં ૧૦ ટકાનો ઘટાડો ઃ કાર્ડની ફરિયાદોનું પ્રમાણ ઊંચું
શનિવારે દોઢ કલાકનું ખાસ ટ્રેડીંગ સત્ર ઃ ઓટો, સિમેન્ટના વેચાણ આંકડા પર નજર
તેલ-તેલીબિયાં, કઠોળ, દૂધમાં શોર્ટેજ થઈ શકે છે
૪૮ સિલિન્ડર ઉત્પાદકોને રૃા. ૧૬૫ કરોડનો દંડ ફટાકરતી સીસીઆઈ
નિકાસ અને ઘરઆંગણે મંદ માંગ કપાસના ભાવ પર દબાણ લાવશે
ઓસ્ટ્રેલિયા સામે હારતા ભારતની ફાઇનલ પ્રવેશની આશા નહીંવત
અમ્પાયરના વિવાદિત નિર્ણય ફરી વખત ભારતની વિરૃદ્ધમાં જતાં ચાહકોમાં રોષ
મેમ્ફિસ ઓપનઃરાઓનિક અને મેલ્ઝાર ફાઇનલમાં
બીજી ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ૩૮ રનથી હરાવ્યું

સ્પોટ ફિક્સિંગની સજા ભોગવ્યા બાદ આમેર સ્વદેશ પરત ફર્યો

એ.સી.બી.ની હાઈકોર્ટે કરેલી ટીકાથી ગૃહ મંત્રાલયમાં મચેલો ખળભળાટ
વાસુ ભગનાનીની પુત્રી હની ભગનાનીના લગ્ન આવતી કાલે વિલાસરાવ દેશમુખના પુત્ર ધીરજ સાથે
આદર્શ કૌભાંડમાં સંડોવાયેલા નેતાજીને બનાવટી સી.બી.આઈ., અધિકારીએ છેતર્યા હતા
કોઈપણ સ્ત્રીને લગ્ન બાદ પતિનું નામ વાપરવાની ફરજ ન પાડી શકાય
હવે સત્તામાં વધુ ભાગ આપવાની ભાજપની શિવસેના સમક્ષ માગણી
નડિયાદ, મહુધા, મહેમદાવાદમાં વૃક્ષછેદન
લૂંટારૃ નહી પકડાતાં ૨૮મીએ વિસનગરમાં કોંગ્રેસની રેલી
તાલાલા પંથકમાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપઃ સૌરાષ્ટ્રમાં આઠ આંચકા
પથ્થર પેવિંગના બોગસ બિલનું ૬૭ લાખનું કૌભાંડ
બોટાદનાં જૈન દેરાસરની ચોરીનાં વિરોધમાં આજે વેપાર-ધંધા બંધ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

Gujarat Samachar Plus

સાચી દિશામાં કરેલી મહેનત અચૂક સફળતા અપાવે છે
ફળોને તાજા રાખવા માટેના ખાસ પ્રયોગો
 

Gujarat Samachar Plus

માઈકન્સ ગીલ્લી-દંડાને કબ્બડી રમશે
હવે શહેરની ઈકો ફ્રેન્ડલી કલર લેબમાં રંગાઓ
ફેઈલના ફંડામાં પણ કોન્ફિડન્સ જોરદાર
શહેરની ઓથે આવેલું અંબાપુર હેરિટેજ લિસ્ટમાં
શહેરની શેરીઓ બનશે એલિયોન્સનું સ્ટેજ
અલુઆ,મહુડી અને સપ્તેશ્વરનો અનોખો બાઈક રુટ
મેચંિગ ડ્રેસના મેચંિગ અને કલરફુલ હેર બેન્ડનો નવો ટ્રેન્ડ
  More Stories
 

Red Carpet Countdown of Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved