Last Update : 27-Feb-2012, Monday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૭-૨-૨૦૧૨, સોમવાર
ફાગણ સુદ પાંચમ- બજારોમાં વધઘટ
''ગુજરાત સમાચાર''ના ભીષ્મપિતા ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૦. મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૧. મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૧. મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૫૨ મિ. (સૂ) ૭ ક. ૫૦ મિ. (મું) ૭ ક. ૪૯ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ અશ્વિની સવારના ૧૦ ક. ૫૫ મિ. સુધી પછી ભરણી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કુંભ, મંગળ-સિંહ, બુધ-મીનમાં ૧૬.૦૦ થી, ગુરુ-મેષ, શુક્ર-મીન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મેષ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ વસંત ઋતુ રા.દિ. ફી. /૮/ માસ-તિથિ-વાર - ફાગણ સુદ પાંચમને સોમવાર.
બુધ મીનમાં ૧૬ ક. ૦૦ મિ.થી આજે બજારોમાં વધઘટ જણાય ? રૃમાં તેજી ? અળસી, મેથી, લવીંગના ભાવ વધે ? હરણ, હાથીઓનો નાશ થાય ? રાજા પ્રજામાં, રાજકીય નેતાઓમાં વિરોધ જણાય ? આક્ષેપ, પ્રતિઆક્ષેપ સર્જાય ?
''ગુજરાત સમાચાર''ના ભીષ્મપિતા ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રબી ઉલઆખર માસનો ૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ મહેર માસનો ૧૩ રોજ તીર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ બજારોની વધઘટમાં, પરદેશના, બહારના કામમાં આપે સંભાળવું પડે. નોકરી-ધંધામાં શાંતિથી નિર્ણય કરવો.
વૃષભ ઃ સરકારી- ખાતાકીય કાનૂની કાર્યવાહીમાં ચિંતા રહે. નોકરી-ધંધાના જવાબદારીવાળા કામમાં ધ્યાન આપવું પડે.
મિથુન ઃ વેપાર ધંધામાં, શેરોની લે-વેચમાં, સોના-ચાંદીના ધંધામાં સાવધાની રાખવી. ધંધો કરતા શાંતિ રાખવી.
કર્ક ઃ અનાજ કરિયાણાના, રસકસના, તેલના વેપાર ધંધામાં, ભાગીદારીના ધંધામાં, દ્વિઘા- ચિંતા, મુંઝવણ રહે, સરકારી, રાજકીય કામમાં કાનુની પ્રશ્નમાં ચિંતા રહે.
સિંહ ઃ નોકરી-ધંધાની કામગીરી અંગે બહાર જવાનું થાય, ચર્ચા વિચારણા થાય. ધંધાના કામમાં, નોકરીના કામમાં સાનુકુળતાથી આનંદ રહે.
કન્યા ઃ આકસ્મિક ચિંતા ઉપાધિ, શારીરીક, માનસિક અસ્વસ્થતા રખાવે. હૃદય-મનને શાંતિ જણાય નહીં. અનિંદ્રા- બેચેની વિચારોમાં તકલીફ અનુભવો.
તુલા ઃ સાંસારિક જીવનમાં, મિત્રતાના પ્રશ્નમાં સાનુકુળતા રહે. આનંદમાં રહો. નોકરી-ધંધાના સબંધો તાજા થાય. સંતાનનું કામ ઉકેલાય.
વૃશ્ચિક ઃ બજારોની વધઘટમાં માનસિક પરિતાપ રહે. સીઝનલ ધંધામાં ધંધો આવક ઓછી જણાય પરંતુ ઉઘરાણીના નાણાં આવવાની આશા રહે.
ધન ઃ શેરોના- બજારોના કામમાં જોખમ વગરના નિર્ણયમાં આપને સાનુકુળતા રહે. આવક થાય, ધંધો થઇ શકે. નોકરીમાં રાહત રહે. સંતાનનું કામ થાય.
મકર ઃ મકાન- જમીન વાહનના આડોશ પાડોશના, નોકરી-ધંધાના કામ અંગે, માતૃપક્ષ, સાસરી પક્ષના કામ અંગે ચિંતા બેચેની રહે.
કુંભ ઃ પોતાના કામમાં, નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. કરારી ધંધા અંગે સીઝનલ ધંધા અંગે ચર્ચા વિચારણા થાય.
મીન ઃ આપના કામની સાનુકુળ પ્રગતિથી આનંદ રહે. કુટુંબ પરિવારના પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. નોકરી-ધંધામાં આવક થાય.


જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૨૭ ફેબુ્રઆરી
વર્ષ દરમ્યાન સાનુકુળ- પ્રતિકૂળ સંજોગોમાંથી પસાર થતા જાવ. નોકરી-ધંધામાં, અંગત જીવનમાં, તબિતયની બાબતમાં આપની સાવધાની આપના માટે લાભદાયી બની રહે. નોકરી-ધંધામાં આપનું કામ આપે જાતે જ કરી લેવું. કોઇના ભરોસે રહેવામાં આપને મુશ્કેલી અનુભવાય. કૌટુંબિક- પારિવારિક કામકાજના લીધે દોડધામ ચિંતા ખર્ચ રહે. નોકરી-ધંધાના કામમાં વિલંબ થાય. અંગત જીવનમાં પણ કોઇને કોઇ મુશ્કેલીના લીધે ચિંતા ઉચાટ અનુભવાય. જેના લીધે કામ પર ધ્યાન આપી શકો નહીં. નાણાકીય જોખમ વધારવું નહીં. સ્ત્રીવર્ગને પતિ-સંતાનની ચિંતા રહ્યા કરે. વિદ્યાર્થીબંધુને વર્ષ ઠીક રહે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

એક પાગલ ખાનામાં પ્રધાન નિરીક્ષણ કરવા નીકળ્યા. એક પાગલને બતાવીને પાગલખાનાના ડૉ. છગને કહ્યું, ‘‘જે છોકરીને આ યુવાન પ્રેમ કરતો હતો એ છોકરીએ એને પ્રેમ ન કર્યો એટલે એ ગાંડો થઈ ગયો...’’ અને એ પાગલની બાજુની ઓરડીમાંના પાગલને બતાવીને ડૉ. છગને કહ્યું, ‘‘અને એ છોકરીએ આ યુવાનને પ્રેમ કર્યો તો આ પાગલ થઈ ગયો!’’

[Top]
 

આજ ની રેસીપી

 

ચોકલેટી બાલૂશાહી
સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ મેંદો, ચપટી મીઠું, ૧/૨ ચમચી ખાવાનો સોડા, ૧૦૦ ગ્રામ ઘી મોણ માટે, ૧ ચમચી એલચી પાઉડર, તળવા માટે ઘી, ૨૫૦ ગ્રામ ખાંડ, ૧/૨ પ્યાલો પાણી, ૧ મોટો ચમચો ચોકલેટ પાઉડર, બે ચમચા સુકામેવાનો પાઉડર, ૧/૨ પ્યાલો તાજું દહીં.
રીત ઃ મેંદામાં મીઠું, ખાવાનો સોડા અને એલચીનો ભૂકો મેળવો. ગરમ ઘી કરી એનું મોણ નાખી દહીં વડે ન સખત, ન નરમ એવો કણક તૈયાર કરો. અખરોટ આકારના ગોળા બનાવી દરેકને ચપટો કરીને અંગૂઠા વડે વચ્ચે હળવેથી દબાવો. ધીમા તાપે ઘી ગરમ કરો. પાંચ-છ બાલૂશાહી એક સાથે નાંખી પાંચ મિનિટ સુધી એક જ બાજુ રહેવા દો, ફેરવશો નહિ. જ્યારે બંને બાજુ આછા બદામી રંગની બાલૂશાહી થાય ત્યારે જ ફેરવો. આ પ્રમાણે બધી બાલૂશાહી તળીને એકબાજુ થાળીમાં રાખતા જાઓ. ખાંડ અને ચોકલેટ પાઉડરને પાણીમાં નાખી ચાસણી બનાવો જ્યારે ચાસણી બે તારની થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. પછી પ્રત્યેક બાલૂશાહીને હળવેથી ચીપિયા વડે પકડીને ચાસણીમાં ડૂબાડી પછી કાંઠાવાળી થાળીમાં ગોઠવતાં જાઓ. આ પ્રમાણે બધી જ બાલૂશાહી બનાવીનો રાખો. એના ઉપર કાતરેલો મેવો ભભરાવો. ચોકલેટી બાલૂશાહી કોઈપણ પ્રસંગે ખાતાં અને ખવરાવતાં આનંદ આવશે.
ચટપટા ચણા
સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ સફેદ ચણા, ૨૦૦ ગ્રામ કોળાના બીજ, ૧/૪ ચમચી ખાવાનો સોડા, સફેદ મીઠું અને સંચળ, લાલ મરચાંની ભૂકી, ચાટનો મસાલો, આંબોળિયાનો ભૂકો (બઘું સ્વાદ મુજબ), તળવા માટે તેલ.
રીત ઃ ચણાને પાણીમાં સોડા નાખીને આખી રાત પલાળો. તળવાના એક કલાક પહેલાં ચણાને ચારણીમાં નાંખીને નળ નીચે ઘૂઓ અને પછી ચારણીમાં જ રહેવા દો. તેલ ગરમ થાય પછી એક કડછી ચણા તેલમાં નાખો. કડાઈને તવી અથવા ભારે થાળીથી ઢાંકી દો. ચણા તળતી વખતે ખૂબ ઝડપથી ફૂટીને બહાર આવતા હોય છે, તેને રોકવા માટે કડાઈને ઢાંકવી જરૂરી છે. જ્યારે ચણા ઊડતા બંધ થાય, એટલે ઢાંકણું હટાવી દો. ચણા કરકરા થાય ત્યાં સુધી તળો. આ પ્રમાણે બધા ચણા તળી લો. એક ચમચા તેલમાં કોળાનાં બી અલગ તળો અને ચણામાં ભેળવી દો. ઉપરથી સ્વાદાનુસાર બધા મસાલા નાંખો. કોઈ ઉત્સવ પ્રસંગે મીઠાઈ સાથે ખાતાં ચટપટા ચણાનો સ્વાદ ખરેખર ગમશે.
કમળકાકડીનો હલવો
સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ કમળકાકડીનો લોટ, ૧/૨ વાટકી ખાંડ, ૧ ૧/૨ વાટકી પાણી, બે ચમચા ઘી, કાજુ અને બદામનો ભૂકો.
કેટલાક પ્રદેશોમાં કાકડીનો લોટ તૈયાર બજારમાં મળે છે. જો એ લોટ ન મળે તો કમળકાકડીને તોડીને પીસી લો.
રીત ઃ એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે કમળકાકડીનો લોટ ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. ત્યાર પછી એમાં પાણી નાંખો. સતત હલાવતાં રહો. જ્યારે એ ખૂબ ફૂલી જાય ત્યારે ખાંડ નાંખીને ગેસની આંચ ધીમી કરી દો. બે ત્રણ મિનિટ પછી ખાંડ ઓગળે એટલે ઉતારી લો. એની ઉપર કાજુ-બદામનો ભૂકો ભભરાવી ગરમાગરમ જ પીરસો. આ હલવો અત્યંત પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ફરાળી છે.
ચોકલેટ લાડુ
સામગ્રી ઃ ચાર ચમચા ચોકલેટનો પાઉડર ૨૫૦ ગ્રામ બિસ્કિટનો ભૂકો, ૧/૩ ટીન કન્ડેન્સ્ડ દૂધ, ૫૦ ગ્રામ કાજુના ટુકડા, એક ચમચો શુદ્ધ ઘી, ૧૫ બદામનો પાઉડર, ૧/૨ ચમચી એલચી પાઉડર, ૧૫ દ્રાક્ષ, ચેરી અને ક્રીમ આઈસંિગ સજાવટ માટે.
રીત ઃ બિસ્કિટના ભૂકામા ચોકલેટનો પાઉડર મેળવો. આ મિશ્રણમાં કાપેલા કાજુ, બદામ અને એલચીનો ભૂકો તથા દ્રાક્ષ નાખો, એમાં હળવા હાથે એક ચમચો ઘી નાખો. કન્ડેન્સ્ડ દૂધ નાંખીને લાડુ બનાવવા માટે કઠણ કણક તૈયાર કરો. દરેક લાડુમાં હળવા હાથે એક એક ચેરી નાંખી દો. તૈયાર લાડુને ફ્રીજમાં રાખો. પિરસતાં પહેલાં ફ્રીજમાંથી બહાર કાઢીને મૂકો. તમને ગમે તો આ મીઠાઈમાં ખાંડ ભેળવીને ફીણેલી ઠંડી ક્રીમની સાથે ચેરીના ટુકડાથી પણ સજાવી શકો છો.
બ્રેડની બરફી
સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, થોડો સૂકામેવાનો પાઉડર, આઠ સ્લાઈસ બ્રેડનોે ભૂકો, ૧૫૦ ગ્રામ માવો, પાંચ ચમચા મલાઈ, ૫૦ ગ્રામ (મીઠા વગરનું) માખણ.
રીત ઃ બ્રેડના ભૂકામાં હળવા હાથે માખણ ભેળવો. એમાં દૂધનો પાઉડર અને મલાઈ નાંખીને સખત કણક બનાવો. જો જરૂર પડે તો તેમાં થોેડુંક દૂધ નાંખો. આ મિશ્રણના નાના નાના લાડુ બનાવી ખૂબ ઘીમા તાપે કરકરા તળી લો. જેથી તે અંદર સુધી તળાય. માવાને ઘીમાં ધીમા તાપે શેકી લો અને એમાં નારિયેળની છીણ ભેળવો. તળેલા લાડુને ભાંગી એનો ભૂકો કરો. એમાં માવો, નાળિયેરનું મિશ્રણ અને પીસેલી ખાંડ મેળવો. બે ચમચા ઘી મેળવો. આ મિશ્રણને ઘીનો હાથ લગાવેલી થાળીમાં પાથરો. એના ઉપર મેવાનો પાઉડર અને એલચીનો ભૂકો ભભરાવી હળવા હાથે દબાવો. જામી જાય એટલે બરફીના આકારમાં કાપી લો.
ફણગાવેલા ઘઉંનો હલવો
સામગ્રી ઃ ૩ વાટકી ફણગાવેલા ઘઉં, ૧ ૧/૨ વાટકી ખાંડ, ૧ વાટકી પાણી, પાંચ ચમચા ઘી, એલચી, થોડાંક કાજુબદામ.
રીત ઃ ઘઉંને લગભગ ચૌદ-પંદર કલાક પાણીમાં પલાળી રાખો. પછી સારી રીતે ધોઈને ચારણીમાં ભીનું કપડું વીંટાળીને રાખી દો. બે દિવસ પછી એમાં અંકુર ફૂટશે. હા, એ વાતનું ઘ્યાન રાખો કે, વચ્ચે વચ્ચે એ કપડું સૂકાયેલું લાગે, તો થોડું થોડું પાણી છાંટીને ભીનું રાખતા રહો. અંકુરિત ઘઉંને કોરાં કરીને બારીક પીસી લો. કડાઈમાં ઘી ગરમ કરીને એમાં પીસેલા ઘઉં નાંખીને શેકો. જ્યારે તે કડાઈમાં તળિયે ચોટે નહીં અને ગુલાબી રંગના થાય, ત્યારે સમજી લેવું કે ઘઉં શેકાઈ ગયા છે. હવે ખાંડમાં પાણી નાંખી ઉકાળો. ખાંડ ઓગળી જાય ત્યારે તેમાં શેકેલા ઘઉંનો પાઉડર નાંખીને સારી પેઠે હલાવો, જેથી બઘું મિક્સ થઈ જશે. પછી તેને નીચે ઉતારીને એલચીનો ભૂકો અને બદામની કાતરી નાંખી પીરસો. ફણગાવેલાં ઘઉંનો આ હલવો અત્યંત પૌષ્ટિક છે.
જ્યોત્સના

[Top]

Red Carpet Countdown of Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

   
   

Gujarat Samachar POLL

લાઠીચાર્જ @ ગાંધીનગર

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved