Last Update : 03-Jan-2012, Tuesday
 
 
આજથી સીડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ

 


તેંડુલકર તેના ફેવરિટ સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૧૦૦મી સદી ફટકારે તેવી આશા
ઓસ્ટ્રેલિયાના મીડિયા અને ચાહકોમાં તેંડુલકરની સદીની ઇંતેજારી જ ટેસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર

'સીડનીમાં રમતા હું હોમ ગ્રાઉન્ડ જેવું અનુભવું છું'

તેંડુલકરે સીડનીમાં ચાર ટેસ્ટમાં ૨૨૧ રનની એવરેજથી ૬૬૪ રન ખડકયા છે
ભારતીય સમય પ્રમાણે મેચનો સવારે ૫.૦૦ થી પ્રારંભ

સીડની, તા. ૨
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવતીકાલથી બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ફરી ક્રિકેટ ચાહકો અને મિડિયાની નજર તેંડુલકર તેની આંતરરાષ્ટ્રીય ૧૦૦મી સદી ફટકારે છે કે નહીં તેના પર મંડાઇ છે.
આમ તો ૯૯મી સદીને નવ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ દરમ્યાન તેંડુલકર નવ ટેસ્ટ અને ૧૧ વન ડે રમ્યો છે. આ તમામ મેચોના કેન્દ્ર સ્થાને તેંડુલકર ૧૦૦મી સદી ફટકારે છે કે નહીં તે જ રહ્યું છે. તે બે વખત નર્વસ નાઇન્ટીમાં આ અરસામાં આઉટ થયો હતો.
પણ આ વખતે સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ હોઇ તેંડુલકરને કદાચ આવી તક આસાનીથી નહીં મળે તેમ વિવેચકો જ નહીં, ખુદ તેંડુલકર પોતે જ માને છે.
બે દિવસ પહેલા ઓસ્ટ્રેલિયા મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે ભારત સિવાયના તમામ વિદેશી ગ્રાઉન્ડમાંથી જો મને કોઇ એક ગ્રાઉન્ડ ભારત જેવી હૂંફ અને આત્મવિશ્વાસ આપતુ હોય તો તે સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ છે. તેંડુલકરે એમ પણ કહ્યું હતું કે સીડનીના ગ્રાઉન્ડ પર ઉતરતા જ મને એવું લાગે છે કે હું અહીં મોટો સ્કોર કરી શકીશ.
તેંડુલકરે સીડનીમાં ચાર ટેસ્ટની સાત ઇનિંગમાં ચાર વખત અણનમ રહીને ૨૨૧.૩ રનની સરેરાશથી ૬૬૪ રન બનાવ્યા છે. જેમાં બે સદી અને એક બેવડી સદીનો સમાવેશ થાય છે.
જો ઓસ્ટ્રેલિયામાં તેંડુલકર સીડનીમાં સદી નહીં ફટકારી શકે તો બાકીની બે ટેસ્ટ રમવાની છે તે પર્થ અને એડીલેડમાં તો તેને આ સિધ્ધી મેળવવા અઘરી પડશે. સીડનીની પીચ ભારતીય ગ્રાઉન્ડ જેવી જ છે જેમા ં બોલને ઉછાળ કે સ્વીંગ કદાચ ઓસ્ટ્રેલિયાના તમામ ગ્રાઉન્ડમાં સૌથી ઓછા મળે છે. સ્પિનરોને અનુકુળ પીચ છે. ઓસ્ટ્રેલિયા પાસે લીઓ છે જેનો મહત્તમ ઉપયોગ થશે. ભારતના બેટસમેનોને સ્પિનરો સામે સારી એવી ફાવટ છે.
ભારત પ્રથમ ટેસ્ટમા ઓસ્ટ્રેલિયાના બહેતરીન ફાસ્ટ બોલિંગ આક્રમણ સામે ધરાશાયી થયું હતું. પણ આ ટેસ્ટમાં પણ બંને ઇનિંગમાં તેંડુલકરની બેટિંગ પ્રભાવશાળી અને પ્રભુત્વ ભરી હતી. પ્રથમ ઇનિંગમાં તેણે ૭૩ અને બીજી ઇનિંગમાં ૩૨ રન નોંધાવ્યા હતા. તે અચાનક ખરાબ ફટકામાં આઉટ થતો હતો. વિશેષ કરીને પ્રથમ ઇનિંગમાં તો તે નિશ્ચિતપણે સદી ફટકારશે તેવી પ્રતિતિ કરાવતી બેટિંગ કરતો હતો.

સીડની પોન્ટીંગ અને લક્ષ્મણ માટે પણ હોટ ફેવરિટ
* પોન્ટીંગે સીડનીમાં ૧૫ ટેસ્ટમાં પાંચ સદી, છ અર્ધી સદી સાથે ૧૩૪૬ રન, ૬૪.૦૯ રનની એવરેજથી બનાવ્યા છે. સદી અને રનની રીતે તે આ ગ્રાઉન્ડનો સર્વોચ્ચ છે.
* બોલિંગમાં વોર્ને ૨૮.૧૨ રનની એવરેજથી સીડનીમાં સૌથી વધુ ૬૪ વિકેટો ૧૪ ટેસ્ટ રમીને તેમજ બીજા ક્રમે મેકગીલે ૫૩ વિકેટ સીડનીમાં ૮ ટેસ્ટ રમીને ઝડપી હતી.
* બ્રેડમેન અને બાર્ન્સે ૧૯૪૬માં ૪૦૫ રનની અને લક્ષ્મણ-તેંડુલકરે ૨૦૦૪માં ૩૫૩ રનની ભાગીદારી અહીં નોંધાવી હતી.

 

તેંડુલકરે ૯૯મી સદી ૧૨ માર્ચ ૨૦૧૧ના રોજ ફટકારી હતી
અમદાવાદ, સોમવાર
તેંડુલકર આવતીકાલે ૩ જાન્યુઆરીથી સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર તેની ૧૦૦મી સદીના લક્ષ્ય સાથે ઉતરશે ત્યારે જોગાનુજોગ તેની આખરી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ સદીને (કુલ ૯૭મી) બરાબર એક વર્ષ પુરુ થશે.
તેંડુલકરે ગયા વર્ષે આ જ અરસામાં ૨ જાન્યુઆરી, ૨૦૧૧ થી કેપ ટાઉનમાં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે એટલે કે ૪ જાન્યુઆરીએ છેલ્લી ટેસ્ટ સદી કે જે ૫૧મી ટેસ્ટ સદી હતી.
આ ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. સાઉથ આફ્રિકાના ૩૬૨ સામે ભારતે પ્રથમ ઇનિંગમાં તેંડુલકરના ૧૪૬ અને ગંભીરના ૯૩ ના સહારે ૩૬૪ રન કર્યા હતા.
બીજી ઇનિંગમાં સાઉથ આફ્રિકાએ ૩૪૧ રન બનાવીને ભારતને ૩૪૦ રનથી ટાર્ગેટ આપ્યો હતો. ભારતે મેચ ડ્રો જાહેર થઇ ત્યારે ૩ વિકેટે ૧૬૬ રન કર્યા હતા. તેંડુલકરના અણનમ ૧૪ રન હતા.
જો કે ઇંગ્લેન્ડ સામે તે પછી બેંગ્લોરમાં રમાયેલી વનેડમાં૨૭ ફેબુ્રઆરી, ૨૦૧૧ના રોજ તેણે ઇંગ્લેન્ડ સામે ૧૨૦ રન ફટકાર્યા હતા.
જે તેની કુલ ૯૮મી સદી હતી. ત્યાર બાદ ૧૨ માર્ચે નાગપૂરમાં સાઉથ આફ્રિકા સામે વને-ડેમાં તેણે ૧૧૧ રન ફટકાર્યા હતા જે તેની ૯૯મી એટલે કે આખરી સદી હતી.

 

સીડનીમાં ભારતના બેટસમેનો

-

ટેસ્ટ

રન

સદી

અડધીસદી

એવરેજ

તેંડુલકર

૬૬૪

૨૨૧.૩૩

લક્ષ્મણ

૪૮૧

૯૬.૨૦

દ્રવિડ

૨૪૯

૪૯.૮૦

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજથી સીડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ
આજની ટેસ્ટ મેચ સીડની પરની ૧૦૦મી ટેસ્ટ
તેંડુલકરને ખબર નથી પણ ૧૦૦મી સદીની અધીરાઈ જ તેને સતાવે છે
વર્લ્ડ હોકી સિરિઝના ચેમ્પિયનને રૃપિયા ચાર કરોડનું રોકડ ઇનામ
તેંડુલકર ૨૦૧૧માં ૯ ટેસ્ટની આખરી ૧૬ ઇનિંગમાં સદી નથી કરી શક્યો
ન્યુઝીલેન્ડમાં વેકેશન માણવા ગયેલી વિદ્યા બાલનનો ચમત્કારિક બચાવ થયો
અમિતાભ બચ્ચન ત્રણ મહિનામાં કેબીસીની છઠ્ઠી સિઝનનું કામ શરૃ કરે એવી શક્યતા
૨૦૧૧ના ટોચના ૧૦ લોકપ્રિય ગીતોમાં 'છમ્મક છલ્લો' પહેલા નંબરે
સોનાક્ષી સિંહા પર ઇમેજ બદલવાની ધૂન સવાર થઈ
સુધીર મિશ્રા માટે ચિત્રાંગદાએ કમલ હાસનની ફિલ્મ છોડી
નાઈજીરિયામાં કોમી હિંસા ફાટી નીકળતાં મહિલાઓ અને બાળકો સહિત ૫૨નાં મૃત્યુ
બ્રિટનની મહિલાએ નિતંબનો ૪૦ લાખ પાઉન્ડનો વીમો ઉતરાવ્યો !
જાપાન ૭ની તીવ્રતાના ભૂકંપથી ધૂ્રજ્યું ઃ કોઈ જાનહાનિ નહીં
૬૬૨ અબજના સંરક્ષણ ખર્ચ બિલ પર ઓબામાએ કમને હસ્તાક્ષર કર્યા
ફેન્ચ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સથી યુકેની ૩૦૦૦ મહિલાઓ સામે આરોગ્યનું જોખમ
અંબાલામાં શાળાની વાનને અકસ્માત થતાં ૧૨ બાળકોનાં સ્થળ પર જ મૃત્યુ
ભંવરી દેવીના મૃતદેહને શોધવા સીબીઆઈ દ્વારા સઘન પ્રયત્નો
તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન કેરળની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોત
અખબારી આઝાદી માટે કેન્દ્ર કટિબધ્ધ
બોરીવલીમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થી સાથે ઠગાઈ
ગોધરામાં દોઢ લાખની નકલી નોટો સાથે બાંગલાદેશી ઝડપાયો
NRIની જમીન બોગસ દસ્તાવેજથી વેચી દેનાર ૬ ભૂમાફિયા ઝડપાયા
સૌરાષ્ટ્ર-કચ્છને ધુ્રજાવતી ઠંડી, નલિયા ૨.૮ ને રાજકોટ ૭.૯
માઉન્ટ આબુમાં ન્યુનત્તમ ૨ ડીગ્રી તાપમાનથી સર્વત્ર બરફ
આણંદ તાલુકાના બોરીયાવી પાસે સ્ત્રીવેશમાં ડફેર ટોળકીએ લૂંટ ચલાવી
વર્ષ ૨૦૧૨નો આશાસ્પદ આરંભઃ ચંચળતાના અંતે રિલાયન્સ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૬૩ પોઈન્ટ વધ્યો
ઝવેરી બજારમાં ચાંદીમાં તેજીના માહોલ વચ્ચે નવા ૨૦૧૨ના વર્ષનો આરંભ
સોયાતેલમાં રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે વાયદામાં દેખાયેલી નવી ઉંચી સપાટી
એનએસઈએલ પર એરંડા તેલમાં ૧,૭૮૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ કાચો કપાસ જલગાંવ કોન્ટ્રેક્ટમાં ૧૯,૦૮૨ કિલોનાં કામ સાથે ભાવમાં સુધારો
ગોલ્ડ ગિની, ગોલ્ડ પેટલ સહિત વિવિધ બિનલોહ ધાતુઓ અને અન્ય કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
પ્રિયંકા કેટના વખાણ કરતા થાકતી નથી
સર્વશ્રેષ્ઠ મહારાષ્ટ્રીયનના એેવોર્ડથી ખુશઃ બીગ બી
છેવટે તો બઘુ ભગવાન જ છેઃ અભિષેક
  More Stories
 
   

કાંકરિયા કાર્નિવલ 2011 સમાપન

કોલેજો માં Merry December

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved