Last Update : 03-Jan-2012, Tuesday
 
માંગરોળને ચૂંટણી માટે ૧૧.૮૦ લાખને બદલે માત્ર ૫ લાખની ગ્રાંટ
 
અન્ય કચેરી પાસેથી નાણાં લેવા પડયાઃ ચૂંટણીમાં અધિકારીઓએ જે તે વ્યક્તિ પાસે કામ કરાવ્યું હોય તેઓ પાસેથી થતી ઉઘરાણી
મોસાલી, સોમવાર
માંગરોળ તાલુકાની ૫૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા માટે વિકાસ કમિશ્નર કચેરી દ્વારા માત્ર રૃ।. ૫ લાખની જ ગ્રાંટ ફાળવવામાં આવેલી હોય અન્ય કચેરી પાસેથી નાણાં લઇ ચૂકવવા પડયા હોવાનું જાણવા મળે છે. ચૂંટણી પંચના નિયમ મુજબ બુથ દીઠ રૃ।. ૧૦ હજારની ગ્રાંટ ફાળવવાની હોય છે. માંગરોળ તાલુકામાં કુલ ૧૧૮ બુથ હતા. એટલે તાલુકાને રૃ।. ૧૧.૮૦ લાખની ગ્રાંટ ફાળવવાની હતી.
તાજેતરમાં રાજ્યની આઠ હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ ગઇ છે. જેમાં માંગરોળ તાલુકાની ૫૬ ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ થાય છે. માંગરોળ તાલુકાની ૫૬ ગ્રામ પંચાયતોના મતદાન માટે ૧૧૮ મતદાન મથકો ઊભા કરી આ મતદાન મથકો ખાતે ફરજ બજાવવા ૧૯ ઝોનલ ઓફિસરો, ૧૧૮ પ્રિસાઇડીંગ અને ૧૧૮ આસી. પ્રિસાઇડીંગ ઓફિસરો, ૩૫૪ પોલીંગ ઓફિસરો, ૧૩૦ પટાવાળા મળી કુલ ૭૩૯ સ્ટાફની નિમણૂંક કરાઇ હતી. ચૂંટણી પંચના નિયમ મુજબ બુથ દીઠ રૃ।. ૧૦ હજાર ફાળવવાના હોય છે. માંગરોળ તાલુકાના ૧૧૮ મતદાન મથકો માટે રૃ।. ૧૧.૮૦ લાખ થાય, વળી મતદાન મથકો ખાતે સ્ટાફને પહોંચાડવા એસટી બસો, ઝોનલો માટે વાહનો ભાડે લેવાના, બેલેટ પેપરો સહિત અન્ય સ્ટેશનરીઓ છપાવવાની, સિક્કા, પેડ, ગુંદર, કવરો, લાખ ખરીદવાની ઉપરોક્ત સ્ટાફને તાલીમ આપવાની હોય એનું ભથ્થું, મતદાનના દિવસે ફરજ બજાવે તેનું ભથ્થું, મતગણતરીમાં જે સ્ટાફ કામ કરે તેને ભથ્થું ચૂકવવાનું હોય છે.
આ તમામ ખર્ચ સામે વિકાસ કમિસ્નરની કચેરી દ્વારા રૃ।. ૫ લાખ ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી રૃ।. ૩.૫૦ લાખ એડવાન્સમાં એસટી તંત્રને ભાડા પેટે ચૂકવવા પડયા છે. ચૂંટણી ફરજ અને મતદાન ગણતરીના સ્ટાફને નક્કી કરાયેલ ભથ્થું ચૂકવી આપવાનું હોય છે. મળતી માહિતી મુજબ અમુક રકમ તાલુકા પંચાયત કચેરી, માંગરોળ પાસેથી ઉછીની લેવી પડી છે. વધુમાં પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સને ૨૦૦૫ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઇ હતી તેના ખર્ચની બાકી રહેતી અમુક રકમ થોડા સમય પહેલાં જ આવી હતી. હવે સને ૨૦૧૧માં યોજાયેલ ચૂંટણીની બાકી રકમ ક્યારે આવશે? તે કહેવું મુશ્કેલ છે. હાલમાં ફરજ બજાવતા અધિકારીઓએ ઉપરોક્ત ખર્ચ કર્યા હોય એમની પાસે કામ કરનારાઓ ઉઘરાણી કરે છે. આ અધિકારીઓની એક બે વર્ષમાં બદલી થઇ જતી હોય છે. આમ ચૂંટણી ખર્ચની ગ્રાન્ટ સમયસર ફાળવવામાં ન આવતાં આ પ્રકારની અનેક સમસ્યાઓ ઊભી થવા પામી હોવાની ચર્ચા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજથી સીડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ
આજની ટેસ્ટ મેચ સીડની પરની ૧૦૦મી ટેસ્ટ
તેંડુલકરને ખબર નથી પણ ૧૦૦મી સદીની અધીરાઈ જ તેને સતાવે છે
વર્લ્ડ હોકી સિરિઝના ચેમ્પિયનને રૃપિયા ચાર કરોડનું રોકડ ઇનામ
તેંડુલકર ૨૦૧૧માં ૯ ટેસ્ટની આખરી ૧૬ ઇનિંગમાં સદી નથી કરી શક્યો
ન્યુઝીલેન્ડમાં વેકેશન માણવા ગયેલી વિદ્યા બાલનનો ચમત્કારિક બચાવ થયો
અમિતાભ બચ્ચન ત્રણ મહિનામાં કેબીસીની છઠ્ઠી સિઝનનું કામ શરૃ કરે એવી શક્યતા
૨૦૧૧ના ટોચના ૧૦ લોકપ્રિય ગીતોમાં 'છમ્મક છલ્લો' પહેલા નંબરે
સોનાક્ષી સિંહા પર ઇમેજ બદલવાની ધૂન સવાર થઈ
સુધીર મિશ્રા માટે ચિત્રાંગદાએ કમલ હાસનની ફિલ્મ છોડી
નાઈજીરિયામાં કોમી હિંસા ફાટી નીકળતાં મહિલાઓ અને બાળકો સહિત ૫૨નાં મૃત્યુ
બ્રિટનની મહિલાએ નિતંબનો ૪૦ લાખ પાઉન્ડનો વીમો ઉતરાવ્યો !
જાપાન ૭ની તીવ્રતાના ભૂકંપથી ધૂ્રજ્યું ઃ કોઈ જાનહાનિ નહીં
૬૬૨ અબજના સંરક્ષણ ખર્ચ બિલ પર ઓબામાએ કમને હસ્તાક્ષર કર્યા
ફેન્ચ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સથી યુકેની ૩૦૦૦ મહિલાઓ સામે આરોગ્યનું જોખમ
અંબાલામાં શાળાની વાનને અકસ્માત થતાં ૧૨ બાળકોનાં સ્થળ પર જ મૃત્યુ
ભંવરી દેવીના મૃતદેહને શોધવા સીબીઆઈ દ્વારા સઘન પ્રયત્નો
તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન કેરળની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોત
અખબારી આઝાદી માટે કેન્દ્ર કટિબધ્ધ
બોરીવલીમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થી સાથે ઠગાઈ
ગોધરામાં દોઢ લાખની નકલી નોટો સાથે બાંગલાદેશી ઝડપાયો
NRIની જમીન બોગસ દસ્તાવેજથી વેચી દેનાર ૬ ભૂમાફિયા ઝડપાયા
સૌરાષ્ટ્ર-કચ્છને ધુ્રજાવતી ઠંડી, નલિયા ૨.૮ ને રાજકોટ ૭.૯
માઉન્ટ આબુમાં ન્યુનત્તમ ૨ ડીગ્રી તાપમાનથી સર્વત્ર બરફ
આણંદ તાલુકાના બોરીયાવી પાસે સ્ત્રીવેશમાં ડફેર ટોળકીએ લૂંટ ચલાવી
વર્ષ ૨૦૧૨નો આશાસ્પદ આરંભઃ ચંચળતાના અંતે રિલાયન્સ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૬૩ પોઈન્ટ વધ્યો
ઝવેરી બજારમાં ચાંદીમાં તેજીના માહોલ વચ્ચે નવા ૨૦૧૨ના વર્ષનો આરંભ
સોયાતેલમાં રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે વાયદામાં દેખાયેલી નવી ઉંચી સપાટી
એનએસઈએલ પર એરંડા તેલમાં ૧,૭૮૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ કાચો કપાસ જલગાંવ કોન્ટ્રેક્ટમાં ૧૯,૦૮૨ કિલોનાં કામ સાથે ભાવમાં સુધારો
ગોલ્ડ ગિની, ગોલ્ડ પેટલ સહિત વિવિધ બિનલોહ ધાતુઓ અને અન્ય કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
પ્રિયંકા કેટના વખાણ કરતા થાકતી નથી
સર્વશ્રેષ્ઠ મહારાષ્ટ્રીયનના એેવોર્ડથી ખુશઃ બીગ બી
છેવટે તો બઘુ ભગવાન જ છેઃ અભિષેક
  More Stories
 
   

કાંકરિયા કાર્નિવલ 2011 સમાપન

કોલેજો માં Merry December

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved