Last Update : 03-Jan-2012, Tuesday
 
ઉલ્લાલા..કે કોલાવેરી ભૂલાઇ જશે..પણ, સુફી સંગીત ગુંજતું રહેશેે

 

એકતારા...અને મોરા પિયા..ની ગાયિકા કવિતા વડોદરામાંં

બોલીવૂડના આક્રમણથી સૂફી સંગીતની પવિત્રતા દુષિત થવાની બીક લાગે છેઃયુવાઓને સૂફી સંગીત ઘણુ પસંદ આવી રહ્યુ છે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
ઉલ્લાલા...કે કોલાવેરી ડી થોડા સમય માટે છે જ્યારે સૂફી સંગીતની લોકપ્રિયતા શાશ્વત છે તેવુ બોલીવૂડમાં સુપરહીટ સૂફી ગીતો ગાનાર ગાયિકા કવિસા સેઠે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વેક અપ સીડ ફીલ્મના એક તારા...અને રાજનીતિ ફિલ્મના મોરા પીયા...ગીતોથી જાણીતી બની ગયેલી આ ગાયિકોની સૂફી સંગીત કોન્સર્ટનુ આવતીકાલે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે સાંજે ૬ ૩૦ વાગ્યે વી ધ બરોડીયન્સ દ્વારા આયોજન કરાયુ છે.વડોદરાના રાજવી સર સયાજીરાવની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમનુ આયોજન કરાયુ છે.
એ પૂર્વે આજે એક વાતચીતમાં કવિતા સેઠે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી બોલીવૂડમાં સૂફી સંગીતનો પ્રભાવ વધી રહ્યો છે એ વાત સાચી છે પરંતુ તેનાથી એવી બીક પણ લાગે છે કે સૂફી સંગીતની જે પવિત્રતા અને શુધ્ધતા છે તે દુષિત ના થઈ જાય.આજકાલ ફીલ્મોમાં સ્ટોરીની ડીમાન્ડ ના હોય તો પણ એકાદ સૂફી ગીત શામેલ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે.આમાંના ઘણા ગીત ખરેખર સૂફી નથી હોતા.માત્ર મૌલા..જેવા શબ્દો ઉમેરી દેવાથી સૂફી ગીત નથી બની જતુ.સૂફી સંગીત આધ્યાત્મિકતાની તૃપ્તિ માટે છે.જો તેમાં આધ્યાત્મિકતા નહી હોય તો એ સાંભળનારાને નહી જ ગમે.સૂફી સંગીત ઉપરવાળાની બંદગી માટે છે.માટે જ સૂફી સંગીત કાયમ માટે રહેશે.ઉલ્લાલા અને કોલાવેરી ડી જેવા ગાયનો થોડા સમય માટે જ હોય છે.
કવિતાએ કહ્યું હતું કે યુવાઓ સૂફી સંગીત પસંદ કરે છે.આઈઆઈટી સહિતની સંખ્યાબંધ કોલેજોમાં મેં યુવાઓ સમક્ષ સૂફી સંગીતના કાર્યક્રમો યોજ્યા છે અને યુવાઓને આ સંગીત પસંદ આવે છે.પાકિસ્તાનના લોકોને પણ ભારતમાં ગવાતા સૂફી ગીતો પસંદ છે.ત્યાંના લોકોના પાકિસ્તાનમાં કાર્યક્રમ આપવા માટે વિનંતી કરતા ફોન પણ આવે છે.
હોલીવૂડમાં બની રહેલી ત્રીષ્ણા નામની ફીલ્મમાં બે ગીતો ગાનાર કવિતાએ કહ્યું હતું કે ફીલ્મોના ગીતોને ભારતમાં જે રીતે લોકપ્રીયતા મળે છે તે ગાયકોના આલ્બમને નથી મળતી.કોઈ વખત એવુ પણ બનતુ હોય છે કે ફીલ્મોમાં ગવાયેલુ સારૃ ગીત પ્રમોશનના અભાવે લોકપ્રીય બનતુ નથી.જોક કલાકારોની સર્જનાત્મકતા આ પ્રકારના અવરોધોથી રોકાતી નથી.
સૂફી કોન્સર્ટમાં કવિતા સેઠની સાથે તેમના બે પુત્રો પણ શામેલ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજથી સીડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ
આજની ટેસ્ટ મેચ સીડની પરની ૧૦૦મી ટેસ્ટ
તેંડુલકરને ખબર નથી પણ ૧૦૦મી સદીની અધીરાઈ જ તેને સતાવે છે
વર્લ્ડ હોકી સિરિઝના ચેમ્પિયનને રૃપિયા ચાર કરોડનું રોકડ ઇનામ
તેંડુલકર ૨૦૧૧માં ૯ ટેસ્ટની આખરી ૧૬ ઇનિંગમાં સદી નથી કરી શક્યો
ન્યુઝીલેન્ડમાં વેકેશન માણવા ગયેલી વિદ્યા બાલનનો ચમત્કારિક બચાવ થયો
અમિતાભ બચ્ચન ત્રણ મહિનામાં કેબીસીની છઠ્ઠી સિઝનનું કામ શરૃ કરે એવી શક્યતા
૨૦૧૧ના ટોચના ૧૦ લોકપ્રિય ગીતોમાં 'છમ્મક છલ્લો' પહેલા નંબરે
સોનાક્ષી સિંહા પર ઇમેજ બદલવાની ધૂન સવાર થઈ
સુધીર મિશ્રા માટે ચિત્રાંગદાએ કમલ હાસનની ફિલ્મ છોડી
નાઈજીરિયામાં કોમી હિંસા ફાટી નીકળતાં મહિલાઓ અને બાળકો સહિત ૫૨નાં મૃત્યુ
બ્રિટનની મહિલાએ નિતંબનો ૪૦ લાખ પાઉન્ડનો વીમો ઉતરાવ્યો !
જાપાન ૭ની તીવ્રતાના ભૂકંપથી ધૂ્રજ્યું ઃ કોઈ જાનહાનિ નહીં
૬૬૨ અબજના સંરક્ષણ ખર્ચ બિલ પર ઓબામાએ કમને હસ્તાક્ષર કર્યા
ફેન્ચ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સથી યુકેની ૩૦૦૦ મહિલાઓ સામે આરોગ્યનું જોખમ
અંબાલામાં શાળાની વાનને અકસ્માત થતાં ૧૨ બાળકોનાં સ્થળ પર જ મૃત્યુ
ભંવરી દેવીના મૃતદેહને શોધવા સીબીઆઈ દ્વારા સઘન પ્રયત્નો
તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન કેરળની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોત
અખબારી આઝાદી માટે કેન્દ્ર કટિબધ્ધ
બોરીવલીમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થી સાથે ઠગાઈ
ગોધરામાં દોઢ લાખની નકલી નોટો સાથે બાંગલાદેશી ઝડપાયો
NRIની જમીન બોગસ દસ્તાવેજથી વેચી દેનાર ૬ ભૂમાફિયા ઝડપાયા
સૌરાષ્ટ્ર-કચ્છને ધુ્રજાવતી ઠંડી, નલિયા ૨.૮ ને રાજકોટ ૭.૯
માઉન્ટ આબુમાં ન્યુનત્તમ ૨ ડીગ્રી તાપમાનથી સર્વત્ર બરફ
આણંદ તાલુકાના બોરીયાવી પાસે સ્ત્રીવેશમાં ડફેર ટોળકીએ લૂંટ ચલાવી
વર્ષ ૨૦૧૨નો આશાસ્પદ આરંભઃ ચંચળતાના અંતે રિલાયન્સ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૬૩ પોઈન્ટ વધ્યો
ઝવેરી બજારમાં ચાંદીમાં તેજીના માહોલ વચ્ચે નવા ૨૦૧૨ના વર્ષનો આરંભ
સોયાતેલમાં રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે વાયદામાં દેખાયેલી નવી ઉંચી સપાટી
એનએસઈએલ પર એરંડા તેલમાં ૧,૭૮૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ કાચો કપાસ જલગાંવ કોન્ટ્રેક્ટમાં ૧૯,૦૮૨ કિલોનાં કામ સાથે ભાવમાં સુધારો
ગોલ્ડ ગિની, ગોલ્ડ પેટલ સહિત વિવિધ બિનલોહ ધાતુઓ અને અન્ય કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
પ્રિયંકા કેટના વખાણ કરતા થાકતી નથી
સર્વશ્રેષ્ઠ મહારાષ્ટ્રીયનના એેવોર્ડથી ખુશઃ બીગ બી
છેવટે તો બઘુ ભગવાન જ છેઃ અભિષેક
  More Stories
 
   

કાંકરિયા કાર્નિવલ 2011 સમાપન

કોલેજો માં Merry December

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved