Last Update : 03-Jan-2012, Tuesday
 
ભાષા સમજી ન શકતા ચોકીદારે બે રશિયન સાધુને લાકડી મારી!
 
'ઈસ્કોન'ની પ્રભાતફેરી, ભગવદ્દગીતાના પ્રચાર દરમિયાન

અમદાવાદ
કોઈ વખત ભાષાની સમસ્યા ગંભીર ઘટના માટે કારણરૃપ બની શકે છે. આવો અનુભવ ઈસ્કોન તરફથી પ્રભાતફેરી અને ભગવદ્દગીતાના પ્રચાર માટે ગયેલા બે રશિયન સાધુને થયો છે. આનંદનગરના સુકીર્તિ એપાર્ટમેન્ટમાં પ્રવેશ મેળવવાના મુદ્દે વિવાદ થતાં ચોકીદારે ઉશ્કેરાઈને બે સાધુને લાકડી ફટકારી હતી. બાદમાં, સાધુઓએ પણ ચોકીદારને ધોલધપાટ કરી હતી. જો કે, કોઈએ ફોન કરતાં સ્થાનિક દુભાષિયા આવી જતાં માફામાફી બાદ મામલો થાળે પડયો હતો અને પોલીસ ફરિયાદ કરાઈ નથી.
આનંદનગરના એપાર્ટમેન્ટમાં બનેલી ઘટનામાં બન્ને સાધુ અને ચોકીદારને સામાન્ય ઈજાઃ માફી માગતા પોલીસ ફરિયાદ ન થઈ
'ઈસ્કોન' સાથે સંકળાયેલા સાધુઓ અને ભક્તો શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રભાતફેરી અને ભગવદ્દગીતાનો પ્રચાર કરતાં હોય છે. આજે સવારે ૮-૩૦ વાગ્યાના અરસામાં આનંદનગરના સુકીર્તિ એપાર્ટમેન્ટમાં ઈસ્કોનના પાંચ-છ વિદેશી સાધુઓ પહોંચ્યા હતા. ગેઈટ પર ઉભેલા ચોકીદારે તમામને રોક્યા હતા. મુળ રશિયાના દીક્ષા મેળવી ચૂકેલા આનંદગોપાલદાસ (નિકીત આન્દ્રે) અને શેરીયાનો પોવેલોએ ભગવદ્દગીતા બતાવીને તેનો પ્રચાર કરવા જવું હોવાની વાત સમજાવવાનો પ્રયાસ ચોકીદારને કર્યો હતો.
બીજી તરફ, ચોકીદાર એપાર્ટમેન્ટમાં પ્રવેશવાની ના પાડી રહ્યાની વાત રશિયન સાધુઓને સમજાવી શક્યો નહોતો. ચોકીદારે દરવાજો બંધ કરતાં સાધુઓ થોડું બળ વાપરી અંદર પ્રવેશ્યા હતા. એક સ્થાનિક રહીશને બોલાવી એપાર્ટમેન્ટના પ્રમુખનું ઘર ક્યાં છે? તે સમજવાની કોશિષ કરતા હતા ત્યારે ગૂસ્સે ભરાયેલા ચોકીદારે દંડો વિંઝ્યો હતો. દંડો આનંદગોપાલદાસને માથામાં વાગ્યો હતો.
બીજો ઘા શેરીયાનોએ ઝીલી લેતા તેને પણ ઈજા પહોંચી હતી. પ્રચાર કરવા આવેલા સાધુઓએ ચોકીદાર પર વળતો પ્રહાર કરતાં ઝપાઝપી થઈ હતી.
આ દ્રશ્યો જોઈ બે-ત્રણ વ્યક્તિઓ દોડી આવી હતી. તમામને છૂટ્ટા પાડી 'ઈસ્કોન' મંદિરમાં જાણ કરાઈ હતી. સ્થાનિક દુભાષિયા સહીતના લોકો આવી જતાં સાધુઓની ખરી કામગીરી સમજાવતાં સામસામે માફી માગવામાં આવી હતી. સાધુઓને સોલા સિવિલ હોસ્પિટલમાં આઉટડોર સારવાર આપવામાં આવી હતી. 'ઈસ્કોન' મંદિરના વિષ્નુનામદાસે જણાવ્યું કે, આ ઘટના ગેરસમજના કારણે બની હોવાનું જણાયું છે અને પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજથી સીડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ
આજની ટેસ્ટ મેચ સીડની પરની ૧૦૦મી ટેસ્ટ
તેંડુલકરને ખબર નથી પણ ૧૦૦મી સદીની અધીરાઈ જ તેને સતાવે છે
વર્લ્ડ હોકી સિરિઝના ચેમ્પિયનને રૃપિયા ચાર કરોડનું રોકડ ઇનામ
તેંડુલકર ૨૦૧૧માં ૯ ટેસ્ટની આખરી ૧૬ ઇનિંગમાં સદી નથી કરી શક્યો
ન્યુઝીલેન્ડમાં વેકેશન માણવા ગયેલી વિદ્યા બાલનનો ચમત્કારિક બચાવ થયો
અમિતાભ બચ્ચન ત્રણ મહિનામાં કેબીસીની છઠ્ઠી સિઝનનું કામ શરૃ કરે એવી શક્યતા
૨૦૧૧ના ટોચના ૧૦ લોકપ્રિય ગીતોમાં 'છમ્મક છલ્લો' પહેલા નંબરે
સોનાક્ષી સિંહા પર ઇમેજ બદલવાની ધૂન સવાર થઈ
સુધીર મિશ્રા માટે ચિત્રાંગદાએ કમલ હાસનની ફિલ્મ છોડી
નાઈજીરિયામાં કોમી હિંસા ફાટી નીકળતાં મહિલાઓ અને બાળકો સહિત ૫૨નાં મૃત્યુ
બ્રિટનની મહિલાએ નિતંબનો ૪૦ લાખ પાઉન્ડનો વીમો ઉતરાવ્યો !
જાપાન ૭ની તીવ્રતાના ભૂકંપથી ધૂ્રજ્યું ઃ કોઈ જાનહાનિ નહીં
૬૬૨ અબજના સંરક્ષણ ખર્ચ બિલ પર ઓબામાએ કમને હસ્તાક્ષર કર્યા
ફેન્ચ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સથી યુકેની ૩૦૦૦ મહિલાઓ સામે આરોગ્યનું જોખમ
અંબાલામાં શાળાની વાનને અકસ્માત થતાં ૧૨ બાળકોનાં સ્થળ પર જ મૃત્યુ
ભંવરી દેવીના મૃતદેહને શોધવા સીબીઆઈ દ્વારા સઘન પ્રયત્નો
તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન કેરળની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોત
અખબારી આઝાદી માટે કેન્દ્ર કટિબધ્ધ
બોરીવલીમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થી સાથે ઠગાઈ
ગોધરામાં દોઢ લાખની નકલી નોટો સાથે બાંગલાદેશી ઝડપાયો
NRIની જમીન બોગસ દસ્તાવેજથી વેચી દેનાર ૬ ભૂમાફિયા ઝડપાયા
સૌરાષ્ટ્ર-કચ્છને ધુ્રજાવતી ઠંડી, નલિયા ૨.૮ ને રાજકોટ ૭.૯
માઉન્ટ આબુમાં ન્યુનત્તમ ૨ ડીગ્રી તાપમાનથી સર્વત્ર બરફ
આણંદ તાલુકાના બોરીયાવી પાસે સ્ત્રીવેશમાં ડફેર ટોળકીએ લૂંટ ચલાવી
વર્ષ ૨૦૧૨નો આશાસ્પદ આરંભઃ ચંચળતાના અંતે રિલાયન્સ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૬૩ પોઈન્ટ વધ્યો
ઝવેરી બજારમાં ચાંદીમાં તેજીના માહોલ વચ્ચે નવા ૨૦૧૨ના વર્ષનો આરંભ
સોયાતેલમાં રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે વાયદામાં દેખાયેલી નવી ઉંચી સપાટી
એનએસઈએલ પર એરંડા તેલમાં ૧,૭૮૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ કાચો કપાસ જલગાંવ કોન્ટ્રેક્ટમાં ૧૯,૦૮૨ કિલોનાં કામ સાથે ભાવમાં સુધારો
ગોલ્ડ ગિની, ગોલ્ડ પેટલ સહિત વિવિધ બિનલોહ ધાતુઓ અને અન્ય કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
પ્રિયંકા કેટના વખાણ કરતા થાકતી નથી
સર્વશ્રેષ્ઠ મહારાષ્ટ્રીયનના એેવોર્ડથી ખુશઃ બીગ બી
છેવટે તો બઘુ ભગવાન જ છેઃ અભિષેક
  More Stories
 
   

કાંકરિયા કાર્નિવલ 2011 સમાપન

કોલેજો માં Merry December

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved