Last Update : 03-Jan-2012, Tuesday
 

ગોલ્ડ ગિની, ગોલ્ડ પેટલ સહિત વિવિધ બિનલોહ ધાતુઓ અને અન્ય કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત

 

સોના-ચાંદીમાં સીમિત કામકાજ સોનાના વાયદામાં આંશિક ઘટાડો પણ ચાંદીના વાયદામાં સુધારાની લહેર કૃષિચીજોમાં રૃ, કપાસ, બટેટા, એલચી વધ્યા ખાંડ ઢીલી કોમડેક્સ ૨.૫૬ પોઈન્ટ વધી ૩૭૯૩.૯૪
મુંબઇ, તા.૨
એમસીએક્સે ૩૦ અને ૩૧ ડિસેમ્બરના રોજ પાકેલા વાયદાના કોન્ટ્રેક્ટસના પાકતી તારીખના ભાવની જાહેરાત કરી હતી, જે મુજબ કિલોદીઠ એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના ભાવ રૃ.૧૦૪.૯૫, સીસું અને સીસું-મિનીના રૃ.૧૦૫.૪૫, ટિનના રૃ.૧૦૦૯.૨૫, જસત અને જસત-મિનીના રૃ.૯૭.૩૫, ગાંસડીદીઠ રૃના રૃ.૧૬,૬૯૦ તેમ જ ડીએમટીદીઠ આયર્ન ઓરના રૃ.૬,૩૧૭ ઉપરાંત ૮ ગ્રામદીઠ ગોલ્ડ ગિનીના રૃ.૨૧,૮૨૩, ૧ ગ્રામદીઠ ગોલ્ડ પેટલના રૃ.૨,૭૨૯ તથા ગોલ્ડ પેટલ દિલ્હીના રૃ.૨,૭૨૭, ૧ કિલોદીઠ મેન્થા તેલના રૃ.૧,૪૯૦, મેલ્ટેડ મેન્થોલ ફ્લેક્સના રૃ.૧,૫૯૦.૪૦, બદામના રૃ.૩૭૩ અને ૧૦ કિલોદીઠ ક્રૂડ પામતેલના રૃ.૫૪૫.૪૦, ૧૦૦ કિલોદીઠ કપાસખોળના રૃ.૧,૨૧૮.૬૦ તેમ જ મે.ટનદીઠ આયાતી થર્મલકોલના રૃ.૫,૯૦૫ નિર્ધારિત કર્યા હતા. આ સાથે જ એક્સચેન્જે આજથી વિવિધ કોમોડિટીઝના નવા કોન્ટ્રેક્ટસ વાયદાનાં કામકાજ માટે ઉપલબ્ધ બનાવ્યા હતા, જેમાં બદામ અને ક્રૂડ પામતેલ પ્રત્યેકમાં એપ્રિલ, ગોલ્ડ ગિની, ગોલ્ડ પેટલ, ગોલ્ડ પેટલ-દિલ્હી અને મેન્થા તેલ પ્રત્યેકમાં માર્ચ ઉપરાંત કપાસખોળ અને મેલ્ટેડ મેન્થોલ ફ્લેક્સ પ્રત્યેકમાં ફેબ્રુઆરી-૨૦૧૨ કોન્ટ્રેક્ટસ ઉપલબ્ધ બનાવ્યા હતા.
આજે નવા વર્ષના ટ્રેડિંગના પ્રથમ દિને એમસીએક્સ પર કામકાજમાં સુસ્તાઈ વર્તાઈ હતી. આજે ૧,૪૨,૦૮૮ સોદામાં રૃ.૫,૨૦૮.૪૪ કરોડનું જ વોલ્યુમ થયું હતું, જેમાં સોના-ચાંદીનો હિસ્સો રૃ.૪,૬૦૯.૯૧ કરોડનો હતો. સોનાની આયાતમાં વીતેલા વર્ષે ઘટાડો થયો છે. હવે નવા વર્ષમાં આ ઘટનાની બજાર ઉપર કેવી અસર રહે છે તે જોવાનું છે.
આજે સોનામાં ૫૮,૨૦૭ સોદામાં રૃ.૨,૦૩૨.૫૦ કરોડનાં ૭,૪૩૫ કિલોનાં જ કામ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૧,૬૫૨ કિલો હતો. ચાલુ વાયદામાં રૃ.૧,૨૭૫.૦૬ કરોડનાં ૪,૬૬૧ કિલો, મિની વાયદામાં રૃ.૭૧૩.૮૯ કરોડનાં ૨,૬૧૬ કિલો, ગિનીમાં રૃ.૧૯.૬૪ કરોડનાં ૭૨ કિલો અને પેટલમાં રૃ.૨૩.૭૮ કરોડનાં ૮૬ કિલોના વેપાર થયા હતા. દિલ્હી-પેટલમાં રૃ.૧૩ લાખનાં કામ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ અનુક્રમે ૧૬,૦૨૦ કિલો, ૫,૧૧૫ કિલો, ૩૨૯ કિલો, ૧૮૬ કિલો અને દિલ્હી-પેટલમાં ૨ કિલો હતો.
સોનાના વાયદા એકંદરે સાંકડી રેન્જમાં ઘટયા હતા. એકમાત્ર ચાલુ જૂન વાયદો નજીવો રૃ.૧ વધી રૃ.૨૭,૯૬૨ રહ્યો હતો. અન્ય ચાલુ વાયદામાં ફેબ્રુઆરી રૃ.૧૮ ઘટી રૃ.૨૭,૩૧૧, એપ્રિલ રૃ.૨૫ ઘટી રૃ.૨૭,૬૩૭ અને ઓગસ્ટ રૃ.૩૮ ઘટી રૃ.૨૮,૨૬૬ રહ્યા હતા. મિની વાયદામાં જાન્યુઆરી રૃ.૫ ઘટી રૃ.૨૭,૧૦૧, ફેબ્રુઆરી રૃ.૧૮ ઘટી રૃ.૨૭,૩૨૨ અને માર્ચ રૃ.૨૩ ઘટી રૃ.૨૭,૪૮૧ રહ્યા હતા. ગિનીના ત્રણેય વાયદા રૃ.૬થી રૃ.૭ જેટલા નરમ હતા. ફેબ્રુઆરી વાયદો રૃ.૭ ઘટી રૃ.૨૨,૦૨૧ રહ્યો હતો. પેટલના વાયદા રૃ.૨ જેટલા નરમ હતા. જાન્યુઆરી વાયદો રૃ.૨ ઘટી રૃ.૨,૭૪૦ હતો. દિલ્હી-પેટલ વાયદા રૃ.૧થી રૃ.૯ નરમ હતા. જાન્યુઆરી દિલ્હી-પેટલ વાયદો રૃ.૧ ઘટી રૃ.૨,૭૪૭ રહ્યો હતો.
ચાંદીમાં ૪૫,૯૩૭ સોદામાં રૃ.૧,૬૭૭.૪૧ કરોડની ૩૨૬.૮૯૩ ટન ચાંદીનો ધંધો થયો હતો. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧,૦૧૮.૮૮૦ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૧,૦૦૧.૮૫ કરોડની ૧૯૫.૩૬૦ ટન, મિની વાયદામાં રૃ.૫૧૩.૮૮ કરોડની ૧૦૦.૦૮૦ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૧૬૧.૬૮ કરોડની ૩૧.૪૫૩ ટન ચાંદીના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ અનુક્રમે ૬૦૮.૫૨૦ ટન, ૨૫૯.૫૪૫ ટન અને ૧૫૦.૮૧૫ ટનનો હતો.
સોનાથી ઊલ્ટું ચાંદીના વાયદામાં આજે સુધારો હતો. ચાંદીના વાયદા રૃ.૭૭થી રૃ.૩૦૪ જેટલા વધ્યા હતા. ચાલુ વાયદામાં માર્ચ વાયદો રૃ.૧૫૦ વધી રૃ.૫૧,૧૭૯, મે રૃ.૧૬૨ વધી રૃ.૫૨,૩૦૬, જુલાઈ રૃ.૧૯૮ વધી રૃ.૫૩,૩૭૨ અને સપ્ટેમ્બર સૌથી વધુ રૃ.૩૦૪ વધી રૃ.૫૪,૪૫૦ રહ્યા હતા. મિની વાયદામાં ફેબ્રુઆરી રૃ.૧૪૭ વધી રૃ.૫૧,૨૧૫, એપ્રિલ રૃ.૧૪૪ વધી રૃ.૫૨,૩૩૩, જૂન રૃ.૭૭ વધી રૃ.૫૩,૨૯૨ અને ઓગસ્ટ રૃ.૧૮૬ વધી રૃ.૫૪,૪૩૮ રહ્યા હતા. માઈક્રો વાયદા રૃ.૧૨૧થી રૃ.૧૪૧ જેટલા વધ્યા હતા. ફેબ્રુઆરી વાયદો રૃ.૧૪૧ વધી રૃ.૫૧,૨૨૧ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને સીસાના વાયદામાં સાર્વત્રિક સુધારો હતો, જ્યારે નિકલ, તાંબુ અને જસતના વાયદામાં મિશ્ર વધઘટ હતી. તાંબાના વાયદામાં ૫ પૈસાથી ૬૦ પૈસાની વધઘટ હતી. નિકલના વાયદામાં ૧૦ પૈસાથી રૃ.૬.૧૦ જેટલી વધઘટ હતી. એલ્યુમિનિયમના વાયદામાં ૫ પૈસાથી ૫૦ પૈસા અને સીસાના વાયદામાં ૫ પૈસાથી ૪૦ પૈસાનો સુધારો હતો. બિનલોહ ધાતુઓમાં પણ કામકાજ ઘણા મર્યાદિત હતા. તાંબામાં રૃ.૩૨૭.૫૨ કરોડનાં ૮,૦૫૬ ટન, નિકલમાં રૃ.૪૩.૬૬ કરોડનાં ૪૩૯.૭૫૦ ટન, એલ્યુમિનિયમમાં રૃ.૬.૮૦ કરોડનાં ૬૩૫ ટન, સીસામાં રૃ.૨૩.૧૭ કરોડનાં ૨,૧૫૦ ટન અને જસતમાં રૃ.૨૮.૫૬ કરોડનાં ૨,૮૯૫ ટનનાં કામ થયાં હતાં. સ્વાભાવિક રીતે જ મિની વાયદામાં પણ કામકાજ મંદા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદા રૃ.૪થી રૃ.૮ ઢીલા હતા, જ્યારે નેચરલ ગેસના વાયદાઓમાં ૪૦થી ૮૦ પૈસાનો સુધારો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો રૃ.૪ ઘટી રૃ.૫,૨૯૨ રહ્યો હતો.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના ચારેય વાયદા રૃ.૪થી રૃ.૪.૮૦ અને એલચીના વાયદા રૃ.૯.૫૦થી રૃ.૧૩.૩૦ની રેન્જમાં વધ્યા હતા. સીપીઓ જાન્યુઆરી વાયદો રૃ.૪ વધી રૃ.૫૫૨.૯૦ અને એલચી જાન્યુઆરી વાયદો રૃ.૯.૫૦ વધી રૃ.૬૧૦.૨૦ બંધ રહ્યા હતા. ખાંડ-એમ કોલ્હાપુરના ત્રણેય વાયદા રૃ.૧થી રૃ.૬ ઢીલા હતા. ખાંડ-એમ કોલ્હાપુર જાન્યુઆરી વાયદો રૃ.૬ ઘટી રૃ.૨,૮૭૦ થયો હતો. બટેટાની જાતોમાં આગ્રા વાયદાઓમાં રૃ.૧૦.૭૦થી રૃ.૧૬.૭૦ અને તારકેશ્વર વાયદાઓમાં રૃ.૨.૫૦થી રૃ.૫.૮૦નો સુધારો હતો. બટેટા-આગ્રા માર્ચ રૃ.૧૧.૪૦ વધી રૃ.૬૫૫.૪૦ અને તારકેશ્વર માર્ચ રૃ.૩.૬૦ વધી રૃ.૫૩૨.૧૦ બંધ રહ્યા હતા. મેન્થા તેલમાં રૃ.૧.૨૦થી રૃ.૨૧.૪૦ની મિશ્ર વધઘટ હતી. કપાસનો માર્ચ વાયદો રૃ.૨૭.૭૦ અને એપ્રિલ રૃ.૨૮.૬૦ વધી અનુક્રમે રૃ.૮૪૮ અને રૃ.૮૫૧.૭૦ બંધ રહ્યા હતા. રૃનો જાન્યુઆરી વાયદો રૃ.૩૮૦ અને માર્ચ રૃ.૩૯૦ વધી અનુક્રમે રૃ.૧૭,૧૭૦ અને રૃ.૧૭,૫૮૦ બંધ રહ્યા હતા.
આજે કોમડેક્સ ૨.૫૬ પોઈન્ટ વધી ૩૭૯૩.૯૪ રહ્યો હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૪.૪૫ પોઈન્ટ વધી ૪૭૦૬.૭૯, એનર્જી ઈન્ડેક્સ ૦.૭૯ પોઈન્ટ ઘટી ૩૫૭૮.૯૨ અને એગ્રી ઈન્ડેક્સ ૬.૦૧ પોઈન્ટ વધી ૩૧૫૭.૦૭ રહ્યા હતા.

એમસીએક્સના વાયદાના ભાવ

કોમોડિટી

પાકતી તારીખ

ખૂલી

વધી

ઘટી

બંધ

વધઘટ

સોનું

૦૪-૦૨-૧૨

૨૭૩૦૦.૦૦

૨૭૩૮૫.૦૦

૨૭૨૭૧.૦૦

૨૭૩૧૧.૦૦

-૧૮.૦૦

સોનું-મિની

૦૫-૦૧-૧૨

૨૭૦૪૦.૦૦

૨૭૧૬૩.૦૦

૨૭૦૪૦.૦૦

૨૭૧૦૧.૦૦

-૫.૦૦

ગોલ્ડ પેટલ

૩૧-૦૧-૧૨

૨૭૪૧.૦૦

૨૭૪૯.૦૦

૨૭૩૬.૦૦

૨૭૪૦.૦૦

-૨.૦૦

ગોલ્ડ-પેટલ-દિલ્હી

૩૧-૦૧-૧૨

૨૭૩૨.૦૦

૨૭૮૦.૦૦

૨૭૩૨.૦૦

૨૭૪૭.૦૦

-૧.૦૦

ગોલ્ડ-ગિની

૩૧-૦૧-૧૨

૨૧૮૫૦.૦૦

૨૧૮૯૧.૦૦

૨૧૮૦૧.૦૦

૨૧૮૩૭.૦૦

૦.૦૦

ચાંદી

૦૫-૦૩-૧૨

૫૧૦૦૦.૦૦

૫૧૩૬૦.૦૦

૫૧૦૦૦.૦૦

૫૧૧૭૯.૦૦

૧૫૦.૦૦

ચાંદી માઈક્રો

૨૯-૦૨-૧૨

૫૧૦૧૧.૦૦

૫૧૪૧૦.૦૦

૫૧૦૦૦.૦૦

૫૧૨૨૧.૦૦

૧૪૧.૦૦

ચાંદી-મિની

૨૯-૦૨-૧૨

૫૧૧૯૩.૦૦

૫૧૩૯૯.૦૦

૫૧૦૯૭.૦૦

૫૧૨૧૫.૦૦

૧૪૭.૦૦

તાંબુ

૨૯-૦૨-૧૨

૪૦૫.૯૫

૪૦૬.૭૫

૪૦૪.૯૦

૪૦૬.૩૫

૦.૩૫

તાંબુ-મિની

૨૯-૦૨-૧૨

૪૦૫.૯૫

૪૦૬.૭૫

૪૦૪.૯૦

૪૦૬.૩૦

૦.૩૦

નિકલ

૩૧-૦૧-૧૨

૯૯૨.૫૦

૯૯૪.૪૦

૯૯૦.૬૦

૯૯૨.૨૦

૧.૦૦

નિકલ-મિની

૩૧-૦૧-૧૨

૯૯૧.૦૦

૯૯૪.૦૦

૯૮૯.૫૦

૯૯૨.૨૦

૦.૯૦

એલ્યુમિનિયમ-મિની

૩૧-૦૧-૧૨

૧૦૭.૨૦

૧૦૭.૨૦

૧૦૬.૮૫

૧૦૬.૯૫

૦.૦૦

એલ્યુમિનિયમ

૩૧-૦૧-૧૨

૧૦૭.૧૦

૧૦૭.૧૦

૧૦૬.૮૦

૧૦૬.૯૫

૦.૦૦

સીસું

૩૧-૦૧-૧૨

૧૦૭.૭૫

૧૦૭.૮૫

૧૦૭.૬૦

૧૦૭.૭૦

૦.૦૫

સીસું-મિની

૩૧-૦૧-૧૨

૧૦૭.૮૦

૧૦૭.૯૦

૧૦૭.૫૫

૧૦૭.૭૦

૦.૦૫

જસત-મિની

૩૧-૦૧-૧૨

૯૮.૭૫

૯૮.૭૫

૯૮.૩૦

૯૮.૫૦

૦.૧૦

જસત

૩૧-૦૧-૧૨

૯૮.૩૦

૯૮.૭૦

૯૮.૩૦

૯૮.૫૦

૦.૦૫

ક્રૂડ તેલ

૧૯-૦૧-૧૨

૫૨૯૩.૦૦

૫૨૯૯.૦૦

૫૨૮૨.૦૦

૫૨૯૨.૦૦

-૪.૦૦

નેચરલ ગેસ

૨૫-૦૧-૧૨

૧૬૧.૪૦

૧૬૧.૭૦

૧૬૦.૪૦

૧૬૧.૫૦

૦.૦૦

સીપીઓ

૩૧-૦૧-૧૨

૫૪૮.૦૦

૫૫૩.૩૦

૫૪૭.૫૦

૫૫૨.૯૦

૪.૦૦

એલચી

૧૪-૦૧-૧૨

૫૯૮.૩૦

૬૧૩.૫૦

૫૯૭.૦૦

૬૧૦.૨૦

૯.૫૦

ખાંડ-એમ કોલ્હાપુર

૨૦-૦૧-૧૨

૨૮૮૫.૦૦

૨૮૮૫.૦૦

૨૮૬૮.૦૦

૨૮૭૦.૦૦

-૬.૦૦

બટેટા-આગ્રા

૧૫-૦૩-૧૨

૬૪૬.૦૦

૬૬૩.૩૦

૬૪૬.૦૦

૬૫૫.૪૦

૧૧.૪૦

બટેટા-તારકેશ્વર

૧૫-૦૩-૧૨

૫૩૨.૦૦

૫૪૩.૦૦

૫૩૧.૧૦

૫૩૨.૧૦

૩.૬૦

મેન્થા તેલ

૩૧-૦૧-૧૨

૧૩૨૨.૦૦

૧૩૩૧.૦૦

૧૩૨૦.૧૦

૧૩૨૧.૭૦

૧.૨૦

કપાસ

૩૧-૦૩-૧૨

૮૨૬.૩૦

૮૫૩.૦૦

૮૨૬.૨૦

૮૪૮.૦૦

૨૭.૭૦

રૃ

૩૧-૦૧-૧૨

૧૬૮૮૦.૦૦

૧૭૧૯૦.૦૦

૧૬૮૩૦.૦૦

૧૭૧૭૦.૦૦

૩૮૦.૦૦

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજથી સીડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ
આજની ટેસ્ટ મેચ સીડની પરની ૧૦૦મી ટેસ્ટ
તેંડુલકરને ખબર નથી પણ ૧૦૦મી સદીની અધીરાઈ જ તેને સતાવે છે
વર્લ્ડ હોકી સિરિઝના ચેમ્પિયનને રૃપિયા ચાર કરોડનું રોકડ ઇનામ
તેંડુલકર ૨૦૧૧માં ૯ ટેસ્ટની આખરી ૧૬ ઇનિંગમાં સદી નથી કરી શક્યો
ન્યુઝીલેન્ડમાં વેકેશન માણવા ગયેલી વિદ્યા બાલનનો ચમત્કારિક બચાવ થયો
અમિતાભ બચ્ચન ત્રણ મહિનામાં કેબીસીની છઠ્ઠી સિઝનનું કામ શરૃ કરે એવી શક્યતા
૨૦૧૧ના ટોચના ૧૦ લોકપ્રિય ગીતોમાં 'છમ્મક છલ્લો' પહેલા નંબરે
સોનાક્ષી સિંહા પર ઇમેજ બદલવાની ધૂન સવાર થઈ
સુધીર મિશ્રા માટે ચિત્રાંગદાએ કમલ હાસનની ફિલ્મ છોડી
નાઈજીરિયામાં કોમી હિંસા ફાટી નીકળતાં મહિલાઓ અને બાળકો સહિત ૫૨નાં મૃત્યુ
બ્રિટનની મહિલાએ નિતંબનો ૪૦ લાખ પાઉન્ડનો વીમો ઉતરાવ્યો !
જાપાન ૭ની તીવ્રતાના ભૂકંપથી ધૂ્રજ્યું ઃ કોઈ જાનહાનિ નહીં
૬૬૨ અબજના સંરક્ષણ ખર્ચ બિલ પર ઓબામાએ કમને હસ્તાક્ષર કર્યા
ફેન્ચ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સથી યુકેની ૩૦૦૦ મહિલાઓ સામે આરોગ્યનું જોખમ
અંબાલામાં શાળાની વાનને અકસ્માત થતાં ૧૨ બાળકોનાં સ્થળ પર જ મૃત્યુ
ભંવરી દેવીના મૃતદેહને શોધવા સીબીઆઈ દ્વારા સઘન પ્રયત્નો
તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન કેરળની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોત
અખબારી આઝાદી માટે કેન્દ્ર કટિબધ્ધ
બોરીવલીમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થી સાથે ઠગાઈ
ગોધરામાં દોઢ લાખની નકલી નોટો સાથે બાંગલાદેશી ઝડપાયો
NRIની જમીન બોગસ દસ્તાવેજથી વેચી દેનાર ૬ ભૂમાફિયા ઝડપાયા
સૌરાષ્ટ્ર-કચ્છને ધુ્રજાવતી ઠંડી, નલિયા ૨.૮ ને રાજકોટ ૭.૯
માઉન્ટ આબુમાં ન્યુનત્તમ ૨ ડીગ્રી તાપમાનથી સર્વત્ર બરફ
આણંદ તાલુકાના બોરીયાવી પાસે સ્ત્રીવેશમાં ડફેર ટોળકીએ લૂંટ ચલાવી
વર્ષ ૨૦૧૨નો આશાસ્પદ આરંભઃ ચંચળતાના અંતે રિલાયન્સ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૬૩ પોઈન્ટ વધ્યો
ઝવેરી બજારમાં ચાંદીમાં તેજીના માહોલ વચ્ચે નવા ૨૦૧૨ના વર્ષનો આરંભ
સોયાતેલમાં રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે વાયદામાં દેખાયેલી નવી ઉંચી સપાટી
એનએસઈએલ પર એરંડા તેલમાં ૧,૭૮૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ કાચો કપાસ જલગાંવ કોન્ટ્રેક્ટમાં ૧૯,૦૮૨ કિલોનાં કામ સાથે ભાવમાં સુધારો
ગોલ્ડ ગિની, ગોલ્ડ પેટલ સહિત વિવિધ બિનલોહ ધાતુઓ અને અન્ય કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
પ્રિયંકા કેટના વખાણ કરતા થાકતી નથી
સર્વશ્રેષ્ઠ મહારાષ્ટ્રીયનના એેવોર્ડથી ખુશઃ બીગ બી
છેવટે તો બઘુ ભગવાન જ છેઃ અભિષેક
  More Stories
 
   

કાંકરિયા કાર્નિવલ 2011 સમાપન

કોલેજો માં Merry December

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved