Last Update : 03-Jan-2012, Tuesday
 
વર્ષ ૨૦૧૨નો આશાસ્પદ આરંભઃ ચંચળતાના અંતે રિલાયન્સ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૬૩ પોઈન્ટ વધ્યો
 

બજાજ ઓટોના નબળા વેચાણ આંકડા, પેટ્રોલના તોળાતા ભાવ વધારાએ ઓટો શેરોમાં નરમાઈઃ ડોલર વધીને રૃ.૫૩.૪૦ઃ મેટલ શેરોમાં મજબૂતી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
કેલેન્ડર વર્ષ ૨૦૧૨નો આજે મુંબઈ શેરબજારોમાં મજબૂતીએ આરંભ થઈ પોઝિટીવ- નેગેટીવ પરિબળો વચ્ચે વર્ષ ૨૦૧૨ની અનિશ્ચિત રૃખ- એનાલીસ્ટો- સમીક્ષકોના બજાર મામલે મતમતાંતરોને લઈ અને ઓટો કંપનીઓના ડીસેમ્બરના વેચાણ આંકડા બજાજના નબળા, ટાટા મોટર્સના સારા આવ્યા સાથે બે-તરફી ભારે ચંચળતા બતાવીને અંતે ચીન અને ભારતના નિકાસ- મેન્યુફેકચરીંગ વૃધ્ધિના પોઝિટીવ આંકડા સાથે યુરોપમાં જર્મનીના પોઝિટીવ સમાચારે અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, કોલ ઈન્ડિયામાં વેલ્યુબાઈંગ સાથે ફંડોના આર્કષણે સેન્સેક્ષ- નિફટી પોઝિટીવ બંધ રહ્યા હતા. વર્ષ ૨૦૧૧ના નબળા અંત બાદ વર્ષાંતે શેરોમાં ફંડોની એનએવી બેઝડ ખરીદીમાં નિરસતા બાદ સરકારે શેરોમાં વિદેશી વ્યક્તિગત રોકાણની મંજૂરી આપતા આજે વર્ષ ૨૦૧૨નો આરંભ પણ મુંબઈ શેરબજારોમાં મજબૂતીએ થયો હતો. પરંતુ વૈશ્વિક આર્થિક પડકારોથી વિશેષ સ્થાનિકમાં ફુગાવા- મોંઘવારીને અંકુશમાં રાખવાના પડકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધિરાણ નીતિમાં હજુ સુધી કોઈ ઢીલ નહીં મૂકવા સાથે સબસીડીના વધતા બોજ, બેંકોની એનપીએમાં જંગી વધારો થવાના જોખમ, ઓટો કંપનીઓના ડીસેમ્બરના વાહનોના વેચાણના આંકડા ટુ- વ્હીલર જાયન્ટ બજાજ ઓટોના નવેમ્બરની તુલનાએ નબળા જાહેર થવા સાથે રાજકોષીય ખાધ વધવાના સંકેતે શેરોમાં આરંભિક મજબૂતી ક્ષણજીવી નીવડી હતી. આર્થિક સુધારાને વેગ આપવા શેરબજારોમાં ફરી વિદેશી રોકાણનો પ્રવાહ મોટાપાયે આર્કષવાના પ્રયાસમાં સરકારે ગઈકાલે શેરોમાં સીધા વિદેશી વ્યક્તિગત રોકાણની મંજૂરી આપવાનો નિર્ણય લીધાની પોઝિટીવ અસરે સેન્સેક્ષ આગલા બંધ ૧૫૪૫૪.૯૨ સામે ૧૫૫૩૪.૬૭ મથાળે ખુલીને ૮૭.૯૩ પોઈન્ટ વધીને ઉપરમાં ૧૫૫૪૨.૮૫ પહોંચ્યો હતો. પરંતુ કોર્પોરેટ પરિણામોની સીઝન શરૃ થતા પૂર્વે આજે બજાજ ઓટોના ડીસેમ્બર ૨૦૧૧ના વાહનોના વેચાણના આંકડા નવેમ્બરની તુલનાએ ૧૮ ટકા ઘટીને આવતા અને મારૃતી સુઝુકીના વેચાણમાં પણ ૭ ટકાના ઘટાડાએ ઓટો શેરોમાં બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા તૂટયા હતા. આ સાથે હિન્દાલ્કો, ડીએલએફ, હિન્દુસ્તાન યુનીલીવર, એનટીપીસી, ભેલ સહિતમાં વેચવાલીએ સેન્સેક્ષ બપોરે ૧૨.૧૮ વાગ્યે એક તબક્કે ૯૬.૯૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૫૩૫૪.૦૨ સુધી પહોંચ્યો હતો. જે બે-તરફી ચંચળતા બતાવતો રહી કોલ ઈન્ડિયા બાદ છેલ્લે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટીસીએસ, ઈન્ફોસીસ, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા સ્ટીલમાં વેલ્યુબાઈંગે ઘટાડો પચાવીને અંતે સેન્સેક્ષ ૬૩ પોઈન્ટ વધીને ૧૫૫૧૭.૯૨ બંધ રહ્યો હતો.
ચંચળતાના ચગડોળમાં નિફટી ૧૦ વખત પોઝિટીવ- નેગેટીવ ઝોનમાં અથડાયોઃ બજાજ ઓટોથી તૂટયો, રિલાયન્સની સુધર્યો
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૪૬૨૪.૩૦ સામે ૪૬૪૦.૨૦ મથાળે ખુલીને ઉપરમાં ૪૬૪૫.૯૫ સુધી ગયો હતો, પરંતુ વધ્યા મથાળે બજાજ ઓટો, હીરો મોટોકોર્પ તૂટતા અને ગ્રાસીમ, હિન્દાલ્કો, સેસાગોવા, પીએનબી, ડીએલએફ, કોટક મહિન્દ્રા બેંક, એનટીપીસી સહિતમાં વેચવાલીએ નિફટીનો ઉછાળો ધોવાઈ જઈ એક સમયે ૩૬.૨૫ પોઈન્ટના ઘટાડે નીચામાં ૪૫૮૮.૦૫ થયો હતો, પરંતુ ઘટયા મથાળેથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, મારૃતી, ટાટા સ્ટીલ, લાર્સન, રેનબેક્સી લેબ, આઈસીઆઈસીઆઈ બેંકમાં લેવાલીના આર્કષણે અંતે ૧૨.૪૫ પોઈન્ટ વધીને ૪૬૩૬.૭૫ બંધ રહ્યો હતો. બપોરે ૧૨.૧૮ વાગ્યે ૪૫૮૮.૦૫નું બોટમ બનાવીને પાછો ફર્યા બાદ નિફટી પોઝિટીવ- નેગેટીવ અનિશ્ચિત ચાલ બતાવતો રહ્યો હતો. આજે ટ્રેડીંગ સત્રમાં નિફટી ૧૦ વખત નેગેટીવ, ૧૦ વખત પોઝિટીવ ઝોનમાં ફંગોળાતો જોવાયો હતો.
નિફટી ૪૮૦૦નો કોલ ઉપરમાં ૬૦ અને નીચામાં ૪૫ થી ૫૭¬ઃ જાન્યુઆરી ફયુચર ૪૬૫૬ થઈ ૪૬૫૦
ડેરીવેટીવ્ઝમાં નિફટી જાન્યુઆરી ફયુચર ૨૭૭૫૬૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૪૨૫.૩૭ કરોડના ટર્નઓવરે ૪૬૩૪.૪૦ સામે ૪૬૩૭.૮૦ મથાળે ખુલીને ઉપરમાં ૪૬૫૬ થઈ નીચામાં ૪૫૯૨.૪૦ સુધી પટકાઈ અફડાતફડીના અંતે ૪૬૫૦.૩૦ રહ્યો હતો. નિફટી ૪૭૦૦નો કોલ ૨૭૦૪૯૯ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૪૭૮.૩૧ કરોડના ટર્નઓવરે ૯૨.૫૫ સામે ૯૬ ખુલી ઉપરમાં ૯૯.૦૫ અને નીચામાં ૭૬.૬૫ સુધી જઈ છેલ્લે ૯૬.૫૦ બોલાતો હતો. નિફટી ૪૮૦૦નો કોલ ૫૫.૩૫ સામે ૫૭ ખુલી ઉપરમાં ૬૦ અને નીચામાં ૪૫ થઈ પાછો ફરી અંતે ૫૭.૧૫ રહ્યો હતો. નિફટી ૪૯૦૦નો કોલ ૩૦.૬૫ સામે ૨૯ ખુલી ઉપરમાં ૩૪ અને નીચામાં ૨૪.૧૦ થઈ અંતે ૩૧.૫૫ બોલાતો હતો.
નિફટી ૪૪૦૦નો પુટ નીચામાં ૪૨.૩૫ થઈ ઉપરમાં ૬૦.૩૦ જઈ અંતે ૪૪.૬૫ઃ ૪૧૦૦ના પુટ ૧૪.૫૦ થઈ ૯.૯૦
નિફટી ૪૪૦૦નો પુટ ૪૯.૬૫ સામે ૪૪.૭૦ ખુલી નીચામાં ૪૨.૩૫ થઈ ઉપરમાં ૬૦.૩૦ સુધી જઈ છેલ્લે ૪૪.૬૫ બોલાતો હતો. નિફટી ૪૩૦૦નો પુટ ૩૧.૭૦ સામે ૩૧.૮૦ ખુલી નીચામાં ૨૬.૫૦ જઈ ઉપરમાં ૩૮.૪૫ થઈ અંતે ૨૭.૮૦ બોલાતો હતો. નિફટી ૪૨૦૦નો પુટ ૧૯.૯૫ સામે ૧૮.૮૦ ખુલી નીચામાં ૧૬.૧૫ અને ઉપરમાં ૨૪.૦૫ સુધી જઈ છેલ્લે ૧૬.૭૦ બોલાતો હતો. નિફટી ૪૧૦૦નો પુટ ૧૨.૦૫ સામે ૯.૯૦ ખુલી નીચામાં ૯.૭૫ અને ઉપરમાં ૧૪.૫૦ થઈ અંતે ૯.૯૦ હતો.
બજાજ ઓટોનું વેચાણ નવે.ની તુલનાએ ૧૮ ટકા ઘટયું ઃ શેર રૃ.૧૧૭ તૂટયોઃ ટાટા મોટર્સ ઊંચકાયા
ઓટોમોબાઈલ કંપનીઓના ડીસેમ્બર ૨૦૧૧ મહિનાના વાહનોના વેચાણના એકંદર પોઝિટીવ છતાં નવેમ્બરની તુલનાએ બજાજ ઓટોના નબળા ૧૮ ટકા ઘટીને ૩,૦૫,૬૯૦ વાહનોના જાહેર થતાં શેર રૃ.૧૧૭.૮૦ તૂટીને રૃ.૧૪૭૫, હીરોમોટોકોર્પ રૃ.૬૬.૭૦ તૂટીને રૃ.૧૮૩૮.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૯.૨૦ ઘટીને રૃ.૬૭૩.૮૫ રહ્યા હતા. મારૃતી સુઝુકીના વેચાણના આંકડા પણ વાર્ષિક ધોરણે ડીસેમ્બરમાં ૭.૧ ટકા ઘટીને ૯૨૧૬૧ વાહનોના જાહેર થતાં શેરોમાં આરંભિક વેચવાલી બાદ કવરીંગે રૃ.૧૬.૭૫ વધીને રૃ.૯૩૬.૮૦, ટાટા મોટર્સનું ડીસેમ્બર ૨૦૧૧માં વાહનોનું વેચાણ વધીને આવતા અને શંકર શર્માએ વર્ષ ૨૦૧૨ માટે ટાટા મોટર્સ શેર માટે તેજીમાં હોવાનું ધ્યાન બતાવતા શેર રૃ.૫.૪૦ વધીને રૃ.૧૮૩.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્ષ ૯૭.૭૫ પોઈન્ટ ઘટીને ૮૦૪૫.૯૦ રહ્યો હતો. ઓટો કંપનીઓના વેચાણના મિશ્ર આંકડા સાથે હવે ઓઈલ માર્કેટીંગ પીએસયુ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૃ.૨ વધારો થવાના સંકેતે ઓટો શેરોમાં વેચવાલી વધી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વર્ષ ૨૦૧૨ના આરંભે વેલ્યુબાઈંગઃ રૃ.૧૪ વધીને રૃ.૭૦૭ઃ ગેઈલમાં પણ લેવાલી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વર્ષ ૨૦૧૧માં શેરમાં મોટાપાયે ધોવાણે ૩૩ મહિનાનું તળીયું દેખાઈ ગયા બાદ શેરમાં આજે વર્ષ ૨૦૧૨ના પ્રથમ દિવસે ફંડોના વેલ્યુબાઈંગે શેર ઘટયા મથાળેથી પાછો ફરી છેલ્લા કલાકમાં મોટી લેવાલીએ રૃ.૧૪.૦૫ વધીને રૃ.૭૦૬.૯૫ રહ્યો હતો. એચપીસીએલ રૃ.૧.૭૫ વધીને રૃ.૨૫૩.૪૫, ગેઈલ ઈન્ડિયા રૃ.૨.૯૦ વધીને રૃ.૩૮૭, ઓએનજીસી રૃ.૧.૬૦ વધીને રૃ.૨૫૮.૫૫ રહ્યા હતા.
ડોલર ફરી ઊંચકાઈ રૃ.૫૩.૪૦ઃ કોર્પોરેટ પરિણામો પૂર્વે ઈન્ફોસીસ, ટીસીએસમાં આર્કષણ
રૃપિયા સામે ડોલર રૃ.૫૩.૧૦થી આજે ફરી વધીને ઉપરમાં રૃ.૫૩.૪૦ થઈ જતાં અને યુરોપમાં જર્મનીના પોઝિટીવ સમાચાર પાછળ યુરો ઝોનની રીકવરીના આશાવાદે અને નવા વર્ષમાં યુ.એસ.માં આર્થિક રીકવરીને વેગની અપેક્ષા સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં શરૃ થતાં પૂર્વે આઈટી શેરોમાં આર્કષણ જળવાયું હતું. ટીસીએસ રૃ.૧૭ વધીને રૃ.૧૧૭૮.૨૫, ઈન્ફોસીસ રૃ.૩૯.૮૦ વધીને રૃ.૨૮૦૪.૮૫, એચસીએલ ટેકનો રૃ.૫.૪૫ વધીને રૃ.૩૯૩.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્ષ ૭૦.૫૬ પોઈન્ટ વધીને ૫૮૨૨.૪૯ રહ્યો હતો.
રિઝર્વ બેંક ધિરાણ નીતિમાં ઢીલ મૂકશેઃ સુબ્બારાવઃ આઈસીઆઈસીઆઈ, સ્ટેટ બેંક, યુકો બેંક વધ્યા
બેંકિંગ શેરોમાં આજે પસંદગીનું વેલ્યુબાઈંગ થયું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ડી. સુબ્બારાવે ધિરાણ નીતિમાં ઢીલ મૂકવાનો સંકેત બીબીસી વેબસાઈટ પર પ્રકાશીત થયેલી મુલાકાતમાં આપતા બેંકિંગ શેરોમાં લેવાલી થઈ હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૧૧.૮૫ વધીને રૃ.૬૯૬.૪૫, સ્ટેટ બેંક રૃ.૧૦.૧૫ વધીને રૃ.૧૬૨૯.૬૫, યુકો બેંક રૃ.૧.૪૫ વધીને રૃ.૪૭, યુનીયન બેંક રૃ.૩.૫૦ વધીને રૃ.૧૭૩.૦૫, અલ્હાબાદ બેંક રૃ.૧.૯૦ વધીને રૃ.૧૧૭, આંધ્ર બેંક રૃ.૧.૨૫ વધીને રૃ.૮૧.૨૦ રહ્યા હતા.
કોલ ઈન્ડિયા નવી ભાવ પધ્ધતિએ રૃ.૧૦ ઉછળ્યોઃ જેએસડબલ્યુ સ્ટીલ છેલ્લી ઘડીમાં રૃ.૩૦ ઉછળ્યો
કોલ ઈન્ડિયાના ચેરમેન એન.સી. ઝાએ કોલસાની ભાવ પધ્ધતિમાં ફેરફાર બાદ ઊંચી આવક થવાની અને એના થકી કર્મચારીઓના વેતનમાં વધારાની નેગેટીવ અસર ઘટાડી શકવાના કરેલા નિવેદનની પોઝીટીવ અસરે શેરમાં વેલ્યુબાઈંગે રૃ.૧૦.૮૫ વધીને રૃ.૩૧૧.૭૦, જેએસડબલ્યુ સ્ટીલમાં છેલ્લી ઘડીમાં મોટી લેવાલી નીકળતા રૃ.૨૯.૯૦ ઉછળીને રૃ.૫૩૭, નાલ્કો રૃ.૨.૨૫ વધીને રૃ.૫૨.૯૦ રહ્યા હતા.
ગીતાંજલી જેમ્સ, સિન્ટેક્ષ, જૈેન ઈરીગેશન, આરકોમ, ટાઈટન, રેનબેક્સીમાં નવેસરથી લેવાલી
'એ' ગુ્રપના પ્રમુખ વધનાર અન્ય શેરોમાં સિન્ટેક્ષ રૃ.૨.૨૫ ઉછળીને રૃ.૬૫.૧૫, જૈન ઈરીગેશન રૃ.૩.૧૦ વધીને રૃ.૮૯.૯૦, ગીતાંજલી જેમ્સ રૃ.૧૦.૪૫ વધીને રૃ.૩૧૨.૪૫, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ રૃ.૨.૨૦ વધીને રૃ.૭૨.૦૫, ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ રૃ.૪.૪૦ વધીને રૃ.૧૭૫.૨૦, વોલ્ટાસ રૃ.૧.૮૦ વધીને રૃ.૭૫.૩૦, રેનબેક્સી લેબ. રૃ.૮.૧૦ વધીને રૃ.૪૧૩.૩૫ રહ્યા હતા.
હિન્દાલ્કો રૃ.૧૨૦૦ કરોડ ટેક્ષ મામલે હાઈર્કોટે અપીલ ફગાવતા ઘટયોઃ લીવર, આઈટીસીમાં વેચવાલી
હિન્દાલ્કો રૃ.૧૨૦૦ કરોડના કરવેરા મામલે આવકવેરા ખાતા વિરુધ્ધની અપીલને મુંબઈ હાઈકોર્ટે ફગાવી દીધાની નેગેટીવ અસરે શેર રૃ.૩.૫૦ ઘટીને રૃ.૧૧૨.૨૫ રહ્યો હતો. આઈટીસી રૃ.૨.૯૦ ઘટીને રૃ.૧૯૮.૪૦, હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૫.૪૦ ઘટીને રૃ.૪૦૨.૪૦, ભેલ રૃ.૨.૫૫ ઘટીને રૃ.૨૩૬.૪૫, ડીએલએફનું ક્રેડિટ રેટીંગ ડાઉનગ્રેડ થયાની સતત નેગેટીવ અસરે રૃ.૩.૯૦ ઘટીને રૃ.૧૭૯.૧૫, એનટીપીસી રૃ.૨.૪૫ ઘટીને રૃ.૧૫૮.૧૫ રહ્યા હતા.
શેરોમાં વેલ્યુબાઈંગ વધ્યું ઃ ૧૪૦૮ શેરો વધ્યાઃ ૧૭૬ શેરોમાં તેજીની સર્કિટ છતાં ૧૭૮ શેરોમાં મંદી
સ્મોલ- મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં નવા વર્ષ ૨૦૧૨માં અનેકગણા નીચા ભાવોએ હવે ફંડોની ખરીદી નીકળવાની અપેક્ષાએ પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ નીકળતા માર્કેટ બ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૯૧ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૪૦૮ અને ઘટનારની ૧૨૫૯ રહી હતી. ૧૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૭૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
લાર્સન રૃ.૨૦૫૬ કરોડના ઓર્ડરે વધ્યોઃ ઓરિસ્સા મિનરલ રૃ.૫૮૩૮ ઉછળ્યોઃ ટીવી ૧૮ ગુ્રપ શેરોમાં તેજી
કેપિટલ ગુડઝ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રોને રૃ.૨૦૫૬ કરોડનો નવો ઓર્ડર મળતા શેર રૃ.૧૩.૬૫ વધીને રૃ.૧૦૦૮.૭૫, પુંજલોઈડ રૃ.૪૦, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃ.૩.૩૫ વધીને રૃ.૨૯૮.૮૫, બીઈએમએલ રૃ.૩.૮૫ વધીને રૃ.૪૫૯ રહ્યા હતા. ટીવી ૧૮ ગુ્રપ કંપનીઓના શેરોમાં તેજીના ફૂંફાળા વચ્ચે નેટવર્ક ૧૮ મીડિયા રૃ.૨.૫૦ ઉછળીને રૃ.૩૯.૪૦, ટીવી ૧૮ બ્રોડકાસ્ટ રૃ.૧.૫૫ વધીને રૃ.૨૮.૫૦ રહ્યા હતા. ઓરિસ્સા મિનરલ્સ ડેવલપમેન્ટ રૃ.૫૮૩૭.૯૦ (૨૦ ટકા) ઉછળીને રૃ.૩૫૦૨૭.૪૫, શેટ્રોન લિ. રૃ.૨.૧૭ ઉછળીને રૃ.૧૩.૦૨, નેલ્કો રૃ.૮.૫૦ ઉછળીને રૃ.૫૧.૧૦ રહ્યા હતા.
જર્મનીનો ડેક્ષ ૮૨ પોઈન્ટ ઉછળ્યોઃ એશીયા- યુરોપમાં લંડન, ટોક્યો, હોંગકોંગ બજારો બંધઃ તાઈવાન ૧૨૦ તૂટયો
એશીયાના જાપાન, હોંગકોંગ બજારો આજે બંધ હતા. તાઈવાન વેઈટેજ ૧૧૯.૮૭ પોઈન્ટ ઘટીને ૬૯૫૨.૨૧ રહ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ૧૮૨૬.૩૭ જળવાયો હતો. યુરોપના દેશોના બજારોમાં પણ લંડન શેરબજાર બંધ રહ્યા સામે જર્મીનો ડેક્ષ ઈન્ડેક્ષ ૮૨ પોઈન્ટ અને ફ્રાંસનો કેક-૪૦ ઈન્ડેક્ષ ૨૦ પોઈન્ટ અને સ્વીઝ માર્કેટ ઈન્ડેક્ષ ૪૦ પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજથી સીડનીમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ
આજની ટેસ્ટ મેચ સીડની પરની ૧૦૦મી ટેસ્ટ
તેંડુલકરને ખબર નથી પણ ૧૦૦મી સદીની અધીરાઈ જ તેને સતાવે છે
વર્લ્ડ હોકી સિરિઝના ચેમ્પિયનને રૃપિયા ચાર કરોડનું રોકડ ઇનામ
તેંડુલકર ૨૦૧૧માં ૯ ટેસ્ટની આખરી ૧૬ ઇનિંગમાં સદી નથી કરી શક્યો
ન્યુઝીલેન્ડમાં વેકેશન માણવા ગયેલી વિદ્યા બાલનનો ચમત્કારિક બચાવ થયો
અમિતાભ બચ્ચન ત્રણ મહિનામાં કેબીસીની છઠ્ઠી સિઝનનું કામ શરૃ કરે એવી શક્યતા
૨૦૧૧ના ટોચના ૧૦ લોકપ્રિય ગીતોમાં 'છમ્મક છલ્લો' પહેલા નંબરે
સોનાક્ષી સિંહા પર ઇમેજ બદલવાની ધૂન સવાર થઈ
સુધીર મિશ્રા માટે ચિત્રાંગદાએ કમલ હાસનની ફિલ્મ છોડી
નાઈજીરિયામાં કોમી હિંસા ફાટી નીકળતાં મહિલાઓ અને બાળકો સહિત ૫૨નાં મૃત્યુ
બ્રિટનની મહિલાએ નિતંબનો ૪૦ લાખ પાઉન્ડનો વીમો ઉતરાવ્યો !
જાપાન ૭ની તીવ્રતાના ભૂકંપથી ધૂ્રજ્યું ઃ કોઈ જાનહાનિ નહીં
૬૬૨ અબજના સંરક્ષણ ખર્ચ બિલ પર ઓબામાએ કમને હસ્તાક્ષર કર્યા
ફેન્ચ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સથી યુકેની ૩૦૦૦ મહિલાઓ સામે આરોગ્યનું જોખમ
અંબાલામાં શાળાની વાનને અકસ્માત થતાં ૧૨ બાળકોનાં સ્થળ પર જ મૃત્યુ
ભંવરી દેવીના મૃતદેહને શોધવા સીબીઆઈ દ્વારા સઘન પ્રયત્નો
તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન કેરળની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોત
અખબારી આઝાદી માટે કેન્દ્ર કટિબધ્ધ
બોરીવલીમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થી સાથે ઠગાઈ
ગોધરામાં દોઢ લાખની નકલી નોટો સાથે બાંગલાદેશી ઝડપાયો
NRIની જમીન બોગસ દસ્તાવેજથી વેચી દેનાર ૬ ભૂમાફિયા ઝડપાયા
સૌરાષ્ટ્ર-કચ્છને ધુ્રજાવતી ઠંડી, નલિયા ૨.૮ ને રાજકોટ ૭.૯
માઉન્ટ આબુમાં ન્યુનત્તમ ૨ ડીગ્રી તાપમાનથી સર્વત્ર બરફ
આણંદ તાલુકાના બોરીયાવી પાસે સ્ત્રીવેશમાં ડફેર ટોળકીએ લૂંટ ચલાવી
વર્ષ ૨૦૧૨નો આશાસ્પદ આરંભઃ ચંચળતાના અંતે રિલાયન્સ, આઈટી શેરોની તેજીએ સેન્સેક્ષ ૬૩ પોઈન્ટ વધ્યો
ઝવેરી બજારમાં ચાંદીમાં તેજીના માહોલ વચ્ચે નવા ૨૦૧૨ના વર્ષનો આરંભ
સોયાતેલમાં રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે વાયદામાં દેખાયેલી નવી ઉંચી સપાટી
એનએસઈએલ પર એરંડા તેલમાં ૧,૭૮૦ ટનની નોંધપાત્ર ડિલિવરીઃ કાચો કપાસ જલગાંવ કોન્ટ્રેક્ટમાં ૧૯,૦૮૨ કિલોનાં કામ સાથે ભાવમાં સુધારો
ગોલ્ડ ગિની, ગોલ્ડ પેટલ સહિત વિવિધ બિનલોહ ધાતુઓ અને અન્ય કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
પ્રિયંકા કેટના વખાણ કરતા થાકતી નથી
સર્વશ્રેષ્ઠ મહારાષ્ટ્રીયનના એેવોર્ડથી ખુશઃ બીગ બી
છેવટે તો બઘુ ભગવાન જ છેઃ અભિષેક
  More Stories
 
   

કાંકરિયા કાર્નિવલ 2011 સમાપન

કોલેજો માં Merry December

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved