Last Update : 29-Dec-2011,Thursday
 
સરપંચ બનવા માટે મહાસંગ્રામ

 

ઉત્તર ગુજરાતની ૧૨૩૫ ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી

મહેસાણા-૮૧, બનાસકાંઠા-૫૭૬, પાટણ-૧૩૮ તેમજ સાબરકાંઠાની ૪૪૧ પંચાયતોમાં ચૂંટણી
મહેસાણા,તા.૨૮
ઉત્તર ગુજરાતની ૧૪૯૯ ગ્રામ પંચાયતોમાંથી ૨૬૪ ગ્રામ પંચાયતો સમરસ બનતાં આજરોજ બાકીની ૧૨૩૫ ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા વોર્ડના સભ્યો વચ્ચે ચુંટણી જંગ જામશે. જેમાં મહેસાણાની ૮૧, બનાસકાંઠાની ૫૭૬, પાટણની ૧૩૮ તથા સાબરકાંઠાની ૪૪૦ ગ્રા. પંચાયતોમાં ચુંટણી યોજાનાર હોવાથી ભારે રાજકીય ગરમાવો ફેલાયો છે. જેમાં મહેસાણા જિલ્લાના ૧૯ અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાતા ચૂસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આજના દિવસે જાહેર રજા જાહેર કરાતાં મતદારોને હાલાકી ટળી છે.
રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે મહેસાણા, બનાસકાંઠા, પાટણ તેમજ સાબરકાંઠાની કુલ ૧૪૯૯ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં ૨૬૪ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતાં આજરોજ બાકીની ૧૨૩૫ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં મહેસાણા જિલ્લાની કુલ ૧૫૩ ગ્રામ પંચાયતોમાંથી ૭૨ સમરસ બનતાં કુલ ૮૧ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાનાર છે. જેમાં ૫૮૯ સરપંચ અને ૨૨૫૭ ઉમેદવારો વચ્ચે આજે ખરાખરીનો ચૂંટણી જંગ જોવા મળશે. ગ્રામ પંચાયતોની આ ચુંટણીમાં અનેક રાજકીય કાવાદાવાથી પોતાની જીત પાકી કરવા હરીફ ઉમેદવાર પ્રયત્નશીલ રહી પોતાની પ્રતિષ્ઠા બચાવવા કાર્યરત રહેશે. જ્યાં મહેસાણા જિલ્લાના ૧૯ અતિસંવેદનશીલ મતદાન મથકોમાં ચુંટણી પંચના ચુંટણી નિરિક્ષક દ્વારા ચાંપતી નજર રખાશે. તેમજ આ કેન્દ્રો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ખેરાલુ તાલુકામાં-૨, વડનગર-૨, ઉંઝા-૧૪, બચેરાજીના-૨, કડી-૪ ,મહેસાણના-૮, વિજાપુરના-૧૦ અને વિસનગરના ૨૯ કેન્દ્રોનો સમાવેશ થાય છે. જ્યારે બનાસકાંઠાની ૬૬૨ ગ્રામ પંચાયતોમાંથી ૮૬ પંચાયત સમરસ બનતા ૫૭૬ ગ્રામ પંચાયતોમાં આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે ,તો પાટણ જિલ્લામાં ૧૮૯ ગ્રામ પંચાયતોમાંથી ૫૧ ગ્રામ પંચાયતો સમરસ થતાં ૧૩૮ ગ્રામ પંચાયતોને લઈ આજે સરપંચ તેમજ વોર્ડના સભ્યો માટે ચૂંટણી હાથ ધરાશે. જ્યારે સાબરકાંઠામાં ૪૯૫ પંચાયતમાંથી ૫૫ સમરસ બનતાં ૪૪૦ ગ્રામ પંચાયતોમાં દાવેદારો વચ્ચે ચુંટણી યોજાનાર છે. જો કે ગત ગ્રામપંચાયતની ચુંટણીની સરખામણીએ ચાલુ ચુંટણી દરમિયાન સમરસ ગ્રામ પંચાયતોનો આંકડો ઓછો બેસતા રાજ્ય સરકાર મુંઝવણમાં મુકાઈ છે. અત્ર ઉલ્લેખનિય છે કે આ ચુંટણી બાદ વિધાનસભાની ચુંટણીનો માહોલ જામવાનો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેજલપુરમાં ગાય-વાછરડું ચોરી જવાયાની ફરિયાદઃ બે પકડાયા
સહકારી આગેવાન નટુ પટેલની કવોશિંગ પિટિશન હાઇકોર્ટે ફગાવી
બોર્ડ-નિગમોમાં વ્યાપક નિયુક્તિ માટે ફરી શરૃ થયેલી અટકળો
'ડૉક્ટરોની રેલી નીકળી છે, દર્દીઓને સેવા મળતી નથી'
ઉત્સવોમાં કરોડો ખર્ચતી સરકાર પાસે મેડલ આપવા રૃપિયા નથી !
'ડર્ટી પિકચર'ની સફળતાને પગલે વિદ્યા બાલનને વધુ મહેનતાણું પણ મળવાની શક્યતા નિર્માણ થઈ
રાજેશ ખન્ના અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ બન્નેનો જન્મદિવસ આજે હોવાથી ભવ્ય યૉટ પાર્ટીનું આયોજન
'વીક એન્ડ'માં શાહરૃખ અભિનીત ફિલ્મે કેટલી કમાણી
મલ્લિકા શેરાવત હવે ગીત ગાવાની તૈયારી કરી રહી છે
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
ચાલુ વર્ષે શેરબજારમાં રોકાણકારોએ ગુમાવેલા ૨૦,૦૦,૦૦૦ કરોડ
રૃા.માં ઘટાડો થતાં નિફ્ટી કંપનીઓને રૃા.૪,૮૦૦ કરોડનું ફોરેક્સનું નુકસાન
સોનામાં પણ વધુ ઘટાડો ઃ ડોલરના ભાવો આરંભમાં ઉછળ્યા પછી તૂટી રૃ.૫૩ની અંદર જતા રહ્યા
સોયાતેલ પછી હવે પામતેલમાં તેજીનો ભડકો થતાં રૃ.૬૦૦ની સપાટી કૂદાવાઈ
શેર બજાર.....
નવા વર્ષની રાતે સંવેદનશીલ જંકશનો પર પોલીસની નજર
છેલ્લે ૨૦૦૫માં ન્યૂનતમ તાપમાન ૧૧.૬ નોંધાયું હતું અને
નવા વર્ષને વધાવવા માટેની ઉજવણીને આધ્યાત્મિક રંગ
મહાપાલિકાએ રૃા. આઠ હજાર કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે
એક તરફી પ્રેમમાં માજી હોમગાર્ડે અભિનેત્રીનો વિનયભંગ કર્યો
લીડ ઉમેરતા ઓસ્ટ્રેલિયાના ૮ વિકેટે ૨૩૦ રન ઃ બંને ટીમોને જીતવાની તક
અમે ૩૦૦ કે તેનાથી ઓછો પડકાર ઝીલી શકીશું ઃ સેહવાગ
ગુજરાતની ક્રિકેટ ટીમ રણજી ટ્રોફીમાં ઈલાઇટ ગુ્રપમાં ફેંકાઈ ગઈ
આ વખતે શ્રેષ્ઠ પ્રતિભા બહાર લાવીને રમીશ ઃ સોમદેવ

સંગાકારાના ૧૦૮ ઃ શ્રીલંકાના બીજી ઇનિંગમાં ૭ વિકેટે ૨૫૬

રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

પ્લેયર્સ ફિલ્મ પ્રમોશન@અમદાવાદ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved