Last Update : 29-Dec-2011,Thursday
 

શેર બજાર.....

 

ઇટાલીના બોન્ડસ લિલામને સારા પ્રતિસાદ પૂર્વે સ્થાનિકમાં મંદીના માહોલ વચ્ચે
ડિસેમ્બર અંત પૂર્વે ડીપ્રેશન ઃ બેંક, મેટલ, ઓઇલ ગેસ શેરોમાં વેચવાલી ઃ નિફ્ટી ૪૫ તૂટીને ૪૭૦૫
સેન્સેક્ષ ૧૪૬ પોઇન્ટ ઘટીને ૧૫૭૨૮ ઃ બેંકોની એનપીએમાં જંગી વધારાનો ભય ઃ બેંકેક્ષ પોઇન્ટ, મેટલ ઇન્ડેક્ષ ૧૮૮ પોઇન્ટ તૂટયા
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
કેલેન્ડર વર્ષ ૨૦૧૧ પૂરૃ થવામાં છે, અને ડેરીવેટીવ્ઝમાં ડિસેમ્બર વલણના આવતીકાલે - ગુરુવારે અંત પૂર્વે ક્રિસમસ વેકેશન મૂડમાં એફઆઇઆઇ- વિદેશી ફંડોની વધતી નિષ્ક્રિયતા સાથે નવા વર્ષ ૨૦૧૨માં આર્થિક- ઔદ્યોગિક વૃદ્ધિનું ચિત્ર ધૂંધળું જણાઇ રહ્યું હોઇ બેંકોની ડૂબત લોનમાં જંગી વધારો થવાનો ભય અને ભારત બેરોજગારીના ખપ્પરમાં હોમાવાની આશંકા સાથે રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ સુધી સરકાર આર્થિક સુધારાના નિર્ણયો અભરાઇ પર મૂકી રાખશે એવી શક્યતાએ બેંકિંગ, મેટલ, ઓટો, ઓઇલ- ગેસ શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૧૪૬ પોઇન્ટ અને નિફ્ટી ૪૫ પોઇન્ટ ઘટયા હતા. મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગનો આરંભ એશીયાના અન્ય બજારો સાથે નેગેટીવ થયો હતો. યુ.એસ.ના હોમ- મકાનોના ભાવોમાં ઘટાડો નોંધાતા વૈશ્વિક આર્થિક રીકવરી માટે ફરી અનિશ્ચિતતા દેખાતા એશીયાના બજારો નરમાઇએ ખુલ્યા હતા. જેની પાછળ મુંબઇ શેરબજારોમાં બેંક શેરો આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટરલાઇટ, બજાજ ઓટો, આઇટીસી, વિપ્રો, જિન્દાલ સ્ટીલ સહિતના શેરોમાં વેચવાલીના દબાણ સેન્સેક્ષ આગલા બંધ ૧૫૮૭૩.૯૫ સામે ૧૫૮૫૪.૩૬ મથાળે ખુલીને ૧૫૮૮૭.૮૦ થી તૂટતો તઇ એક તબક્કે ૨૦૭.૪૯ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૫૮૭૩.૯૫ સુધી ખાબકી ગયો હતો. જે ઘટયા મથાળે પાવર - કેપિટલ ગુડઝ શેરો એનટીપીસી, ભેલ, ટાટા પાવર સાથે ઇન્ફોસીસમાં આકર્ષણે આંશિક ઘટાડો પચાવી અંતે ૧૪૬.૧૦ પોઇન્ટ ઘટીને ૧૫૭૨૭.૮૫ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ ઇન્ટ્રા-ડે ૪૭૦૦ સપાટી ગુમાવી ૪૬૮૫ થયો ઃ પીએનબી, આઇસીઆઇસીઆઇમાં ધબડકો
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૭૫૦.૫૦ સામે ૪૭૫૬.૨૦ મથાળે ખુલીને ૪૭૫૬.૨૦થી જ નીચામાં ૪૬૮૫.૬૫ સુધી ગબડી જઇ અંતે ૪૪.૭૦ પોઇન્ટ ઘટીને ૪૭૦૫.૮૦ બંધ રહ્યો હતો. નિફ્ટી બેઝડ શેરોમાં આજે જિન્દાલ સ્ટીલ, પીએનબી, આઇસીઆઇસીઆઇ બેંક, કેઇર્ન ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ફ્રા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્દાલ્કો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગબડયા હતાં.
ડિસેમ્બર વલણના અંત પૂર્વે નિફ્ટી ૪૭૦૦ના કોલમાં ૧૫ લાખ પોઝિશન વધી?
ડેરીવેટીવ્ઝમાં ડિસેમ્બર વલણના અંત પૂર્વે રોલઓવરની મોટાભાગની કવાયત પૂરી થઇ ગઇ હોઇ આજે તેજીને બદલે મંદીનું તોફાન કરી પાછલા દિવસોમાં શોર્ટ કવરીંગ સાથે તેજીનો વેપાર ગોઠવનારા ખેલંદાઓને ખંખેરાયા હતા. અલબત એફઆઇઆઇની ઓછી સક્રીયતા સામે ઘણા લોકલ ખેલાડીઓ શેરોની ડીલિવરી ગળામાં લઇ અટવાયા હોઇ આ ખેલાડીઓનો વર્ષાત પૂર્વે રોકાણના પોટલાં છોડાવવાનો પણ પ્રયાસો થયા છે. નિફ્ટી ૪૭૦૦ના કોલમાં આજે આશ્ચર્યજનક રીતે ૧૫ લાખ પોઝિશન વધ્યાના આંકડા સાથે ૭૩૨૯૯૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૭૩૬૫.૫૧ કરોડના ટર્નઓવરે ૬૭.૮૫ સામે ૬૧ ખુલી ઉપરમાં ૬૫થી નીચામાં ૨૫.૬૦ થઇ છેલ્લે ૩૦.૫૫ બોલાતો હતો. જ્યારે નિફ્ટી ૪૮૦૦નો કોલ ૮૪૦૨૬૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૦૨૦૦.૫૧ કરોડના ટર્નઓવરે ૧૮.૪૦ સામે ૧૪.૧૦ ખુલી ઉપરમાં ૧૫.૯૦થી નીચામાં ૪.૩૦ થયો હતો.
નિફ્ટી જાન્યુઆરી ફ્યુચર ૪૭૬૭થી તૂટી ૪૭૦૭ થયો ઃ જાન્યુઆરી ૪૬૦૦નો પુટ ૭૦થી ઉછળી ૯૦ બોલાયો
નિફ્ટી જાન્યુઆરી ફ્યુચર ૧૫૫૩૨૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૩૬૭૪.૪૭ કરોડના ટર્નઓવરે ૪૭૬૭.૩૦ સામે ૪૭૫૭.૨૦ ખુલી ઉપરમાં ૪૭૬૪ થઇ નીચામાં ૪૭૦૭ સુધી જઇ છેલ્લે ૪૭૨૫ બોલાતો હતો. જ્યારે નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૩૫૦૨૮૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૨૫૨.૩૫ કરોડના ટર્નઓવરે ૪૭૫૦.૯૦ સામે ૪૭૪૪.૯૦ ખુલી ઉપરમાં ૪૭૫૭ થઇ નીચામાં ૪૬૮૨.૬૦ સુધી જઇ છેલ્લે ૪૭૦૪.૫૦ બોલાતો હતો. નિફ્ટી ૪૬૦૦નો જાન્યુઆરી પુટ ૭૦.૪૦ સામે ૭૨.૩૦ ખુલી નીચામાં ૭૧.૬૦થી ઉપરમાં ૯૦.૨૦ સુધી જઇ છેલ્લે ૮૩.૨૦ બોલાતો હતો.
તો બેંકોની ડૂબત લોનમાં વર્ષ ૨૦૧૨માં જંગી વધારો થશે! સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ, પીએનબી તૂટયા
ઔદ્યોગિક વૃદ્ધિ નેગેટીવ બનતા અને હજુ વર્ષાંતે ઉદ્યોગોને મંદીમાંથી ઉગારવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે સરકાર દ્વારા ધિરાણ નીતિમાં રાહત કે અન્ય પ્રોત્સાહનોના પગલાં નહીં લેવાતા વર્ષ ૨૦૧૨માં ઘણા ઉદ્યોજકો, બિઝનેસ સાહસિકો લોનની પરત ચૂકવણીમાં ડીફોલ્ટ થવાના ભય અને એના પરિણામે બેંકોની એનપીએમાં જંગી વધારો થવાની શક્યતા સાથે સરકાર દ્વારા પીએસયુ બેંકો પાસેથી રૃા. ૫૦,૦૦૦ કરોડ મેળવવાની યોજનાએ બેંકોની બેલેન્સશીટ બગડવાની પૂરી શક્યતાએ બેંક શેરોમાં ગાબડાં પડયા હતા. સ્ટેટ બેંક રૃા. ૩૩.૨૦ તૂટીને રૃા. ૧૬૦૯.૭૦, પીએનબી રૃા. ૩૩.૮૦ તૂટીને રૃા. ૭૭૫.૧૦, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧૨.૨૦ તૂટીને રૃા. ૨૭૫.૭૦, યશ બેંક રૃા. ૯.૪૫ તૂટીને રૃા. ૨૪૧.૫૫, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૨૮.૧૫ તૂટીને રૃા. ૬૯૭.૧૫, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૬.૮૫ ઘટીને રૃા. ૨૩૧.૯૫, બેંક ઓફ બરોડા રૃા. ૧૮.૨૫ ઘટીને રૃા. ૬૬૦, એક્સીસ બેંક રૃા. ૧૧.૪૫ ઘટીને રૃા. ૮૩૨.૩૦ ઓરિએન્ટલ બેંક રૃા. ૧૩.૮૫ તૂટીને રૃા. ૨૦૧.૨૫, બેંક ઓફ મહારાષ્ટ્ર રૃા. ૨.૪૫ તૂટીને રૃા. ૩૮.૬૦, સિન્ડિકેટ બેંક રૃા. ૪.૨૫ તૂટીને રૃા. ૭૧.૪૫, સેન્ટ્રલ બેંક રૃા. ૨.૫૫ ઘટીને રૃા. ૬૮.૧૫, જે એન્ડ કે બેંક રૃા. ૨૩.૪૫ ઘટીને રૃા. ૬૬૨, પંજાબ એન્ડ સિંધ બેંક રૃા. ૨.૧૦ ઘટીને રૃા. ૬૦.૨૦, અલ્હાબાદ બેંક રૃા. ૩.૫૫ ઘટીને રૃા. ૧૧૭.૪૫, દેના બેંક રૃા. ૧.૫૫ ઘટીને રૃા. ૫૧.૩૦ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૧૮૮.૨૭ પોઇન્ટ તૂટીને ૯૩૦૩.૯૩ રહ્યો હતો.
હેજ ફંડો મેટલમાં હળવા થતાં લંડન મેટલની નરમાઇ પાછળ મેટલ શેરોમાં વેચવાલી
વૈશ્વિક કોમોડિટીઝ બજારોમાં લંડન મેટલ સહિતમાં હેજ ફંડોએ તેજીનો વેપાર ખંખેરતા મેટલના ઘટતા ભાવો સાથે મેટલ શેરોમાં પણ નરમાઇ હતી. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૧૯૫.૭૪ પોઇન્ટ તૂટીને ૯૩૩૪.૬૧ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલ રૃા. ૩૪.૬૦ તૂટીને રૃા. ૪૫૪.૯૫, હિન્દુસ્તાન ઝિંક રૃા. ૪.૩૦ ઘટીને રૃા. ૧૧૯.૧૫, નાલ્કો રૃા. ૧.૩૫ ઘટીને રૃા. ૪૮.૩૦, હિન્દાલ્કો રૃા. ૩ ઘટીને રૃા. ૧૧૬.૬૦, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૭૫ ઘટીને રૃા. ૮૯.૭૦, સેસાગોવા રૃા. ૨.૧૫ ઘટીને રૃા. ૧૫૯.૮૦, એનએમડીસી રૃા. ૧.૯૫ ઘટીને રૃા. ૧૫૭.૬૦ રહ્યા હતાં.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં હવે માર્કેટીંગ માર્જીન વિવાદ ઃ શેર રૃા. ૧૫ તૂટી રૃા. ૭૩૮ ઃ ક્રુડ વધતા ઓઇલ શેરો તૂટયા
ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ યુ.એસ.માં પુરવઠો ઘટયાના અને શીયાળામાં માગ વધવાના અંદાજો વચ્ચે નાયમેક્ષ ક્રુડ ઓઇલના ફરી વધીને ૧૦૦.૭૪ ડોલર અને બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૧૦૯.૨૨ ડોલર થતાં તથા ઘરઆંગણે પીએસયુ ઓઇલ માર્કેટીંગ કંપનીઓનો સબસીડી બોજ વધવાના અંદાજો વચ્ચે ઓઇલ-ગેસ શેરોમાં વેચવાલી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પ રૃા. ૭.૭૫ ઘટીને રૃા. ૨૫૩.૧૦, એચપીસીએલ રૃા. ૭.૨૦ ઘટીને રૃા. ૨૫૩.૫૦, કેઇર્ન ઇન્ડિયા રૃા. ૭.૩૦ ઘટીને રૃા. ૩૧૪.૭૦, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કેજી- ડી૬ ગેસ ઉત્પાદન ઘટાડા મામલે ઓઇલ મંત્રાલય સાથે ઘર્ષમમાં આવ્યા બાદ હવે પેટ્રોલીયમ મંત્રાલયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સરકાર દ્વારા માન્ય કેજી-ડી૬ ગેસ માટેના વેચાણ ભાવથી વધુ માર્કેટીંગ માર્જીન ચાર્જ લગાવી શકે કે એવો સવાલ ઉઠાવી પ્રધાનોની પેનલ સમક્ષ આ રજૂઆત કરતા શેરમાં નવેસરથી વેચવાલીના દબાણે શેર રૃા. ૧૪.૭૦ ઘટીને રૃા. ૭૩૮.૫૫ રહ્યો હતો.
સોફ્ટવેર- આઇટી કંપનીઓના પરિણામો નબળા આવશે! વિપ્રો, ટીસીએસ સહિતમાં વેચવાલી
સોફ્ટવેર- આઇટી કંપનીઓના જાન્યુઆરીમાં જાહેર થનારા ત્રીજા ત્રિમાસિક ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૧ના પરિણામો નબળા નીવડવાની અટકળો વચ્ચે આઇટી શેરોમાં અમુક ફંડો, ઇન્વેસ્ટરો વેચવાલ બન્યા હતા. વિપ્રો રૃા. ૯.૨૫ ઘટીને રૃા. ૩૯૭.૩૫, ટીસીએસ રૃા. ૭.૬૦ ઘટીને રૃા. ૧૧૬૯.૧૫ રહ્યા હતા. જ્યારે ઇન્ફોસીસ રૃા. ૧૯.૨૦ વધીને રૃા. ૨૭૮૦.૮૫ રહ્યો હતો. ફાઇનાન્શિયલ ટેક્નોલોજી રૃા. ૧૪.૯૫ તૂટીને રૃા. ૫૩૦.૬૫, હેકઝાવેર ટેક્નોલોજી રૃા. ૨.૫૫ ઘટીને રૃા. ૭૪, એપટેક રૃા. ૩.૩૦ ઘટીને રૃા. ૭૧.૭૫ રહ્યા હતાં.
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં વેલ્યુ બાઇંગ ઃ એનટીપીસી, ભેલ, ટાટા પાવર, પાવર ગ્રીડ વધ્યા
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીના વેલ્યુબાઇંગે એનટીપીસી રૃા. ૪.૨૦ વધીને રૃા. ૧૬૧.૧૫, ભેલ રૃા. ૫.૪૫ વધીને રૃા. ૨૪૬.૨૫, ટાટા પાવર રૃા. ૧.૪૫ વધીને રૃા. ૯૧.૭૦, લાર્સન રૃા. ૧૦૨૯.૭૫, પાવર ગ્રીડ કોર્પ રૃા. ૧.૩૫ વધીને રૃા. ૧૦૦.૨૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા. ૧.૭૦ વધીને રૃા. ૧૨૪.૧૦ રહ્યા હતાં.
વર્ષાંતે વધતી નિરસતામાં ઓછા વોલ્યુમે તૂટતા શેરો ઃ ૧૬૬૭ ઘટયા ઃ ૨૦૭ શેરોમાં મંદીની સર્કિટ
વર્ષાંતે સ્મોલ-મિડ કેપ શેરોમાં ઓછા વોલ્યુમે ભાવો વધુ તૂટયા હતા. ઘટયામથાળે વિદેશી ફંડોની ગેરહાજરીમાં લોકલ ઇન્વેસ્ટરોની પણ ખરીદીમાં નિરસતાએ માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૫ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૭ અને વધનારની ૧૦૫૫ રહી હતી. ૨૦૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
ખરાબ બજારે સુબેક્ષ, નાહર સ્પિનિંગ, સુંદરમ ક્લેટોન, જૈન ઇરીગેશન, શ્રીરામ સિટી ઉછળ્યા
ખરાબ બજારે સ્મોલ-મિડ કેપના વધનાર પ્રમુખ શેરોમાં સુબેક્ષ રૃા. ૪.૩૫ ઉછળીને રૃા. ૨૮.૫૦, નાહર સ્પિનીંગ રૃા. ૫.૩૫ ઉછળીને રૃા. ૫૩.૭૫, સુંદરમ ક્લેટોન રૃા. ૧૫.૫૫ ઉછળીને રૃા. ૧૫૭.૯૦, એનઆરબી પેરિંગ્સ રૃા. ૨ વધીને રૃા. ૩૮.૫૦, સનફ્લેગ આર્યન રૃા. ૧.૩૦ વધીને રૃા. ૨૫.૨૦, મીટિંગ પૂર્વે જીટીએલ રૃા. ૨.૮૦ વધીને રૃા. ૩૮.૮૦, જીટીએલ ઇન્ફ્રા. રૃા. ૯.૩૪, જેન ઇરીગેશન રૃા. ૮.૩૫ ઉછળીને રૃા. ૯૩.૯૦, શ્રીરામ સિટી યુનીયન રૃા. ૩૧.૮૦ ઉછળીને રૃા. ૪૯૨.૯૫, આઇએફસીઆઇ રૃા. ૧.૫૦ વધીને રૃા. ૨૫.૩૦, રેડિંગ્ટન ઇન્ડિયા રૃા. ૨.૬૦ વધીને રૃા. ૭૭.૮૦ રહ્યા હતાં.
ઇટાલીના બોન્ડસ લિલામને દોઢ ગણા પ્રતિસાદે યુરોપના બજારોમાં રીકવરી ઃ એશીયામાં નરમાઇ
એશીયાના અન્ય બજારોમાં નરમાઇ વચ્ચે જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૧૬.૯૪ પોઇન્ટ ઘટીને ૮૪૨૩.૬૨, હોંગકોંગનો હેંગસેંગ ૧૧૦.૫૦ પોઇન્ટ ઘટીને ૧૮૫૧૮.૭૦, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૩.૮૧ પોઇન્ટ વધીને ૨૧૭૦.૦૧, તાઇવાન વેઇટેજ ૨૮.૩૬ પોઇન્ટ ઘટીને ૭૦૫૬.૬૭ રહ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં આજે ઇટાલીના ૯ અબજ યુરોના ૧૭૯ દિવસીય સરકારી બોન્ડસના લિલામને દોઢ ગણા પ્રતિસાદ સાથે ૩.૨૫ ટકાના ઓછા સરેરાશ યીલ્ડ પર પ્રતિસાદ મળતા અને ૨.૫ અબજ યુરોના ઝીરો કૂપન ૨૦૧૩ મુદતના બોન્ડસનું પણ સફળ લિલામ થતાં યુરોપના બજારોમાં ૧૦થી ૩૫ પોઇન્ટનો સુધારો હતો.
એફઆઇઆઇની બે દિવસમાં કેશમાં માત્ર રૃા. ૨૯૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બે દિવસમાં કેશ સેગ્મેન્ટમાં રૃા. ૨૯૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી છે. આજે- બુધવારે રૃા. ૮૧.૪૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી અને મંગળવારે રૃા. ૨૧૪.૩૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે ડીઆઇઆઇ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૃા. ૧૯૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેજલપુરમાં ગાય-વાછરડું ચોરી જવાયાની ફરિયાદઃ બે પકડાયા
સહકારી આગેવાન નટુ પટેલની કવોશિંગ પિટિશન હાઇકોર્ટે ફગાવી
બોર્ડ-નિગમોમાં વ્યાપક નિયુક્તિ માટે ફરી શરૃ થયેલી અટકળો
'ડૉક્ટરોની રેલી નીકળી છે, દર્દીઓને સેવા મળતી નથી'
ઉત્સવોમાં કરોડો ખર્ચતી સરકાર પાસે મેડલ આપવા રૃપિયા નથી !
'ડર્ટી પિકચર'ની સફળતાને પગલે વિદ્યા બાલનને વધુ મહેનતાણું પણ મળવાની શક્યતા નિર્માણ થઈ
રાજેશ ખન્ના અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ બન્નેનો જન્મદિવસ આજે હોવાથી ભવ્ય યૉટ પાર્ટીનું આયોજન
'વીક એન્ડ'માં શાહરૃખ અભિનીત ફિલ્મે કેટલી કમાણી
મલ્લિકા શેરાવત હવે ગીત ગાવાની તૈયારી કરી રહી છે
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
ચાલુ વર્ષે શેરબજારમાં રોકાણકારોએ ગુમાવેલા ૨૦,૦૦,૦૦૦ કરોડ
રૃા.માં ઘટાડો થતાં નિફ્ટી કંપનીઓને રૃા.૪,૮૦૦ કરોડનું ફોરેક્સનું નુકસાન
સોનામાં પણ વધુ ઘટાડો ઃ ડોલરના ભાવો આરંભમાં ઉછળ્યા પછી તૂટી રૃ.૫૩ની અંદર જતા રહ્યા
સોયાતેલ પછી હવે પામતેલમાં તેજીનો ભડકો થતાં રૃ.૬૦૦ની સપાટી કૂદાવાઈ
શેર બજાર.....
નવા વર્ષની રાતે સંવેદનશીલ જંકશનો પર પોલીસની નજર
છેલ્લે ૨૦૦૫માં ન્યૂનતમ તાપમાન ૧૧.૬ નોંધાયું હતું અને
નવા વર્ષને વધાવવા માટેની ઉજવણીને આધ્યાત્મિક રંગ
મહાપાલિકાએ રૃા. આઠ હજાર કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે
એક તરફી પ્રેમમાં માજી હોમગાર્ડે અભિનેત્રીનો વિનયભંગ કર્યો
લીડ ઉમેરતા ઓસ્ટ્રેલિયાના ૮ વિકેટે ૨૩૦ રન ઃ બંને ટીમોને જીતવાની તક
અમે ૩૦૦ કે તેનાથી ઓછો પડકાર ઝીલી શકીશું ઃ સેહવાગ
ગુજરાતની ક્રિકેટ ટીમ રણજી ટ્રોફીમાં ઈલાઇટ ગુ્રપમાં ફેંકાઈ ગઈ
આ વખતે શ્રેષ્ઠ પ્રતિભા બહાર લાવીને રમીશ ઃ સોમદેવ

સંગાકારાના ૧૦૮ ઃ શ્રીલંકાના બીજી ઇનિંગમાં ૭ વિકેટે ૨૫૬

રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

પ્લેયર્સ ફિલ્મ પ્રમોશન@અમદાવાદ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved