Last Update : 29-Dec-2011,Thursday
 
ચાલુ વર્ષે શેરબજારમાં રોકાણકારોએ ગુમાવેલા ૨૦,૦૦,૦૦૦ કરોડ
 

ઘરઆંગણાની તેમજ વૈશ્વિક પ્રતિકૂળતાઓ પાછળ

સેન્સેક્સમાં ૫૩૩૪ અને નિફ્ટીમાં ૧૫૯૦ પોઈન્ટનો કડાકો ઃ રીયાલ્ટી ઈન્ડેક્સમાં ૫૨, કેપીટલ ગુડઝમાં ૪૯ અને મેટલ ઈન્ડેક્સમાં ૪૭ ટકાનું ગાબડું
અમદાવાદ, બુધવાર
ઉંચો ફુગાવો, સતત વધતા વ્યાજદર સહિતના અન્ય પ્રતિકૂળ પરીબળો, રાજકીય અસ્થિરતા તેમજ યુરોઝોનની દેવા કટોકટીના કારણે ઉદ્ભવેલી અત્યંત ગંભીર પરિસ્થિતિની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. વિવિધ પ્રતિકૂળતાના પગલે ૨૦૧૧ના કેલેન્ડર વર્ષમાં દેશના બંને આગેવાન શેરબજારોમાં ૨૬ ટકાનું ગાબડું નોંધાવા પામ્યું હતું. જેના પગલે રોકાણકારોની મહામુલી મુડીમાંથી રૃા. ૨૦ લાખ કરોડનું ધોવાણ થઈ જવા પામ્યું હતું.
ચાલુ ૨૦૧૧ના કેલેન્ડર વર્ષમાં ફુગાવા અને વ્યાજદર ઉપરાંત વિવિધ કૌભાડોના પગલે સર્જાતી રાજકીય અસ્થિરતાની પણ શેરબજાર પર અસર થઈ હતી. તો બીજી તરફ યુરોઝોનની દેવા કટોકટીના કારણે યુરોપીયન દેશોમાં ઉભી થયેલી નાણાંકીય કટોકટી તેમજ અમેરિકાનું અર્થતંત્ર ધીમું પડયાના અહેવાલોની પણ બજાર પર પ્રતિકૂળ અસર થઈ હતી. આ નકારાત્મક સમાચારો ઓછા હોય તેમ ઓક્ટોબર માસ પછી ડોલર સામે રૃપિયો ઐતિહાસિક નીચી સપાટીએ ઉતરી આવ્યાના અહેવાલોની પણ શેરબજાર પર ગંભીર અસર થવા પામી હતી.
વિવિધ પ્રતિકૂળતાઓના પગલે ચાલુ ૨૦૧૧ના કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં સેન્સેક્સમાં ૫૩૩૪.૦૧ પોઈન્ટ એટલે કે ૨૬ ટકાનો કડાકો બોલી ગયો છે. સેન્સેક્સ ગત વર્ષના અંતે ૨૦૫૦૯.૦૯ની સપાટીએ હતો. બીજી તરફ વર્ષ દરમિયાન એનએસઈના નિફ્ટી આંકમાં પણ ૧૫૯૦.૩૦ પોઈન્ટ એટલે કે ૯૦.૩૦ પોઈન્ટ એટલે કે ૨૫.૯૨ ટકાનું ગાબડું નોંધાવા પામ્યું હતું.
વર્ષ દરમિયાન એકધારી પીછેહઠના પગલે બીએસઈ રીયાલ્ટી ઈન્ડેક્સમાં સૌથી મોટો ૫૨.૧૩ ટકાનો કડાકો બોલી ગયો છે. તેની પાછળ કેપીટલ ગુડ્ઝમાં ૪૯.૦૮ ટકા, મેટલ ઇન્ડેક્સમાં ૪૭.૨૯ ટકા, પાવર ઇન્ડેક્સમાં ૪૧.૯૧ ટકા, પીએસયુ ઈન્ડેક્સમાં ૩૪.૨૮ ટકા અને બેંકેક્ષમાં ૩૨.૯૨ ટકાનું ગાબડું નોંધાયું હતું. જ્યારે બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સમાં ૨૮.૪૭, બીએસઈ ૨૦૦માં ૨૮.૦૨ અને બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સમાં ૨૬.૮૮ ટકાનું ગાબડું નોંધાયું હતું.
ભારતીય શેરબજારના મુખ્ય ચાલક પરિબળ સપાન એફઆઈઆઈએ ૨૦૧૧ના વર્ષમાં રૃા. ૧,૩૩,૨૬૬ કરોડ (૨૯.૩૬ બિલીયન ડોલર)નું રોકાણ કર્યું હતું. તેની સામે તેઓએ રૃા. ૨૪૯૭.૫૦ કરોડ એટલે કે ૩૧૮ મીલીયન ડોલર પાછા ખેંચ્યા હતા. જ્યારે તેઓએ ડેટ માર્કેટમાં રૃા. ૩૯,૬૩૭.૫૦ કરોડનું રોકાણ કર્યું હતું.

 

ટોચના ખેલાડીઓ ભોય ભેંગા

કંપની

શેરના ભાવમાં

 

ગાબડું (ટકામાં)

સ્ટરલાઈટ

૫૨.૭૬

હિંદાલકો

૫૧.૫૭

ભેલ

૫૦.૮૦

લાર્સન ટુબ્રો

૫૦.૫૩

તાતા સ્ટીલ

૪૯.૩૦

જયપ્રકાશ એસો.

૪૯.૩૪

સ્ટેટ બેંક

૪૩.૬૯

ICICI બેંક

૪૩.૦૦

તાતા પાવર

૪૦.૨૫

ડીએલએફ

૩૬.૫૩

મારૃતી

૩૫.૬૪

તાતા મોટર્સ

૩૩.૦૫

જિન્દાલ સ્ટીલ

૩૨.૮૦

રિલાયન્સ

૩૨.૫૭

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેજલપુરમાં ગાય-વાછરડું ચોરી જવાયાની ફરિયાદઃ બે પકડાયા
સહકારી આગેવાન નટુ પટેલની કવોશિંગ પિટિશન હાઇકોર્ટે ફગાવી
બોર્ડ-નિગમોમાં વ્યાપક નિયુક્તિ માટે ફરી શરૃ થયેલી અટકળો
'ડૉક્ટરોની રેલી નીકળી છે, દર્દીઓને સેવા મળતી નથી'
ઉત્સવોમાં કરોડો ખર્ચતી સરકાર પાસે મેડલ આપવા રૃપિયા નથી !
'ડર્ટી પિકચર'ની સફળતાને પગલે વિદ્યા બાલનને વધુ મહેનતાણું પણ મળવાની શક્યતા નિર્માણ થઈ
રાજેશ ખન્ના અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ બન્નેનો જન્મદિવસ આજે હોવાથી ભવ્ય યૉટ પાર્ટીનું આયોજન
'વીક એન્ડ'માં શાહરૃખ અભિનીત ફિલ્મે કેટલી કમાણી
મલ્લિકા શેરાવત હવે ગીત ગાવાની તૈયારી કરી રહી છે
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
ચાલુ વર્ષે શેરબજારમાં રોકાણકારોએ ગુમાવેલા ૨૦,૦૦,૦૦૦ કરોડ
રૃા.માં ઘટાડો થતાં નિફ્ટી કંપનીઓને રૃા.૪,૮૦૦ કરોડનું ફોરેક્સનું નુકસાન
સોનામાં પણ વધુ ઘટાડો ઃ ડોલરના ભાવો આરંભમાં ઉછળ્યા પછી તૂટી રૃ.૫૩ની અંદર જતા રહ્યા
સોયાતેલ પછી હવે પામતેલમાં તેજીનો ભડકો થતાં રૃ.૬૦૦ની સપાટી કૂદાવાઈ
શેર બજાર.....
નવા વર્ષની રાતે સંવેદનશીલ જંકશનો પર પોલીસની નજર
છેલ્લે ૨૦૦૫માં ન્યૂનતમ તાપમાન ૧૧.૬ નોંધાયું હતું અને
નવા વર્ષને વધાવવા માટેની ઉજવણીને આધ્યાત્મિક રંગ
મહાપાલિકાએ રૃા. આઠ હજાર કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે
એક તરફી પ્રેમમાં માજી હોમગાર્ડે અભિનેત્રીનો વિનયભંગ કર્યો
લીડ ઉમેરતા ઓસ્ટ્રેલિયાના ૮ વિકેટે ૨૩૦ રન ઃ બંને ટીમોને જીતવાની તક
અમે ૩૦૦ કે તેનાથી ઓછો પડકાર ઝીલી શકીશું ઃ સેહવાગ
ગુજરાતની ક્રિકેટ ટીમ રણજી ટ્રોફીમાં ઈલાઇટ ગુ્રપમાં ફેંકાઈ ગઈ
આ વખતે શ્રેષ્ઠ પ્રતિભા બહાર લાવીને રમીશ ઃ સોમદેવ

સંગાકારાના ૧૦૮ ઃ શ્રીલંકાના બીજી ઇનિંગમાં ૭ વિકેટે ૨૫૬

રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

પ્લેયર્સ ફિલ્મ પ્રમોશન@અમદાવાદ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved