Last Update : 28-Dec-2011,Wednesday
 

રાષ્ટ્રગીતની શતાબ્દી ઃ જનગણમન...ના ગાન સાથે અણ્ણાના અનશનનો આરંભ

 
મેદાનનો ભાગ જ જેલમાં ફેરવાશે

અણ્ણાના વિરોધીઓ આઝાદ મેદાનમાં ધરણામાં બેસશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૭
રાષ્ટ્રગીતને આજે સો વર્ષ થયા હોવાથી બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ મેદાનમાં જનગણ મન અધિનાયક...ના સમુહગાન સાથે ત્રણ દિવસના અણ્ણા અનશન આંદોલનનો આરંભ થયો હતો.
મેદાન ફરતે જડબેસલાખ પોલીસ બંદોબસ્ત છતાં એક યુવક ચાકુ સાથે પકડાતા થોડી વાર માટે હલચલ મચી ગઇ હતી. શરદ પવારને જ્યારે એક યુવકે લાફો માર્યો ત્યારે અણ્ણાએ એવી ટકોર કરી હતી કે 'બસ એક જ લાફો માર્યો?' આ ટકોરનું વેર લેવા માટે કોઇ અણ્ણા પર હુમલો કરી શકે છે એવી શક્યતાને લીધે પોલીસે ખાસ એન્ટી-મીર-ચીફ સ્કવૉડ રચી છે. કોઇ વ્યક્તિ ચપ્પલનો ઘા ન કરી શકે અથવા લાફો મારવા નજીક ન સરકી શકે તેનું સ્કવૉડ ધ્યાન રાખે છે.
સામાન્ય રીતે મંદિરોમાં પૂજારીઓ શંખનાદ કરતા હોય છે. પણ મેદાનમાં સૌથી આગલી હરોળમાં બેઠેલી એક તંદુરસ્ત મહિલા જેવું કોઇનું ભાષણ પૂરું થાય ત્યારે ઉભી થઇને શંખ ફૂંકતી હતી.
એમએમઆરડીએના ૫૦ હજાર ચોરસફૂટના મેદાનમાં ૬૦ હજાર લોકોનો સમાવેશ થઇ શકે છે. વિશાળ મેદાનમાં છ ઇમરજન્સી એક્ઝિટ ડોર છે, છ એમ્બ્યુલન્સ અને એક ફાયર-બ્રિગેડનો બંબો, બે હજાર પોલીસ, પ્રાયવેટ સિક્યોરિટી ગાર્ડસ, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના સંખ્યાબંધ સ્વયંસેવકો અને તાત્કાલિક તબીબી સારવાર કેન્દ્રની જોગવાઇ છે.
અણ્ણા હઝારે માટે સ્ટેજની પાછળ જ સ્પેશ્યલ રૃમની વ્યવસ્થા છે જેમાં બાથરૃમ- ટોઇલેટની સગવડ છે. નવથી દસ ડૉક્ટરોની ટીમ ચોવીસે કલાક મેદાનમાં હાજર રહેશે.
ગીતામાં શ્રીકૃષ્ણે સંદેશ આપ્યો છે કે જ્યારે પૃથ્વીલોકમાં પાપાચાર વધી જશે ત્યારે પાપનો નાશ કરવા હું જન્મ લઇશ. અણ્ણા હઝારેને શ્રીકૃષ્ણનો અવતાર ગણાવીને કેટલાક ટેકેદારો 'મોરપીચ્છધારી' અણ્ણાની તસવીર સાથે આંદોલનમાં સામેલ થયા હતાં.
અણ્ણાના આંદોલન માટે દિલ્હી, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, વડોદરા, સુરત અને અમદાવાદથી સરસામાન લઇને સમર્થકો આવ્યાં છે.
ત્રણ દિવસના અનશન બાદ જેલભરો આંદોલન છેડવામાં આવશે. હજારો આંદોલનકારીઓને સમાવી શકે એવી જેલ મહારાષ્ટ્રમાં તો શું દેશમાં પણ બીજે ક્યાંય નથી. એટલે મુંબઇ પોલીસે એમએમઆરડીએ ગ્રાઉન્ડના એક ભાગને અથવા તો કાલીના પોલીસ ગ્રાઉન્ડને ઓપન જેલમાં ફેરવી નાખવાનું નક્કી કર્યું છે. બોમ્બે પોલીસે એકટની જોગવાઇ અનુસાર પોલીસને કોઇ પણ એરિયાને જેલમાં ફેરવી ત્યાં લોકોને અટકાયતમાં રાખવાની સત્તા આપવામાં આવી છે. જેલ-ભરો આંદોલન વખતે આંદોલનકારીઓને થોડો સમય અટકાયતમાં રાખવામાં આવ્યા પછી છોડી દેવામાં આવશે. આ અગાઉ દિલ્હીમાં અણ્ણાના આંદોલન વખતે આ જ રીતે સ્ટેડિયમને કામચલાઉ જેલમાં ફેરવી નાખવામાં આવ્યું હતું.
અણ્ણા હઝારેના વિરોધમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદે આઝાદ મેદાનમાં ધરણામાં બેસવાનું નક્કી કર્યું છે. પરિષદના પ્રમુખ અને કોંગ્રેસી કાર્યકર મંગલેશ્વર (મુન્ના) ત્રિપાઠીએ એવો આક્ષેપ કર્યો હતો કે અણ્ણા હઝારે સરકારને બ્લેક મેલ કરી રહ્યાં છે. અણ્ણાને અનશન કરતા અટકાવવા માટે અમે હાઇ કોર્ટમાં પણ ધા નાખી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેરકાયદે બાંધકામ અંગે IAS અધિકારીઓ સામેની રિટ ફગાવાઇ
વિઝા એજન્ટનું અપહરણ કરી પોણા બે લાખ વસૂલીને છોડયો
ભદ્ર પાથરણાબજારમાં ૧૦૦૦ની જાલીનોટ વટાવતા યુવક પકડાયો
પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં એરપોર્ટ સ્થપાશે
ડિસેમ્બરમાં પણ ફાલ્સીપેરમના ૧૪૩ કેસ ઃ એક દર્દીનું મોત
હઝારેને ખુલ્લો ટેકો આપવામાં કે તેમનો વિરોધ કરવામાં શહેરના નેતા ગભરાય છે
સાથીઓની વિનંતી છતાં અણ્ણાએ ઉપવાસ પાછા ન જ ખેંચ્યા
મજબૂત લોકપાલ માટે અણ્ણા હઝારેના અનશનઃ આંદોલનના શ્રીગણેશ
વિકાસને વેગ આપવા રાજ્ય પરીવહન સેવાઓ વિકસાવી કમાણી કરવા માગે છે
રાષ્ટ્રગીતની શતાબ્દી ઃ જનગણમન...ના ગાન સાથે અણ્ણાના અનશનનો આરંભ
તેંડુલકર મેગા સદી ચૂક્યો ઃ ઓસ્ટ્રેલિયાના ૩૩૩ રન સામે ભારતના ૩ વિકેટે ૨૧૪
પેટીન્સન જાણી જોઈને સેહવાગ જોડે અથડાયો ઃ સિડલની ગેરશિસ્ત
સેહવાગ ૮૦૦૦+ બનાવનાર વિશ્વનો ૨૩મો, ભારતનો પાંચમો બેટ્સમેન
ઇંગ્લેન્ડના 'બાર્મી આર્મી'ની જેમ ભારતના ચાહકોનું 'સ્વામી આર્મી'

ફીડે રેટિંગ ચેસ ઃ સંતોષ કુમાર સિન્હા ચેમ્પિયન

લાંબુ વેકેશન માણવાની શાહરૃખ ખાનની ઇચ્છા પર યશ ચોપરાએ લગામ તાણી
બોની કપૂર 'મિ. ઈન્ડિયા'ની સિકવલ ૨૦૧૪માં શરૃ કરશે
૨૨ વર્ષના ઇમ્તિયાઝ ખત્રી સાથે ૩૬ વર્ષની અભિનેત્રીનું નામ ચર્ચામાં
મલ્લિકા શેરાવતને નવા વર્ષની પૂર્વસંધ્યાએ પફોર્મ કરવા માટે રૃા. બે કરોડ મળ્યા
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
રિલાયન્સની કેજી-ડી૬ બ્લોકમાં ૧.૫ અબજ ડોલરની રોકાણ યોજના મંજૂર થવા સંભવ
એનટીપીસીની પાવર ઉત્પાદન ક્ષમતા વધીને ૩૬૦૧૪ મેગાવોટ થઈ
સોયાતેલ વાયદો ઉછળતાં એરંડા વાયદાએ પણ રૃ.૩૬૦૦ની સપાટી કૂદાવી ઃ સિંગદાણામાં આવા માલોની તીવ્ર અછત
ચાંદીમાં પણ પીછેહઠ ઃ જો કે રૃપિયા સામે ડોલર ફરી ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો
શેરબજાર.....
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

બાબુ બજરંગીના જામીન યથાવત્‌

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved