Last Update : 28-Dec-2011,Wednesday
 

મજબૂત લોકપાલ માટે અણ્ણા હઝારેના અનશનઃ આંદોલનના શ્રીગણેશ

 

ભારત માતા કી જય... ઈન્કલાબ ઝિંદાબાદના નારા સાથે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૭
ભારત માતા કી જય... વંદે માતરમ્.... ઈન્કલાબ ઝિંદાબાદના ગગનભેદી નારા સાથે અને ગણ્યા ગણાય નહીં એટલાં ફરકાવાતા ત્રિરંગા વચ્ચે અણ્ણા હઝારેએ આજે મુંબઈના બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સના મેદાનમાં ત્રણ દિવસના અનશનનો આરંભ કર્યો હતો. નાદુરસ્ત તબિયત છતાં ઊંચા મંચ પર ચડીને અણ્ણા હઝારેએ મજબૂત લોકપાલ બિલ માટેના આ આખરી જંગ માટે સજ્જ થવાની હાકલ કરી એ સાથે જ રણશિંગા, તૂતારી અને શંખનાદથી એમએમઆરડીએ મેદાન ગાજી ઊઠયું હતું. જો કે પહેલે દિવસે દિલ્હી કરતાં મુંબઈના મેદાનમાં પ્રમાણમાં ઓછી હાજરી જોવા મળી હતી.
દિલ્હીની સરખામણીએ પહેલે દિવસે મુંબઈમાં ઓછી ભીડ ઃ બેથી અઢી હજાર પોલીસો તૈનાત ઃ અણ્ણાને કાળા વાવટા દેખાડી મુર્દાબાદના નારા
અણ્ણા હઝારે આજે સવારે જૂહુ પહોંચ્યા હતા અને ત્યાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર ચડાવ્યાં હતાં. ત્યાંથી શણગારેલી ટ્રકમાં બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સના મેદાન તરફ સરઘસાકારે નીકળ્યાં હતાં. રસ્તામાં લગભગ પંદર-વીસ દેખાવકારો 'અણ્ણા હઝારે મુર્દાબાદ'નાં નારા લગાવતા કાળા વાવટા સાથે આડા ઊતર્યાં હતાં. પરંતુ પોલીસે તરત જ તેમને રસ્તા પરથી દૂર ધકેલ્યાં હતાં. અઢી કલાક સરઘસાકારે ફર્યા પછી સાડા બાર વાગ્યાના સુમારે અણ્ણાનું એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવેલપમેન્ટ ઓથોરિટી) મેદાનમાં આગમન થયું ત્યારે સમર્થકોએ અણ્ણા હઝારે ઝિંદાબાદના નારા સાથે સ્વાગત કર્યું હતું. તેમની સાથે અણ્ણાના હનુમાન ગણાતા અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, મનીષ સિસોદિયા પણ આવી પહોંચ્યા હતા. ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના સંયોજક મયંક ગાંધીએ આવકાર આપ્યો હતો.
એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં શમિયાણો બાંધવામાં આવ્યો ન હોવાથી અણ્ણાના સમર્થનમાં મેદાનમાં ઉમટેલા લોકો બપોરે તડકાને લીધે પરેશાન થઈ ગયા હતા. અણ્ણાની સાથે જે ઉપવાસ પર બેઠા છે તેમને માટે જ શેડમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે યુપીથી આવેલા અણ્ણાના એક સમર્થકે મેદની જોઈને કહ્યું હતું કે અણ્ણાજીએ અગાઉ દિલ્હીમાં ત્રણ આંદોલન છેડયા ત્યારે જે પ્રચંડ જનમેદની ઊમટી હતી તેના કરતાં મુંબઈમાં ઓછા લોકો દેખાય છે.
અણ્ણા હઝારેની નાદુરસ્ત તબિયત અને છેલ્લા બે દિવસથી વાયરલ તાવને કારણે આજે પણ નીકટના સાથીઓએ ઉપવાસ ન કરવાની સલાહ આપી હતી. જો કે અણ્ણાએ મક્કમતાથી જવાબ આપ્યો હતો કે વિશ્વાસઘાતી સરકારને બરાબરનો સબક શીખડાવવા માટે હું ઉપવાસ અને જેલ-ભરો આંદોલન કરીને જ રહીશ.
અણ્ણા હઝારેએ આરપારની લડાઈ માટે તૈયાર રહેવાની સમર્થકોને હાકલ કરતા કહ્યું હતું કે જેલમાં જવા માટે તૈયાર રહેજો, જરાય પાછીપાની કરતા નહીં.
અણ્ણા હઝારેને આતંકવાદીઓ નિશાન બનાવે એવી ચેતવણી ઈન્ટેલિજન્સ બ્યુરોએ મુંબઈ પોલીસને આપી હોવાથી એમએમઆરડીએ ગ્રાઉન્ડ ફરતે પોલીસનો જબરજસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. લગભગ અઢી હજારથી વધુ પોલીસ તહેનાત હતી. રાયટ પોલીસ, ક્વિક રિસ્યોન્સ ટીમ, રેપીડ એક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ મેદાન ફરતે ગોઠવાઈ હતી. ૨૬/૧૧ના હુમલા પછી પોલીસ દળમાં સામેલ કરવામાં આવેલી બખારિયા ગાડી (આર્મર્ડ વેહિકલ્સ) કદાચ ક્રાઉડ બેકાબૂ બને તો પાણીના જોરદાર ફૂરાવા ઉડાડી કાબૂમાં લેવામાં કામ આવતા વોટર કેતન વેન વરૃણ, ભીડ પર નજર રાખવા સીસીટીવી સાથેની મોબાઈલ વેન સાથે મુંબઈ પોલીસના ટોચના અધિકારીઓ ખડે પગે હતા.
અણ્ણા હઝારેના અનશન આંદોલનના અહેવાલ લેવા માટે દેશભરમાંથી જ નહીં વિદેશથી પણ પત્રકારો આવ્યાં છે. ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાના હજારથી દોઢ હજાર પત્રકારો, કેમેરામેનો તેમ જ ફોટોગ્રાફરો મિડિયા માટેના ખાસ મંચ પર ગોઠવાઈ ગયાં હતાં. લંડન, અમેરિકા અને યુરોપથી તેમ જ જપાનથી આવેલા રિપોર્ટરો જુદા તરી આવતા હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેરકાયદે બાંધકામ અંગે IAS અધિકારીઓ સામેની રિટ ફગાવાઇ
વિઝા એજન્ટનું અપહરણ કરી પોણા બે લાખ વસૂલીને છોડયો
ભદ્ર પાથરણાબજારમાં ૧૦૦૦ની જાલીનોટ વટાવતા યુવક પકડાયો
પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં એરપોર્ટ સ્થપાશે
ડિસેમ્બરમાં પણ ફાલ્સીપેરમના ૧૪૩ કેસ ઃ એક દર્દીનું મોત
હઝારેને ખુલ્લો ટેકો આપવામાં કે તેમનો વિરોધ કરવામાં શહેરના નેતા ગભરાય છે
સાથીઓની વિનંતી છતાં અણ્ણાએ ઉપવાસ પાછા ન જ ખેંચ્યા
મજબૂત લોકપાલ માટે અણ્ણા હઝારેના અનશનઃ આંદોલનના શ્રીગણેશ
વિકાસને વેગ આપવા રાજ્ય પરીવહન સેવાઓ વિકસાવી કમાણી કરવા માગે છે
રાષ્ટ્રગીતની શતાબ્દી ઃ જનગણમન...ના ગાન સાથે અણ્ણાના અનશનનો આરંભ
તેંડુલકર મેગા સદી ચૂક્યો ઃ ઓસ્ટ્રેલિયાના ૩૩૩ રન સામે ભારતના ૩ વિકેટે ૨૧૪
પેટીન્સન જાણી જોઈને સેહવાગ જોડે અથડાયો ઃ સિડલની ગેરશિસ્ત
સેહવાગ ૮૦૦૦+ બનાવનાર વિશ્વનો ૨૩મો, ભારતનો પાંચમો બેટ્સમેન
ઇંગ્લેન્ડના 'બાર્મી આર્મી'ની જેમ ભારતના ચાહકોનું 'સ્વામી આર્મી'

ફીડે રેટિંગ ચેસ ઃ સંતોષ કુમાર સિન્હા ચેમ્પિયન

લાંબુ વેકેશન માણવાની શાહરૃખ ખાનની ઇચ્છા પર યશ ચોપરાએ લગામ તાણી
બોની કપૂર 'મિ. ઈન્ડિયા'ની સિકવલ ૨૦૧૪માં શરૃ કરશે
૨૨ વર્ષના ઇમ્તિયાઝ ખત્રી સાથે ૩૬ વર્ષની અભિનેત્રીનું નામ ચર્ચામાં
મલ્લિકા શેરાવતને નવા વર્ષની પૂર્વસંધ્યાએ પફોર્મ કરવા માટે રૃા. બે કરોડ મળ્યા
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
રિલાયન્સની કેજી-ડી૬ બ્લોકમાં ૧.૫ અબજ ડોલરની રોકાણ યોજના મંજૂર થવા સંભવ
એનટીપીસીની પાવર ઉત્પાદન ક્ષમતા વધીને ૩૬૦૧૪ મેગાવોટ થઈ
સોયાતેલ વાયદો ઉછળતાં એરંડા વાયદાએ પણ રૃ.૩૬૦૦ની સપાટી કૂદાવી ઃ સિંગદાણામાં આવા માલોની તીવ્ર અછત
ચાંદીમાં પણ પીછેહઠ ઃ જો કે રૃપિયા સામે ડોલર ફરી ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો
શેરબજાર.....
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

બાબુ બજરંગીના જામીન યથાવત્‌

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved